26.2 C
Amreli
20/09/2020
bhaskar-news

એક જ દિવસમાં સૌથી વધુ 96 કેસ સામે આવતાં પોઝિટિવનો આંક 1917 પર પહોંચ્યો, 51 દર્દી ડિસ્ચાર્જ થયામહાનગરપાલિકાના જણાવ્યા પ્રમાણે શહેર જિલ્લામાં આજે એક જ દિવસમાં સૌથી વધુ 960 કેસ નોંધાતા કોરોના પોઝિટિવ કેસની કુલ સંખ્યા 1917 થઈ ગઈ છે. વધુ બેના મોત થતા આ સાથે કોરોનાનો કુલ મૃત્યુઆંક 78 થઈ ગયો છે. શહેરમાં 48 અને જિલ્લામાં 3 દર્દીઓ મળી 51 દર્દીઓ કોરોનાને માત આપી સાજા થતા તેમને રજા આપવામાં આવી છે. જેથી રિકવરી આંક 1259 પર પહોંચી ગયો છે. નવા નોંધાયેલા કેસમાં સલાબતપુરા પોલીસ મથકમાં 6 આરોપીનો પણ સમાવેશ થાય છે.

સુરતમાં નવા નોંધાયેલા પોઝિટિવ કેસના એડ્રેસ, નામ સાથેની યાદી

વધુ બેના મોત

સુરત શહેરમાં આજે વધુ બેના મોત થતા મૃત્યુઆંક 78 પર પહોંચી ગયો છે. જેમાં કોસાડ આવાસમાં રહેતા 40 વર્ષીય વિજુબેન કાળુભાઈ પરમારનો રિપોર્ટ 30 મેના રોજ પોઝિટિવ આવતા દાખલ કર્યા હતા. જેનું મોત થયું છે. જેમને એનીમિયાની બીમારી હતી. જ્યારે અન્ય એક ઉધનાના હરીનગરમાં રહેતા 61 વર્ષીય અરૂણાબેન મહેશભાઈ ભૂતવાલાનો 29 મેના રોજ રિપોર્ટ પોઝિટિવ આવતા દાખલ કર્યા હતા. જેનું મોત થયું છે. જેમને બ્લડ પ્રેસર અને થાઈરોઈડની બીમારી હતી.

આઠ ઝોનમાં નવા કેસ નોંધાયા

સુરત સિટીમાં 71 અને જિલ્લામાં 11 કેસ નોંધાયા છે. જેમાં સૌથી વધુ કેસ લિંબાયત અને કતારગામ ઝોનમાં 17-17 કેસ નોંધાયા છે. જ્યારે સેન્ટ્રલ ઝોનમાં 7, વરાછા-એ ઝોનમાં 6, વરાછા-બી ઝોનમાં 1, રાંદેર ઝોનમાં 4, ઉધના ઝોનમાં 16 અને અઠવા ઝોનમાં 3 કેસ નોંધાયા છે.

રાયોટિંગના ગુનાના આરોપીઓને કોરોના

સલાબતપુરા પોલીસ મથકમાં 6 આરોપીઓના કોરોના પોઝિટિવ આવ્યા છે. આ આરોપીઓને રાયોટિંગના ગુનામાં પકડવામાં આવ્યાં છે. કુલ 20માંથી 5 આરોપીઓના રિપોર્ટ પોઝિટિવ આવ્યાં છે. તો અન્ય એક પ્રોહિબિશનના કેસમાં ઝડપાયેલી મહિલા આરોપીનો પણ રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

વિનસ હો‌સ્પિટલની સ્ટાફ નર્સ અને ટ્રાઇડન્ટ હો‌‌‌સ્પિટલના ‌રિસેપ્સનીસ્ટ સંક્રમીત

સગરામપુરા ચોગાનશેરીમાં રહેતા ધાન્યા બીનું (ઉ.વ.33)‌વિનસ હો‌સ્પિટલમાં સ્ટાફ નર્સ તરીકે ફરજ બજાવે છે. તેમને કોરોનાના લક્ષણો જણાતા સેમ્પલ લેવામાં આવ્યા હતા અને તેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જ્યારે નાણાવટ નગર સેઠની પોળમાં રહેતા ઉજ્જવલ ચંદ્રકાંત શાહ (ઉ.વ.35)ટ્રાઇડન્ટ હો‌‌‌સ્પિટલમાં ‌રિસેપ્સનીસ્ટનું કામ કરે છે. મંગળવારે તેમનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે.

વકીલ અને વકીલની ઓફીસના પટ્ટાવાળાનો રિપોર્ટ પોઝિટિવ

ભાગળ વાડી ફ‌‌ળિયા ખાતે રહેતા વિજય કંચન જરીવાલા(ઉ.વ.42) પ્રાઈવેટ વકીલ છે. કોરોનાના લક્ષણો બાદ મંગળવારે તેમનો ‌રિપોર્ટ પો‌ઝિટીવ આવ્યો છે. બીજી તરફ નાનપુરા છપ્પન ચાલમાં રહેતા શૈલેષભાઇ રણછોડ ઠાકોર(ઉ.વ.50) વકીલની ઓફીસમાં પટાવાળા છે. મંગળવારે તેમનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે.

કુરીયર કંપનીના વોચમેન અને કુ‌રિયર બોય પણ સંક્રમીત થયા

લાલ દરવાજા ખાતે આવેલી બ્લ્યુ ડાર્ટ કુરીયરનની ઓફીસમાં રહેતા અને ત્યાંજ વોચમેન તરીકે નોકરી કરતા રાકેશ ઉદયનારાયણ સિંગ (ઉ.વ.54)ને કોરોનાના લક્ષણો જણાતા સેમ્પલ લેવાયા હતા. મંગળવારે તેનો ‌રિપોર્ટ પો‌ઝિટીવ આવ્યો હતો. તેવી જ રીતે કતારગામ ચીકુવાડી નજીક સીતારામ રેસીડેન્સીમાં રહેતા ‌વિનોદ બં‌શિલાલ કંસારા (ઉ.વ.63)અને કુ‌રિયરનું કામ કરે છે તેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. બેલ્જીયમ સ્ક્વેર ખાતે કુ‌રિયર બોય તરીકે નોકરી કરતા ચેતન સનમુખલાલ ઉભરાટવાલા (ઉ.વ.39) પણ કોરોનાની ઝપેટમાં આવ્યા છે.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


Corona Surat LIVE, 3 June 2020, The number of positive cases with deaths number of recovery

Related posts

ટી-સીરિઝના માલિક ભૂષણકુમાર પર સોનુ નિગમના ગંભીર આરોપ, કહ્યું- મેં કહ્યું હતું યાદ છે ને, ભાઈ અબુ સાલેમથી બચાવી લો…

Amreli Live

30.76 લાખ કેસ 2.11 લાખ મોત: ચીનમાં મહામારીના બીજા રાઉન્ડના ડરથી જીમ અને સ્વિમિંગપૂલ ફરી બંધ

Amreli Live

શિવરાજ સરકારના કેબિનેટની રચના આ સપ્તાહે થશે; 26 સભ્યનું મંત્રીમંડળ હશે, સિંધિયા સમર્થક 10 નેતા મંત્રી બની શકે છે

Amreli Live

ખાખી પહેરી છે તો ખતરો તો હોય જ, અમે ફ્રન્ટ પર છીએ પણ લોકોની સુરક્ષા માટે અમે છીએ : રાજ્ય પોલીસવડા

Amreli Live

1 જૂનથી સમગ્ર દેશમાં 200 સ્પેશિયલ ટ્રેનો પાટા પર દોડશે, એડવાન્સ અને તત્કાલ ક્વોટાની ટિકિટ મળશે

Amreli Live

34 લાખ કેસ, 2.40 લાખ મોત: ટ્રમ્પે કહ્યું કોરોના સંક્રમણથી અમેરિકામાં એક લાખથી ઓછા લોકોના મોત થશે

Amreli Live

વિશ્વભરમાં 1.48 કરોડ કેસ: બ્રાઝીલમાં મોતનો આંકડો 80 હજારને પાર, ટ્રમ્પે કહ્યું- માસ્ક પહેરી હું સૌથી મોટો દેશ ભક્ત

Amreli Live

રશિયાની વેક્સીનને લઈને અમેરિકાએ વ્યક્ત કરી આશંકા , રશિયાની વેક્સીન સામે ઉઠાવ્યા સવાલ

Amreli Live

પૂર્વ ક્રિકેટર ચેતન ચૌહાણનું નિધન, ઉત્તર પ્રદેશ સરકારમાં મંત્રી હતા; શનિવાર રાતથી ICUમાં હતા

Amreli Live

3.95 લાખ કેસઃછેલ્લા 24 કલાકમાં રેકોર્ડ 14721 સંક્રમિત વધ્યા,દિલ્હીમાં દર્દીઓની સંખ્યા 50 હજારને પાર

Amreli Live

જેમાં કેન્દ્ર સરકાર વિરુદ્ધ 25, ચીન મુદ્દે PMને પુછ્યુ- જવાનોને હથિયાર વગર કોણે મોકલ્યા;એકમાં લખ્યું- મારા કાર્યકર્તાઓ પર આંચ નહીં આવવા દઉં

Amreli Live

દેશમાં 130 જિલ્લા હજુ પણ રેડ ઝોનમાં, ગ્રીન ઝોનમાં રહેનાર 319 જિલ્લામાં 3 મે પછી રાહત મળવાની સંભાવના

Amreli Live

કોરોના સામેની લડતમાં 108ની મહત્વની કામગીરી, જુઓ વીડિયો

Amreli Live

અત્યાર સુધીમાં કુલ 22837 ટેસ્ટ કર્યાં, દિલ્હી કરતા ત્રણ ગણા વધુ ટેસ્ટ, SVPની ક્ષમતા હવે લગભગ પુરી: AMC કમિશનર

Amreli Live

કોરોના કાબુમાં આવતો નથી ને અમદાવાદ મ્યુનિ. સિંગલ-ડબલિંગ રેટની ‘ડેટાગેમ’ વડે લોકોને રમાડી રહ્યા છે

Amreli Live

દાઉદ ઇબ્રાહિમ અને તેની પત્નીને પણ કોરોના, કરાચીની સૈન્ય હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં

Amreli Live

દેશમાં 10 દિવસથી 10 હજારથી વધુ કેસ, એક દિવસમાં આટલા કેસ તો ઈટાલી અને ચીનમાં પણ નથી નોંધાયા

Amreli Live

કોરોના બેકાબૂ બનતા CM રૂપાણીનો સુરત કલેક્ટર કચેરીમાં બેઠકનો દૌર શરૂ, Dy CM પણ જોડાયા

Amreli Live

મણિનગરના પૂ. પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીની સ્મૃતિ મંદિર સંકુલમાં અંતિમવિધિ કરાઈ, PM મોદીએ ટ્વીટ કરીને શ્રદ્ધાંજલિ આપી

Amreli Live

કોંગ્રેસ નેતાએ કહ્યું- કોરોના વાઈરસ નવા વિસ્તારમાં ઝડપથી ફેલાઈ રહ્યો છે;PM સરેન્ડર કરી ચુક્યા છે, મહામારી સામે લડવા નથી માંગતા

Amreli Live

વડાપ્રધાન મોદીએ કહ્યું- 2030 સુધીમાં 100 મિલિયન ટન કોલસાને ગેસમાં રૂપાંતરિત કરવાનું લક્ષ્ય, 20 હજાર કરોડનું રોકાણ કરશે

Amreli Live