24.4 C
Amreli
29/10/2020
અજબ ગજબ

એક્ટર વિવેક ઓબરોયના ઘરે પોલીસનો છાપો, પોલીસના નજરોથી ફરાર છે આ વ્યક્તિ

જાણો કેમ પોલીસે વિવેક ઓબરોયના ઘર ઉપર માર્યો છાપો, જાણો તેના પાછળનું કારણ. બેંગ્લોર પોલીસે એક્ટર વિવેક ઓબેરોયના મુંબઇમાં આવેલા ઘરે દરોડો પાડ્યો છે. વિવેક ઓબેરોયના ઘરે આ દરોડો તેમના સાળા આદિત્ય અલ્વાને લીધે પડ્યો છે. કર્ણાટકના ભૂતપૂર્વ મંત્રી જીવારાજ અલ્વાના પુત્ર આદિત્ય અલ્વાનું નામ સેંડલવુડ ડ્રગ કાંડમાં સામે આવ્યું છે, અને ત્યારથી જ આદિત્ય ફરાર છે. ગુરુવારે (15 ઓક્ટોબર) બપોરે બેંગ્લોર સેન્ટ્રલ ક્રાઈમ બ્રાંચની ટીમે વિવેક ઓબેરોયના ઘરે દરોડો પાડ્યો હતો.

આ ઘટનાને લઈને બેંગ્લોર પોલીસના એડિશનલ કમિશનરે કહ્યું છે કે, આદિત્ય અલ્વા છેલ્લા કેટલાક દિવસોથી ફરાર છે. બોલીવુડ એક્ટર વિવેક ઓબેરોય આદિત્ય અલ્વાના સંબંધી છે, અને અમને ખબર પડી કે આદિત્ય અલ્વા તેમના ઘરે છુપાયેલા છે. તેથી અમે તેમના ઘરની તપાસ કરવા માંગતા હતા. તેના માટે અમે કોર્ટ પાસેથી વોરંટ પણ લીધું હતું. બેંગ્લોર પોલીસે કહ્યું કે આ બાબતમાં મુંબઈ પોલીસની પણ મદદ મળી છે.

જણાવી દઈએ કે, પૂર્વ અંડરવર્લ્ડ ડોન મુથપ્પા રાયના પુત્ર રિક્કી રાયની પૂછપરછ કર્યા પછીથી બેંગ્લોર પોલીસ સતત આદિત્ય અલ્વાને પકડવામાં વ્યસ્ત છે. આ અગાઉ પોલીસે આદિત્ય અલ્વાના સદાશિવનગરમાં આવેલા એપાર્ટમેન્ટમાં અને બિડાડીના આવેલા પરિવારના મકાનમાં પણ દરોડા પાડ્યા હતા. આ પહેલા બેંગ્લોર પોલીસે રિક્કી રાયનો ફોન કબજે કરીને પૂછપરછ માટે તેની અટકાયત કરી છે. આ ડ્રગ કેસમાં પોલીસ પહેલાથી જ ઘણા આરોપીઓની ધરપકડ કરી ચુકી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, આદિત્ય અલ્વાના ફાર્મ હાઉસ પર દરેક વિકેંડ પર ડ્રગ્સનું વેચાણ અને તેનો ઉપયોગ થતો હતો.

ન્યુઝ એજન્સી આઈએએનએસના રિપોર્ટ અનુસાર, રાગિની દ્વિવેદીના ઘરે દરોડા પાડ્યા પછીથી વિવેક ઓબેરોયનો સાળો આદિત્ય અલ્વા ફરાર છે. આ કેસમાં પોલીસે રાગિની દ્વિવેદીની ન્યાયિક કસ્ટડી માંગી હતી, અને તે હાલ જેલમાં બંધ છે. સેન્ટ્રલ ક્રાઈમ બ્રાંચ અનુસાર, આદિત્ય અલ્વાને આ કેસમાં પાંચમો આરોપી જણાવવામાં આવ્યો છે.

તમને જણાવી દઈએ કે, સેંડલવુડ ઈન્ડસ્ટ્રી ડ્રગ કૌભાંડ તે સમયે પ્રકાશમાં આવ્યો હતો જ્યારે કન્નડ ફિલ્મ નિર્માતા અને પત્રકાર ગૌરી લંકેશના ભાઈ ઈન્દ્રજીત લંકેશે કન્નડ ફિલ્મ સેલિબ્રિટીઓ પર ડ્રગ્સ લેવાનો આરોપ લગાવ્યો હતો. ઇન્દ્રજિત લંકેશે કન્નડ ઇન્ડસ્ટ્રીમાં ઘણા ડ્રગ માફિયાઓને જાણવાની વાત પણ કરી હતી.

આ માહિતી જનસત્તા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.


Source: gujaratilekh.com

Related posts

આ રાશિના લોકોને આજે વેપારધંધામાં લાભ થાય, પણ અકસ્‍માત તથા વાહન ચલાવતાં સંભાળવું, વાંચો તમારું રાશિફળ

Amreli Live

પાંચમાં નોરતે સ્કંદમાતાના આશીર્વાદથી ૫રિવારમાં સુખશાંતિ રહે, બઢતીના સંજોગ સર્જાય, વાંચો દૈનિક રાશિફળ.

Amreli Live

બસ 1 ચપટી મીઠું દેખાડશે આ 5 ફાયદા, છે વાસ્તુ શાસ્ત્ર

Amreli Live

તુલા રાશિ માટે આજનો દિવસ ભાગ્‍યવૃદ્ઘિનો છે, પણ આ રાશિવાળાએ સાવધાનીપૂર્વક ચાલવાની જરૂર છે.

Amreli Live

દરિદ્રતા દૂર કરવા માટે મંત્રનું કામ કરે છે રામાયણની આ 8 ચોપાઈઓ, નવરાત્રીમાં શરૂ કરો જાપ.

Amreli Live

6 મહિનાના દીકરાના માથા ઉપર પિસ્તોલ મૂકીને પરિણીત મહિલા સાથે…

Amreli Live

ધન અને સમૃદ્ધિ મેળવવા માટે શુક્રવારે કરો આ અચૂક ટોટકા, મહાલક્ષ્મી સાક્ષાત પધારશે ઘરે.

Amreli Live

રિયલમી એ લોન્ચ કર્યો નવો ફોન Realme Q2i જાણો બધાજ ફીચર ને વિગતો

Amreli Live

અહીં એક લગ્નમાં 150 લોકો આવ્યા, તેમાંથી 80 થઈ ગયા કોરોના પોઝિટિવ.

Amreli Live

દોઢ વર્ષથી ગુમ થયેલ ટેક્નિશિયનનું ઘરમાં મળ્યું હાડપિંજર, આખી હકીકત જાણીને તમે પણ થઇ જશો દંગ

Amreli Live

પતિથી વધારે કમાય છે અમિત શાહની પત્ની સોનલ શાહ, ખુબ સુંદર છે બંનેની લવ સ્ટોરી

Amreli Live

799 રૂપિયાના હપ્તા ઉપર ઘરે લઇ આવો કાર, તહેવારની સીઝનમાં આ કંપની આપ રહી છે તક

Amreli Live

આસ્થા ઉપર હુમલો : 80 વર્ષ જૂનું હનુમાન મંદિર તોડ્યું, 20 હિન્દુઓના ઘરો પણ જમીનદોષ કર્યા, કેમ આવું.

Amreli Live

રેપર બાદશાહ પછી દીપિકા પાદુકોણ અને પ્રિયંકા ચોપડા ઉપર મુંબઈ પોલીસે કર્યો ઘડાકો.

Amreli Live

ડીઝલ કાર ખરીદતા સમયે ફક્ત માઈલેજ જ નહિ, આ વાતોને પણ ધ્યાનમા રાખો.

Amreli Live

મેડીક્લેમ લેતી વખતે આ વાતોનું ખાસ ધ્યાન રાખો, નહી તો ભેરવાઈ જશો.

Amreli Live

વૃશ્ચિક રાશિ માટે આજનો દિવસ લાભકારી અને શુભફળ આ૫નારો રહેશે, નોકરી વ્‍યવસાયમાં વિશેષ લાભ થાય.

Amreli Live

જો માસ્ક અને હાથ મોજાનો યોગ્ય નિકાલ નહીં કરવામાં આવ્યો અને એમાંથી ફક્ત 1 ટકો પણ સમુદ્રમાં ગયો તો બીજી આવનારી મુસીબત માટે તૈયાર રહેજો.

Amreli Live

ઓછા પેટ્રોલના વપરાશમાં જોઈએ છે વધારે માઈલેજ વાળી બાઈક, તો ફેસ્ટિવલ સીઝનમાં આ છે બેસ્ટ ઓપ્શન.

Amreli Live

8 વર્ષની બાળકી પર દુષ્કર્મ કરનાર વ્યક્તિને લોકોને એવો માર-માર્યો કે તે….

Amreli Live

પુરુષો માટે ખુબ ફાયદાકારક છે દરરોજ 1 મુઠ્ઠી મખના, જાણો તેના ખાવાથી મળતા 5 જબરજસ્ત ફાયદા

Amreli Live