26.8 C
Amreli
19/09/2020
bhaskar-news

એકનું મોત, લોકલ ચેપનો ભોગ બનેલા વધુ 7 પોઝિટિવ, સંપર્કમાં આવેલા 150 લોકોને ક્વોરન્ટીન કર્યાંશહેરમાં શનિવારે કોરોનાના કારણે વૃદ્ધ મહિલાનું એસવીપી હોસ્પિટલમાં મોત થયું હતું અને વધુ 7 પોઝેટિવ કેસ નોંધાયા હતા. તમામ નવા કેસ લોકલ ટ્રાન્સમિશનના છે. અત્યારસુધી શહેરમાં પોઝિટવ કેસની સંખ્યા 45 થઈ છે. જ્યારે મૃત્યુઆંક પાંચ પર પહોંચ્યો છે. જુહાપુરામાં રહેતા 67 વર્ષીય રઝીયા વોરાનું શનિવારે મૃત્યુ થયું હતુ. તેમના પતિ હારૂન વોરા ઈન્દોર ખાતે રહેતા તેમના કોરોના પોઝિટિવ સગાંની ખબર કાઢવા માટે ગયા હતા.અહીં પરત આવ્યા બાદ હારૂન વોરાને ચેપ લાગતા તેઓ પોઝિટિવ આવ્યા હતા. તેમના પત્નીને પણ કોરોનાના લક્ષણો જણાતા 27 માર્ચે એસવીપીમાં દાખલ કરાઈ હતી. દીવાન બલ્લુભાઈ સ્કૂલના સ્ટાફ સહિત સાતેયના સંપર્કમાં આવેલા 150ને ક્વોરન્ટીનમુકાયા છે.

કાકાનો ચેપ ભત્રીજાને, ભત્રીજાનો ચેપ માતાપિતાને લાગતા પોઝિટિવ
બાપુનગર હાઉસિંગ બોર્ડમાં રહેતા ઝુબેર પઠાણ અને તેમનો પરિવાર ઈન્દોર કોરોના પોઝિટિવ સાળાની ખબર જોવા ગયા હતા. ત્યારબાદ ઝુબેર પઠાણ પોતે, પત્ની અને એક દીકરો પોઝિટિવ આવ્યા હતા. તેમનો ચેપ તેમના ઉપરના જ માળે રહેતા ભત્રીજા અનસને લાગતા શુક્રવારે તે પણ પોઝેટિવ જાહેર કરાયો હતો. શનિવારે અનસના પિતા ઝાહીદ અને માતા શબાના પઠાણને ચેપ લાગતા સિવિલમાં દાખલ કરાયા હતા.

રિપોર્ટ નેગેટિવ આવતા ડિસ્ચાર્જ લીધું, ફરી પોઝિટિવ આવ્યો
નવરંગપુરા સ્વસ્તિક સોસાયટીમાં રહેતા મુકેશ શાહને 30 માર્ચે કોરોનાના શંકાસ્પદ લક્ષણો જણાયા હતા. 31 માર્ચે તેઓ એસવીપીમાં ગયા હતા. તેમનો ટેસ્ટ નેગેટિવ આવ્યો હતો. પછી તેઓ મેડિકલ સલાહની વિરુધ્ધમાં જઈને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ લઈ લીધું હતું અને 1 એપ્રિલે ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ગયા હતા. પરંતુ ફરી તેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો.

ડોર ટુ ડોર સરવેમાં તાવના શંકાસ્પદ લક્ષણો જણાતાં સિવિલમાં ખસેડાયો
મ્યુનિ.એ ડોર ટુ ડોર સરવેમાં મોહસીનને શંકાસ્પદ લક્ષણો જણાયા. મોહસીનને અર્બન હેલ્થ સેન્ટરમાં મોકલાયો હતો. ત્યાં મેડિકલ ઓફિસરે તપાસ કરતાં તાવ લાગતા શુક્રવારે સિવિલમાં દાખલ કરાયો હતો. જ્યાં શનિવારે સાંજે તેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.

22 તારીખે સ્કૂલે ગયા હતા કયાંથી ચેપ લાગ્યો તે ખબર નથી
આંબાવાડીના નીલમ એપાર્ટમેન્ટમાં રહેતા અને દીવાન બલ્લુભાઈ સ્કૂલમાં ફરજ બજાવતા નીતિન શાહ 22 માર્ચે સ્કૂલે ગયા હતા. ત્યારબાદ તેમને તાવ આવ્યો હતો. સારવાર છતાં તાવ ઓછો ન થતા એસવીપીમાં દાખલ થયા હતા. જ્યાં તેમનો રિપોર્ટ પોઝેટિવ આવ્યો છે. તેમની પણ કોઈ વિદેશ હિસ્ટ્રી નથી. તેમના પોઝિટિવ આવવાના કારણે દીવાન બલ્લુભાઈ સ્કૂલના સ્ટાફને ક્વોરન્ટીન મૂકાયો છે.

20મીએ સુરતથી આવ્યાં 30મીએ કોરોનાના લક્ષણો દેખાયાં
જમાલપુરમાં રહેતી 30 વર્ષીય યુવતી સમીમ સુરત મ્યુનિસિપલની શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવે છે. લોકડાઉન પહેલા 20 માર્ચે તેઓ સુરતથી અમદાવાદ આવ્યા અને ત્યારબાદ કોરોનાના શંકાસ્પદ લક્ષણો 30 માર્ચે દેખાતા એસવીપી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા જયાં તેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. તેમને કયાંથી ચેપ લાગ્યો છે તે હજુ સ્પષ્ટ થયુ નથી.

સરવે ટીમને લક્ષણો શંકાસ્પદ લાગ્યા,શનિવારે રિપોર્ટ પોઝિટિવ
મ્યુનિ.ની ટીમ શાહીદના ઘરે પહોંચી જ્યાં તેની તપાસ કરાતા તેને પણ શંકાસ્પદ લક્ષણો જણાયા હતા. પછી તેને શાહઆલમના અર્બન હેલ્થ સેન્ટરમાં ત્યાં તપાસ કરતાં વધુ શંકાસ્પદ જણાતા સિવિલમાં શુક્રવારે દાખલ કર્યો હતો. આજે તેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો.

શનિવારે પોઝિટિવ આવેલા દર્દીઓના નામ
1. મુકેશભાઈ ચંદ્રકાંતભાઈ શાહ, ઉં.69, સ્વસ્તિક રેસી.,નવરંગપુરા, SVP હોસ્પિટલ
2.સમીમ કાદીરજીવાલા, ઉં.30, તાજપુર, મોમીનવાડ, જમાલપુર, SVP હોસ્પિટલ
3. જાહીદ ઈસ્માઈલ પઠાણ,ઉં.40, ગુ. હાઉસીંગ બોર્ડ, બાપુનગર, સિવિલ હોસ્પિટલ
4. શબાના જાહીદભાઈ પઠાણ, ઉં.35, ગુ. હા.બોર્ડ, બાપુનગર, સિવિલ હોસ્પિટલ
5.નીતીનભાઈ કાંતીલાલ શાહ, ઉં.55, નીલમ એપાર્ટ., આંબાવાડી, SVP હોસ્પિટલ
6. મોહસીન મહંમદ અબ્દુલ્લા રેન, ઉં.25, જ્યુપીટર મિલની ચાલી, દૂધેશ્વર
7. શાહીદ અહેમદ અબ્દુલ રહીમ સૈયદ ઉં.46, મદીના મસ્જિદની બાજુમાં શાહઆલમ

અમદાવાદમાં 43માંથી 27 કેસ લૉકડાઉનમાં
અમદાવાદમાં અત્યારસુધી કુલ 45 પોઝેટિવ કેસમાંથી સૌથી વધુ 27 કેસ અને પાંચ મૃત્યુ લૉકડાઉનમાં નોંધાયા છે. શહેરમાં પહેલો કેસ 17 માર્ચે પોઝિટવ જાહેર થયો હતો. 17 માર્ચથી જનતા કફર્યુંના દિવસ સુધી 22 માર્ચ સુધી કુલ 12 કેસ નોંધાયા હતા. જો કે, ત્યારબાદ અમદાવાદ મ્યુનિ.એ શહેરમાં અંશતઃ લોકડાઉનનો અમલ શરૂ કરાવ્યો હતો પણ તેનુ ચુસ્તપણે પાલન થતુ ન હતુ. ત્યારબાદ 25 સુધી લોકડાઉનની જાહેરાત કરાઈ હતી.

કાલુપુરની માતાવાળાની પોળને બફર ઝોન જાહેર

કાલુપુરની ભંડેરીની પોળમાં આવેલી માતાવાળાની પોળમાં બફર ઝોન જાહેર થતાં તેને બંધ કરી બહાર પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. આજે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમે પોળમાં આવેલા લોકોને શાકભાજી, દૂધ અને કરીયાણાની ચીજવસ્તુઓ પહોંચાડી હતી. કાલુપુર ટાવરની બહાર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. પોળની બહાર જ પોલીસ અને RAF તહેનાત કરવામાં આવી છે. પોળમાં કોઈપણ વ્યક્તિને પ્રવેશ કરવામાં દેવામાં આવતો નથી. આરોગ્ય અને કોર્પોરેશનની ટીમ દ્વારા પણ ત્યાં તપાસ કરવામાં આવી હતી.

બફરઝોનમાં પોલીસ બંદોબસ્ત ગોઠવાયો

લોકડાઉનની સ્થિતિની વચ્ચે અમદાવાદ પોલીસ કમિશનર આશિષ ભાટિયાએ પ્રેસ કોન્ફરન્સ કરીને કલસ્ટર જાહેર કરાયેલા દરિયાપુર, શાહપુર, જમાલપુર, દાણીલીમડા અને રખિયાલ ખાતે પોલીસનો પૂરતો બંદોબસ્ત ગોઠવી દેવાયો હોવાનું જણાવ્યું હતું. ત્યાં જીવન જરૂરિયાતની તમામ વસ્તુઓ AMC પહોંચાડશે.

અમદાવાદમાં સૌથી વધુ કોરોના પોઝિટિવ કેસ

ગુજરાતમાં વધુ 10 કોરોના પોઝિટિવ કેસ સાથે રાજ્યમાં કોરોનાનો કુલ આંકડો 105ને પાર થયો છે. જેમાં અમદાવાદમાં સૌથી વધારે કેસો સામે આવી રહ્યા છે. આજે વધુ 6 પોઝિટિવ કેસ સાથે શહેરમાં 44 કેસો નોંધાયા છે. અમદાવાદના 5 કેસમાં 2 બાપુનગર, 1 જમાલપુર, 1 નવરંગપુરા અને 1 આંબાવાડી હીરાબાગના છે. બપોર બાદ વધુ એક કેસ નોંધાયો હતો. જેમાં ખોડીયારનગર વિસ્તારના મહિલા સફાઈ કર્મીને કોરોના પોઝિટિવ હોવાનો રિપોર્ટ આવ્યો છે. શહેરમાં ગીચ વિસ્તાર અને ઝૂંપડપટ્ટીના વિસ્તારોમાં લોકોમાં જાગૃતિનો અભાવ જોવા મળ્યો છે.

7 દર્દીઓ SVP હોસ્પિટલમાં સારવાર હેઠળ
ગઈકાલે કાલુપુર ભંડેરી પોળના એક પરિવારના 4 સભ્યો કોરોના પોઝિટિવ આવ્યા હતા. તેમાં 7 વર્ષની બાળકી પણ સામેલ છે. હાલ આ તમામે તમામ SVP હોસ્પિટલમાં સારવારમાં છે. તમામ લોકલ ટ્રાન્સમિશનના કેસ છે. બાકીના બે કેસો બાપુનગરના છે જેમાં એક 17 વર્ષીય કિશોર અને 65 વર્ષીય વૃદ્ધ સામેલ છે. કાલુપુરના મલેક શાહ મસ્જિદના 68 વર્ષીય દર્દીની દિલ્હી હિસ્ટ્રી સામે આવી છે.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


Corona Update LIVE Ahmedabad, 4 April 2020


Corona Update LIVE Ahmedabad, 4 April 2020


Corona Update LIVE Ahmedabad, 4 April 2020


Corona Update LIVE Ahmedabad, 4 April 2020


Corona Update LIVE Ahmedabad, 4 April 2020

Related posts

7.18 લાખ કેસઃ દેશમાં કોરોનાથી મૃત્યુ પામનારનો કુલ આંક 20 હજારને પાર, મહારાષ્ટ્રમાંથી વધુ 5,368 કેસ આવ્યા

Amreli Live

વિશ્વભરમાં 1.48 કરોડ કેસ: બ્રાઝીલમાં મોતનો આંકડો 80 હજારને પાર, ટ્રમ્પે કહ્યું- માસ્ક પહેરી હું સૌથી મોટો દેશ ભક્ત

Amreli Live

પાકિસ્તાનમાં સંક્રમિતોની સંખ્યા 2 લાખ પાર, કોલંબિયામાં ચીનથી વધુ કેસ થયા, વિશ્વમાં 1 કરોડ કેસ અને 5 લાખના મોત

Amreli Live

ઈરફાન ખાને ચંદ્રકાંત બક્ષીની વાર્તા માટે પણ અભિનય કરેલો!

Amreli Live

સયાજી હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓ માટે પ્રાર્થના કરાઇ, સગર્ભા મહિલા કોરોના મુક્ત થતાં હોસ્પિ.માંથી રજા અપાઇ

Amreli Live

બપોર બાદ જામનગર-સુરતમાં એક-એક પોઝિટિવ કેસ, રાજ્યમાં એક જ દિવસમાં કોરોનાના 16 દર્દી વધ્યાં

Amreli Live

અમદાવાદનો એકેય વિસ્તાર ગ્રીન ઝોનમાં નહિ,રેડ-ઓરેન્જ ઝોનમાં પણ AMCના છબરડાં, 8થી વધુ કેસ છતાં સાબરમતી વોર્ડ ભૂલાયો

Amreli Live

બાલાજી મંદિરમાં 500-1000ની બંધ થયેલી નોટ દાનમાં આવી રહી છે, તિરૂપતિ ટ્રસ્ટે 50 કરોડની જૂની નોટ બદલવા માટે સરકારને માગ કરી

Amreli Live

અમદાવાદમાં 7 અને ભાવનગરમાં 2 સહિત શુક્રવારે નવા 9 કેસ, બેનાં મોત; ગુજરાતમાં કુલ 97 કેસ

Amreli Live

એક દિવસમાં રેકોર્ડબ્રેક 65 હજારથી વધુ દર્દીઓ વધ્યાં, 57 હજાર સાજા પણ થયા, 950 દર્દીના મોત, અત્યાર સુધી દેશમાં કુલ 23.95 લાખ કેસ

Amreli Live

શહેરમાં આજે કુલ નવા 77 કેસ નોંધાયા, પોઝિટિવ કેસનો આંકડો 622 એ પહોંચ્યો, મૃત્યુઆંક 22 થયો

Amreli Live

વડોદરાના હોટસ્પોટ નાગરવાડામાં કોરોનાના વધુ 5 પોઝિટિવ કેસ નોંધાયા, અત્યાર સુધી પોઝિટિવ કેસનો આંકડો 18 થયો

Amreli Live

રાજ્યમાં દિવસ દરમિયાન વધુ 6 કેસ નોંધાયા, રવિવારે 20 કેસ સાથે કોરોનાના કુલ 128 દર્દી, 11ના મોત

Amreli Live

કોરોનાની મહામારી વચ્ચે વડોદરામાં છેલ્લા 7 દિવસમાં એકપણ પોઝિટિવ કેસ નહીં, 2 દર્દી સાજા થયા

Amreli Live

ગુજરાત બહાર રહેતા લોકોને પરત લાવવામાં આવશે, અરજી કરવા માટે સાંજ સુધીમાં પોર્ટલ તૈયાર કરાશેઃ અશ્વિની કુમાર

Amreli Live

1 જૂનથી સમગ્ર દેશમાં 200 સ્પેશિયલ ટ્રેનો પાટા પર દોડશે, એડવાન્સ અને તત્કાલ ક્વોટાની ટિકિટ મળશે

Amreli Live

એક દિવસમાં રેકોર્ડ 10 હજાર 293 કેસ વધ્યા; મહારાષ્ટ્રમાં 82 હજારથી વધુ દર્દી, સરકાર રેમડેસિવીર દવા ખરીદશે; દેશમાં 2.46 લાખ કેસ

Amreli Live

અત્યાર સુધીમાં 2.25 લાખ મોતઃ ચીન બાદ બ્રિટને મૃત્યુઆંકમાં સુધારો કર્યો, એક સાથે 4,419 મૃત્યુનો ઉમેરો કર્યો

Amreli Live

2020માં ગુગલ-ફેસબુક સહિત અમેરિકન ટેક કંપનીઓએ ભારતમાં રૂ. 1.27 લાખ કરોડનું રોકાણ કર્યું

Amreli Live

સતત ત્રીજા દિવસે રાજ્યમાં કોરોનાના 300થી વધુ કેસ, એક જ દિવસમાં સૌથી વધુ 22ના મોત, મૃત્યુઆંક 236-કુલ દર્દી 4,721

Amreli Live

શહેરમાં 267 નવા કેસ સાથે કુલ 3293 પોઝિટિવ કેસ થયા, અત્યાર સુધીમાં એક દિવસના સૌથી વધારે કેસ, આજે 16ના મોત

Amreli Live