27 C
Amreli
23/09/2020
કલેક્ટર ઓફિસ

ઋષિ કપૂરે આ ગેમમાં નીતૂ કપૂરને બનાવ્યા છે પાવરધા, બેવાર દીકરી રિદ્ધિમાને આપી મ્હાત

ઋષિ કપૂરના અવસાન પછી મમ્મીનું ધ્યાન રાખે છે રિદ્ધિમા

બોલિવુડના દિગ્ગજ એક્ટર ઋષિ કપૂરના નિધનને 30 મેએ એક મહિનો થશે. પિતાનું અવસાન થયું ત્યારથી જ દીકરી રિદ્ધિમા કપૂર જૂની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે. લોકડાઉનના કારણે ઋષિ કપૂરના અંતિમ સંસ્કારમાં ના આવી શકેલી રિદ્ધિમા બે દિવસ (2 મેના રોજ) પછી મમ્મી નીતૂ કપૂર પાસે મુંબઈ પહોંચી હતી. ત્યારથી જ રિદ્ધિમા સતત નીતૂ કપૂરની હિંમત બની છે. ઋષિ કપૂરના અવસાન પછી એકલા પડી ગયેલા નીતૂ કપૂરને માનસિક રીતે સ્વસ્થ કરવા રિદ્ધિમા સતત પ્રયત્નશીલ છે.

હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો

“પપ્પાએ સારી ટ્રેનિંગ આપી છે”

હાલમાં જ રિદ્ધિમાએ ઈન્સ્ટાગ્રામ પર એક તસવીર શેર કરી છે જેમાં સ્ક્રેબલ બોર્ડ દેખાય છે. તસવીર શેર કરતાં રિદ્ધિમાએ લખ્યું, “પપ્પાએ મમ્મીને સારી ટ્રેનિંગ આપી છે. તેણે મને બે વખત હરાવી છે.” ઉલ્લેખનીય છે કે, સ્ક્રેબલ ગેમ ઋષિ કપૂરની મનપસંદ હતી. આ વાતનો ખુલાસો થોડા દિવસ પહેલા જ રિદ્ધિમાએ ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં કર્યો હતો.

પિતાને ખૂબ યાદ કરે છે રિદ્ધિમા

રિદ્ધિમા પોતાના પિતાને ખૂબ યાદ કરે છે અને તેની સોશિયલ મીડિયા પોસ્ટ આ વાતનો પુરાવો આપે છે. રિદ્ધિમાના મનમાં પિતાને ગુમાવ્યાનું દુઃખ હોવા છતાં તે પોતાની મમ્મી નીતૂ માટે મનોબળ મજબૂત રાખી રહી છે. ઉલ્લેખનીય છે કે, લોકડાઉનના કારણે રિદ્ધિમા પિતાના અંતિમ દર્શન નહોતી કરી શકી. 2 મેના રોજ તે દિલ્હીથી મુંબઈ બાય રોડ આવી હતી.

કેન્સરથી પીડાતા હતા ઋષિ કપૂર

જણાવી દઈએ કે, ઋષિ કપૂર બે વર્ષથી લ્યૂકેમિયા કેન્સરથી પીડાતા હતા. તેઓ સારવાર માટે એક વર્ષ ન્યૂયોર્ક ગયા હતા. જો કે, મીડિયા રિપોર્ટ મુજબ કેન્સરે ફરી ઉથલો મારતાં તેમની તબિયત બગડી હતી. 30 એપ્રિલે મુંબઈની હોસ્પિટલમાં ઋષિ કપૂરે અંતિમ શ્વાસ લીધા હતા.


Source: iamgujarat.com

Related posts

અમદાવાદમાં નીકળી એક ‘ક્યૂટ રથયાત્રા’, સોશિયલ મીડિયા પર વાયરલ થયો વિડીયો

Amreli Live

આ વસ્તુઓને યોગ્ય રીતે રાંધ્યા બાદ જ ખાવી, નહીં તો હેલ્થને થશે નુકસાન

Amreli Live

જૂનાગઢમાં પૂર્વ પ્રેમીએ પરિણિત પ્રેમિકાની બજારની વચ્ચે કરી હત્યા, મૃતદેહ પાસે જ બેસી રહ્યો

Amreli Live

માસ્ક પહેરીને ફરી શકે છે ગુનેગાર, પોલીસે જાહેર કરી એડવાઈઝરી, DGP બોલ્યા સીસીટીવી ચાલુ રાખો

Amreli Live

ભારતમાં કોરોનાના કેસ 3 લાખને પાર, એકલા મહારાષ્ટ્રમાં જ 1 લાખ કેસ

Amreli Live

ઈન્ટરનેશનલ ફ્લાઈટ્સ પરનો પ્રતિબંધ 31 જૂલાઈ સુધી લંબાવાયો

Amreli Live

રક્ષાબંધન પર ભાઈ માટે બનાવો રાજસ્થાની મીઠાઈ ઘેવર, શીખી લો રેસિપી

Amreli Live

આ રાજ્યમાં એક જ દિવસમાં કોરોના વાયરસના સૌથી વધુ 2532 કેસ નોંધાયા

Amreli Live

લદાખમાં તણાવઃ ભારત અને ચીનની સેના સરહદ પર લાવી રહી છે હથિયાર અને ટેન્કો

Amreli Live

વિદ્યુત જામવાલની કમાલ, રશિયન રાષ્ટ્રપ્રમુખ પુતિન અને બેયર ગ્રિલ્સના લિસ્ટમાં શામેલ થયો

Amreli Live

ગલવાન પર ચીનના દાવાને ભારતે ફગાવ્યો અને જણાવી સમગ્ર હકીકત

Amreli Live

મુંબઈ પોલીસ પાસે આવ્યો સુશાંત સિંહનો ફાઈનલ પોસ્ટમોર્ટમ રિપોર્ટ, જાણો શું છે તેમાં

Amreli Live

બોલિવૂડના એવોર્ડ ફંક્શનને લઈને અભય દેઓલે કરી આ ચોંકાવનારી વાત

Amreli Live

અમદાવાદ: 33 દિવસમાં પહેલીવાર કોરોનાના સૌથી ઓછા 235 કેસ નોંધાયા

Amreli Live

ખૂબ જ લાગણીશીલ હતો સુશાંત, વૃદ્ધાશ્રમનો આ વિડીયો જોઈ નહીં રોકી શકો આંસુ

Amreli Live

નાઈટ કર્ફ્યૂ છતાં ગૌતમ ગંભીરના પિતાની SUV કાર ઘરની બહારથી ચોરાઈ ગઈ

Amreli Live

અમદાવાદઃ 143મી જગન્નાથજીની રથયાત્રા પર ‘કોરોનાનું ગ્રહણ’, હાઈકોર્ટે ન આપી પરમિશન

Amreli Live

બે મદનિયાએ કરી એવી મસ્તી કે વાયરલ થયો વિડીયો, જુઓ

Amreli Live

ચિંતાજનક: સુરત બાદ ભરૂચ પણ બની રહ્યું છે કોરોના હોટસ્પોટ

Amreli Live

હવે, કો-ઓપરેટિવ બેંકો નહીં કરી શકે મનમાની, RBIના હાથમાં સોંપાઈ લગામ

Amreli Live

રાજ્યની ત્રણ દીવાદાંડીઓને ‘ટુરિસ્ટ હોટસ્પોટ’ તરીકે કરાશે વિકસિત

Amreli Live