ઉત્તરાયણના દિવસે કેમ તલ-ગોળની જ મીઠાઈ ખાવામાં આવે છે? જાણો તેની પાછળનું રહસ્ય. હિંદુ ધર્મમાં અનેક પરંપરાઓનું અનુસરણ કરવામાં આવે છે. તેમાંથી અમુક પરંપરાઓ પાછળ ધાર્મિક અને અમુક પરંપરાઓ પાછળ વૈજ્ઞાનિક તથ્ય જોડાયેલા હોય છે. આજે અમે તમને મકર સંક્રાંતિ સાથે જોડાયેલી અમુક એવી જ પરંપરાઓ વિષે જણાવવા જઈ રહ્યા છીએ.
મકર સંક્રાંતિ પર વિશેષ રૂપથી તલ-ગોળના પકવાન ખાવાની પરંપરા છે. ક્યાંક તલ-ગોળના સ્વાદિષ્ટ લાડુ બનાવવામાં આવે છે, તો ક્યાંક ચીકી બનાવવામાં આવે છે. તલ-ગોળની તલપાપડી પણ લોકોને ખુબ ગમે છે.
ઘણા લોકોને એવું લાગે છે લોકો વર્ષોથી ચાલતી આવી રહેલી પરંપરાને કારણે ફક્ત શોખ માટે મકર સંક્રાંતિ પર તલ અને ગોળની વાનગીઓ બનાવીને ખાય છે. પણ જાણકારી માટે જણાવી દઈએ કે, મકર સંક્રાંતિ પર તલ-ગોળનું સેવન કરવાની પાછળ વૈજ્ઞાનિક આધાર પણ છે.
શિયાળાની ઋતુમાં જયારે શરીરને ગરમીની જરૂર પડે છે, ત્યારે તલ-ગોળના પકવાન આ કામ સારી રીતે કરે છે. જાણકારી માટે જણાવી દઈએ કે, તલમાં તેલનું વધારે પ્રમાણ હોય છે અને ગોળની પ્રકૃતિ પણ ગરમ હોય છે. આથી તલ અને ગોળને મિક્સ કરીને જે વ્યંજન બનાવવામાં આવે છે, તે શિયાળાની ઋતુમાં આપણા શરીરમાં જરૂરી ગરમી પહોંચાડે છે.
આ સમયે ઠંડીને કારણે પાચન શક્તિ પણ મંદ થઈ જાય છે. તેલમાં જરૂરી માત્રામાં ફાઈબર હોય છે, જે પાચન શક્તિ વધારે છે. તેલમાં ઘણા પ્રકારના પ્રોટીન, કેલ્શિયમ, બી કોમ્પ્લેક્સ અને કાર્બોહાઇડ્રેટ વગેરે તત્વ મળી આવે છે, જે આ ઋતુમાં શરીર માટે જરૂરી હોય છે.
ગોળ મેગ્નેશિયમનો એક ઉત્તમ સ્ત્રોત છે. ઠંડીમાં શરીરને આ તત્વની ઘણી જરૂર હોય છે. આજ કારણ છે કે મકર સંક્રાંતિના અવસર પર તલ અને ગોળના વ્યંજન મુખ્ય રૂપથી ખાવામાં આવે છે.
તો હવે તમે જાણી ગયા હશો કે, મકર સંક્રાંતિ પર તલ અને ગોળનું સેવન કેમ કરવામાં આવે છે. અને તે આપણા શરીર માટે કેમ જરૂરી છે. અને તમે એ પણ સમજી ગયા હશો કે, હિંદુ ધર્મની પરંપરાઓ દરેક રીતે આપણા માટે ફાયદાકારક છે.
આ માહિતી એશિયનનેટ ન્યુઝ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.
Source: gujaratilekh.com