25.3 C
Amreli
13/08/2020
bhaskar-news

ઉતરપ્રદેશના કેબિનેટ મંત્રી કમલ રાનીનું કોરોનાથી મૃત્યુ, CM યોગીએ અયોધ્યાની મુલાકાત રદ કરી; દેશમાં 17.53 લાખ કેસઉતર પ્રદેશ સરકારમાં કેબિનેટ મંત્રી કમલ રાનીનું રવિવારે કોરોના સંક્રમણથી મૃત્યુ થયું છે. 18 જુલાઈએ તેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. ત્યારથી લખનઉના પીજીઆઈમાં તેમની સારવાર ચાલી રહી હતી. તેમના મૃત્યુ બાદ મુખ્યમંત્રી આદિત્યાનાથે તેમની અયોધ્યાની મુલાકાત રદ કરી છે.

દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 17 લાખ 51 હજાર 919 થઈ છે. આંકડો સતત 3 દિવસથી 54 હજારથી વધુ વધી રહ્યો છે. શનિવારે 54 હજાર 865 કેસ આવ્યા છે. રાહતના સમાચાર એ છે કે 51 હજાર 232 દર્દીઓ સાજા પણ થયા છે. 852 લોકોના મોત થયા છે. સંક્રમણના મામલામાં ટોપ-3 રાજ્યોની વાત કરવામાં આવે તો અહીં છેલ્લા 24 કલાકમાં જેટલા નવા દર્દીઓ વધ્યા છે તેના કરતા વધુ દર્દીઓ સાજા થયા છે.

5 રાજ્યોની સ્થિતિ
મધ્યપ્રદેશઃ રાજ્યમાં 24 કલાકમાં 808 સંક્રમિતો વધ્યા છે. આ સતત ચોથો દિવસ હતો જ્યારે 800થી વધુ કેસ આવ્યા છે. સૌથી વધુ ભોપાલમાં 168 દર્દીઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જબલપુરમાં 125 અને ઈન્દોરમાં 120 નવા કેસ મળ્યા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 32,614 કેસ પ્રકાશમાં આવ્યા છે.

રાજસ્થાનઃ રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 1,160 નવા મામલાઓ પ્રકાશમાં આવ્યા છે. 823 લોકો સાજા થયા છે. 14 દર્દીઓના મોત થયા છે. તેમાં જયપુરમાં 7, નાગૌર અને ભીલવાડામાં 2-2, કોટા, પાલી અને જોધપુરમાં 1-1 દર્દીઓએ જીવ ગુમાવ્યો છે. રાજ્યમાં કોરોનાથી અત્યાર સુધીમાં 694 લોકોના મોત થયા છે. છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ 207 કેસ અલવરમાં આવ્યા છે. જોધપુરમાં 163, જયપુરમાં 129, કોટામાં 127, ભરતપુરમાં 64, ધૌલપુરમાં 60, બાડમેરમાં 59 દર્દીઓ મળ્યા છે. બીકાનેરમાં 48, જાલોર અને ભીલવાડામાં 47-47, અજમેરમાં 32, ગંગાનગરમાં 27 દર્દીઓનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. બીજી તરફ ઝાલાવાડમાં 18, નાગૌરમાં 16, હનુમાનગઢમાં 15, દૌસામાં 15, બૂંદીમાં 15, ચિત્તોડગઢમાં 14, સવાઈ માધોપુર, રાજસમંદ અને બાંસવાડામાં 11-11 નવા દર્દીઓ મળ્યા. જેસલમેરમાં 8, ઝુંઝુનૂંમાં 8, ટોંકમાં 5, ચુરુમાં 2, બારાંમાં 1 કેસ વધ્યો છે.

મહારાષ્ટ્રઃ છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 9,601 દર્દીઓનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. અત્યાર સુધીમાં 4.31 લાખ કેસ આવ્યા છે. તેમાંથી 2 લાખ 66 હજાર 883 દર્દીઓ સાજા થઈ ચૂક્યા છે. 1 લાખ 49 હજાર 214ની સારવાર ચાલી રહી છે. 15 હજાર 316 લોકોના મોત થયા છે. પુનાના મેયર મુરલીધર મોહોલે કહ્યું છે કે શહેરમાં શંકાસ્પદ રીતે કોવિડ-19થી થયેલા ઓછામાં ઓછા 400 મોતનો કોઈ હિસાબ નથી. આ મોત સસૂન જનરલ હોસ્પિટલ અને શહેરની ખાનગી હોસ્પિટલોમાં થયા છે.

બિહારઃ બિહાર સ્વાસ્થ્ય વિભાગના સેક્રેટરી લોકેશ કુમાર સિંહે જણાવ્યું કે સરકારે તમામ જિલ્લાઓમાં ટોલ ફ્રી નંબર ઈસ્યુ કરવાનો નિર્ણય કર્યો છે. દરેક જિલ્લામાં એક ટોલ ફ્રી નંબર હશે, જેમાં 10 હંટિંગ લાઈન હશે. તેની પર ડોક્ટર અને ટેલીફોન ઓપરેટર 24 કલાક ઉપલબ્ધ રહેશે. અહીં ફોન કરીને ડોક્ટરોની સલાહ લઈ શકાય છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 3,521 નવા કેસ મળ્યા છે. અહીં અત્યાર સુધીમાં 54 હજાર 508 કેસ આવી ચુક્યા છે. તેમાંથી 35 હજાર 473 લોકો સાજા થયા છે. જ્યારે 312 દર્દીઓના મોત થયા છે. 18 હજાર 722 દર્દીઓની સારવાર ચાલી રહી છે.

ઉતરપ્રદેશઃ રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં સંક્રમણના 3,807 નવા કેસ પ્રકાશમાં આવ્યા છે. 47 લોકોના મોત થયા છે અને 2471 દર્દીઓ સાજા થયા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 89 હજાર 48 કેસ પ્રકાશમાં આવ્યા છે. 1677 લોકોના મોત થયા છે, 36 હજાર 37 દર્દીઓની સારવાર ચાલી રહી છે. જ્યારે 51 હજાર 354 લોકો સાજા થઈ ચૂક્યા છે.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


The number of patients recovering from the transition is higher than the top 3 states, with 17.51 lakh cases in the country so far.

Related posts

રાજ્યમાં સતત બીજા દિવસે સૌથી વધુ કેસ નોંધાયા, 24 કલાકમાં 492 કેસ અને 33ના મોત, કુલ 18,609 કેસ- મૃત્યુઆંક 1155

Amreli Live

કળીયુગના અંત ને લઈને વિષ્ણુ પુરાણમાં લખવામાં આવી છે આ ૧૦ વાતો, જળ પ્રલય પહેલા આ ૧૦ વસ્તુથી થશે વિનાશ

Amreli Live

65 હજાર 600ના મોત, ટ્રમ્પે કહ્યું અમેરિકામાં હજુ 10000 મોત થશે; સ્પેનમાં વધુ 674ના મોત

Amreli Live

ન્યૂયોર્કમાં દરેક મોહલ્લામાં કોરોના સંક્રમિત વ્યક્તિ, ઘણા પરિવારો બરબાદ થયા, એક નિવૃત કર્મચારીએ ત્રણ મિત્રો ગુમાવ્યા, પત્ની અને પુત્રી બીમારી છે

Amreli Live

દેશમાં સંક્રમિતોની સંખ્યા 4 લાખને પાર, છેલ્લા 9 દિવસમાં એક લાખથી વધુ દર્દી વધ્યા

Amreli Live

અત્યાર સુધીમાં 2.25 લાખ મોતઃ ચીન બાદ બ્રિટને મૃત્યુઆંકમાં સુધારો કર્યો, એક સાથે 4,419 મૃત્યુનો ઉમેરો કર્યો

Amreli Live

7.18 લાખ કેસઃ દેશમાં કોરોનાથી મૃત્યુ પામનારનો કુલ આંક 20 હજારને પાર, મહારાષ્ટ્રમાંથી વધુ 5,368 કેસ આવ્યા

Amreli Live

મશહુર શાયર રાહત ઈન્દોરીનું 70ની વયે નિધન, ન્યુમોનિયા પછી કોરોના થયો હતો; કાર્ડિએક એરેસ્ટ આવ્યા પછી તેમને બચાવી ન શકાયા

Amreli Live

એર ઇન્ડિયાએ 4 મેથી અમુક ડોમેસ્ટિક, 1 જૂનથી ઇન્ટરનેશનલ ફ્લાઇટ માટે ટિકિટ બુકિંગ શરૂ કર્યું

Amreli Live

2020માં ગુગલ-ફેસબુક સહિત અમેરિકન ટેક કંપનીઓએ ભારતમાં રૂ. 1.27 લાખ કરોડનું રોકાણ કર્યું

Amreli Live

રાજકોટમાં 49 કેસ, 5ના મોત, ગીર સોમનાથમાં 16 કેસ, વધતા કેસને લઈ CM અને નાયબ CM કાલે રાજકોટ આવશે

Amreli Live

લૉકડાઉનના 1 મહિનામાં તપાસ 24 ગણી, ચેપીનો આંકડો 16 ગણો વધ્યો

Amreli Live

શહેરમાં કોરોનાથી પ્રથમ પોલીસ જવાન સહિત ચારનાં મોત, નવા 78 કેસ નોંધાતા પોઝિટિવ કેસનો આંક 2841 પર પહોંચ્યો

Amreli Live

રાજ્યસભાની 18 બેઠક માટે ચૂંટણી તારીખ જાહેર, હવે 19 જૂને 7 રાજ્યમાં ઉમેદવારોની ચૂંટણી થશે

Amreli Live

તબલીઘ જમાતના લાપતા થયેલા મૌલાના સાદને ક્રાઈમ બ્રાન્ચની નોટિસ, 26 સવાલો પૂછાયા

Amreli Live

રાજકોટ, મહુવા, રાજુલામાં વાવાઝોડા સાથે, ખાંભામાં 3 ઇંચ, ગોંડલ પંથકમાં તોફાની પવન સાથે 1થી 4 ઇંચ, હોર્ડિંગ માથે પડતા વૃદ્ધનું મોત

Amreli Live

4.11 લાખ કેસઃછેલ્લા 24 કલાકમાં રેકોર્ડ 15898 દર્દી વધ્યા, દિલ્હીમાં 3 દિવસમાં 9 હજારથી વધારે પોઝિટિવ કેસ

Amreli Live

વિશ્વમાં સંક્રમિતોની કુલ સંખ્યા 22.76 લાખ, મૃત્યુઆંક 1.50 લાખને પાર: હવે ન્યૂ યોર્કમાં ફેસ માસ્ક પહેરવું ફરજિયાત

Amreli Live

2,07,191કેસઃગોવા એરપોર્ટ પર દુબઈથી આવેલા યાત્રીઓનો હોબાળો, ક્વૉરન્ટીન સેન્ટર જવાનો ઈન્કાર કર્યો

Amreli Live

એક દિવસમાં 45 હજારથી વધુ કેસ આવ્યા, મહારાષ્ટ્રમાં વિક્રમજનક 10,576 દર્દી વધ્યા;સંક્રમિતોની સંખ્યા 12 લાખને પાર

Amreli Live

અત્યારસુધી 16180 કેસ: ગોવાના મુખ્યમંત્રીએ કહ્યું- રાજ્યમાં અત્યારે કોઇ પોઝિટિવ કેસ નથી, લોકડાઉન 3 મે સુધી રહેશે

Amreli Live