27.8 C
Amreli
18/09/2020
bhaskar-news

ઈરફાન ખાને ચંદ્રકાંત બક્ષીની વાર્તા માટે પણ અભિનય કરેલો!માત્ર 53 વર્ષની ઉંમરે આ દુનિયાને અલવિદા કહેનારા અત્યંત ઉમદા અભિનેતા ઈરફાન ખાન વિશે એક રસપ્રદ વાત એ છે કે તેમણે આપણા દિગ્ગજ સર્જક ચંદ્રકાંત બક્ષીની એક નવલિકા માટે પણ અભિનય કરેલો. તે વાર્તા હતી ‘એક સાંજની મુલાકાત’. ઈ.સ. 1999થી 2000 દરમિયાન સ્ટાર પ્લસ ચેનલ પર ‘સ્ટાર બેસ્ટસેલર્સ’ નામની ટેલિવિઝન સિરીઝ પ્રસારિત થતી હતી. તેમાં અનુરાગ કશ્યપ, તિગ્માંશુ ધુલિયા, હંસલ મહેતા, રજિત કપૂર જેવા ભારતના દિગ્ગજ સર્જકોએ બનાવેલી એક એક એપિસોડની વાર્તા પ્રસારિત થતી હતી. તેમાં તિગ્માંશુ ધુલિયાએ બક્ષીબાબુની આ વાર્તા પરથી ‘એક શામ કી મુલાકાત’ નામનો એપિસોડ તૈયાર કરેલો. તેમાં મુખ્ય ભૂમિકામાં તેમણે ઈરફાન ખાનને કાસ્ટ કરેલા. તેમની સાથે ટિસ્કા ચોપરા, હિમાની શિવપુરી રઘુબીર યાદવ અને આપણા ગુજરાતી કલાકાર એવા સંજય ગોરડિયાએ અભિનય કરેલો. બક્ષીબાબુની આ નવલિકા તેમના 1961માં પ્રકાશિત થયેલા વાર્તાસંગ્રહ ‘એક સાંજની મુલાકાત’માં પ્રકાશિત થઈ હતી.

એક સાંજની મુલાકાત વાર્તા બક્ષીબાબુની ઘણી વાર્તાઓની જેમ ફર્સ્ટ પર્સનમાં લખાઈ છે. તેમાં વાર્તાને અંતે આવતા જબરદસ્ત ટ્વિસ્ટને કારણે આ વાર્તા આજે પણ ચાહકોની પસંદ બની રહી છે. આ ટ્વિસ્ટ ઓ હેનરી અને રોઆલ્ડ ડાલ જેવા સર્જકોની યાદ અપાવે છે.

કોલકાતાની પૃષ્ઠભૂમાં આકાર લેતી તે વાર્તામાં એક યુવાન દંપતી એક નવા મકાનમાં ભાડે રહેવા આવે છે. તે મકાનમાં પાડોશમાં તેમના મકાનમાલિકનો પરિવાર પણ રહે છે. મકાનમાલિકની પત્ની શોભા પ્રત્યે નાયકને અદમ્ય આકર્ષણ થાય છે. ધીમે ધીમે આ આકર્ષણ વધતું જાય છે. એક વખત નાયકની પત્નીની ગેરહાજરીમાં મકાનમાલિકની પત્ની શોભા નાયકને મળવા તેના ઘરમાં આવે છે. નાયકના મનમાં ઉદભવેલા રોમેન્ટિક ખ્યાલોની વચ્ચે શોભા નાયકને એક એવી વાત કહે છે જેનાથી આખી વાર્તા અપસાઈડ ડાઉન એટલે કે ઊંધે માથે ફરી જાય છે.

તિગ્માંશુ ધુલિયાએ આ વાર્તાને યથાતથ રીતે ટેલિવિઝન માટે અડેપ્ટ કરી હતી. તેમાં નાયકની મુખ્ય ભૂમિકા ઈરફાન ખાનને આપી હતી. નાયકની પત્નીની ભૂમિકા અભિનેત્રી ટિસ્કા ચોપરાને અપાઈ હતી. મકાન માલિકની પત્નીની ભૂમિકામાં હિમાની શિવપુરીને લેવાયાં હતાં. જ્યારે તેના સિમ્પલ અને ઓછું બોલતા પતિ તરીકે રઘુબીર યાદવને કાસ્ટ કરવામાં આવ્યા હતા. આ એપિસોડમાં નાયકનું તેની મકાન માલિકણ પ્રત્યે થતું અગમ્ય આકર્ષણ અને સંભવિત અનૈતિક સંબંધને ઈરફાને બખૂબી અને અત્યંત બારીકાઈથી વ્યક્ત કર્યું હતું.

આ એપિસોડ યુટ્યૂબ પર અને ‘ડિઝની+ હોટસ્ટાર’ પર જોઈ શકાય છે.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


Irrfan Khan also acted for the story of Chandrakant Bakshi!

Related posts

ખરાબ સમયમાં ઈટાલીએ જીવનરક્ષક પીપીઈ કિટ આપી હતી; હવે સ્થિતિ સુધરી તો તે જ ઈટાલીને વેચી રહ્યું છે

Amreli Live

અત્યાર સુધી 6245 કેસ- કુલ 202 મોત; મહારાષ્ટ્રમાં 162, ગુજરાતમાં 55 નવા કેસ નોંધાયા; ઓરિસ્સાએ 30મી સુધી લોકડાઉન વધાર્યું

Amreli Live

શહેરમાં આજે કુલ નવા 77 કેસ નોંધાયા, પોઝિટિવ કેસનો આંકડો 622 એ પહોંચ્યો, મૃત્યુઆંક 22 થયો

Amreli Live

દેશમાં પેટ્રોલ-ડીઝલની માંગમાં 66 %નો ઘટાડો નોંધાયો

Amreli Live

કોરોના રેંકિંગ અપડેટ 28/03/2020 ને સાંજે 7.45 વાગ્યા સુધીની સ્થિતિ

Amreli Live

લૉકડાઉનના બે મહિનામાં 20 કંપનીઓની માર્કેટકેપ 7.6 લાખ કરોડ વધી, તેમાં પણ અડધી ફક્ત રિલાયન્સની

Amreli Live

મહાનગરપાલિકાએ કોરોના પોઝિટિવ 12 કેસના નામ સરનામા જાહેર કર્યા

Amreli Live

AMC કમિશનરે પહેલા કોરોના પોઝિટિવ દર્દીઓના નામો જાહેર કરાવ્યા, હવે સરકારની સાથે ચર્ચા કરી નિર્ણય કરવા કહે છે

Amreli Live

અમેરિકામાં સતત ત્રીજા દિવસે 60 હજારથી વધારે કેસ, ફ્રાન્સમાં મૃત્યુઆંક 30 હજારને પાર

Amreli Live

દાદરા નગર હવેલીમાં કોરોના વિસ્ફોટ, દવા બનાવતી સનફાર્મા કંપનીના 14 કર્મચારીઓ પોઝિટિવ આવતાં પ્લાન્ટ બંધ કરાયો

Amreli Live

તબલીઘ જમાતમાં ગુજરાતમાંથી ગયેલા વધુ સાત લોકોની ઓળખ થઇ, તમામ નવસારીનાઃ રાજ્ય પોલીસવડા

Amreli Live

રાજ્યમાં ઉજ્જવલા યોજના હેઠળ મહિલાઓને ત્રણ મહિના સુધી ગેસ સિલિન્ડર ફ્રીમાં અપાશેઃ અશ્વિની કુમાર

Amreli Live

ગુજરાતમાં તૈયાર થયા સસ્તા સ્વદેશી વેન્ટિલેટર, ડીઆરડીઓએ બનાવ્યા પર્સનલ સેનિટાઈઝેશન ચેમ્બર અને ફેસ માસ્ક

Amreli Live

6 લાખથી વધુ મોત, ઈરાનની રાજધાની તેહરાનમાં એક સપ્તાહનું લોકડાઉન, રાષ્ટ્રપતિ હસન રુહાનીએ કહ્યું-દેશમાં 2.5 કરોડ લોકોને સંક્રમણ થઈ શકે છે

Amreli Live

કોરોનાના પોઝિટિવ કેસમાં ગુજરાત નંબર વન ન બને તે માટે હવે નવો વ્યૂહ

Amreli Live

રાજ્યમાં સતત ત્રીજા દિવસે હજારથી વધુ કેસ, નવા 1078 કેસ સાથે કુલ કેસ 52563 અને 28 મોત સાથે મૃત્યુઆંક 2257

Amreli Live

એક જ દિવસમાં કોરોનાથી સૌથી વધુ 4 મોત સાથે મૃત્યુઆંક 19 થયો, વધુ 6 કેસ સાથે આજે 22 પોઝિટિવ નોંધાયા, કુલ કેસ 285 થયા

Amreli Live

વડાપ્રધાન મોદીએ રિશી કપૂરના નિધન પર દુઃખ વ્યક્ત કરતા કહ્યું- તેઓ ટેલેન્ટનું પાવરહાઉસ હતા

Amreli Live

રાજકોટમાં 1 કલાકમાં 1 ઇંચ વરસાદ, ગોંડલમાં સાંબેલાધાર વરસાદ, ઉપલેટમાં ભારે વરસાદને કારણે મકાનના બે ભાગ થયા, તસવીરો

Amreli Live

સૌરાષ્ટ્રમાં રાજકોટ જિલ્લાનું સૌથી વધુ 79.14 ટકા પરિણામ, 108 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવ્યો

Amreli Live

આજે 234 નવા કેસ સાથે કુલ 2777 પોઝિટિવ કેસ નોંધાયા, આજે 9 લોકોના મોત થતા મૃત્યુઆંક 137 એ પહોંચ્યો

Amreli Live