27.4 C
Amreli
23/10/2020
અજબ ગજબ

ઇમરાને જણાવ્યું : દુનિયાને લાગે છે ભારતથી તેમને વધારે આર્થિક લાભ થઇ રહ્યો છે, તેથી કાશ્મીર મુદ્દા પર પાકિસ્તાનની સાથે નથી દુનિયા

ઇમરાને કહ્યું – કશ્મીર મુદ્દા પર દુનિયા પાકિસ્તાન સાથે નથી, આર્થિક મજબૂરીઓને કારણે આ મુદ્દા પર ભારત વિરુદ્ધ કોઈ બોલવા માંગતું નથી.

પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઇમરાન ખાને માન્યું છે કે, કશ્મીર મુદ્દા પર દુનિયા પાકિસ્તાન સાથે નથી. એમના અનુસાર, દુનિયા માટે ભારત ઘણું મોટું અને શક્યતાઓવાળું બજાર છે. આ આર્થિક મજબૂરીઓને કારણે કશ્મીર મુદ્દા પર ભારત વિરુદ્ધ કોઈ અવાજ નથી ઉઠાવતું. આ વાત ઇમરાન ખાને અલ જજીરા ચેનલને આપેલા એક ઇન્ટરવ્યૂમાં કહી.

તેમણે કહ્યું કે, પાકિસ્તાનનું આર્થિક ભવિષ્ય ચીન સાથે જોડાયેલું છે. જ્યાં સુધી સવાલ સેના અને સરકારના સંબંધનો છે તો તે ઘણા સારા છે. બંને ખભેથી ખભો મળાવીને કામ કરે છે. સેના સરકારી નીતિઓનું સમર્થન કરે છે. અમે એક સાથે ઉભા છીએ અને સાથે મળીને કામ કરીએ છીએ.

પાકિસ્તાન અને સાઉદી અરબના સંબંધ સારા છે – ઇમરાન.

વીતેલા દિવસોમાં સાઉદી અરબે કશ્મીર મુદ્દા પર પાકિસ્તાનનો સાથ નહિ આપ્યો હતો. તેના પર ઇમરાન સરકારે નારાજગી વ્યક્ત કરી હતી. ત્યારબાદ પાકિસ્તાન અને સાઉદી અરબના સંબંધોમાં ખટાસ પણ આવી ગઈ હતી. પાકિસ્તાનના વિશેષ મંત્રી શાહ મહમૂદ કુરૈશીએ તો સાઉદી અરબને બદલો લેવાની ધમકી પણ આપી દીધી હતી.

આ વિષયમાં વાત કરતા ઇમરાને કહ્યું કે, અમે ઇચ્છીએ છીએ કે, ઓર્ગેનાઇઝેશન ઓફ ઇસ્લામિક કોઑપરેશન (ઓઆઈસી) અમારો સાથ આપે. પણ પાકિસ્તાન અને સાઉદી આરબના સંબંધ સારા છે. અમે હજી પણ સારા મિત્રો છીએ.

ભારતે કશ્મીર પર ગયા વર્ષે એકતરફી નિર્ણય લીધો – ઇમરાન.

કશ્મીર મુદ્દા પર ઇમરાને કહ્યું – કશ્મીર વિવાદિત ક્ષેત્ર છે. ભારતે ગઈ 5 ઓગસ્ટે એકતરફી નિર્ણય લીધો. જો આ મુદ્દા પર ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધે છે, તો તેની અસર દુનિયા પર પણ પડશે. દુનિયા માટે ભારત ઘણું મોટું અને શક્યતાઓવાળું બજાર છે. તેમના આર્થિક હિત ભારત સાથે જોડાયેલા છે. પણ પાકિસ્તાન આ મુદ્દા પર સંઘર્ષ કરતું રહેશે.

આપણું આર્થિક ભવિષ્ય સીધી રીતે ચીન સાથે જોડયેલું છે – ઇમરાન.

ચીન અને પાકિસ્તાનના સંબંધો પર ઇમરાને કહ્યું – આપણું આર્થિક ભવિષ્ય સીધી રીતે ચીન સાથે જોડાયેલું છે. ચીન દુનિયામાં ખુબ ઝડપથી આગળ વધી રહ્યું છે. પાકિસ્તાનને ચીનથી ઘણો ફાય

દો થશે. તેમણે જે રીતે પોતાના લોકોને ગરીબીમાંથી બહાર કાઢ્યા છે, એવું જ પાકિસ્તાન પણ કરી શકે છે.

આ માહિતી દૈનિક ભાસ્કર અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.


Source: gujaratilekh.com

Related posts

શું થાત જો મહાભારતમાં દુર્યોધને આ ત્રણ ભૂલો ના કરી હોત તો.

Amreli Live

આ રાશિના લોકોને આજે નોકરી ધંધામાં લાભના સમાચાર મળે, ૫રિવારમાં ખુશી અને આનંદનો માહોલ રહે.

Amreli Live

સફળ જીવન તરફ લઇ જાય છે આ આદતો, મળે છે માન-સમ્માન.

Amreli Live

કન્યા રાશિ માટે આજનો દિવસ શુભ ફાળદાયી નીવડશે, સરકાર તરફથી લાભ મળે.

Amreli Live

22 ઓગસ્ટ શનિવારે છે ગણેશ ચતુર્થી, આ ખાસ બાબતોને લઈને આ વખતે અલગ રહશે આ ઉત્સવ

Amreli Live

શું લાડ કરવાના ચક્કરમાં તમે જ તમારા બાળકોને બગાડો છો? જાણો શું કહે છે રિસર્ચ.

Amreli Live

રોહિતને ખેલ રત્નની જાહેરાત પછી બોક્સર અમિતે કહ્યું – ક્રિકેટર્સથી પણ આગળ 100 દેશો સામે બાથ ભીડનાર ઓલિમ્પિયન હંમેશા….

Amreli Live

આ ત્રણ મહિલાઓને સલામ : નદીમાં ડૂબી રહેલા 2 છોકરાઓને પોતાની સાડી કાઢીને બચાવ્યા, પણ તે એ વાતથી દુઃખી છે કે…

Amreli Live

પટાવાળાની દીકરીએ એસટીએમ એ 10માં માં 94% લાવવા પર આપ્યું ગિફ્ટ, 1 દિવસ માટે બનાવી SDM

Amreli Live

કમળો, દમ-અસ્થમા અને એલર્જીક શરદીમાં કામ આવતી સંજીવની એટલે કુકડવેલ, જાણો તેના ફાયદા.

Amreli Live

ડુંગરી ખાઈને 400 થી વધારે લોકો થયા બીમાર, જાણો કયો રોગ એમને લાગુ પડ્યો.

Amreli Live

આયુર્વેદ અનુસાર એક સાથે આ વસ્તુઓ ખાવાથી નબળી થઇ શકે છે પાચન શક્તિ

Amreli Live

જીવનમાં સકારાત્મકતા લાવવા માટે અપનાવો આ વાસ્તુ ટિપ્સ.

Amreli Live

જો પેટમાં થાય છે આવો દુઃખાવો, તો સમજો ગર્ભાશયમાં છે સોજો.

Amreli Live

છેવટે કેમ ભગવાન શિવજીને ખુબ પ્રિય છે સ્મશાન ઘાટ, વાંચો તેનાથી જોડાયેલી કથા.

Amreli Live

શુક્લ યોગની સાથે જેષ્ઠા નક્ષત્ર, મહાલક્ષ્મી ખોલી દેશે આ 4 રાશિઓના ભાગ્યના બધા બંધ દરવાજા.

Amreli Live

એક્ટર વિવેક ઓબરોયના ઘરે પોલીસનો છાપો, પોલીસના નજરોથી ફરાર છે આ વ્યક્તિ

Amreli Live

6 વર્ષ ની દીકરી માટે બજારમાંથી ડબ્બા વાળી સ્ટ્રોબેરી લાવી માં, મોં માં નાખતાં જ નીકળી ભયાનક વસ્તુ

Amreli Live

ચીની ઉત્પાદનોના વિરોધને નબળું જણાવવું એટલે પોતાની જ શક્તિને ઘણી ઓછી કરીને આંકવી.

Amreli Live

લગ્નમાં આવી રહી છે અડચણો તો શ્રાવણના પવિત્ર મહિનામાં કરો આ ઉપાય, દૂર થઈ જશે દરેક અડચણો.

Amreli Live

બોલીવૂડના એ 8 પ્રખ્યાત સ્ટાર્સ, જેમની પ્રેમ કહાનીનો થયો ખુબ જ દુઃખદ અંત

Amreli Live