29.7 C
Amreli
18/09/2020
bhaskar-news

ઇતિહાસમાં પ્રથમ વખત ભક્તો વગર થયો ભગવાન શ્રીકૃષ્ણનો જન્મ, મંદિર પરિસર ‘નંદ ઘેર આનંદ ભયો’ના નાદથી ગૂંજ્યુંજગતમંદિરમાં મધરાતે 12 વાગે ભગવાન કૃષ્ણના જન્મની ઉજવણી શરૂ થઈ હતી. બરાબર 12ના ટકોરે જગતમંદિરના દ્વાર ખોલી નાખવામાં આવ્યા હતા. ભગવાનને આ પ્રસંગે કેસરિયા વાઘા પહેરાવવામાં આવ્યા હતા. ભગવાનના આ અલૌકિક રૂપના ઓનલાઇન દર્શન કરીને ભાવિકભક્તોએ ધન્યતા અનુભવી હતી. ભગવાનના જન્મબાદ વિવિધ વિધિ કરવામાં આવી હતી. જન્મ થયા બાદ ભગવાન કૃષ્ણને મુખદર્શન કરાવવામાં આવ્યું હતું. ત્યારબાદ તેમની નજર ઉતારવામાં આવી હતી અને અંતે જગતના નાથની આરતી ઉતારી ભોગ ધરાવવામાં આવ્યો હતો. આ પ્રસંગે સમગ્ર મંદિર પરિસર ‘નંદ ઘેર આનંદ ભયો’ના નાદથી ગૂંજી ઉઠ્યું હતું. ઉલ્લેખનીય છે કે, આ વર્ષે કોરોનાની મહામારીને કારણે ભક્તો ભગવાનના લાઇવ દર્શન કરી શક્યા નહોતા. આજે નંદોત્સવ(પારણાં)ની ઉજવણી થશે.

અહીં ભક્તોએ ઓનલાઇન લાઇવ દર્શન કર્યાં હતા
ઇતિહાસમાં પ્રથમ વખત કોરોના મહામારીના કારણે જગતમંદિરના દ્વાર ભક્તો માટે બંધ કરવામાં આવ્યા હતા. જો કે, અહીં નીચે આપેલી લિન્કમાં ભક્તો દ્વારકાધીશના દર્શન ઓનલાઇન કરી શકે તે માટે વ્યવસ્થા કરવામાં આવી હતી. જન્માષ્ટમી નિમિત્તે દ્વારકા મંદિરનું લાઇવ પ્રસારણ કરવામાં આવી રહ્યું હતું, જેથી ભક્તો ઘરે બેઠા દ્વારકાધીશના દર્શન કરી શકે. દ્વારકાધીશ જગતમંદિરના પૂજારીએ જણાવ્યું છે કે, જ્યારે ભગવાન શ્રીકૃષ્ણનો જન્મોત્સવ જગતમંદિરમાં ઉજવાતો હોય, ત્યારે કઈ પરંપરા અનુસરવામાં આવે છે. જે ભક્તો પોતાના ઘરે બેઠા ઘરમાં સ્થિત લાલાજીનો જન્મદિવસ ઉજવી શકે.

ભગવાનની મુખદર્શન વિધિ
ભગવાનની નજર ઉતારવામાં આવી
ભગવાનની આરતી ઉતારવામાં આવી

રાત્રે 10 વાગ્યે આરતી, 1650 અભિષેક કરાય છે

જન્મ બાદ ભગવાનને 1650 અભિષેક કરવામાં આવશે

ભગવાન શ્રીકૃષ્ણનો જન્મ આઠમના દિવસે મઘરાતે બાર કલાકે થયો હતો. તે પૂર્વે રાત્રિના દસ કલાકે આરતી કરવામાં આવે છે. ત્યારબાદ સોળસો પચાસ અભિષેક થાય છે. ત્યારબાદ દૂધ, દહી, ધી, મધ, સાકરનો પંચામૃતનો અભિષેક કરવામાં આવે છે. પછી દૂધનો અભિષેક કરવામાં આવે છે, જે વૈદિક, પુરાણોક્ત અને પુરૂષોક્ત મંત્રો દ્વારા કરવામાં આવે છે. જે ભક્તો પોતાના ઘરે મધ્યરાત્રિ એટલે કે બાર કલાકે ઘરમાં બિરાજતા લાલાને કરી શકાય. રાત્રિના બાર કલાકે પારણામાં લાલાને પધરાવી આરતી કરી શકાય તથા અલગ અલગ મિષ્ઠાનનો ભોગ લગાવી શકાય અને બીજા દિવસે એટલે નોમના દિવસે માખણ મીસરીનો ભોગ લગાવી શકાય. કારણ કે ભગવાન દ્વારકાધીશને માખણ ખૂબ પ્રિય હોવાથી તેમને માખણ મીસરીનો ભોગ દરરોજ વહેલી સવારના મંગલા આરતીમાં લગાવવામાં આવે છે.

13 ઓગસ્ટ(પારણાં)ના દિવસનું શેડ્યૂલ
13 ઓગસ્ટે ગુરુવારે એટલે કે પારણાં(નંદોત્સવ)ના દિવસે સવારે 7 વાગ્યે પારણાંના દર્શન થશે. સવારે 10.30 વાગ્યે સાંજે 5 વાગ્યા સુધી દર્શન બંધ રહેશે. ત્યારબાદ સાંજે આરતીના સમયે 5 વાગ્યે મંદિર ખોલવામાં આવશે. સંધ્યા આરતી સાંજે 7.30 વાગ્યે થશે. શયન આરતી રાત્રે 8.30 વાગ્યે થશે અને દર્શન રાતે 9.30 વાગ્યાથી બંધ કરવામાં આવશે. 14 ઓગસ્ટથી મંદિર અનલોકની ગાઇડલાઇન પ્રમાણે ભાવિકભક્તો માટે રાબેતા મુજબ ખોલવામાં આવશે.

જન્માષ્ટમીએ શ્રીજીના દર્શનનો સમય નીચે મુજબ રહેશે

કિર્તિદાન ગઢવીએ દ્વારકાધીશના હાલરડાં ગાયા હતા

કિર્તિદાન ગઢવી જગતમંદિર પહોંચ્યા

આજે રાતે કૃષ્ણ જન્મ વખતે મંદિરની અંદર મહિલા ભક્તો દરવર્ષે હાલરડાં ગાતા હોય છે. ત્યારે આ વર્ષે ભક્તો અને દર્શનાથીઓ દ્વારકાધીશને હાલરડાં ગાઈ શક્યાં નહોતા. ત્યારે લોકગાયક કિર્તિદાન ગઢવી આ વર્ષે દ્વારકાધીશના હાલરડાં ગાયા હતા.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


જગતમંદિરમાં કૃષ્ણ જન્મોત્સવની ઉજવણીની શરૂઆત થઈ

Related posts

કુલ 3.85 લાખ કેસ:દિલ્હીમાં હોમ ક્વોરન્ટીનને બદલે દર્દીઓ 5 દિવસ ક્વોરન્ટીન સેન્ટરમાં રહેશે, મહારાષ્ટ્રમાં એક દિવસમાં વિક્રમી 3,827 કેસ આવ્યા

Amreli Live

અત્યાર સુધી 11 લાખ કેસ, 64 હજાર મોતઃ બ્રિટનમાં 24 કલાકમાં 708 લોકોના મોત, અમેરિકામાં 8 હજારથી વધુ મોત

Amreli Live

શ્રીકૃષ્ણની સૌથી કિંમતી મૂર્તિના દર્શન કરો, ઝારખંડમાં બંસીધરની 1280 કિલો સોનાની પ્રતિમા છે, આટલાં સોનાની કિંમત 716 કરોડ રૂપિયાથી વધારે

Amreli Live

અત્યાર સુધી 3,678 કેસ: સતત બીજા દિવસે 560થી વધુ રિપોર્ટ પોઝિટિવ આવ્યા, મહારાષ્ટ્રમાં સૌથી વધુ 147 દર્દીઓ વધ્યા

Amreli Live

64 હજાર 729ના મોત, અમેરિકામાં 24 કલાકમાં 1224ના મોત; ન્યૂયોર્કમાં 630 લોકોના જીવ ગયા

Amreli Live

ક્રિકેટ જગતના બે સિતારાની નિવૃત્તિ,લાલ કિલ્લા પરથી ચીન-પાકિસ્તાનને PMની ચેતવણી,વૈષ્ણો દેવી યાત્રાનો આજથી પ્રારંભ

Amreli Live

કોરોના રેંકિંગ અપડેટ 29/03/2020 ને સવારે 09.54 વાગ્યા સુધીની સ્થિતિ

Amreli Live

લોકડાઉન 2.0: દસ દિવસમાં દર્દી બમણાં થયા, શનિવારે રેકોર્ડ બ્રેક 1926 કેસ, દિલ્હીમાં 2 દિવસમાં CRPFના 24 જવાન પોઝિટિવ

Amreli Live

સતત ત્રીજા દિવસે રાજ્યમાં કોરોનાના 300થી વધુ કેસ, એક જ દિવસમાં સૌથી વધુ 22ના મોત, મૃત્યુઆંક 236-કુલ દર્દી 4,721

Amreli Live

7.18 લાખ કેસઃ દેશમાં કોરોનાથી મૃત્યુ પામનારનો કુલ આંક 20 હજારને પાર, મહારાષ્ટ્રમાંથી વધુ 5,368 કેસ આવ્યા

Amreli Live

ATMથી ચેપ; 3 આર્મી જવાનના રિપોર્ટ પોઝિટિવ, મૃત્યુ આંક 10 પર પહોંચ્યો, 221 પોઝિટિવ કેસ

Amreli Live

દિલ્હી મરકઝમાં ગયેલા 126ને ઓળખી લેવાયા, 12નો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યોઃ DGP

Amreli Live

4.26 લાખ કેસ, ભાજપના અધ્યક્ષ નડ્ડાએ કહ્યું- જૂનના અંત સુધીમાં પીએમ કેયર ફંડથી દેશમાં 60 હજાર વેન્ટિલેટર ઉપલબ્ધ બનશે

Amreli Live

14.40 લાખ કેસઃICMRએ 24 કલાકમાં રેકોર્ડ 5.15 લાખ ટેસ્ટ કર્યા, તમામ રાજ્યોને ટેસ્ટીંગ વધારવા માટે કહ્યું

Amreli Live

સંક્રમણના 10 હજારથી વધારે કેસઃ મહારાષ્ટ્રમાં એક દિવસમાં વિક્રમજનક 316 પોઝિટિવ કેસ મળ્યા, સૌથી વધુ મોત પણ આ રાજ્યમાં થયા છે

Amreli Live

ટ્રમ્પે ટ્વિટર પર ભૂલથી ગુડ ફ્રાઇડેની ‘શુભેચ્છા’ આપી, સોશિયલ મીડિયામાં ટ્રમ્પ ટ્રોલ થયા

Amreli Live

રાજ્યમાં સતત ત્રીજા દિવસે હજારથી વધુ કેસ, નવા 1078 કેસ સાથે કુલ કેસ 52563 અને 28 મોત સાથે મૃત્યુઆંક 2257

Amreli Live

કોરોનાની તપાસ હવે અવાજથી થશે, વોઈસ સેમ્પલ દ્વારા તપાસ કરાવવાની તૈયારીમાં મહારાષ્ટ્ર સરકાર

Amreli Live

આરોગ્ય મંત્રાલયે કહ્યું- દેશમાં કોરોનાના 2902 કેસ, તબલીઘ જમાતના સંક્રમિત લોકોની સંખ્યા 1023 છે

Amreli Live

પોતે કેન્સર પીડિત હોવા છતાં સુરતના લેબ ટેક્નિશિયન કોરોના શંકાસ્પદ દર્દીઓના સેમ્પલ લઈ રહ્યા છે

Amreli Live

મોરારિબાપુએ અયોધ્યા રામ મંદિરના નિર્માણમાં 5 કરોડ એકઠા કરવાની જાહેરાત કર્યા બાદ 16 કરોડની રકમ એકઠી થઈ

Amreli Live