31.2 C
Amreli
24/09/2020
bhaskar-news

ઇટાલીમાં લોકો કોરોના વાઈરસની સાથે જીવવા માગે છે, જેથી તેમને ભૂખ્યા મરવાનો વારો ન આવેઇટાલી લૉકડાઉનના છઠ્ઠા સપ્તાહમાં પ્રવેશી ચૂક્યું છે. લોકો અનિશ્ચતતા, નિરાશા, અવિશ્વાસ, ડર અને ચિંતાની સાથે જીવી રહ્યા છે. કંપનીઓએ લોકોને રજા પર મોકલી દીધા છે. ત્યારે બેચેની, નકારાત્મક્તા, અસુરક્ષાનું જોખમ મજબૂત સામાજિક તણાવમાં ફેરવાઇ ગયું છે. અહીં લોકોએ કોરોના વાઈરસની સાથે જ જીવવા અને કામ પર ફરવાનું મન બનાવી લીધું છે.
ઉદ્યોગ સંગઠનેસરકારને લૉકડાઉન હટાવવાનું દબાણ વધારવા માંડ્યું
સરકારે નાણાકીય ખોટની પૂર્તિ માટે નાના-મધ્યમ અને મોટા ઉદ્યોગોને 34 લાખ કરોડનું પેકેજ આપ્યું છે પરંતુ આ અપૂરતું છે. કાર્પેન્ટરનું કામ કરનારા એન્ટોનિયો બોરાગિયાએ કહ્યું કે અમને 50,000 રૂપિયાની મદદ મળી છે. પરંતુ મારી દુકાનનું ભાડું 67,000 અને વીજળી બિલ 29,000 છે. સ્થિતિ દિવસે ને દિવસે ખરાબ થઇ રહી છે. કારણ કે અનિશ્ચિતતાથી પેટ ભરાતું નથી. દેશના સૌથી મોટા ઉદ્યોગ સંગઠન કોન્ફઇન્ડ્રસ્ટ્રિયાએ પણ સરકારને લૉકડાઉન હટાવવાનું દબાણ વધારવા માંડ્યું છે. આ સંગઠન સાથે 1.5 લાખ કંપનીઓ જોડાયેલી છે અને આશરે 55 લાખ સભ્યો છે.

સંગઠને સરકારને પૂછ્યું છે કે તે સ્પષ્ટ કહે કે દેશ કેવી રીતે ખૂલશે. નહીંતર કોરોનાથી પણ ખતરનાક આર્થિક તબાહી સર્જાશે. સરકાર પણ ઝડપથી રોડમેપ તૈયાર કરી રહી છે. જેમાં હાલ તો કોરોનાથી ઓછા પ્રભાવિત દક્ષિણ ક્ષેત્રમાં બુકસ્ટોર, સ્ટેશનરી અને બાળકોનાં વસ્ત્રોની દુકાનો ખુલી ગઇ છે. સાથે જે કંપનીઓને હજુ પરવાનગી નથી મળી,તેમને કાચો માલ પૂરો પાડવા, ફેકટરીની સાફ-સફાઇ અને સેનેટાઇઝેશનની મંજૂરી અપાઇ છે. સૌથી પહેલાં ઓટો ઇન્ડસ્ટ્રી, ફેશન ડિઝાઇન અને લોખંડ ઉદ્યોગ ખોલવામાં આવશે પરંતુ લોમ્બાર્ડી અને તેની આસપાસના વિસ્તારોમાં હજુ કડક અમલ ચાલુ રહેશે. આ વિશ્વનો સૌથી કોરોના પ્રભાવિત વિસ્તાર છે. ઇટાલીમાં કોરોનાથી 21 હજાર મોત થયાં છે, તેમાંથી 11 હજાર માત્ર લોમ્બાર્ડીના જ છે. રાજધાની મિલાન આ ક્ષેત્રમાં જ આવે છે. તેના પાડાશી ક્ષેત્ર ઇમીલિયા, રોમાગ્ના, પીડમોન્ટ અને વેનેટોમાં પણ કોરોનાએ તબાહી મચાવી છે. આ સમગ્ર ક્ષેત્રની દેશની જીડીપીમાં 45 ટકાની ભાગીદારી છે.

બીજી બાજુ સારી વાત એ છે કે નવા કેસ આવવાનો દર 1.7 ટકા થઇ ગયો છે. જે અત્યાર સુધીનો સૌથી ઓછો છે. સરેરાશ દરરોજ 3 હજાર કેસ આવી રહ્યા છે. બધું જ યોજના મુજબ રહ્યું તો 3 મે સુધી લૉકડાઉન હટાવી લેવાશે. તેની જવાબદારી 59 વર્ષના વિટોરિયા ક્લોને સોંપવામાં આવી છે. તેમના નેતૃત્વમાં 17 સભ્યોની ટાસ્ક ફોર્સ બનાવાઇ છે. તેમાં ટોચના સ્તરના વકીલ, સમાજશાસ્ત્રી, મનોવિજ્ઞાની અને ડોક્ટરો છે. આ ટોસ્ક ફોર્સ સાયન્ટિફિક ટેક્નિકલ કમિટીની સાથે નવું ઓર્ગેનાઇઝેશન મોડલ બનાવી રહી છે.
માસ્ક, સોશિયલ ડિસ્ટન્સિંગ હવે જીવનનો ભાગ
બુકસ્ટોર, સ્ટેશનરી અને બાળકોના વસ્ત્રોની દુકાનો ફરી ખૂલી ગઇ છે. લોકોને માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગનું ફરજિયાત પાલન કરવાનું છે. સાથે જ ગ્રાહકોને ડિસ્પોઝલ ગ્લોવ્ઝ પણ આપવાના રહેશે.
દિવસમાં બે વાર શોરૂમ સેનેટાઇઝ કરવું જરૂરી
કીબોર્ડ, ટચ સ્ક્રીન અને પેમેન્ટ સિસ્ટમને પણ દરરોજ સમય-સમયે સેનેટાઇઝ કરવાનું રહેશે. દરેક સ્થિતિમાં માસ્ક પહેરવાનું ફરજિયાત રહેશે. ખાણી-પીણીની દુકાનોમાં ગ્લોવ્ઝનો ઉપયોગ ફરજિયાત કરાયો છે.
શોરૂમમાં આવવા-જવાના ગેટ અલગ હશે
40 ચો.મીની દુકાનમાં બે ઓપરેટર ઉપરાંત એક સમયમાં એક જ વ્યકિત રહેશે. જ્યાં સંભવ હોય તો એન્ટ્રી અને એક્ઝિટ અલગ-અલગ હશે. લોકોને એક્સેસ માટે ટાઇમ સ્લોટ્સ પણ નક્કી કરાશે.
ફેકટરીમાં વેન્ટિલેશનની પૂરતી વ્યવસ્થા જરૂરી
ફેક્ટરીઓની દેખરેખ, પેમેન્ટ મેનેડમેન્ટની સાથે સેનેટાઇઝેશનની મંજૂરી અપાઇ છે. દિવસમાં બે વાર સફાઇ કરવાની રહેશે. દુકાનો અને ફેકટરીઓમાં પ્રાકૃતિક વેન્ટિલેશનની યોગ્ય વ્યવસ્થા કરવી પડશે.
દુકાનોમાં ભીડ નહીં થાય, નક્કી સમયમાં ખરીદી કરાશે
સ્ટેશનરી, બુક સ્ટોર, બાળકોની વસ્ત્રોની દુકાનો, કમ્પ્યૂટર, મેન્યુફેક્ચરિંગ, બાંધકામ સહિત ઘણા ક્ષેત્રોને કડક પ્રતિબંધો સાથે ખોલી નાંખવામાં આવ્યા છે. દુકાનોમાં ભીડ ન થાય તે માટે લોકોને નક્કી ટાઇમ સ્લોટમાં ખરીદી કરવાની રહેશે. ઇટાલીના મોટા ભાગનાં ક્ષેત્રોમાં માસ્ક અને ગ્લોવ્ઝ ફરજિયાત કરી દેવાયા છે. રેડ ઝોન વિસ્તારોમાં એક કરોડ માસ્ક વહેંચવામાં આવ્યા છે.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


ઇટાલીમાં કાપડની એક દુકાન.

Related posts

બગસરા રોડ પર ટ્રક અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત, સાસુ-વહુ અને ભાઇ-બહેન મળી 4ના મોત

Amreli Live

2.86 લાખ કેસ: 7 દિવસમાં ત્રીજી વખત 10 હજારથી વધુ દર્દી મળ્યા;કુલ સંક્રમિત પૈકી 60% દિલ્હી,મહારાષ્ટ્ર અને તમિલનાડુમાંથી

Amreli Live

શહેર-જિલ્લામાં કોરોના કુલ 158 નવા કેસ અને 3ના મોત, કુલ કેસ 29,162 અને મૃત્યુઆંક 1,662

Amreli Live

UC વેબ પર ફેક ન્યૂઝ ફેલાવવાનો આરોપઃ જેક મા- અલીબાબાને કોર્ટની નોટિસ, રાજસ્થાનના રાજકારણમાં સૌની નજર રાજ્યપાલ-SC પર

Amreli Live

આ છેલ્લા 6 વર્ષમાં સૌથી મોટુ વિરોધ પ્રદર્શન, 2013-19 વચ્ચે પોલીસ હિંસામાં 7666 લોકોએ જીવ ગુમાવ્યા હતા, તેમાંથી 24% અશ્વેત

Amreli Live

કુલ 3.85 લાખ કેસ:દિલ્હીમાં હોમ ક્વોરન્ટીનને બદલે દર્દીઓ 5 દિવસ ક્વોરન્ટીન સેન્ટરમાં રહેશે, મહારાષ્ટ્રમાં એક દિવસમાં વિક્રમી 3,827 કેસ આવ્યા

Amreli Live

ઓમરે ચૂંટણી ન લડવાની ધમકી આપી, મુફ્તીની કસ્ટડી 3 મહિના વધી; આતંકીઓના નિશાન પર ભાજપના કાશ્મીરી નેતા

Amreli Live

રાજ્યમાં કુલ પોઝિટિવ દર્દી 3548, છેલ્લા 6 દિવસમાં રાજ્યમાં 1100 કેસ નોંધાયા અને 59ના મોત નીપજ્યાં

Amreli Live

અત્યાર સુધીમાં 76 લાખથી વધુ સંક્રમિત, આ પૈકી 52% કેસ ટોપ-5 દેશમાંથી;અમેરિકામાં સૌથી વધુ દર્દી

Amreli Live

એક સમયે ભીડથી ધમધમતું અમદાવાદ બન્યું સુમસામ, આ 11 લાઈવ તસવીરો બતાવે છે હાલની પરિસ્થિતિ

Amreli Live

આજે વડા પ્રધાનના નિવાસસ્થાને કેબિનેટ બેઠક યોજાઈ, 2 વટહુકમોને મંજૂરી અપાઈ, ખેડૂતો માટે ‘એક દેશ એક બજાર’ નીતિ

Amreli Live

દેશમાં 10 દિવસથી 10 હજારથી વધુ કેસ, એક દિવસમાં આટલા કેસ તો ઈટાલી અને ચીનમાં પણ નથી નોંધાયા

Amreli Live

79 દિવસે મહાકાલ મંદિરના દ્વાર ખુલ્યા, ગર્ભગૃહમાં પ્રવેશ અને ભસ્મારતીના દર્શન શ્રાવણમાં થઇ શકશે કે નહીં તે નક્કી નથી

Amreli Live

27 વર્ષના ભાર્ગવ પટણીનું કોરોનાથી મોત, 7 નવા કેસ, કોરોના પોઝિટિવ દર્દીઓનો આંક 102 થયો

Amreli Live

દેશમાં દર્દીઓની સંખ્યા 22 લાખને પાર, 15 લાખથી વધુ સ્વસ્થ થયા, અત્યાર સુધી 44 હજારથી વધુ મોત

Amreli Live

ઓરિસ્સા-પંજાબ બાદ હવે મહારાષ્ટ્ર ,બંગાળ અને તેલંગાણાએ પણ 30 એપ્રિલ સુધી લોકડાઉન લંબાવ્યું, બાકી રાજ્યોને કેન્દ્રના નિર્ણયની રાહ

Amreli Live

200 હોટલ અને 80 ધર્મશાળા સજ્જડ બંધ, 4 હજાર કર્મચારીઓ બેરોજગાર બન્યા, અંદાજે 1 કરોડનું નુકસાન

Amreli Live

7.71 લાખ કેસઃ બિહારના ડે.સીએમ સુશીલ મોદીના અંગત સેક્રેટરી સાથે તેમના કાર્યાલયના 3 સ્ટાફકર્મી કોરોના પોઝિટિવ

Amreli Live

અમેરિકાની ટોચની સંસ્થાએ સંક્રમણનાં 6 નવાં લક્ષણોની પુષ્ટિ કરી છે, તેમાં-માથામાં દુખાવો, ગળામાં સોજો, સ્નાયુઓમાં દુખાવો અને સ્વાદ-દુર્ગંધ ન અનુભવવી

Amreli Live

આખું વર્ષ ચઢાણની તૈયારી કરનારા 3000 નેપાળી શેરપા બેરોજગાર, હવે ગામમાં ખેતી કરે છે; નેપાળને 9 કરોડ રૂપિયાનું નુકસાન

Amreli Live

આ દિવસે વાળ કાપવાથી ઘર માંથી ચાલી જાય છે લક્ષ્મી અને થઇ શકે છે અકાળ મૃત્યુ .. આ રજાના દિવસે તો ખાસ ના કપાવવા જોઈએ..

Amreli Live