25.8 C
Amreli
06/08/2020
કલેક્ટર ઓફિસ

આ શનિવારથી અમદાવાદીઓને શાકભાજીની અછતનો કરવો પડી શકે છે સામનો

હિમાંશુ કૌશિક, અમદાવાદઃ અમદાવાદના શાકભાજીના વેપારીઓમાં સરકાર સામે રોષ જોવા મળી રહ્યો છે. આ પાછળનું પહેલું કારણ એ છે કે, પોલીસે પહેલા તો તેમને જમાલપુર APMCમાંથી કામ કરવાની મંજૂરી આપી નહીં અને બીજું જેતલપુરના જથ્થાબંધ વેપારીઓએ ત્યાંની જગ્યાઓને ઉપયોગ કરતાં તેમને અટકાવ્યા હતા. ત્યારે હવે વેપારીઓએ શુક્રવારથી શાકભાજીનું વેચાણ બંધ કરી દેવાની ચીમકી ઉચ્ચારી છે જેના પગલે શહેરમાં શાકભાજીની અછત સર્જાશે તેવો ભય ઉભો થયો છે.

હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો:

અમદાવાદના APMCના એક વેપારીએ કહ્યું કે, ‘શહેરના સ્થાનિક વેપારીઓએ કર્ણાટક, તમિલનાડુ અને મહારાષ્ટ્રથી તેમના વેપારીઓને બોલાવ્યા હતા અને બુધવારથી અમદાવાદ માટે ટ્રક લોડ ન કરવાનું કહ્યું હતું. ગુરુવારે જેતલપુર માર્કેટયાર્ડની બહારના મેઈન રોડ પર અને સર્વિસ રોડ પર વેપાર ચાલુ રહેશે કારણ કે ઘણા વાહનો શાકભાજીના જથ્થા સાથે રવાના થઈ ગયા છે’.

‘શુક્રવારથી માત્ર અમદાવાદ માર્કેટ યાર્ડમાં જ નહીં પરંતુ સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં પણ સપ્લાય બંધ થઈ જશે. ઉત્તર ભારતમાં પણ તેની અસર થશે, કારણે ત્યાં ઘણા શાકભાજી અમદાવાદમાંથી મોકલવામાં આવે છે. મહારાષ્ટ્ર અને દક્ષિણ રાજ્યોમાંથી આવતા શાકભાજીમાં લીંબુ, કેપ્સિકમ, આદુ, ટામેટા અને કોબી સહિતના અન્ય શાકભાજીનો સમાવેશ થાય છે’, તેમ વેપારીએ જણાવ્યું હતું.

અમદાવાદ વેજિટેબલ જનરલ કમિશન એજન્ટ્સ કો-ઓપરેટિવ સોસાયટીના પ્રમુખ ભરત ખમારે કહ્યું કે, ‘અમને જમાલપુર માર્કેટથી 15 જુલાઈ સુધી દૂર રહેવાનું કહ્યું છે. સરકાર અમને જેતલપુર ખાતે વૈકલ્પિક વ્યવસ્થા આપવામાં નિષ્ફળ ગઈ હોવાથી અમે વેપાર નહીં કરવાનું નક્કી કર્યું છે’.

અન્ય એક વેપારીએ સવાલ કર્યો કે, જો શહેરનું કાળુપુર માર્કેટ, નરોડા ફ્રૂટ માર્કેટ અને ભદ્ર માર્કેટ ખુલ્લુ રહી શકતું હોય તો પછી જમાલપુર માર્કેટ પર કેમ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે?. ‘જો તેમને લાગતું હોય તે વધુ ભીડ થવાથી કેસો વધશે, તો વેપારીઓ શાકભાજી માટે જેતલપુર પણ જઈ જ રહ્યા છે ને?. જેતલપુર અને જમાલપુર પ્રત્યેનું વલણ સરખું હોવું જોઈએ. જો અધિકારીઓનું એમ કહેવું છે કે, જમાલપુરમાં વધારે કેસો છે તો પછી તેમણે એ બાબત પણ ધ્યાનમાં લેવી જોઈએ કે છેલ્લા 15 દિવસથી ત્યાં એક પણ કેસ નોંધાયો નથી’, તેમ તેમણે કહ્યું.

અન્ય એક વેપારીએ કહ્યું કે, ‘અમને સ્ટ્રીટલાઈટ્સ અથવા કારની લાઈટનો ઉપયોગ કરીને ધંધો કરવાની ફરજ પાડવામાં આવી રહી છે’. તેમણે તેમ પણ કહ્યું કે, પોલીસ ઘણીવાર લાઠીચાર્જ કરી ચૂકી છે અને ઘણા વેપારીઓ તેમા ઘાયલ થયા છે.


Source: iamgujarat.com

Related posts

01 જુલાઈ, 2020નું રાશિફળ: જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ

Amreli Live

વિકાસના ઘરે તપાસ માટે ગયેલા પોલીસ અધિકારીએ પોતાની જનોઈ દેખાડીને બચાવ્યો હતો જીવ

Amreli Live

મોહિનાના ભાઈનો પણ કોરોના રિપોર્ટ નેગેટિવ, 7 દિવસ સુધી રહેશે ક્વોરન્ટિન

Amreli Live

મુંબઈઃ કંપનીમાંથી 10 ઈંડા સાથે મળેલા અજગરનું રેસ્ક્યુ ઓપરેશન સફળ

Amreli Live

અભિનવ કશ્યપે ફરી સલમાન પર લગાવ્યા ગંભીર આરોપ, કહ્યું- ‘બીઈંગ હ્યુમનની ચેરિટી માત્ર દેખાડો’

Amreli Live

સુશાંતને માતાની જેમ સાચવતી હતી અંકિતા, કરિયર પણ દાવ પર લગાવી દીધું હતું : સંદીપ સિંહ

Amreli Live

દેશ ‘અનલોક’ થશે પરંતુ આ 10 નિયમોનું કરવું પડશે પાલન

Amreli Live

આવી ગયો Samsungનો વધુ એક Monster: Galaxy M31s, M સિરીઝના આ ફ્લેગશિપ ફોનમાં છે #MonsterShot SINGLE-ટેક ફીચર

Amreli Live

ગુજરાતમાં હવે કોરોના ટેસ્ટ કરાવવા માટે MBBS ડોક્ટરનું પ્રિસ્ક્રિપ્શન પણ ચાલશે

Amreli Live

બાબુ શેખ કસ્ટોડિયલ ડેથ કેસઃ FIR નોંધાયા બાદ 6 આરોપી પોલીસકર્મીઓ ગુમ

Amreli Live

રિતિક રોશનની ‘ક્રિશ 4’માં વધુ ખતરનાક હશે વિલન, શાહરુખની કંપની કરશે VFXનું કામ

Amreli Live

કોરોનાની સારવારનો દાવો, બાબા રામદેવ લાવ્યા આયુર્વેદિક Coronil ગોળી

Amreli Live

Unlock-2: તમામ એસટી દોડાવવાનો નિર્ણય, રાત્રે બસો ચલાવવાની મંજૂરી અપાઈ

Amreli Live

કોરોનાઃ હળદર અને આદુમાંથી દવા બનાવીને લાખોની કમાણી કરી રહ્યા છે ખેડૂતો

Amreli Live

કોરોના કેસમાં ભારત દુનિયામાં ત્રીજા નંબરે, રવિવારે નવા કેસનો આંકડો 25,000ની એકદમ નજીક પહોંચ્યો

Amreli Live

6 જુલાઈ જન્મદિવસ રાશિફળ: સફળતા મળવાના શુભ યોગ, દાન-પુણ્ય કરજો

Amreli Live

અમદાવાદઃ વેન્ટિલેટરના અભાવે દર્દીનું મોત, રાજસ્થાન હોસ્પિટલને ફટકારાયો 77 લાખનો દંડ

Amreli Live

કોરોનાના કારણે શાહરુખના બંગ્લો ‘મન્નત’ને પ્લાસ્ટિક શીટથી કરાયું કવર?

Amreli Live

બચ્ચન પરિવારમાં કોરોનાનું સંક્રમણ, WWE રેસલર જોન સીનાએ શૅર કરી બિગ બીની તસવીર

Amreli Live

મુંબઈ: બોરીવલીમાં શોપિંગ સેન્ટરમાં ભીષણ આગ, 14 ફાયર ફાઈટર ઘટનાસ્થળે

Amreli Live

સુશાંતના મોત બાદ ઈન્ડસ્ટ્રી પર ગુસ્સે થયો આ પ્રોડ્યુસર, જણાવ્યું- કેમ તેના ટચમાં નહોતા લોકો

Amreli Live