આ એક્ટ્રેસને પહેલી વખત જોતા જ તેના દીવાના થઇ ગયા હતા ગોવિંદા, પણ આ કારણે ના મળ્યો સાચો પ્રેમ. 80 અને 90 ના દશકમાં એકથી એક હિટ ફિલ્મો આપવાવાળા ગોવિંદા 57 વર્ષના થઈ ગયા છે. 21 ડિસેમ્બર 1963 ના રોજ મુંબઈના વિરારમાં જન્મેલા ગોવિંદા તે સમયના એક એવા એક્ટર છે, જેમની એક્ટિંગ અને ડાંસની દીવાનગી આજે પણ લોકો વચ્ચે જોવા મળે છે.
ગોવિંદાએ કોમેડીથી લઈને એક્શન અને લવ ટ્રાયેંગલ સહીત ઘણા જૉનરની ફિલ્મો કરી છે. ગોવિંદા પોતાના પ્રોફેશનલ જીવનની જેમ જ અંગત જીવનને લઈને પણ ઘણા ચર્ચામાં રહ્યા. આજે ભલે તે પોતાની પત્ની સુનીતા અને બે બાળકો સાથે ખુશહાલ જીવન પસાર કરી રહ્યા હોય, પણ એક સમય એવો હતો જયારે ગોવિંદાનું નામ એક્ટ્રેસ નીલમ સાથે જોડાવાથી તેમના જીવનમાં ભૂકંપ આવી ગયો હતો.
કહેવામાં આવે છે કે, ફિલ્મોમાં સાથે કામ કરતા સમયે ગોવિંદાને નીલમ સાથે પ્રેમ થઈ ગયો અને તે તેમની સાથે જ લગ્ન કરવા માંગતા હતા. જોકે, ગોવિંદાની માં ઇચ્છતી હતી કે, તે ડાયરેક્ટર આનંદ સિંહની સાળી એટલે કે સુનીતા (હાલમાં ગોવિંદાની પત્ની) સાથે લગ્ન કરે. જોકે ગોવિંદા ક્યારેય પોતાની માં ની વાત ટાળતા ન હતા, એટલા માટે તેમણે નીલમને છોડીને સુનીતા સાથે લગ્ન કરી લીધા.
ગોવિંદા અને નીલમને લઈને કહેવામાં આવે છે કે, ગોવિંદાને જયારે નીલમ સાથે પ્રેમ થયો હતો ત્યારે તે સુનીતાને ડેટ કરી રહ્યા હતા અને બંનેની સગાઇ પણ થઈ ગઈ હતી. પણ નીલમ સાથે નિકટતા વધ્યા પછી ગોવિંદાએ સુનીતા સાથે સગાઇ પણ તોડી દીધી હતી. (મીડિયા રિપોર્ટ્સ અનુસાર)
જોકે, પછીથી જયારે ગોવિંદાની માં ને આ વાતની ખબર પડી તો તેમણે ગોવિંદાને એટલું જ કહ્યું કે, તેમણે સુનીતાને વાયદો કર્યો છે તો તેના પર જ અડગ રહે. હવે નીલમ સાથે લગ્ન નહિ થઈ શકે.
ગોવિંદાએ પ્રોડ્યુસર પ્રાણલાલ મેહતાની ઓફિસમાં નીલમને પહેલી વાર જોઈ હતી. તેમણે ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, તે સમયે નીલમે સફેદ રંગનું શોર્ટ્સ પહેર્યું હતું. તેના લાંબા વાળ જોઈને એવું લાગતું હતું જાણે કે તે કોઈ પરી હોય. હું સેટ પર તેને જોક્સ સંભળાવીને ખુબ હસાવતો હતો. અમે મળવા લાગ્યા અને ધીરે ધીરે હું નીલમને પસંદ કરવા લાગ્યો. તેના પ્રત્યે મારી રુચિ વધવા લાગી. તે એક એવી છોકરી હતી જેને પ્રેમ કર્યા વગર કોઈ રહી શકતું ન હતું.
ગોવિંદા નીલમને ઘણો પ્રેમ કરતા હતા, પણ નીલમ તરફથી એવું કાંઈ હતું નહિ. જોકે, ગોવિંદાએ ક્યારેય પણ નીલમની સામે પોતાના પ્રેમની રજુઆત કરી ન હતી. તેમ છતાં તે પોતાના માટે તેને પરફેક્ટ માનતા હતા. સાથે જ તેમને એવું પણ લાગતું હતું કે, નીલમ માટે આ દુનિયામાં તેમનાથી ઉત્તમ કદાચ જ કોઈ બન્યું હશે.
ગોવિંદા પોતાની માં (નિર્મલા દેવી) ની વાત ક્યારેય ટાળતા ન હતા. તેમની માં ઇચ્છતી હતી કે તે સુનીતા સાથે લગ્ન કરે. માં ની વાત માનીને ગોવિંદાએ માર્ચ, 1987 માં સુનીતા સાથે લગ્ન કરી લીધા. પણ તેમણે નીલમને પોતાના લગ્નની વાત જણાવી ન હતી. એવું એટલા માટે કારણ કે તે ફિલ્મોમાં નીલમ સાથે પોતાની હિટ જોડી તોડવા માંગતા ન હતા. જોકે, તેમને પોતાની આ હરકત માટે અફસોસ પણ થયો. પછીથી તેમને લાગ્યું કે, તેમણે પોતાના લગ્નની વાત નીલમથી સંતાડવાની ન હતી.
ગોવિંદાએ માં ના કહેવા પર 1987 માં સુનીતા સાથે લગ્ન તો કરી લીધા, પણ તે નીલમને ભૂલી શક્યા ન હતા. ગોવિંદાએ 1990 માં એક મેગેઝીનને આપેલા ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, પોતાના લગ્ન પછી પણ તે નીલમને ભૂલી શક્યા ન હતા. તેમણે નીલમ સાથે ઘણી ફિલ્મો કરી. તે ઇચ્છતા હતા કે નીલમ ફક્ત તેમની સાથે જ ફિલ્મો કરે.
જણાવી દઈએ કે, ફિલ્મ ‘ઇલ્ઝામ’ (1986) ગોવિંદાની પહેલી રિલીઝ ફિલ્મ હતી, જેમાં નીલમ તેમની સાથી કલાકાર હતી. જયારે ગોવિંદા પહેલી વાર નીલમને મળ્યા હતા, તો તે તેમની સાદગી પર એટલા ફિદા થઈ ગયા હતા કે, તેમણે તેમની પહેલી ફિલ્મ ‘જવાની’ (1984) ઘણી વાર જોઈ હતી.
ગોવિંદા અને નીલમે ફિલ્મ ‘લવ 86’ (1986), ‘ખુદગર્ઝ’ (1987), ‘સિંદૂર’ (1987), ‘ઘરાના’ (1989), ‘દોસ્ત ગરીબો કા’ (1989), ‘દો કૈદી’ (1989), ‘ફર્ઝ કી જંગ’ (1989), ‘બિલ્લુ બાદશાહ’ (1989), ‘તાકતવર’ (1989), ‘જોરદાર’ (1996) માં સાથે કામ કર્યું છે.
આ માહિતી એશિયનનેટ ન્યુઝ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.
Source: gujaratilekh.com