આ સ્ટાર કપલ્સ માટે 2020 રહ્યું ઘણું ખરાબ, તૂટ્યા વર્ષો જૂના સંબંધ, જાણો કોણ કોણ છે આ લિસ્ટમાં. વર્ષ 2020 માં જ્યાં અમુક સેલિબ્રિટીઓએ કાયમ માટે એક બીજાનો હાથ ઝાલ્યો, તો અમુક કપલ્સ એવા પણ રહ્યા જેમણે પોતાના વર્ષો જુના સંબંધ તોડી દીધા. અમે તમને વર્ષ 2020 ના તે ફેમસ સેલિબ્રિટીઓ વિષે જણાવવા જઈ રહ્યા છીએ, જેમનો વર્ષોનો પ્રેમ ભરેલો સંબંધ એક ક્ષણમાં તૂટી ગયો. આવો જાણીએ તેનું આખું લિસ્ટ.
પૂજા ગૌર – રાજ સિંહ અરોડા : ટીવી એક્ટ્રેસ પૂજા ગૌરે હાલમાં જ પોતાના લાંબા સમયના બોયફ્રેન્ડ રાજ સિંહ સાથે પોતાના બ્રેકઅપનો ખુલાસો સોશિયલ મીડિયા પર એક પોસ્ટ દ્વારા કર્યો છે. પૂજાએ પોતાની લાંબી પોસ્ટમાં પોતાનો 10 વર્ષોનો સંબંધ તૂટવાની વાતનો સ્વીકાર કર્યો છે. તેમણે સોશિયલ મીડિયા પર લખ્યું કે, આ વિષયમાં વાત કરતા મને સમય લાગ્યો અને ઘણી હિંમત ભેગી કરવી પડી. તમને જણાવી દઈએ કે, પૂજા અને રાજ વર્ષ 2009 થી સાથે હતા અને હવે અલગ થઇ ગયા.
કૃષ્ણા શ્રોફ – એબન હાયમ્સ : બોલીવુડ એક્ટર જેકી શ્રોફની દીકરી કૃષ્ણા શ્રોફે પણ હાલમાં જ ફૂટબોલ પ્લેયર એબન હાયમ્સ સાથે બ્રેકઅપ કર્યું છે. બંનેએ લાંબા સમય સુધી એક બીજાને ડેટ કર્યા હતા.
કરન કુંદ્ર – અનુષા દાંડેકર : ઘણા સમયથી એક-બીજા સાથે લિવ-ઈનમાં રહેતા કરન કુંદ્ર અને અનુષા દાંડેકરનું પણ આ વર્ષ 2020 માં બ્રેકઅપ થઈ ગયું. પણ તેમણે હજુ સુધી તેની પાછળના કારણની પુષ્ટિ નથી કરી.
સના ખાન – મેલ્વિન લુઇસ : સના ખાન અને મેલ્વિન લુઈસનું પણ આ વર્ષ 2020 માં બ્રેકઅપ થયું છે. તેમજ થોડા સમય અગાઉ જ તેમણે ગુજરાતના મુફ્તી અનસ સઈદ સાથે નિહાક કરી લીધા છે.
રીત્વિક ધનજાની – આશા નેગી : રીત્વિક ધનજાની અને આશા નેગીના બ્રેકઅપથી ફેન્સને જોરદાર ઝટકો લાગ્યો છે. જોકે બંનેએ પોતાના બ્રેકઅપને લઈને કાંઈ સ્પષ્ટતા નથી કરી. તમને જણાવી દઈએ કે, બંને 6 વર્ષથી સાથે હતા.
આ માહિતી જાગરણ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.
Source: gujaratilekh.com