ખુશીઓ લઈને આવી છે 2021 ની મકર સંક્રાંતિ, શુભ યોગની સાથે પુણ્યકાળ રહેશે 9 કલાકથી વધારે. 14 જાન્યુઆરી, ગુરુવારે સૂર્ય મકર રાશિમાં આવશે અને તે દિવસે મકર સંક્રાતિનું પર્વ ઉજવવામાં આવશે. કાશીના જ્યોતિષાચાર્ય પંડિત ગણેશ મિશ્રા અનુસાર, આ દિવસે સૂર્ય સવારે લગભગ 8:20 વાગ્યે મકર રાશિમાં પ્રવેશ કરશે.
આ દિવસે મકર સંક્રાંતિનો પુણ્યકાળ સૂર્યાસ્ત સુધી રહેશે. આ રીતે સંક્રાંતિનો પુણ્યકાળ લગભગ 9 કલાકથી વધારે રહેશે. આ વખતે સૂર્યના રાશિ બદલતા જ મકર રાશિમાં સૂર્યની સાથે ચંદ્ર, બુધ, ગુરુ અને શનિ હોવાથી પંચગ્રહી યોગ બનશે. ગ્રહોની આ જોડી મોટા રાજનૈતિક અને સામાજિક પરિવર્તન લાવવાના સંકેત આપી રહી છે.
સિંહ પર સવાર થઈને આવશે સંક્રાંતિ : પંડિત મિશ્રા અનુસાર, આ વખતની સંક્રાંતિનું નામ મંદ છે, જે સિંહ પર સવાર થઈને વૈશ્યના ઘરે પ્રવેશ કરી રહી છે. તેનું ઉપવાહન હાથી છે. તે દેવ જાતિની છે. શરીર પર કસ્તુરીનો લેપ, સફેદ રંગના કપડાં પહેરીને, પુન્નાગ પુષ્પ (એક પ્રજાતિનું ફૂલ) ની માળા અને હાથમાં ભુશુંડિ શસ્ત્ર ધારણ કર્યું હશે. તે સોનાના વાસણમાં ભોજન કરે છે.
ગુરુવારે સંક્રાંતિ આવવી શુભ : પંડિત મિશ્રાનું કહેવું છે કે, ગુરુવાર બૃહસ્પતિ દેવનો દિવસ છે. જ્યોતિષ ગ્રંથોમાં આને શુભ દિવસ માનવામાં આવે છે. એટલા માટે આ દિવસે ઉત્તરાયણ થવું એટલે કે સૂર્યનું રાશિ બદલવું ઘણું જ શુભ હોય છે. આ સંક્રાંતિ ગુરુવારે આવી રહી છે, જેથી મોંઘવારી થોડી ઓછી થવાની આશા છે. જ્યોતિષ ગ્રંથોમાં જણાવવામાં આવ્યું છે કે, જયારે સૂર્ય રાશિ બદલે છે, તે સમયે સંક્રાંતિ વાળી કુંડળી બનાવવામાં આવે છે. તેના પરથી આગળના 30 દિવસોનું રાજનૈતિક, સામાજિક અને આર્થિક ભવિષ્યફળ કાઢી શકાય છે.
અમુક સરકારી અધિકારીઓ માટે સ્થિતિ ખરાબ થઈ શકે છે. આ બધાના પ્રભાવથી 15 ફેબ્રુઆરી સુધી દેશમાં અસામાજિકતા વધી શકે છે. ગુનાહિત પ્રવૃત્તિઓ અને ઘટના વધી શકે છે. પણ લોકોના સ્વાસ્થ્યમાં સુધારો થશે. ભારતના અન્ય દેશો સાથે સંબંધ મજબૂત થશે. દેશમાં અનાજ ભંડાર પણ વધશે.
આ માહિતી એશિયનનેટ ન્યુઝ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.
Source: gujaratilekh.com