24.9 C
Amreli
25/09/2020
મસ્તીની મોજ

આ રીતે બનાવો વિસરાતી જતી ગુજરાતી વાનગી “ભૈડકું”, ટેસ્ટની સાથે સ્વાસ્થ્ય લાભોથી છે ભરપુર.

આજે અમે તમારા માટે વિસરાતી જતી એક ગુજરાતી વાનગીની રેસિપી લઈને આવ્યા છીએ. તમારામાંથી ઘણા લોકોએ તો આનું નામ પણ નહિ સાંભળ્યું હોય. અમે જેની વાત કરી રહ્યા છીએ તેનું નામ છે ‘ભૈડકું’. આ વાનગી બનાવવી ખુબ જ સરળ છે. સાથે સાથે જણાવી દઈએ કે આ એક ઓથેન્ટિક ગુજરાતી રેસિપી છે. જે ખુબ સ્વાદિષ્ટ છે અને પોષક તત્વોથી ભરપૂર છે. તો આવો તમને જણાવીએ કે કઈ રીતે ભૈડકું બનાવવામાં આવે છે.

જરૂરી અનાજ અને કઠોળ :

1 કપ સિંગલ પોલીસ્ડ ચોખા, (નહિ હોય તો ઘરમાં જે હોય તે ચોખા લેવા.)

1 કપ બાજરી,

1 કપ જુવાર,

1 કપ મગની છોળાવાળી દાળ.

પ્રી-મિક્સર બનાવવાની રીત :

સૌથી પહેલા બધા અનાજ સરખા પ્રમાણમાં લઇ લઈશું, અને તેને સાફ કરી મલમલના કપડાથી લૂછી લઈશું. તેને આછા ગુલાબી રંગના થાય તે રીતે શેકી લઈશું. બધી વસ્તુ અલગ અલગ શેકવાની છે. સિંગલ પોલીસ્ડ ચોખામાં ઝીંક, ફાઈબર, આયરન એ બધું વધારે પ્રમાણમાં હોય છે. એટલે શક્ય હોય તો એવા ચોખા લેવા, ન મળે તો જે તમે કાયમ વપરાતા હોય તે લઇ શકો છો.

જુવાર, બાજરી અને મગની દાળને પણ આજ રીતે શેકી લેવાના છે, આ રીતે શેકવાથી તે 80 % રંધાઈ જશે, એટલે બનાવતી વખતે તમારી રેસિપી ઝડપથી બની જશે. તેમજ તેમાં જે મોઈશ્ચર (ભેજ) હોય તે પણ નીકળી જશે. આપણે તેને ગ્રાઈન્ડ કરવાના છે એટલે તે ફટાફટ ગ્રાઈન્ડ થઈ જશે.

આ બધાને તમે પ્રી-કુક કરીને સ્ટોર કરી રાખો, તો જયારે ખાવું હોય ત્યારે તે ફટાફટ 15 મિનિટ જેટલા સમયમાં બનીને તૈયાર થઈ જાય છે. આજના સમયમાં ડાયાબિટીસ અને મોટાપો ઘણી ઝડપથી પ્રસરી રહ્યા છે, એટલે નવી પેઢીને આ રેસિપી આપી શકો છો.

બધી વસ્તુઓ શેકાય ગયા પછી તેમને મિક્સરમાં અલગ અલગ દળી લેવાની છે. તેને દરદરું એટલે કે અધકચરું દળવાનું છે. પછી તે બધાને મિક્સ કરી દેવાના છે. તેને તમારે એક એયર ટાઈટ ડબ્બામાં ભરી દેવાનું છે. આથી જયારે પણ બનાવવું હોય ત્યારે આ વાનગી ફટાફટ બનીને તૈયાર થઈ જાય છે.

હવે આ વાનગી બનાવવા માટે જોઈશે લીલા વટાણા, ગાજર, કેપ્સિકમ મરચા, કોથમીર, કઢી લીમડો, ટામેટા, આદુ અને લીલા મરચા. અ વાનગી બનાવવા માટે જો તમે એક બાઉલ પ્રી-મિક્સર (આપણે જે અનાજ-કઠોળ દળ્યા છે તે) પાઉડર લેવાના હોય, તો તેમાં 3 ગણું પાણી લેવાનું છે.

સૌથી પહેલા એક કડાઈમાં 2 ચમચી તેલ લઈને અડધી ચમચી જીરું નાખવાનું છે. જીરું તૈયાર થાય એટલે તેમાં કઢી લીમડો નાખવાનો છે. પછી તેમાં આદુ મરચાની પેસ્ટ નાખવાની છે અને તેને સાંતળવાનું છે. હવે લીલા વટાણા નાખવાના છે. 1-2 મિનિટ માટે વટાણા સાંતળી લીધા પછી તેમાં ઝીણા સમારેલા ગાજર નાખવાના છે અને તેને સાંતળવાના છે. પછી તેમાં સમારેલા કેપ્સિકમ મરચા નાખી તેને હલાવીને 2 મિનિટ માટે ઢાંકી દેવાનું છે.

પછી તેમાં ઝીણા સમારેલા ટામેટા નાખવાના છે. અને તેમાં સવાથી દોઢ ચમચી મીઠું નાખી તેને બરાબર મિક્સ કરવાનું છે. પછી અડધી ચમચી હળદર પાવડર નાખી તેને પણ બરાબર મિક્સ કરી લેવાનું છે. તમે ઇચ્છો તો તેમાં ધાણાજીરુંનો પાવડર પણ નાખી શકો છો. ઘણા લોકો આમાં સીંગદાણાનો પાવડર પણ નાખતા હોય છે.

હવે તેમાં સાડા ત્રણ બાઉલ પાણી નાખીને તેને ઉકળવા માટે મૂકી દો. તેને 2-3 મિનિટ માટે ઢાંકી રાખી ઉકળવા દો. તને ઘીમાં જીરું નાખીને પણ આ રેસિપી બનાવી શકો છો. આપણે અહીં શાકભાજી નાખીને બનાવી છે. જેને કબજિયાત હોય, ડાયાબિટીસ હોય કે વજન ઓછું કરવું હોય તેમને આ વાનગી મદદ કરી શકે છે.

ઉકળી ગયા પછી તેમાં આપણે ભૈડકુંનો દળીને તૈયાર કરેલો પાઉડર નાખવાનો છે. તેને તમારે હલાવતા રહેવો પડશે જેથી ગઠ્ઠાના પડે. તે મિક્સ થઈ જાય પછી તેને 2 થી 3 મિનિટ માટે ઢાંકી દેવાનું છે. પછી છેલ્લે તેમાં કોથમીર નાખવાની છે. તો તૈયાર છે તમારું ભૈડકું. તેને તમે દહીં સાથે ઘણી નાખીને પીરસી શકો છો.


Source: 4masti.com

Related posts

નાનકડા કલામની વીરતાને દેશ કરશે સલામ, નાનકડી ઉંમરમાં ઉભી કરી પુરસ્કારોની લાઈન

Amreli Live

ફક્ત 1 મિનિટમાં 10 વર્ષના ટાબરીયા એ ઉકેલ્યા ગણિતના 196 દાખલા, બનાવ્યો ગિનીઝ વર્ડ રિકોર્ડ

Amreli Live

જયારે ધીરૂભાઇ અંબાણી નોકરી કરવા મોટાભાઈ રમણીક પાસે ગયા હતા, વાંચો તેમના સંધર્ષની કહાની

Amreli Live

જીવન સંદેશ : પડકારજનક સમયમાં જાપાનના વાબી સાબી દર્શનમાં છુપાયેલ છે ખુશીઓની ચાવી.

Amreli Live

160 વર્ષ પછી બન્યો શુભ સંજોગ, અધિક માસમાં 9 દિવસ છે સર્વાર્થસિદ્ધિ યોગ, પુરા થશે શુભ સંકલ્પો.

Amreli Live

પિતૃ પક્ષ 2020 : યુધિષ્ટિરે આવી રીતે કર્યું હતું માતા કુંતીનું શ્રાદ્ધ

Amreli Live

40 ની ઉંમર પછી આ રીતો દ્વારા ઘટાડો વજન, મળશે સારું રિઝલ્ટ

Amreli Live

1200 કિમી સાઇકલ ચલાવવાવાળી જ્યોતિનું 60 દિવસમાં બદલાયું જીવન, મળ્યા એટલા બધા રૂપિયા દાન અને ઘણા બધા ગિફ્ટ

Amreli Live

સુપ્રીમ કોર્ટનો મોટો નિર્ણય, પુત્રીને પણ પિતાની સંપત્તિમાં સમાન અધિકાર છે, ભલે પછી…

Amreli Live

29 સપ્ટેમ્બર સુધી આ 5 રાશિઓ પર રહશે શનિની ત્રાસી નજર, રાખવી પડશે વિશેષ સાવધાની.

Amreli Live

આશા ભોંસલેએ 16 વર્ષની ઉંમરમાં જ કર્યા પ્રથમ લગ્ન, પરંતુ બીજા લગ્નથી કંઈક આવું બદલાઈ ગયું જીવન.

Amreli Live

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા : શું શો માંથી આઉટ થઈ ગયા આ ભાઈ? કોમેડી થઈ જશે ઓછી

Amreli Live

મહિનાઓ પછી શાળા શરૂ થયાના, એક જ અઠવાડિયામાં 250 બાળ-શિક્ષકો કોરોના પોઝિટિવ.

Amreli Live

18 કિલોની ચોલી પહેરીને લેડી સિંઘમે છક્કા છોડાવ્યા, ફેન્સે પૂછ્યું : ‘પ્રપોઝ કેવી રીતે કરીએ મેડમ?’

Amreli Live

સ્વતંત્રતા દિવસ 2020 : 15 ઓગસ્ટના રોજ બનવા જઈ રહ્યો છે ઇતિહાસ, ન્યૂયોર્કના ટાઇમ્સ સ્ક્વેર ઉપર ત્રિરંગો લહેરાશે

Amreli Live

15 સપ્ટેમ્બર ભૌમ પ્રદોષ પર કરો આ ઉપાય, વરસાદ થશે શિવ કૃપાનો, આર્થિક તંગીથી મળશે છુટકારો.

Amreli Live

રામ મંદિર બનાવવા માટે ખાસ લાવવામાં આવી રહી છે ફલ્ગુ નદીની રેતી, રામાયણમાં લખ્યું છે તેનું કારણ.

Amreli Live

લગ્નના દિવસે અજાણ્યા છોકરાઓ સાથે કેમ ઝગડી પડી કન્યા? જાણો સંપૂર્ણ ઘટના ક્રમ.

Amreli Live

નિક જોનસે શેયર કર્યો પત્ની પ્રિયંકા ચોપડાના થ્રોબેક ફોટો, જણાવ્યું તેમની મનપસંદ વસ્તુ કઈ છે.

Amreli Live

આ ચાર રીતે ઘર બેઠા જાણી શકો છો પોતાના પીએફ એકાઉન્ટનું બેલેન્સ

Amreli Live

ધનુ, મકર અને કુંભ રાશિ ઉપર ચાલી રહી છે શનિની સાઢે સાતી, શનિવારે કરો આ ઉપાય

Amreli Live