આ 3 સરળ હેક્સ જાણી લો અને મીઠા લીમડાને મહિના સુધી સ્ટોર કરી ફ્રેશ રહેશે. કઢી લીમડાને અમુક લોકો મીઠા લીમડાના નામથી પણ ઓળખે છે. કઢી લીમડાનો ઉપયોગ ખાવા-પીવાના ઘણા વ્યંજનો તૈયાર કરવા માટે કરવામાં આવે છે. પણ એ જરૂરી નથી કે દરેકના ઘરે કઢી લીમડાનો છોડ હોય જ.
એવામાં ઘણા લોકો બજારમાંથી અથવા કોઈના ઘરેથી કઢી લીમડો લઇ આવે છે અને તેને સ્ટોર કરીને રાખે છે, જેથી થોડા દિવસો સુધી તેને ખાવા માટે ઉપયોગમાં લઇ શકાય. પણ ઘણા લોકોની ફરિયાદ હોય છે કે, કઢી લીમડાને કેટલી પણ સારી રીતે સ્ટોર કરીને મૂકી દો, તે ઘણો જલ્દી ખરાબ થઈ જાય છે. તો ચાલો આજે અમે તમને કઢી લીમડાને સ્ટોર કરવાની 3 સરળ રીતો જણાવીએ. જો તમે આ રીતોને અપનાવો છો, તો તમારો કઢી લીમડો 1 મહિના સુધી ફ્રેશ રહેશે.
કઢી લીમડાને ઝીપ લોક બેગમાં રાખો : તમે કઢી લીમડાને ઝીપ લોક બેગમાં રાખીને સ્ટોર કરી શકો છો. પણ તેની સાચી રીત અપનાવવા પર જ તમને તેના તાજા પાંદડાનો સ્વાદ ચાખવા મળશે. તમારે ઝીપ લોક બેગમાં કઢી લીમડાને સ્ટોર કરતા પહેલા તેને 10 મિનિટ માટે સ્વચ્છ પાણીથી ધોવાના છે. તેનાથી પાંદડા પર ચોંટેલી ધૂળ અને માટી સાફ થઇ જશે. ત્યાર બાદ એક કોટનના કપડામાં કઢી લીમડો રાખો અને સારી રીતે તેનું પાણી સુકાઈ જવા દો.
ત્યારબાદ તમે એક ઝીપ લોક બેગમાં કઢી લીમડો મુકો અને સાથે જ એક પેપર ટૉવેલ મૂકી દો. હવે ઝીપ લોક બેગને બંધ કરી દો. એ વાતનું ધ્યાન રાખો કે જયારે તમે ઝીપ લોક બેગ બંધ કરી રહ્યા હોય, તો તેમાંથી બધી હવા બહાર કાઢી લો. જો બેગની અંદર હવા રહી જશે તો કઢી લીમડો સડી જશે. ત્યારબાદ તમે તે બેગને ફ્રિઝરમાં મૂકી શકો છો. પણ 4-5 દિવસમાં એક વાર આ બેગ બહાર કાઢો અને તેમાં અંદર મુકેલા પેપર ટૉવેલને બદલી દો. આ રીતે મહિના સુધી તમારો કઢી લીમડો ફ્રેશ રહેશે.
કઢી લીમડાને એયર ટાઈટ ડબ્બામાં રાખો : કઢી લીમડાને ફ્રેશ રાખવા માટે તમે તેને પ્લાસ્ટિકના એયર ટાઈટ ડબ્બાની અંદર પણ રાખી શકો છો. તેના માટે તમારે કઢી લીમડાને પાણીથી સાફ કરી તેને સુકવીને એક પેપર ટૉવેલમાં લપેટવો પડશે, અને ત્યારબાદ તમે પ્લાસ્ટિકના ડબ્બામાં તેને મૂકી શકો છો. પછી તેને બંધ કરો અને ફીઝની અંદર મૂકી દો. 4-5 દિવસની અંદર તમે તેમાં રાખેલ પેપર ટૉવેલને બદલી દો. આ રીતે 15-20 દિવસો સુધી કઢી લીમડો તાજો રહેશે.
કાચની બરણીમાં રાખો : કઢી લીમડાને સ્ટોર કરવા માટે તમે કાચની બોટલનો ઉપયોગ કરી શકો છો. તેના માટે તમારે કઢી લીમડાને સાફ પાણીથી ધોઈને તેને પંખાની હવામાં સુકવી લેવા પડશે. ત્યારબાદ જયારે તે સંપૂર્ણ રીતે સુકાઈ જાય, તો તમે આરામથી તેને કાચની બરણીમાં ભરી લો. ત્યારબાદ તમે કાચની બરણીના મોઢા પર કપડું બાંધી દો અને ઢાંકણ બંધ કરી દો.
આ કિચન ટિપ્સ તમને સારી લાગી હોય તો તેને શેયર અને લાઈક જરૂર કરજો, અને આ પ્રકારની બીજી ટિપ્સ મેળવવા માટે અમારી સાથે જોડાયેલા રહો.
આ માહિતી હર જિંદગી અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.
Source: gujaratilekh.com