ખુબ વિચિત્ર અને ચકિત કરી દેનારી છે આ મહિલાની લવ સ્ટોરી, દુકાનમાંથી ખરીદ્યો પોતાનો પતિ. રશિયાની 24 વર્ષની એક મહિલાનું કહેવું છે કે, તે માણસો તરફ નહિ પણ અલગ-અલગ નિર્જીવ વસ્તુઓ તરફ આકર્ષિત થાય છે, અને તે ફક્ત સામાન્ય આકર્ષણ સુધી સીમિત નથી, પણ તે એક સૂટકેસ સાથે લગ્ન પણ કરી ચુકી છે. રેન ગૉર્ડન (Rain Gordon) નામની આ મહિલાએ કહ્યું કે, તે આ સૂટકેસ સાથે જેટલું જોડાણ અનુભવે છે, એટલું કોઈ માણસ સાથે નથી અનુભવી શકતી.
રેન નર્સરી સ્કૂલમાં ટીચર છે અને તે બાળપણથી જ એવું માનતી આવી છે કે, સજીવથી લઈને નિર્જીવ વસ્તુઓમાં પણ આત્મા હોય છે. તે એનિમિસ્મના કોન્સેપ્ટમાં વિશ્વાસ રાખે છે, જેનો અર્થ એ થાય છે કે દરેક વસ્તુમાં જીવ હોય છે. રેને ધ મિરર સાથે વાતચીત કરતા દરમિયાન કહ્યું કે, પહેલા તેમને અલગ અલગ વસ્તુઓને લઈને ઉત્સુકતા થતી હતી, અને તેમની એ ઉત્સુકતા રોમાંન્ટિક આકર્ષણમાં બદલાઈ ગઈ છે.
રેને પોતાના પતિને વર્ષ 2015 માં ખરીદ્યા હતા. તેમણે આ સૂટકેસને એક હાર્ડવેયર શોપ પરથી ખરીદી હતી. તેમણે તેના વિષે વાત કરતા કહ્યું કે, મને કોઈ અંદાજો ન હતો કે અમે લગ્ન કરી લઈશું. મને તેને જોયા કરવું ખુબ ગમે છે. અમે સાંજે અને રાત્રે સાથે સમય પસાર કરીતા હતા અને ફિલોસોફી સાથે જોડાયેલી ઘણી વાતચીત કરતા હતા, પછી ધીરે ધીરે મને અનુભવ થયો કે હું આ સૂટકેસને પસંદ કરવા લાગી છું.
રેન સૂટકેસને ગિડિયૉન નામથી બોલાવે છે. તેમણે કહ્યું કે, ગિડિયૉન ફક્ત મારો પાર્ટનર જ નથી પણ મારો પતિ છે, મિત્ર છે અને મેંટૉર પણ છે. મને ક્યારેક ક્યારેક લાગે છે કે, તે મને મારા કરતા પણ સારી રીતે સમજી શકે છે. અમારું આધ્યાત્મિક કનેક્શન અને કમ્યુનિકેશન ટેલીપેથી દ્વારા શક્ય થઇ શકે છે. હું તેને સાંભળું છું અને તે મારી વાત સાંભળે છે, પણ સામાન્ય લોકોને ફક્ત મારી વાત સંભળાય છે.
રેને કહ્યુ કે, હું વર્ષ 2017 માં એક વ્યક્તિને ડેટ કરી રહી હતી અને તે સંબંધ 2 વર્ષ સુધી ચાલ્યો હતો, પણ તે સંબંધનો અંત યોગ્ય રીતે થયો નહિ. તેને ખબર પડી કે મને વસ્તુઓ સાથે કેટલી લાગણી છે, અને તે અમારા બ્રેકઅપનું એક મહત્વપૂર્ણ કારણ હતું. હું તેની સાથે જોડાઈ શકી નહિ. જયારે મારે તે માણસ અને ગિડિયૉનમાંથી એકને પસંદ કરવાનો હતો, તો મેં ગિડિયૉનને પસંદ કર્યો. મારું માનવું છે કે માણસ કરતા વસ્તુઓ સારી હોય છે. રેન પોતાના આ સંબંધ વિષે પરિવારને પણ જણાવી ચુકી છે, અને તે પણ આ સંબંધને સ્વીકારી ચુક્યા છે.
આ માહિતી આજતક અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.
Source: gujaratilekh.com