26.8 C
Amreli
05/08/2020
કલેક્ટર ઓફિસ

આ ભૂતપૂર્વ ક્રિકેટરે કર્યો લોકડાઉનનો ભંગ, કાર જપ્ત થઈ અને ભરવો પડ્યો દંડ

ચેન્નાઈઃ ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ ઓલ-રાઉન્ડર રોબિન સિંહને લોકડાઉનના ઉલ્લંઘન બદલ દંડ ભરવો પડ્યો છે. હાલમાં દેશભરમાં કોરોના વાયરસનો કહેર વર્તાઈ રહ્યો છે. દિલ્હી અને મહારાષ્ટ્ર બાદ તામિલનાડુમાં પણ પરિસ્થિતિ ચિંતાજનક છે. તેથી અહીં લોકડાઉન 30 જૂન સુધી વધારી દેવામાં આવ્યું છે.

હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો

ગુરૂવારે રોબિન સિંહ ચેન્નાઈમાં પોતાની કાર લઈને રસ્તા પર નીકળ્યો હતો. આ દરમિયાન પોલીસે તેને પકડ્યો હતો અને લોકડાઉન તોડવા બદલ તેને 500 રૂપિયાનો દંડ ફટકાર્યો હતો અને તેની કાર પણ જપ્ત કરી હતી.

સ્થાનિક પોલીસે જણાવ્યું હતું કે 56 વર્ષીય ભૂતપૂર્વ ક્રિકેટર પોતાની કાર લઈને શાકભાજી ખરીદવા નીકળ્યો હતો. આ દરમિયાન પોલીસે લોકડાઉનના નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ તેને પકડ્યો હતો અને તેને દંડ ફટકાર્યો હતો. આ ઉપરાંત તેની કાર પણ જપ્ત કરી દેવામાં આવી હતી.

નોંધનીય છે કે ચેન્નાઈ અને તેની સાથે જોડાયેલા અન્ય ત્રણ જિલ્લાઓમાં કોરોના વાયરસને ફેલાતો રોકવા માટે લોકડાઉનને 19થી 30 જૂન સુધી કડક નિયમો સાથે લંબાવવામાં આવ્યું છે. અહીં કોરોના વાયરસનો ચેપ ઝડપથી ફેલાઈ રહ્યો છે. લોકડાઉનના નિયમો મુજબ લોકોને પોતાના ઘરથી જરૂરી ચીજવસ્તુઓ માટે ફક્ત 2 કિલોમીટર દૂર જવાની જ છૂટ છે. આ દરમિયાન પોતાના વાહનોનો ઉપયોગ કરવાની પણ મનાઈ છે.

90ના દાયકામાં રોબિન સિંહ ભારતીય ક્રિકેટના મિડલ ઓર્ડરનો આધારભૂત બેટ્સમેન હતો. આ ઉપરાંત તેની ફિલ્ડિંગ અને બોલિંગ પણ શાનદાર રહી હતી. રોહિન સિંહે ભારત માટે ફક્ત એક જ ટેસ્ટ રમી છે. જ્યારે 136 વન-ડે રમી છે.

રોબિન સિંહ 1999ના વર્લ્ડ કપમાં રમેલી ભારતીય ટીમનો ભાગ હતો. આ ઉપરાંત તે ભારતીય ક્રિકેટ ટીમ અને આઈપીએલની મુંબઈ ઈન્ડિયન્સ ટીમનો ફિલ્ડિંગ કોચ પણ રહી ચૂક્યો છે.


Source: iamgujarat.com

Related posts

ભારતીય ઓડિયન્સ પર ભડકી સુપરકાર રેસરમાંથી પોર્ન સ્ટાર બનેલી રેની ગ્રેસી

Amreli Live

અમદાવાદ: માએ ચોથી દીકરીને જન્મ આપતાં 15 વર્ષની છોકરીએ જીવન ટૂંકાવ્યું

Amreli Live

કોરોના સંકટ વચ્ચે ગુજરાતની કાપડ મીલોએ ઝડપી તક, હવે તમારા કપડા જ આપશે વાયરસ સામે રક્ષણ

Amreli Live

કોરોના: બહારથી આવ્યા પછી બૂટ-ચપ્પલ સાફ કરવા છે જરૂરી, આ ટિપ્સ અપનાવીને કરો જંતુમુક્ત

Amreli Live

ગુજરાતમાં ફરીથી લોકડાઉન થશે? મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કરી સ્પષ્ટતા

Amreli Live

સુશાંત સિંહ રાજપૂત માટે પટનામાં યોજાઈ પ્રાર્થના સભા, એક્ટરની યાદમાં ગમગીન છે પરિવાર

Amreli Live

કોરોનાથી બચવા માટે આ કપલ ધરતી પર પહેરે છે ‘સ્પેસ સુટ’

Amreli Live

સુશાંત સિંહ રાજપૂતની છેલ્લી ફિલ્મ ‘દિલ બેચારા’ રિલીઝ ડેટ જાહેર કરાઈ

Amreli Live

…જ્યારે કંગના રનૌત પાસે એવોર્ડ ફંક્શનમાં પહેરવા કપડા નહોતા, એક્ટ્રેસે યાદ કર્યા જૂના દિવસો

Amreli Live

વાલીઓએ ફી ના ભરી તો વડોદરાની સ્કૂલે ઓનલાઈન શિક્ષણ બંધ કર્યું!

Amreli Live

વડોદરામાંથી આવ્યા સારા સમાચાર, પ્લાઝ્મા થેરાપી દ્વારા દર્દીએ કોરોનાને હરાવ્યો

Amreli Live

નવી નક્કોર ક્રેટા અને સેલ્ટોસ કાર ચોરી ન શક્યા તો ચોર મોંઘા એલૉય વ્હીલ્સ કાઢી ગયા

Amreli Live

કાનપુર એન્કાઉન્ટરઃ વિકાસ દુબેને તેની ધરપકડની બાતમી પોલીસ સ્ટેશનમાંથી જ મળી હતી

Amreli Live

અ’વાદ: કોરોનાના દર્દીઓને હોસ્પિટલમાં કરાવાય છે યોગ, શ્વસનક્રિયા સુધારવામાં મદદ મળી

Amreli Live

મુંબઈ: સોશિયલ ડિસ્ટન્સિંગની ઐસી કી તૈસી, માસ્ક વિના જ નીકળ્યો વરઘોડો

Amreli Live

રાજ્યસભા ચૂંટણીમાં એક રાત બાકી, ભાજપ-કોંગ્રેસ બંનેમાં ઉચાટની સ્થિતિ કે કાલે શું થશે

Amreli Live

પાકિસ્તાન DGPRની વેબસાઈટ હેક, ભારત પર લગાવ્યા આરોપ

Amreli Live

ભાડે રહો છો? આ રીતે આધાર કાર્ડમાં બદલો સરનામું

Amreli Live

ગલવાન ઘાટીમાં શહીદ થયેલા જવાનોના નામે શેર થઈ રહેલા આ ફોટોનું જાણો સત્ય

Amreli Live

29 મે, 2020નું રાશિફળ: જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ

Amreli Live

20 જુલાઈ, 2020નું રાશિફળ : જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ

Amreli Live