26.8 C
Amreli
05/08/2020
કલેક્ટર ઓફિસ

આ પાકિસ્તાની ફાસ્ટ બોલરે કહ્યું – હવે સચિન તેંડુલકર નથી રહ્યો મારો ફેવરેટ ક્રિકેટર

પહેલા સચિન હતો હવે વિરાટ મારો ફેવરેટ : ઉમર ગુલ

વિરાટ કોહલી અને ઉમર ગુલ

નવી દિલ્હી : કોવિડ-19 વાયરસના પ્રકોપને કારણે છેલ્લા ત્રણ મહિનાથી તમામ સ્પોર્ટ્સ એક્ટિવિટી ઠપ્પ પડી છે. આવામાં વર્તમાન અને પૂર્વ ખેલાડીઓ પોતાના ગોલ્ડન ટાઈમને યાદ કરી રહ્યાં છે અને ખેલાડીઓની તુલના કરી રહ્યા છે અથવા પછી પોતાના ફેવરેટ ખેલાડીઓને સિલેક્ટ કરીને તેમની વિશેષતાઓ પર વાત કરી રહ્યા છે. આવું જ કંઈક પાકિસ્તાનના પૂર્વ ફાસ્ટ બોલર ઉમર ગુલે કર્યું. જ્યારે તેને પોતાના ફેવરેટ ભારતીય ખેલાડી વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેણે કહ્યું કે, પહેલા તે સચિન તેંડુલકરનો ફેન હતો પણ હવે તે વિરાટ કોહલીને પસંદ કરે છે.

યૂટ્યૂબ ચેનલ પર આપ્યું નિવેદન

વિરાટને પોતાના ફેવરેટ માને છે ગુલ

ઉમર ગુલ પાકિસ્તાનની ફેમસ સ્પોર્ટ્સ એન્કર સવેરા પાશાને યૂટ્યૂબ પર ઈન્ટરવ્યૂ આપી રહ્યો હતો. પાશાએ તેને જ્યાપે તેના ફેવરેટ ભારતીય ક્રિકેટર વિશે પૂછ્યું ત્યારે ગુલે જવાબ આપ્યો, ‘પહેલા સચિન તેંડુલકર મારો ફેવરેટ હતો પણ વર્તમાનમાં ત્યાં વિરાટ કોહલી છે.’

‘કોહલીમાં આવું ગજબનું પરિવર્તન’

કોહલીના કર્યા ભરપેટ વખાણ

આ રાઈટ આર્મ ફાસ્ટ બોલરે જણાવ્યું કે, ‘છેલ્લા 4થી 5 વર્ષોમાં જે અંદાજમાં વિરાટ કોહલીએ પરફોર્મન્સ કર્યું છે, તે મારો ફેવરેટ બેટ્સમેન છે. જે અંદાજથી તેણે પોતાને બદલ્યો છે, અને મેદાન પરનો તેનો વ્યવહાર. જ્યારે તેણે અમારા વિરુદ્ધ રમવાનું શરૂ કર્યું હતું ત્યારે અને અત્યારે તેના વ્યવહારમાં જમીન-આસમાનનું અંતર છે. હવે તેનું સંપૂર્ણ ધ્યાન ફક્ત ક્રિકેટ પર છે. તેને બેટિંગ કરતો જોવો સૌભાગ્યની વાત છે. હું તેની બેટિંગને ખૂબ એન્જૉય કરું છું.’

બંને સાથે ક્રિકેટ રમ્યો છે ગુલ

સચિન-કોહલી સાથે રમી ચૂક્યો છે ગુલ

જણાવી દઈએ કે, ઉમર ગુલ સચિન તેંડુલકર અને વિરાટ કોહલી, બંનેની સાથે રમ્યો છે. ગુલે પોતાના ઈન્ટરનેશનલ કરિયરમાં 47 ટેસ્ટ, 130 વન-ડે અને 60 ટી20 મેચો રમી છે. આમાં તેના નામે ક્રમશ: 163, 179 અને 85 વિકેટ્સ છે. પ્રથમ ટી20 વર્લ્ડ કપ (2007)માં સૌથી વિકેટ લેનારો બોલર ઉમર ગુલ જ હતો.


Source: iamgujarat.com

Related posts

22 જુલાઈ જન્મદિવસ રાશિફળ: જાણો કેવું રહેશે આપનું આગામી એક વર્ષ

Amreli Live

તાપીઃ વેલદા ગામે ખાનગી તબીબે મહિલાની સારવાર ન કરતા મહિલાનું થયું મોત, સ્વજનોએ ક્લિનિક સળગાવી માર્યું

Amreli Live

ભારતીય કેપ્ટન વિરાટ કોહલી મુશ્કેલીમાં ફસાયો, હિતોના ટકરાવનો આરોપ લાગ્યો

Amreli Live

દાળ-ચોખા પલાળવાની કડાકૂટમાં પડ્યા વગર આ રીતે બનાવો ઈન્સ્ટન્ટ ઢોંસા 👌

Amreli Live

બહારથી લાવવાના બદલે આ રીતે ઘરે બનાવો મીઠાઈ બનાવવામાં વપરાતું કન્ડેન્સ્ડ મિલ્ક

Amreli Live

કોરોના: યૂકેમાં રહેતા બાળકે સાઈકલ ચલાવીને ભારતમાં કોવિડ કેર માટે એકઠું કર્યું ફંડ

Amreli Live

’78 વર્ષમાં ન શીખવા મળ્યું તે…..’, લોકડાઉન વિશે અમિતાભ બચ્ચને કહી દીધી મોટી વાત

Amreli Live

શાકભાજી પરથી વાયરસને દૂર કરવા માટે આ હોમમેડ સેનિટાઈઝરનો કરો ઉપયોગ

Amreli Live

શેઠાણીનો મૃતદેહ જોઈ ચોથા માળેથી કૂદી ડૉગી, એક સાથે નીકળ્યી બંનેની અરથી

Amreli Live

દવા સપ્લાયની આડમાં દારૂની હેરાફેરી, રૂપિયા 50 લાખના માલ સાથે ત્રણની ધરપકડ

Amreli Live

કોરોના વાયરસના કેસ વધતાં ઓછી માહિતી આપી રહી છે કેન્દ્ર અને કેટલાક રાજ્યોની સરકારો

Amreli Live

શાઓમીએ ફરી આપ્યો ઝટકો, આ મહિને બીજી વાર મોંઘા થયા Redmiના પૉપ્યુલર સ્માર્ટફોન્સ

Amreli Live

સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુ બાદ નિરાશ થઈ ગયેલા તેના 14 વર્ષના ફેને જીવન ટૂંકાવ્યું

Amreli Live

કોરોના વાઇરસ અન્વયે જિલ્લા ડિઝાસ્ટર મેનેજમેટ કમિટિની તાત્કાલિક બેઠક બોલાવી તમામ…

Amreli Live

વક્રી ગુરુનું રાશિ પરિવર્તન, 6 રાશિ અને દેશ-દુનિયા માટે અશુભ યોગ સર્જશે

Amreli Live

કોર્પોરેશને પાનના ગલ્લાના સંચાલકો સામે લગાવેલો 10,000નો દંડ ઘટાડીને ₹5000 કર્યો

Amreli Live

ભારતે નિયમ બદલ્યો, LAC પર સૈનિકોને હથિયારોનો ઉપયોગ કરવાની આપી મંજૂરી

Amreli Live

અ’વાદઃ કોરોનાથી પીડાઈ રહેલા દર્દીઓની પરિવારની જેમ સેવા-ચાકરી કરે છે આ બે નર્સ

Amreli Live

વિશ્વ યોગ દિવસઃ 21 જૂને દેશને સંબોધિત કરશે પીએમ મોદી, ચીનને આપશે જવાબ?

Amreli Live

લગ્નના બંધનમાં બંધાયા તીરંદાજ દીપિકા કુમારી અને અતનુ દાસ

Amreli Live

દેશની પહેલી ઘટના! માતા બાદ એક પછી એક 5 પુત્રોનું પણ કોરોનાથી મૃત્યુ

Amreli Live