24.4 C
Amreli
30/10/2020
અજબ ગજબ

આ નવરાત્રી પર Renault ની આ કાર પર મેળવો 40,000 રૂપિયા સુધીની બંપર છૂટ, કિંમત 2.99 લાખ રૂપિયાથી શરુ.

નવરાત્રી ઓફર : આ ગાડી પર મેળવો 40,000 રૂપિયા સુધીની બંપર છૂટ, 2.99 લાખથી શરૂ થાય છે તેની કિંમત. ભારતમાં તહેવારોની સિઝન શરુ થવા જઈ રહી છે. એવામાં દરેક વ્યક્તિ પોતાની રીતે તહેવારોની તૈયારી કરી રહ્યા છે. જો કે, આ વર્ષે કોરોના વાયરસ રોગચાળાને લીધે બજારે તેની ચમક ગુમાવી છે, પરંતુ લોકોનો જુસ્સો અકબંધ છે. આ તહેવારની સીઝનમાં ગ્રાહકો કારની વધારે ખરીદી કરે એટલા માટે કાર કંપનીઓ દ્વારા અનેક મોટી ઓફરો આપવામાં આવી રહી છે.

અને રેનો (Renault) પણ આ કડીમાં જોડાઈ ગઈ છે, જે પોતાની બેસ્ટ સેલિંગ કાર ક્વિડ પર ઘણી સારી ઓફર્સ આપી રહી છે. આજે અમે તમને આ કાર પરની તમામ ઓફર વિશે જણાવીશું. આ સિવાય અમે તમને તેની સુવિધાઓ અને કિંમતો વિશે પણ જણાવીશું. તો ચાલો એક નજર કરીએ ક્વિડ અને તેના પર મળતી ઓફર પર.

આ ઓક્ટોબરમાં રેનો ક્વિડ પર કંપની તરફથી કુલ 40,000 રૂપિયા સુધીની છૂટ આપવામાં આવી રહી છે. તેમાં 9000 રૂપિયાના સ્પેશિયલ ગ્રામીણ અથવા કોર્પોરેટ ડિસ્કાઉન્ટનો પણ સમાવેશ થાય છે. આ સિવાય ગ્રાહકો આ કારને 3.99 ટકાના દરે ફાઇનાન્સ પર પણ ખરીદી શકે છે.

અહીં બે બાબતોની નોંધ લેવી જરૂરી છે. પ્રથમ એ કે આ ઓફર 31 ઓક્ટોબર 2020 સુધી જ છે. અને બીજું એ કે અન્ય ડીલરો પોતાના હિસાબે આ ઓફર બદલી શકે છે. આવી સ્થિતિમાં કાર ખરીદતા પહેલા કંપનીના ઓફિશિયલ ડીલર પાસે જઈને આ ઓફર વિશે સારી રીતે જાણી લો.

રેનો ક્વિડની શરૂઆતી કિંમત 2.99 લાખ રૂપિયા છે, જે તેના ટોપ વેરિયન્ટ પર 5.12 લાખ રૂપિયા સુધી જાય છે.

રેનો ક્વિડમાં પ્રતિ લિટર 23 કિલોમીટરની માઇલેજ મળે છે. આ કારમાં એક સમયે 5 લોકો બેસી શકે છે.

આ અગાઉ રેનો ઇન્ડિયા (Renault India) એ તહેવારની સીઝનની બરાબર પહેલા પોતાનું 2020 ક્વિડ નિયોટેક (Kwid Neotech) એડિશન ભારતમાં લોન્ચ કર્યું. કંપનીએ ભારતીય બજારમાં તેની એક્સ શોરૂમ કિંમત 4.29 લાખ રૂપિયા રાખી છે. તેના બહારના ભાગની વાત કરીએ તો તેના સી-પિલર, ફ્લેક્સ વ્હીલ્સ અને નિયોટેક ડોર ક્લેડીંગ પર 3 ડી ડિકેલ્સ આપવામાં આવ્યા છે. તેમજ તેના ઇન્ટિરિયરમાં પણ અપગ્રેડ કરવામાં આવ્યું છે. તેમાં સીટો માટે નવા બ્લુ અને બ્લેક ફેબ્રિક સાથે કોન્ટ્રાસ્ટ બ્લુ સ્ટીચિંગ છે, સ્ટીઅરિંગ વ્હીલ પર જેન્સકર ક્રોમ બ્લુ હાઇલાઇટ અને ગિયર નોબ પર ચારેય તરફ ક્રોમ આપવામાં આવ્યું છે.

તેના આરએક્સટી વેરિએન્ટમાં 8 ઇંચની ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ છે, જે એપલ કારપ્લે, એન્ડ્રોઇડ ઓટોને સપોર્ટ કરે છે.

આ માહિતી અમર ઉજાલા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.


Source: gujaratilekh.com

Related posts

મહિલાઓ પોતાની દરેક જવાબદારીઓ ભજવતા પોતાના બાળકોને લઈને ગંભીર છે, પણ જરૂર છે સતર્ક રહેવાની.

Amreli Live

પત્ની સાથે ઝગડા અને વિવાદોથી કંટાળીને પતિ એ એવો નિર્ણય લીધો જે કોઈએ પણ ના લીધો હોય.

Amreli Live

સોશિયલ મીડિયાથી સમજો સુસાઇડ ટેંડેંસીના સિગ્નલ, આને ઓળખીને બચાવી શકો છો, કોઈનો જીવ…

Amreli Live

દેવતા બનવા માટે ધનવંતરીને લેવો પડ્યો હતો બીજો જન્મ, જાણો રોચક કથા

Amreli Live

ખોદકામ દરમિયાન મળ્યો ચાંદી-તાંબાના સિક્કાથી ભરેલ કળશ, મજુરમાં થઇ લૂંટમ લૂંટ

Amreli Live

ગણેશજીની કૃપાથી આ રાશિના લોકોને આજે આકસ્મિક ધન લાભ થાય, વેપારીઓને વેપારમાં વૃદ્ઘિ થાય.

Amreli Live

આ વિટામિનને કારણે આ દેશોમાં કોરોના પડ્યો નબળો, જાણો વધુ વિગત

Amreli Live

ઇતિહાસની સત્યઘટના પરથી બન્યો છે બાહુબલી ફિલ્મમાં નદીના બંધના દરવાજા તોડી દુશ્મનો પર પાણી ફેરવવાવાળો સીન.

Amreli Live

એવી 12 બાબતો, જે દરેક હિન્દુને ખબર હોવી જ જોઈએ.

Amreli Live

IAS ઇન્ટરવ્યૂમાં પૂછવામાં આવતા મજાના સવાલો ઉપર એક વખત નજર તો નાખો

Amreli Live

એસડીએમ અને ડેપ્યુટી કલેકટરમાં શું અંતર હોય છે?

Amreli Live

ટેક્સ માફીની માંગણીને લઈને મદ્રાસ હાઇકોર્ટ પહોંચ્યા હતા રજનીકાંત, જજે આપી આવી ચેતવણી.

Amreli Live

UIDAI એ જાહેર કર્યા નવા PVC આધાર કાર્ડ, જાણો કયા આધારકાર્ડ માન્ય હશે?

Amreli Live

સફળ જીવન તરફ લઇ જાય છે આ આદતો, મળે છે માન-સમ્માન.

Amreli Live

તો આ કારણે ગણેશજી ઉપર ચઢાવવા આવે છે દુર્વાઘાસ, વાંચો આ પૌરાણિક કથા

Amreli Live

જાણો અમરનાથનો આખે આખો ઇતિહાસ જેથી પોતાના બાળકોને સત્ય જણાવી શકો.

Amreli Live

સીએનજી પંપ પર 6 હજારમાં નોકરી કરતા સંદીપ સાથે આ ડોકટરે જે કર્યું તે ખરેખર માનવતાની મિશાલ છે.

Amreli Live

તમે ખોટી રીતે ખાઓ છો આ 5 શાકભાજી, જાણો શું છે સાચી રીત.

Amreli Live

હવે મફત નઈ રહે WhatsApp, આ યુઝર્સ પાસેથી લેવામાં આવશે ચાર્જ, કંપનીએ કર્યું જાહેર

Amreli Live

5 રાશિઓ માટે આ અઠવાડિયું રહેશે શાનદાર, જાણો શું કહે છે તમારા નસીબના તારા.

Amreli Live

આ 3 રાશિઓ પર રહેશે ગણેશજીની કૃપા, વેપારમાં સારો લાભ મળે, ધનપ્રાપ્તિના યોગ છે.

Amreli Live