22 C
Amreli
28/11/2020
અજબ ગજબ

આ દિવાળી પર કુબેર યંત્રની કરો સ્થાપના, વરસશે પૈસા જ પૈસા.

જાણો દિવાળી પર કુબેર યંત્રની સ્થાપના કરવાની વિધિ તેનું મહત્વ અને મંત્ર વિશે. શાસ્ત્રો મુજબ ધન-ધાન્ય, બુદ્ધી અને શુભતા પ્રાપ્તિ માટે ભગવાન શ્રીગણેશની પૂજા અર્ચના કરવી જોઈએ. એટલા માટે જ દિવાળીના પર્વ ઉપર આપણે ધનની દેવી લક્ષ્મી સાથે સાથે વિઘ્ન નાશક શ્રીગણેશની પૂજા પણ કરીએ છીએ. માનવામાં આવે છે કે લક્ષ્મી-ગણેશજીની પૂજા કરવાથી વ્યક્તિની આર્થિક સ્થિતિ અને ધન આગમનના સાધનોમાં વૃદ્ધી થાય છે, પરંતુ ધર્મશાસ્ત્રોમાં ધનના આગમન સાથે સંબંધિત તકલીફો આવે તો લક્ષ્મી ગણેશજીનું ધ્યાન કરવાની સલાહ આપવામાં આવે છે. તો ધનને જાળવી રાખવા માટે ધનના રક્ષક કુબેરજીની પૂજા કરવી જરૂરી માનવામાં આવે છે.

માતા લક્ષ્મી સાથે થાય છે કુબેર દેવની પૂજા : શાસ્ત્રોમાં કુબેર દેવતાને ધનના સ્વામી દેવનો હોદ્દો મળેલો છે. એટલા માટે માનવામાં આવે છે કે જયારે પણ કુબેર દેવની પૂજા દેવી લક્ષ્મીજી સાથે કરવામાં આવે છે. તો તેનાથી તે તરત જ પ્રસન્ન થાય છે અને પરિણામ સ્વરૂપ વ્યક્તિને ધન સાથે જોડાયેલી તમામ તકલીફો પણ દુર થાય છે.

આ દિવાળી ઉપર ઘરે સ્થાપિત કરો કુબેર યંત્ર : વાસ્તુશાસ્ત્ર મુજબ કુબેરજી ઉત્તર દિશાના સ્વામી હોય છે, એટલા માટે તમારા ઘરની ઉત્તર દિશાને શુભ અને સ્વચ્છ રાખવું ઘણું જરૂરી હોય છે. કુબેરજીને દશ દિશાપાલકો માંથી એક માનવામાં આવે છે, એટલા માટે જો કોઈ વ્યક્તિ તમામ દેવતાઓના પૂજા પાઠ કર્યા પછી છેલ્લે કુબેરજીના પાઠ તેમના મંત્રો દ્વારા કે કુબેર યંત્રની સ્થાપના સાથે કરે છે. તો તેનાથી દેવ કુબેર તે વ્યક્તિની તમામ મનોકામનાઓનું પૂર્તિ માટે તેને આશીર્વાદ પ્રદાન કરે છે. એટલા માટે આ દિવાળીમાં તમે પણ કુબેર યંત્રની વિધિ મુજબ સ્થાપના કરી તેમના આશીર્વાદ પ્રાપ્ત કરી શકો છો.

કુબેર યંત્રનું મહત્વ : કુબેર દેવને ધનના દેવતા માનવામાં આવે છે. તેમની કૃપાથી ધન પ્રાપ્તિના યોગ ઉભા થાય છે. એટલા માટે જ કુબેર યંત્ર પણ સકારાત્મક ઉર્જાનું માધ્યમ માનવામાં આવે છે. આ યંત્રને ઘર કે ઓફીસમાં સ્થાપિત કરવાથી ભાગ્ય વૃદ્ધિ થાય છે. કુબેર યંત્રની સ્થાયના અને જાપથી જીવનમાં આવી રહેલી આર્થિક તકલીફો માંથી મુક્તિ મળે છે. કુબેરની અસરથી અપાર ધન અને આવકની નવી તકો મળે છે. કુબેર યંત્રને સ્થાપિત કરવા માટે જન્મ કુંડળી જોવાની જરૂર નથી પડતી. કોઈ પણ વ્યક્તિ તે યંત્રને સ્થાપિત કરી પૂજા કરી શકે છે. જ્યોતિષકારો મુજબ વ્યક્તિ કુબેર યંત્ર સ્વર્ણ, રજત, અષ્ટધાતુ, તાંબુ અને ભોજપત્ર અથવા કાગળ વગેરે અનેક રીતે ઉપયોગ કરી શકો છો.

કુબેર યંત્રની સ્થાપના વિધિ : કુબેર યંત્રની સ્થાપના કોઈ પણ શુભ દિવસે ખાસ કરીને ધનતેરસ અને દિવાળીના દિવસે કરવું શુભ રહે છે.

એટલા માટે આ દિવસે માતા લક્ષ્મી અને ગણેશજીની પૂજા પછી મંદિર, પૂજા સ્થળ, તિજોરીમાં આ યંત્રને રાખવો જોઈએ.

સ્થાપના કરતી વખતે કુબેર યંત્રને દૂધ, દહીં, મધ, ઘી અને ગંગા જળથી સ્નાન કરાવો.

ત્યાર પછી વિધિ પૂર્વક કુબેર યંત્રની પૂજા કરો અને દક્ષીણ દિશા તરફ મુખ કરીને ‘’ॐ कुबेराय नम:’’ મંત્રના જાપ કરો.

તે દરમિયાન એ વાતનું વિશેષ ધ્યાન રાખો કે અભીમંત્રીત અને સિદ્ધ કર્યા વગર આ યંત્ર પ્રભાવી નહિ રહે.

કુબેર યંત્રની સ્થાપના માટે મંત્ર “ॐ यक्षाय कुबेराय वैश्रवणाय धनधान्याधिपतये “धनधान्यसमृद्धिं मे देहि दापय स्वाहा॥”

આ માહિતી એસ્ટ્રોસેજ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.


Source: gujaratilekh.com

Related posts

બાઈક લોન માટે આ દસ્તાવેજ છે જરૂરી, જાણો મિનિટોમાં કેવી રીતે મળશે લોન.

Amreli Live

અભિનેતાથી રાજકારણી બનેલા નરેશ ક્નોડીયાનું 77 વર્ષની વયે કોરોનાથી અવસાન.

Amreli Live

ઘરમાં તુલસીના છોડને હંમેશા રાખો લીલોછમ, બસ આ સરળ રીત આવશે કામ.

Amreli Live

કન્યા રાશિ માટે આજનો દિવસ શુભ ફાળદાયી નીવડશે, સરકાર તરફથી લાભ મળે.

Amreli Live

મિથુન રાશિવાળા માટે આજનો દિવસ બહુવિધ લાભ ધરાવતો છે, જીવનસાથી મળવાનો યોગ છે, વાંચો તમારી રાશિ અનુસાર રાશિફળ.

Amreli Live

ધનતેરસ પર આ ચાર વસ્તુઓનું જરૂર કરો દાન, ભરાશે ધનના ભંડાર.

Amreli Live

ગામમાં 70 વર્ષથી રોડ ન હતો, સોનુ સુદને કારણે ગામવાળાઓએ બનાવી દીધો રોડ.

Amreli Live

જાણો આ અઠવાડિયે કઈ રાશિના લોકોને મળશે નોકરીમાં પ્રગતિ અને બિઝનેસમાં લાભ.

Amreli Live

આજકાલની નવી ફેશન પાછળ ગાંડા થતા લોકોએ ઘરચોળું અને પાનેતર વિષે આ જરૂર જાણવું જોઈએ.

Amreli Live

આ 2 રાશિઓ માટે આ અઠવાડિયું ઘણું સારું રહેવાનું છે, નોકરીમાં પ્રમોશનની તકો મળી શકે છે.

Amreli Live

દૂધીનો ક્રિસ્પી ઢોસો અને નારિયળની સુપર ટેસ્ટી ચટણી બનાવો ઘરે, જાણો સરળ રેસિપી

Amreli Live

આ ગામના બાળકોએ પ્રકૃતિ માટે એવું કામ કર્યું છે જે શહેરના બાળકો વિચારી પણ નહિ શકે.

Amreli Live

ખોરાકમાં ફળ અને શાકભાજી વધારવાથી બીમારીનો ભય 50 ટકા સુધી ઘટ્યો – બ્રિટિશ શોધકર્તાઓનો દાવો, જાણો વધુ વિગત

Amreli Live

ગણેશજીના આશીર્વાદથી વ્‍યાપાર ધંધાની વિકાસવૃદ્ઘિ માટે આજનો દિવસ ખુબ સારો રહેશે, પ્રબળ ધનલાભના યોગો છે.

Amreli Live

ગુજરાતના વૈભવ સિદ્ધપુરના “રુદ્રમહાલય” નો આ ઇતિહાસ દરેક ગુજરાતીએ જાણવો જોઈએ ખીલજી અને અહમદ શાહના આક્રમણ…

Amreli Live

ભારતીય ક્રિકેટરોના બુટ રીપેર કરવાવાળા મોચી પાસે નહોતા ખાવા-પીવાના પૈસા, ઈરફાન પઠાને આવી રીતે કરી મદદ

Amreli Live

જો નવરાત્રીમાં કરવા જઈ રહ્યા છો ગૃહ પ્રવેશ, તો રાખો આ વસ્તુઓનું ખાસ ધ્યાન.

Amreli Live

સોશિયલ મીડિયાથી સમજો સુસાઇડ ટેંડેંસીના સિગ્નલ, આને ઓળખીને બચાવી શકો છો, કોઈનો જીવ…

Amreli Live

રાતોરાત સ્ટાર બનેલી રાનુ મંડલના જીવનમાં ફરી અંધારી રાત, 6 મહિનાથી કામ ન મળવાથી થઈ આવી હાલત.

Amreli Live

આવતા મહિને આવી રહ્યું છે વર્ષનું છેલ્લું ચંદ્ર ગ્રહણ, જાણો તારીખ અને સૂતક કાળનો સમય.

Amreli Live

જો પેટમાં થાય છે આવો દુઃખાવો, તો સમજો ગર્ભાશયમાં છે સોજો.

Amreli Live