25.6 C
Amreli
01/11/2020
મસ્તીની મોજ

આ ત્રણ પ્રશ્નો એવા છે જેનો જવાબ અપાવો ઘણો કઠણ છે, એકવાર તમે પણ પ્રયત્ન કરી જુઓ.

રાજાના આ ત્રણ પ્રશ્નો જવાબ આપવા જતા વજીરની હાલત એવી થઈ ગઈ કે તમે જાણીને ચક્કિત થઈ જશો.

એક રાજા હતા. એક દિવસ તે ઘણા ખુશ હતા ને તેમના વજીર પાસે ગયા અને કહ્યું કે તમારા જીવનની સૌથી મોટી ઈચ્છા શું છે? વજીર શરમાઈ ગયા અને નીચી નજર કરીને બેસી ગયા. રાજાએ કહ્યું તમે ગભરાશો નહિ, તમે તમારી સૌથી મોટી ઈચ્છા જણાવો. વજીરે રાજાને કહ્યું માલિક તમે આટલા મોટા સામ્રાજ્યના માલિક છો અને જયારે પણ હું એ જોઉ છું, તો મારા મનમાં એ ઈચ્છા જાગૃત થાય છે કે જો મારી પાસે પણ આ સામ્રાજ્યનો જો દસમો ભાગ હોત, તો હું આ દુનિયાનો સૌથી ભાગ્યશાળી માણસ હોત.

એટલું કહીને વજીર શાંત થઇ ગયા. રાજા એ કહ્યું હું તમે મારું અડધું રાજ્ય આપી દઉં તો. વજીર ગભરાઈ ગયા અને નજર ઉપર કરીને રાજાને કહ્યું કે માલિક તે કેવી રીતે શક્ય છે? હું એટલો ભાગ્યશાળી માણસ કેવી રીતે હોઈ શકું છું. રાજાએ દરબારમાં અડધું સામ્રાજ્યનો કાગળ તૈયાર કરાવવાનો આદેશ બહાર પાડ્યો અને સાથે સાથે વજીરની ગરદન ધડથી અલગ કરવાની જાહેરાત પણ કરાવી. તે સાંભળીને વજીર ગભરાઈ ગયા.

રાજાએ વજીરની આંખોમાં આંખો નાખીને કહ્યું તારી પાસે ત્રણ દિવસ છે, આ ત્રણ દિવસમાં તારે મારા ત્રણ પ્રશ્નોના જવાબ રજુ કરવાના છે. જો તું સફળ થઇ જઈશ, તો મારું અડધું સામ્રાજ્ય તારું થઇ જશે અને જો તું મારા ત્રણ પ્રશ્નોના જવાબ ત્રણ દિવસમાં ન આપી શક્યો, તો મારા સિપાહી તમારું માથું ધડથી અલગ કરી દેશે. વજીર વધુ મુશ્કેલીમાં મુકાઈ ગયો. રાજાએ કહ્યું મારા ત્રણ પ્રશ્ન લખી લે, વજીરે લખવાનું શરુ કર્યું. રાજાએ કહ્યું..

raja
raja

1) માણસના જીવનનું સૌથી મોટું સત્ય શું છે?

2) માણસના જીવનનો સૌથી મોટો દગો શું છે?

3) માણસના જીવનની સૌથી મોટી નબળાઈ શું છે?

રાજાના ત્રણ પ્રશ્નો પુરા કરીને કહ્યું તારો સમય હવે શરુ થાય છે. વજીર પોતાના ત્રણ પ્રશ્નો વાળો કાગળ લઈને દરબાર માંથી રવાના થયો અને દરેક સંતો મહાત્માઓ, સાધુ-ફકીરો પાસે જઈને તે પ્રશ્નોના જવાબ પૂછવા લાગ્યો. પરંતુ કોઈના પણ જવાબોથી તે સંતુષ્ટ ન થયો. ધીમે ધીમે દિવસ પસાર થતા રહ્યા હતા. હવે તેના દિવસ રાત તે પ્રશ્નોમાં જ પસાર થઇ રહ્યા હતા. દરેક ગામ જવાથી તેના પહેરેલા કપડા ફાટી ગયા હતા અને બુટના તળિયા પણ ફાટવાને કારણે તેના પગમાં છાલા પડી ગયા હતા.

છેવટે શરતનો એક દિવસ બાકી રહ્યો, વજીર હારી ચુક્યો હતો, તે જાણતો હતો કે કાલે દરબારમાં તેનું માથું ધડથી અલગ કરી દેવામાં આવશે અને તે વિચારતા વિચારતા એક નાના ગામમાં આવી પહોચ્યો. ત્યાં એક નાની એવી ઝુપડીમાં એક ફકીર પોતાની મસ્તીમાં બેઠા હતા અને તેનો એક કુતરો દુધના કપમાં રાખવામાં આવેલું દૂધ ઘણા હોંશથી જીભથી જોર જોરથી અવાજ કરીને પી રહ્યો હતો.

વજીરે ઝુપડીની અંદર જોયું તો ફકીર તેની મસ્તીમાં બેસીને સુકી રોટલી પાણીમાં પલાળીને ખાઈ રહ્યા હતા. જયારે ફકીરની નજર તે ફાટેલી હાલત ઉપર પડી તો વજીરને કહ્યું કે મહાશય તમે યોગ્ય જગ્યાએ આવી ગયા છો અને હું તમને ત્રણે પ્રશ્નોના જવાબ પણ આપી શકું છું. વજીરે આશ્ચર્ય સાથે પૂછ્યું કે તમને કેવી રીતે ખબર પડી કે હું કોણ છું અને મારા ત્રણ પ્રશ્ન છે? ફકીરે સુકી રોટલી વાટકામાં મૂકી અને પોતાની પથારી ઉપાડીને વજીરને કહ્યું સાહેબ હવે તમે સમજી જાવ.

વજીરે નમીને જોયું તો તેની હાલત આબેહુબ એવો જ ડ્રેસ હતો, જેવો રાજાએ તેને ભેંટ આપ્યો હતો. ફકીરે વજીરને કહ્યું હું પણ એ દરબારનો વજીર હતો અને રાજા સાથે શરત લગાવીને ભૂલ કરી બેઠો. હવે તેનું પરિણામ તમારી સામે છે. ફકીર ફરીથી બેઠો અને સુકી રોટલી પાણીમાં ડુબાડીને ખાવા લાગ્યો. વજીર ઉદાસ મનથી ફકીરને પૂછવા લાગ્યો શું તમે પણ રાજાના પ્રશ્નોના જવાબ આપી શક્યા ન હતા.

ફકીરે કહ્યું કે નહિ મારો કેસ તારાથી અલગ હતો. મેં રાજાના પ્રશ્નોના જવાબ પણ આપ્યા અને અડધા સામ્રાજ્યને ત્યાં જ છોડીને ઝુપડીમાં મારા કુતરા સાથે રહેવા લાગ્યો. વજીર વધુ આશ્ચર્યચકિત થઇ ગયો અને પૂછ્યું શું તમે મારા પ્રશ્નોના જવાબ આપી શકો છો? ફકીરે હા કહીને માથું હલાવ્યું અને કહ્યું હું તમારા બે પ્રશ્નોના જવાબ મફતમાં આપીશ પરંતુ ત્રીજા પ્રશ્નના જવાબમાં તારે તેની કિંમત ચૂકવવી પડશે.

હવે વજીરે વિચાર્યું કે જો બાદશાહના પ્રશ્નોના જવાબ ન આપ્યા, તો તે રાજા મારું માથું ધડથી અલગ કરી દેશે. એટલા માટે તેણે કાંઈ સમજ્યા વિચાર્યા વગર ફકીરની શરત માની લીધી. ફકીરે કહ્યું તારા પહેલા પ્રશ્નનો જવાબ છે ‘મૃત્યુ’. માણસના જીવનનું સૌથી મોટું સત્ય મૃત્યુ છે. મૃત્યુ અટલ છે અને તે શ્રીમંત-ગરીબ, રાજા-ફકીર કોઈને પણ નથી જોતું. મૃત્યુ નિશ્ચિત છે. હવે તારા બીજા પ્રશ્નનો જવાબ છે ‘જીવન’. માણસના જીવનનો સૌથી મોટો દગો શું છે જીવન. માણસ જીવનમાં ખોટું-છેતરપીંડી અને ખોટા કર્મો કરીને તેના દગામાં આવી જાય છે, હવે આગળ ફકીર ચુપ થઇ ગયા. વજીરે ફકીરને વચન મુજબ શરત પૂછી, તો ફકીરે વજીરને કહ્યું કે તારે મારા કુતરાના ગ્લાસનું એઠું દૂધ પીવું પડશે.

વજીર વિચારમાં પડી ગયો અને કુતરાનું એઠું દૂધ પીવાની ના કહી દીધી. પરંતુ પછી રાજા દ્વારા મુકવામાં આવેલી શરત મુજબ માથું ધડથી અલગ કરવાનું વિચારીને કાંઈ સમજ્યા વિચાર્યા વગર ગ્લાસનું એઠું દૂધ અટક્યા વગર એક જ શ્વાસથી પી ગયો. ફકીરે જવાબ આપ્યો કે આ તારા ત્રીજા પ્રશ્નનો જવાબ છે. ‘ગરજ’ માણસના જીવનની સૌથી મોટી નબળાઈ છે ‘ગરજ’. ગરજ માણસને ન ઈચ્છા હોવા છતાં પણ એ કામ કરાવે છે, જે માણસ ક્યારે પણ કરવા માંગતો નથી. જેમ કે તું.

તું પણ તારા મૃત્યુથી બચવા માટે ત્રીજા પ્રશ્નનો જવાબ જાણવા માટે એક કુતરાના એઠા ગ્લાસનું દૂધ પી ગયો. ગરજ માણસ પાસે કાંઈ પણ કરાવી દે છે. પરંતુ હવે વજીર ઘણો ખુશ હતો કેમ કે તેના ત્રણે પ્રશ્નોના જવાબ તેને મળી ગયા હતા. વજીરે ફકીરનો આભાર વ્યક્તિ કર્યો અને મહેલ તરફ રવાના થઇ ગયો. જેવો તે વજીર મહેલના દરવાજે પહોચ્યો તેને એક એડકી આવી અને તેણે ત્યાં જ તેનું શરીર ત્યાગી દીધું. તે મોતને ભેંટી ગયો. હવે આપણે પણ વિચાર કરીએ કે શું ક્યાંક આપણે પણ જીવનના સત્યને ભૂલી તો નથી બેઠા? જીવનનું સત્ય મૃત્યુ છે. તે મૃત્યુ ન નાનાને જુવે છે ન મોટાને, ન શેઠ સાહુકાર જુવે છે. તે તો ન જાણે ક્યારે કોને પોતાનામાં સમાવી લે કાંઈ કહી શકાતું નથી.

કેમ કે અટલ સત્ય છે અને તે દરેકને આવે છે. શું આપણે જીવનના વહેમમાં તો નથી આવી પડ્યા? હા એકદમ. આપણે વહેમમાં જ આવ્યા છીએ. આપણે જીવનને એવી રીતે જીવીએ છીએ જેમ કે આ જીવન ક્યારેય ખલાસ જ નહિ થાય. આપણે જીવનમાં દરરોજ નવા-નવા કામોનુ નિર્માણ કરીએ છીએ. આ કામમાં કેટલાક સારા હોય છે, તો અમુક ખરાબ.

આપણે જીવનના વહેમમાં એવા ફસાઈ જઈએ છીએ કે ક્યારેય માલિકનો આભાર નથી માનતા, ક્યારેય સાચા મનથી માલિકના જાપ નથી જપતા. બસ જીવન પસાર કરી રહ્યા છીએ. શું આપણે પણ જીવનની નબળાઈનો ભોગ તો નથી બની બેઠા? આપણે બધા ગરજ નીચે દબાયેલા છીએ. કોઈ પોતાના કુટુંબને ઉછેરવાની ગરજમાં સાચા-ખોટા રસ્તા ઉપર ચાલવા લાગે છે, તો કોઈ ચોરી લુટફાટ. આપણે બધા ગરજના કાદવમાં ફસાઈ ગયા છીએ.

આપણે પણ જોઈએ કે જીવનના સત્ય મૃત્યુને ધ્યાનમાં રાખીને, જીવનના જુઠાણામાં ન ફસાઈએ. કેમ કે આપણે જીવનના સત્યથી જેટલા ભાગીશું એટલા જ આપણે વહેમનો ભોગ બનતા જઈશું. એટલે કે જેથી આપણે જીવન આખું જીવનની નબળાઈની ગરજના કાદવમાં જ ફસાઈ રહીશું અને બહાર જ નહિ નીકળી શકીએ. એટલા માટે સમયસર માલિકના ગુણગાન ગાતા રહો અને માલિકને યાદ કરતા તેનો આભાર વ્યક્ત કરતા રહો. કેમ કે ન જાણે ક્યારે માલિકનો આદેશ આવી જાય.


Source: 4masti.com

Related posts

સુશાંત સિંહ રાજપૂતના પરિવારને મળી રહી છે ધમકી, પત્ર જાહેર કરી જણાવ્યું દુઃખ.

Amreli Live

‘જેણે મારી સાથે લગ્ન કરવા છે તે….’. જયારે સાધ્વી જયા કિશોરીએ જણાવ્યું કઈ રીતે પસંદ કરવો પોતાનો જીવન સાથી.

Amreli Live

એક સમયે શરમાળ છોકરી હતી આ IPS અધિકારી, આજે આતંકવિરોધી અભિયાનનું કરી રહી છે નેતૃત્વ.

Amreli Live

ફક્ત 5 મિનિટની મહેનત અને ચમકી જશે તમારું રસોડું, જાણો કઈ રીતે.

Amreli Live

IAS ઇન્ટરવ્યૂમાં પૂછ્યું દીવાલની બીજી બાજુ કેવી રીતે જોઈ શકશું? શોક્ડ કૈન્ડિડેટએ મગજ લગાવીને આપ્યો જોરદાર જવાબ.

Amreli Live

ડિનર માટે પરફેક્ટ રેસિપી છે આલુ મટર કોરમા, જાણો સરળ રેસિપી

Amreli Live

અહીં રાવણને જમાઈ માનવામાં આવે છે, સંતાન પ્રાપ્તિ માટે મહિલાઓ કરે છે પૂજા

Amreli Live

રિના રોયની લવ લાઈફ છે રોચક, 11 વર્ષ મોટા શત્રુઘ્ન સિન્હાને પ્રેમ કરી બેઠી, પ્રેમમાં બે વખત મળ્યો દગો

Amreli Live

જમીન ઉપર નહીં પણ ચંદ્ર ઉપર પ્લોટ ખરીદનાર સુશાંતસિંહ રાજપૂત બહુ મોટી સંપત્તિ મૂકીને ગયા

Amreli Live

યુવરાજના ઘરમાં ભરાયું પાણી, સરકાર પાસે માંગી મદદ, રેઇનકોટ પહેરીને કરવું પડ્યું આ કામ

Amreli Live

Atum 1.0 ઇલેક્ટ્રિક બાઈક, ફૂલ ચાર્જમાં ચાલશે 100 કિલોમીટર, લાઇસન્સની પણ નથી જરૂર.

Amreli Live

કોલસાની ધરતી ઉપર કેપ્સિકમની ખેતી કરતા ખેડુત ભાઈઓ, જાણો દર મહિને કેટલી આવક થઈ રહી છે.

Amreli Live

કોરોનાએ રિવાજ બદલ્યો, ઈદ પર બકરાની જગ્યાએ કપાશે ‘બકરા કેક’

Amreli Live

રણવીર શૌરી અને કોંકણા સેનના ફરીથી લગ્નને લઈને ફેન્સે પૂછ્યા સવાલ, તો મળ્યો આવો મજેદાર જવાબ

Amreli Live

રિયા ચક્રવર્તીએ અંકિતા લોખંડેને જણાવી ‘સુશાંતની વિધવા’, લગાવ્યા આ ગંભીર આરોપ.

Amreli Live

LPG કનેક્શનને આધાર કાર્ડ સાથે લિંક કરવા માટે અપનાવો આ સ્ટેપ્સ અને મેળવો સબસીડી.

Amreli Live

ઓગસ્ટનો છેલ્લો દિવસ આ 6 રાશિઓ માટે ઘણો શુભ છે, મનોકામનાઓ પુરી થવાની છે શક્યતા.

Amreli Live

ફક્ત 1 મિનિટમાં 10 વર્ષના ટાબરીયા એ ઉકેલ્યા ગણિતના 196 દાખલા, બનાવ્યો ગિનીઝ વર્ડ રિકોર્ડ

Amreli Live

29 સપ્ટેમ્બર સુધી આ 5 રાશિઓ પર રહશે શનિની ત્રાસી નજર, રાખવી પડશે વિશેષ સાવધાની.

Amreli Live

પત્ની નતાશા સ્ટેનકોવિચને ખુબ યાદ કરી રહ્યા છે હાર્દિક પંડ્યા, ફોટો શેયર કરી દેખાડ્યો પ્રેમ.

Amreli Live

સામાન્ય લોકો બાબા બૈદનાથના દર્શન કરી શકશે કે નહિ? જાણો શું કહે છે સુપ્રીમ કોર્ટ.

Amreli Live