29.7 C
Amreli
26/11/2020
અજબ ગજબ

આ તારીખે છે તુલસી વિવાહ, જાણો તેનું મહત્વ અને તેની સાથે જોડાયેલી પૌરાણિક કથા.

જાણો ક્યારે છે તુલસી વિવાહ, સાથે જ જાણો તેની વિધિ અને તેનાથી મળતા ફળ વિષે. કારતક માસના સુદ પક્ષની અગિયારસની તિથીના રોજ તુલસી વિવાહ આવે છે. આ વર્ષે તુલસી વિવાહ 26 નવેમ્બરના રોજ આવી રહ્યા છે. દર વર્ષે તુલસીના વિવાહ ભગવાન શાલીગ્રામ સાથે ધામધૂમથી કરવામાં આવે છે. તુલસી વિવાહ કરવા સાથે એક પૌરાણીક કથા જોડાયેલી છે. કહેવામાં આવે છે કે, વૃંદા નામની એક પતિવ્રતા સ્ત્રીને ભગવાન વિષ્ણુ સાથે લગ્ન કરવાનું વરદાન મળ્યું હતું. લગ્ન માટે વૃંદાએ તુલસીનું સ્વરૂપ લીધું હતું અને વિષ્ણુજીએ શાલીગ્રામ(પથ્થર)નું. ત્યાર બાદ તુલસી અને શાલીગ્રામના લગ્ન થયા હતા.

રાજસ્થાનમાં તુલસી વિવાહને ‘બટુઆ ફિરના’ ના નામથી ઓળખવામાં આવે છે. અને કારતક સુદ અગિયારસની તિથીને દેવઉઠી અગિયારસ પણ કહેવામાં આવે છે, અને આ દિવસે ભગવાન વિષ્ણુ યોગ નિંદ્રામાંથી જાગ્રત થાય છે. આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરવામાં આવે છે, અને પછી ભગવાન શાલીગ્રામ અને તુલસીના લગ્ન કરાવવામાં આવે છે. તુલસીના લગ્ન સાથે જ મુંડન, ઉપનયન સંસ્કાર, લગ્ન જેવા શુભ કાર્યની શરુઆત પણ થાય છે.

tulsi vivah
tulsi vivah

લગ્ન કરાવવાથી મળે છે ઘણા ફળ :

એકાદશીના દિવસે તુલસી અને ભગવાન શાલીગ્રામના લગ્ન કરાવવા ખુબ જ શુભ માનવામાં આવે છે. જે લોકો આ દિવસે તેમના લગ્ન કરાવે છે, તેમની દરેક મનોકામના પૂરી થઇ જાય છે.

એટલું જ નહિ જે લોકોના લગ્ન થવામાં મુશ્કેલી ઉભી થઇ રહી હોય, તે જો તુલસી વિવાહ કરાવે છે તો તે લોકોના લગ્ન વહેલી તકે થઇ જાય છે.

જે લોકોને કોઈ દીકરી નથી અને તે તુલસી વિવાહ કરાવે છે તો તેમને કન્યાદાનનું પુણ્ય મળી જાય છે.

સાચા જીવનસાથી મેળવવા માટે છોકરીઓ તુલસી વિવાહ જરૂર કરાવે.

વિવાહની વિધિ :

તુલસી વિવાહને વિધિ સાથે કરવામાં આવે છે. આ લગ્ન સાંજના સમયે થાય છે. વિવાહ માટે તુલસીના છોડને સારી રીતે શણગારવામાં આવે છે. છોડને ચારે તરફ શેરડીનો મંડપ બનાવવામાં આવે છે, અને તેની ઉપર ઓઢણી કે સુહાગનું પ્રતિક ચુંદડી અર્પણ કરવામાં આવે છે.

કુંડાને સાડીમાં લપેટીને તુલસીને ચૂડી પહેરાવીને તેનો શૃંગાર કરવામાં આવે છે. ત્યાર બાદ ભગવાન ગણેશની પૂજા કરવામાં આવે છે, અને શાલીગ્રામજીની વિધિપૂર્વક પૂજા કરવામાં આવે છે. તુલસીજીની ષોડશોપચાર પૂજા (સોળ રીતે વિધિ પૂર્વક થતું પૂજન) કરી ‘तुलस्यै नमः’ મંત્રના જાપ કરી વિવાહની શરુઆત કરવામાં આવે છે.

ભગવાન શાલીગ્રામની મૂર્તિનું સિંહાસન હાથમાં લઈને તુલસીની સાત પરિક્રમા કરાવવામાં આવે છે. ત્યાર પછી આરતી ગાઈને વિવાહની પુર્ણાહુતી કરવામાં આવે છે. ત્યાર પછી તુલસીની વિદાય કરવામાં આવે છે.

આ માહિતી ઇન્ડિયાફીડ્સ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.


Source: gujaratilekh.com

Related posts

ખોદકામ દરમિયાન મળ્યો ચાંદી-તાંબાના સિક્કાથી ભરેલ કળશ, મજુરમાં થઇ લૂંટમ લૂંટ

Amreli Live

કરોડો રૂપિયા કમાય છે કપૂર પરિવાની દીકરી કરિશ્મા, તો પણ પહેરે છે આટલી સસ્તી ટી-શર્ટ, જાણો કિંમત.

Amreli Live

આ 5 રાશિઓ માટે આજનો દિવસ શુભ છે, લક્ષ્‍મીદેવીની કૃપાદૃષ્ટિ રહેશે, વેપાર ધંધામાં લાભ થાય.

Amreli Live

કપલ ચેલેન્જ વાળાને પકડી પકડી વંચાવો ઘોડો લેશો કે સફરજન, વાંચવા જેવી વાર્તા.

Amreli Live

ફોર્ચ્યુન ઈંડિયાએ જાહેર કરી ભારતની સૌથી પ્રભાવશાળી 50 બિઝનેસ વુમનની યાદી, ઈશા અંબાણી છે આ નંબર પર.

Amreli Live

અસલી અયોધ્યાના કેટલા દાવા? જેની જેવી ભાવના રહી, તેવી પ્રભુની નગરી

Amreli Live

જીઓની બાદશાહીને નોકિયા આપશે ટક્કર, જલ્દી જ ભારતમાં લોન્ચ કરશે 2 શાનદાર 4G ફોન, જાણો તેમાં શું ખાસ હશે.

Amreli Live

કરોળિયો જેવા જંતુથી ફેલાયો બુન્યા વાયરસ, ચીનમાં 60 લોકો સંક્રમિત, 7 મૃત્યુ, દર્દીઓમાં તાવ-ખાંસી જેવા લક્ષણ

Amreli Live

જાણો કોણ છે બલુચિસ્તાન લિબરેશન આર્મી, જેણે પાકિસ્તાની સરકારના નાકમાં આંગળી કરી.

Amreli Live

FAU-G ગેમનું ટીઝર રિલીઝ, દેખાઈ ગલવાન ઘાટીની ઝલક

Amreli Live

શરૂ કરો આ બિઝનેસને થશે મહિને 50 હજાર રૂપિયાની કમાણી.

Amreli Live

જમતી વખતે પહેલા રોટલી ખાવી જોઈએ કે ભાત? જાણો તમારા શરીર માટે શું છે બેસ્ટ.

Amreli Live

પિતાએ આટલા કિમી સાઇકલ ચલાવીને દીકરાને અપાવી પરીક્ષા, બંને એ રાતમાં જ કરી 8 કલાકની મુસાફરી.

Amreli Live

બિગ બોસ 14 : શું લગ્ન પછી પારસ છાબડાને ડેટ કરી રહી હતી પવિત્રા પુનિયા? એક્ટ્રેસે પારસ માટે કહી આ વાત.

Amreli Live

ધનતેરસ પર શા માટે ખરીદવામાં આવે છે ઝાડુ? જાણો તેની સાથે જોડાયેલી માન્યતાઓ.

Amreli Live

ધનતેરસના પવિત્ર અવસર પર ખરીદો આ 12 માંથી કોઈપણ વસ્તુ, થશે ભાગ્યોદય, મળશે શુભફળ.

Amreli Live

મહિલાઓ આદુ ખાશે તો દુઃખાવો અને પેટની તમામ સમસ્યાઓ ભૂલી જશે.

Amreli Live

ચટપટી અને ટેસ્ટી ‘શિમલા મરચાની ચટણી’ બનાવવાની સરળ રીત.

Amreli Live

આ અઠવાડિયે શરૂ થનારો પવિત્ર શ્રાવણ મહિનો આ રાશિઓ માટે સારા સમાચાર લઈને આવ્યો છે, વાંચો સાપ્તાહિક રાશિફળ.

Amreli Live

આ અઠવાડિયે માં દુર્ગાના આશીર્વાદથી નોકરીમાં ઇન્સેન્ટીવ, બઢતી કે પગાર વધારાની શક્યતાઓ છે, વાંચો સાપ્તાહિક રાશિ ભવિષ્ય.

Amreli Live

ભોલે ભંડારીની કૃપાથી આ 9 રાશિઓ પર રહશે ભોલેનાથની કૃપા, આ રાશિઓને મળશે સારા સમાચાર

Amreli Live