26.4 C
Amreli
22/09/2020
મસ્તીની મોજ

આ છે બોલીવુડની એ 10 અભિનેત્રીઓ, જેમણે સિંદૂરને બનાવ્યું પોતાના ગ્લેમરનો ભાગ.

માથે સિંદૂર લગાવવામાં નથી શરમાતી બોલીવુડની આ 10 એક્ટ્રેસ, સિંદૂરને બનાવ્યું પોતાના ગ્લેમરનો ભાગ. બોલીવુડ જગતની અભિનેત્રીઓ હંમેશાથી પોતાના સ્ટાઈલીશ લુકને કારણે ચર્ચામાં રહે છે. ગ્લેમર તેમના જીવનનો ભાગ છે, પરંતુ તે અભિનેત્રીઓ માટે ભારતીય સંસ્કૃતિ પણ એટલું જ મહત્વ ધરાવે છે, જેટલું કે ગ્લેમર. લગ્ન પછી એક પરણિત મહિલા માટે સિંદુર કેટલું મહત્વ ધરાવે છે, તે વાત આ અભિનેત્રીઓ સારી રીતે જાણે છે.

જો તમને તેની ઉપર વિશ્વાસ નથી આવી રહ્યો, તો અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ, લગ્ન પછી સિંદુર સાથે જોવા મળી બોલીવુડની 10 ફેમસ અભિનેત્રીઓની એક ઝલક, જે સોશિયલ મીડિયા ઉપર આવતા જ વાયરલ થઇ ગઈ. તો આવો એક નજર કરીએ તે અભિનેત્રીઓના સિંદુર લુકના ફોટા ઉપર.

1. અનુષ્કા શર્મા :

અભિનેતી અનુષ્કા શર્મા અને ક્રિકેટર વિરાટ કોહલીના લગ્ન 11 ડીસેમ્બર, 2017 ના રોજ ઇટલીમાં થયા હતા. તેના સમાચાર મહિનાઓ સુધી હેડલાઈનમાં રહ્યા હતા. આ લગ્નમાં અનુષ્કાએ સબ્યસાચીએ તૈયાર કરેલો ગુલાબી રંગનો અતિ સુંદર લેંઘો પહેર્યો હતો, તેમાં તે ખુબ જ સુંદર લાગી રહી હતી, આમ તો દિલ્હીમાં આયોજિત રીસેપ્શન પાર્ટીમાં તેના લુકની ઘણી ચર્ચા થઇ હતી.

અનુષ્કાએ આ પાર્ટીમાં લાલ રંગની બનારસી સાડી પહેરી હતી અને દરેક નવ પરણિત મહિલાની જેમ તેણે ખુબ જ સુંદર રીતે સિંદુર લગાવ્યું હતું, જેમાં તે સુંદર લાગી રહી હતી. તમે પણ જુવો, આ ફોટાની એક ઝલક. અનુષ્કા હવે ટૂંક સમયમાં પોતાના પહેલા બાળકની માતા બનવાની છે.

2. બિપાશા બસુ :

બિપાશા બસુ અને કરણ સિંહ ગ્રોવરના લગ્ન 30 જુન, 2016 ના રોજ થયા હતા. બંગાળી રીત-રીવાજ સાથે આ લગ્નએ ઘણી પ્રસંશા મેળવી હતી. બંનેએ આ લગ્નની દરેક પળનો આનંદ લીધો હતો. બિપાશાએ પોતાના લગ્નમાં લાલ રંગનો લેંઘો પહેર્યો હતો, અને તેના ચહેરા ઉપર આનંદ સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો.

આ લેંઘામાં તે સુંદર લાગી રહી હતી, પરંતુ તેનો રીસ્પેશન વાળો લુક ઘણો વાયરલ થયો હતો. બિપાશાએ પોતાના રીસેપ્શનમાં સોનેરી રંગનો ડ્રેસ પહેર્યો હતો, પરંતુ ભારતીય પરંપરા મુજબ, તેણે એક નવ પરણિત મહિલાની જેમ સિંદુરને પણ શૃંગારમાં સામેલ કર્યો હતો. તેના આ લુકે સિંદુરને એક ફેશન બનાવી દીધું. તમે પણ જુવો બિપાશાનો આ સિંદુર વાળો લુક.

3. દિયા મિર્ઝા :

દિયા મિર્ઝા અને સાહિલ સાંગાના લગ્ન ગ્લેમરની ઝાકમઝોળથી દુર ખુબ જ શાંતિના વાતાવરણમાં થયા હતા. બંનેએ દિલ્હીના છત્તરપુરમાં આવેલા ફાર્મહાઉસમાં 18 ઓક્ટોબર, 2014 ના રોજ સાત ફેરા લીધા હતા. સોનેરી અને લીલા રંગના પોશાકમાં તેનો બ્રાઈડલ લુક ઘણો અલગ હતો. પોતાના લગ્ન પછી દિયાએ 16 માં આંતરરાષ્ટ્રીય બાળ ફિલ્મ મહોત્સવની મહેમાનગતિ કરી હતી, જેમાં તે ખુબ જ સામાન્ય લુકમાં જોવા મળી હતી.

આમ તો તેનો આ લુક રાતોરાત સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઇ ગયો હતો. તેમણે આ ફિલ્મ મહોત્સવમાં એક સામાન્ય લીલા રંગની સાડી પહેરી હતી, પરંતુ તેના માથા ઉપર લાગેલા સિંદુરે તે સામાન્ય સાડીને એક અલગ જ પરિભાષા આપી દીધી હતી. જોકે ઓગસ્ટ, 2019 ના રોજ દિયાએ પોતાના પતિ સાહિલ સાથે છૂટાછેડા લઇ લીધા છે.

4. એશ્વર્યા રાય બચ્ચન :

1994 માં ‘વિશ્વ સુંદરી’ નો એવોર્ડ જીતવા વાળી બોલીવુડ અભિનેત્રી એશ્વર્યા રાય બચ્ચને વિશ્વ સ્તર ઉપર પોતાની સુંદર છાપ ઉભી કરી છે. તેની ગણતરી આજે પણ દુનિયાની અતિ સુંદર મહિલાઓમાં થાય છે. આખા વિશ્વમાં પોતાની સુંદરતા માટે પ્રસિદ્ધ એશ્વર્યા રાય પણ પોતાની ભારતીય સભ્યતાનું ખુબ સન્માન કરે છે. એશ્વર્યાએ અભિષેક બચ્ચન સાથે સાત ફેરા લીધા હતા.

બંનેના લગ્ન 20 એપ્રિલ, 2007 ના રોજ થયા હતા. તે ખુબ જ ભવ્ય અને સુંદર લગ્ન હતા. દરેક છાપાના પહેલા પેજ તેમના લગ્નના ફોટાથી સુશોભિત થયા હતા. આમ તો તે સમયે એક વસ્તુએ બધાને આકર્ષિત કર્યા હતા, અને તે હતી લગ્ન પછી લાલ રંગની સાડી અને સિંદુર સાથે જોવા મળેલો તેમનો ચહેરો. તેમના આ ફોટા પણ સોશિયલ મીડિયા ઉપર ઘણા વાયરલ થયા હતા.

5. કરીના કપૂર ખાન :

બોલીવુડની બેબો એટલે કરીના કપૂર ખાન ગ્લેમરની દુનિયામાં એક મોટું નામ છે. તેમણે ભલે સૈફ અલી ખાન સાથે લગ્ન કર્યા હોય, પરંતુ તે પોતાની પરંપરા અને સંસ્કૃતિનું હંમેશાથી સન્માન કરતી આવી છે. તેની સાબિતી છે લગ્ન પછી જોવા મળેલો તેનો સિંદુર લુક. લાલ રંગની સાડીમાં માથા ઉપર લાગેલા સિંદુર સાથે કરીનાનો આ લુક ઘણો વાયરલ થયો હતો. કરીનાએ સૈફ સાથે 16 ઓક્ટોબર, 2012 ના રોજ લગ્ન કર્યા હતા. કરીના વહેલી તકે બીજી વખત માતા બનવાની છે.

6. શિલ્પા શેટ્ટી :

રાજ કુંદ્રા સાથે શિલ્પા શેટ્ટીના સુંદર અને ભવ્ય લગ્નએ ઘણી પ્રસંશા મેળવી હતી. બંનેએ 22 નવેમ્બર, 2009 ના રોજ સાત ફેરા લીધા હતા. બંને લગ્ન પછી હનીમુન ઉપર ગયા હતા અને જયારે શિલ્પા તેના પતિ રાજ કુંદ્રા સાથે હનીમુન ઉપરથી પાછી ફરી, તો તેને જોઇને થોડો એવો પણ અંદાઝ લગાવી શકાતો ન હતો કે તે એક ગ્લેમરસ અભિનેત્રી છે. ખુબ જ સુંદર સાડી અને ચૂડો પહેરેલી જોવા મળેલી શિલ્પાના કપાળ ઉપર લાગેલું સિંદુર તેને સંપૂર્ણ ભારતીય નવ પરણિત મહિલાની પરિભાષા આપી રહ્યું હતું. તમે પણ નાખો તેના આ લુક ઉપર એક નજર.

7. વિદ્યા બાલન :

વિદ્યા બાલને સિદ્ધાર્થ રોય કપૂર સાથે ગુપ્ત રીતે લગ્ન કરી લીધા હતા. તે સિદ્ધાર્થની ત્રીજી પત્ની છે. બંનેના લગ્નના સમાચાર લોકોને ત્યારે મળ્યા, જયારે બધાએ તેને પરણિત મહિલાના રૂપમાં જોઈ. વિદ્યા અને સિદ્ધાર્થે 14 ડીસેમ્બર, 2012 ના રોજ બાંદ્રામાં એક ખાનગી સમારંભમાં લગ્ન કર્યા હતા.

લગ્નના દિવસે વિદ્યાએ સિદ્ધાર્થ સાથે લાલ રંગની કાંજીવરમ સાડી અને સેંથામાં ખુબ જ સુંદર રીતે લાગેલા સિંદુર સાથે જોવા મળી હતી. તેનાથી બધાને અણસાર આવી ગયો હતો કે તેમણે લગ્ન કરી લીધા છે. તે બધા જાણે છે કે વિદ્યા બોલીવુડ અભિનેત્રી રેખાને પોતાની સ્ટાઈલ આઈકન માને છે. તેવામાં વિદ્યા તેની જેમ જ શણગાર સજવાનો પ્રયાસ કરે છે. રેખાએ પણ પોતાના લગ્નમાં કાંજીવરમ સાડી પહેરી હતી.

8. રાની મુખર્જી :

એ તો બધા જાણે છે કે બોલીવુડ અભિનેત્રી રાણી મુખર્જી લાંબા સમયથી નિર્દેશક આદિત્ય ચોપડા સાથે રિલેશનશિપમાં હતી. બંનેએ લાંબા સમયના રિલેશનશિપ પછી, છેલ્લે 21 એપ્રિલ, 2014 ના રોજ ગુપ્ત રીતે લગ્ન પણ કરી લીધા હતા. ત્યાર પછી રાનીને એક સ્ટોર લોંચમાં પોતાના સસરા પ્રેમ ચોપડા સાથે જોવામાં આવી હતી. તે સ્ટોર લોંચમાં તેમણે સબ્યસાચીનો ડીઝાઈન કરેલો ડ્રેસ પહેર્યો હતો. તેની સાથે દરેક નવ પરણિત મહિલાની જેમ તેણે પણ પોતાના હાથમાં ચૂડો અને કપાળ ઉપર સિંદુર લગાવ્યું હતું, જે તેને વધુ સુંદર બનાવી રહ્યો હતો.

9. ઉર્મિલા માતોંડકર :

એક અભિનેત્રી તરીકે લાંબા સમય સુધી બોલીવુડ સાથે જોડાયેલી રહ્યા પછી, ઉર્મિલા માતોંડકરે થોડા સમય માટે તેના કામમાંથી બ્રેક લઇ લીધો હતો. આમ તો થોડા સમય પછી, તેનો સોશિયલ મીડિયા ઉપર સિંદુર લગાવેલો એક ફોટો વાયરલ થયો હતો. આમ તો તે તેની કોઈ ફિલ્મનો ફોટો ન હતો. પરંતુ તેણે ગુપ્ત રીતે કશ્મીરના બિઝનેસમેન અને મોડલ મોહસીન અખ્તર મીર સાથે લગ્ન કરી લીધા હતા.

મોહસીન ઊર્મિલાથી ઉંમરમાં 10 વર્ષ નાનો છે. બંનેએ 3 માર્ચ, 2016ના રોજ લગ્નના રીસેપ્શનના ફોટા સોશિયલ મીડિયા ઉપર શેર કર્યા હતા. તે ફોટામાં તેણે મનીષ મલ્હોત્રાએ બનાવેલો સોનેરી રંગનો ડ્રેસ પહેરેલો જોવા મળ્યો હતો. તેની સાથે જ ઉર્મિલાના કપાળ ઉપર ખુબ જ સુંદર રીતે સિંદુર લગાવ્યું હતું. તમે પણ નાખો ઉર્મિલાના આ ફોટા ઉપર એક નજર.

10. સોનમ કપૂર આહુજા :

બોલીવુડ અભિનેત્રી સોનમ કપૂરને તેના અભિનયથી વધુ ‘ફેશન ડીવા’ તરીકે ઓળખવામાં આવે છે. ઘણા લાંબા સમયની રિલેશનશિપ પછી તેમણે પોતાના બોયફ્રેન્ડ આનંદ આહુજા સાથે 8 મે, 2018 ના રોજ લગ્ન કરી લીધા હતા. તેના લગ્ન દરમિયાન થયેલા સમારંભના ઘણા ફોટા સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયા હતા, પરંતુ સૌથી સુંદર હતો લગ્ન પછી સિંદુર સાથે જોવા મળેલી તેની આ ઝલક. સમારંભ પછી સોનમે એક સામાન્ય પોષકમાં સિંદુર અને ચુડા સાથે આ ફોટો પડાવ્યો હતો, તેમાં તે અતિ સુંદર લાગી રહી હતી.

લગ્ન પછી, સિંદુર લગાવવાની પ્રથા દરેક પરણિત મહિલા અપનાવે છે. આમ તો કેવી રીતે તેની ફેશનમાં સામેલ કરે છે? તેનો અંદાઝ મહિલાઓ આ બોલીવુડ અભિનેત્રીઓને જોઇને લગાવી શકે છે અને તેને પોતાની ફેશનનો ભાગ બનાવી શકે છે. તો તમને બોલીવુડ અભિનેત્રીઓના સિંદુર સાથે આ ઝલક કેવી લાગી? અમને કમેંટ કરીને જરૂર જણાવશો અને સાથે જ અમારા માટે કોઈ સલાહ હોય, તો જરૂર આપશો.

આ માહિતી બોલિવૂડ સાદીસ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.


Source: 4masti.com

Related posts

આજે આ રાશિઓના ભાગ્યનો થવાનો છે ઉદય, મળશે શનિદેવના આશીર્વાદ, વાંચો રાશિફળ.

Amreli Live

આજે આ રાશિઓના જીવનમાં થશે ખુશીઓનું આગમન, પ્રમોશનના યોગ બની રહ્યા છે.

Amreli Live

સોમવારે આ ચાર રાશિઓ વાળાઓ પાસે આવશે પૈસા, ભાગ્ય આપશે સાથ.

Amreli Live

7 કરોડ વેપારીઓએ 1 હજાર કરોડ ચાઈનીઝ રાખડીઓના ઓર્ડર રદ્દ કર્યા, આ વખતે બંધાશે સ્વદેશી રાખડી

Amreli Live

પેટ, કમર અને હાથની ચરબીને ઝડપથી ઓછી કરે છે, તમારા રસોડામાં રહેલી આ સફેદ વસ્તુ.

Amreli Live

સુશાંતને હજુ એક સમ્માન : દાદા સાહેબ ફાલ્કે ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ એવોર્ડ્સ 2021માં સુશાંત સિંહ રાજપુતનું થશે સમ્માન.

Amreli Live

આ રાશિઓ માટે શુભ છે શુક્રવાર, લક્ષ્મી માતાની કૃપાથી નોકરી-વ્યવસાયમાં થશે ધન લાભ, વાંચો રાશિફળ.

Amreli Live

સવારે ઉઠીને જમીન ઉપર પગ મુકતા પહેલા દરેક વ્યક્તિએ પથારીમાં જ કરવું જોઈએ આ 1 કામ, મન આત્મવિશ્વાસથી છલકાશે.

Amreli Live

23 દિવસ માટે બુધ અસ્ત, આ 7 રાશિ વાળા લોકોએ હવે રહેવું પડશે સાચવીને.

Amreli Live

મફત ગેસ સિલેન્ડર મેળવવાની છેલ્લી તક, જાણો કેવી રીતે ઉઠાવવો ફાયદો

Amreli Live

એ કયું જીવ છે, જે દરેક વસ્તુનો સ્વાદ પોતાની જીભથી નહિ પણ પોતાના પગથી લે છે? જાણો વિચિત્ર સવાલના જવાબ

Amreli Live

સ્વતંત્રતા દિવસ 2020 : લાલ કિલ્લા ઉપર તિરંગો લહેરાવવાનો આ વખતે રસપ્રદ રેકોર્ડ બનાવશે નરેન્દ્ર મોદી.

Amreli Live

લગ્ન પછી પહેલી વખત સિંદૂર લગાવીને આવી દેખાઈ આ 11 ટીવી એક્ટ્રેસ

Amreli Live

શુક્રવારનો દિવસ આ 7 રાશિઓ માટે છે ભાગ્યશાળી, થશે પ્રબળ લાભ

Amreli Live

નુકશાન થવાથી બચવા માંગતા હોય તો તારીખ 30 સુધીમાં કરી લો, આ 13 જરૂરી કામ.

Amreli Live

આજે આ 5 રાશિઓને મહેનતનું પૂરેપૂરું ફળ મળશે, ઘર-બહાર પ્રસન્નતા જળવાઈ રહેશે

Amreli Live

15 સપ્ટેમ્બરે લોન્ચ થશે Xiaomiનો નવો ફોન Redmi 9i, જાણો શું હશે એમાં ખાસ વાતો.

Amreli Live

જાણો તમારી રાશિ અનુસાર કેવો રહેશે રવિવારનો દિવસ, વાંચો દૈનિક રાશિફળ.

Amreli Live

યુપીના પ્રોફેસરે બનાવી સસ્તી કાર, જાણો કિંમત અને તેની વિશેષતાઓ.

Amreli Live

અયોધ્યા રામ મંદિર : મુકેશ અંબાણી અને ગૌતમ અદાણી જેવા મોટા ઉદ્યોગપતિ પણ ભૂમિ પૂજનમાં જોડાશે.

Amreli Live

હાર્દિક પંડ્યાની પત્ની નતાશાએ શેયર કરી પોતાની ‘મિરર સેલ્ફી’, દેખાયો હોટ અંદાજ.

Amreli Live