25.4 C
Amreli
14/08/2020
મસ્તીની મોજ

આ છે એશિયાની પહેલી ‘હાથ વગરની ડ્રાયવર,’ આનંદ મહિન્દ્રા પણ હિંમત જોઈને અભિભૂત

દિવ્યાંગતા અભિશાપને પણ વરદાન તરીકે લઈને બની એશિયાની પહેલી ‘હાથ વિનાની ડ્રાયવર’

અપંગતા(દિવ્યાંગતા) શ્રાપરૂપ માત્ર એવા લોકો માટે હોય છે જે પોતે મનથી જ હારી જાય છે, અને તે પોતાના નસીબમાં લખાયેલું સમજીને શાંત બેઠા રહે છે. જો કે, આમ તો લોકો માટે અપંગતા બીજી વસ્તુની જેમ જીવનનો એક ભાગ હોય છે, જેના વિચારો મજબૂત હોય છે. જે લોકો ઉચ્ચ વિચારો સાથે જીવનમાં આગળ વધવાની ઇચ્છા ધરાવે છે, અપંગતા ક્યારે પણ તેમના માર્ગમાં અવરોધ બનતી નથી.

કેરળની એક 28 વર્ષીય યુવતી તેનું જીવંત ઉદાહરણ છે. બંને હાથ ન હોવા છતાં કાર ચલાવનારી આ યુવતી ડ્રાઇવિંગ લાઇસન્સ મેળવનારી એશિયાની પહેલી હેન્ડલેસ ડ્રાઈવર બની ગઈ છે. કેરળના કરીમનુર ગામની રહેવાસી જીલોમોલ મેરીએટ થોમસની હિંમત એટલી મજબૂત હતી કે, તેણે અશક્ય બાબતોને પણ શક્ય કરી બતાવી.

કાર ચલાવવાનો શોખ તો જીલોમોલને નાનપણથી જ હતો. બંને હાથ ન હતા, તો તેમના માટે તે થોડુ મુશ્કેલ જરૂર હતું, તેમ છતાં પણ જ્યારે તેને ખબર પડી કે વિક્રમ અગ્નિહોત્રી નામનો એક વ્યક્તિ, જેના હાથ ન હતા તેને ડ્રાઇવિંગ લાઇસન્સ મળી ગયું છે, ત્યાર પછી તેની ઇચ્છા વધુ પ્રબળ બનતી ગઈ. પોતાની પ્રબળ ઇચ્છાશક્તિના બળ ઉપર જીલોમોલે આગળ જતા છેવટે ડ્રાઇવિંગ લાઇસન્સ મેળવી જ લીધું.

જીલોમોલે વર્ષ 2018 માં કસ્ટમ મેડ મારુતિ સીલેરીયો ખરીદી હતી. આ વર્ષે તેને ડ્રાઇવિંગ લાઇસન્સ પણ મળી ગયું. હકીકતમાં, જીલોમોલ તે અપંગો માટે એક ઉદાહરણ બની ગઈ છે, જે લોકો અપંગ થયા પછી જીવવાની આશા જ છોડી દે છે. જીલોમોલના ઘરના બીજા કોઈને વાહન ચલાવતા આવડતું નથી, પરંતુ ખૂબ જ આત્મવિશ્વાસ સાથે તે ન માત્ર વાહનનું સ્ટીઅરિંગ જ સંભાળે છે, પરંતુ બ્રેક પણ લગાવે છે.

આનંદ મહિન્દ્રાએ કરી પ્રસંશા :

થોડા સમય પહેલા જ જીલોમોલનો વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયો હતો. આ વીડિયો જોયા પછી પ્રખ્યાત ઉદ્યોગપતિ અને મહિન્દ્રા ગ્રુપના અધ્યક્ષ આનંદ મહિન્દ્રા પણ ખુશ થઇ ગયા હતા. તેમણે જીલોમોલની હિંમત જોઇને તેની પ્રશંસા પણ કરી હતી. અભ્યાસમાં જીલોમોલ હંમેશાં આગળ રહી છે. સાથે જ ગ્રાફિક ડિઝાઇનિંગના ક્ષેત્રમાં પણ તેણે પોતાની કારકીર્દિ પસંદ કરી લીધી છે. તે સિવાય જીલોમોલને પેઇન્ટિંગનો પણ ઘણો શોખ છે. જીલોમોલ કહે છે કે, તેણે ક્યારેય પોતાના માટે એવું અનુભવ્યું ન હતું કે તે અપંગ છે.

હાથ વગર જન્મ થયો હતો :

નોંધપાત્ર વાત એ છે કે, જ્યારે જીલોમોલનો જન્મ થયો હતો, ત્યારથી જ તેના બંને હાથ ન હતા. તે તેના બંને પગ અને ઘૂંટણની મદદથી કાર ચલાવે છે. કાર તો જીલોમોલે કોઈ પણ રીતે ખરીદી લીધી, પરંતુ તેના માટે તેણીએ પોતાના પરિવારના સભ્યોને ખૂબ સમજાવવા પડ્યા.

જીલોમોલના મતે, તેના માતાપિતાને તેની સલામતી અંગે ઘણી ચિંતા હતી, તે કારણસર તેઓ તેની વાત માનવાથી અચકાતા હતા. સ્ટેટ માઉથ એન્ડ ફુટ એસોસિએશન, જે એક અપંગ કલાકારોને પ્રોત્સાહન આપનારી સંસ્થા છે, જીલોમોલ પણ તેના સંસ્થાપક સભ્યોમાંની એક છે. જિલોમોલ દરેક માટે કોઈ પ્રેરણાથી ઓછી નથી.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.


Source: 4masti.com

Related posts

ઘર બનાવતા શીખો બિહારની પારંપરિક મીઠાઈ ‘ચંદ્રકલા’ બનાવવાની સરળ રીત.

Amreli Live

ઈ.સ 1462 પછી રક્ષાબંધનના દિવસે બની રહ્યો છે દુલર્ભ સંયોગ, રાખો આ વાતોનું ધ્યાન.

Amreli Live

ગુસ્સામાં હોવ ત્યારે બોલતા પહેલા કરો આ કામ, નહિ બગડે વાત

Amreli Live

ખાનગીકરણ નથી રેલવેના કાયાકલ્પનો વિકલ્પ, આ યાત્રીઓ વિષે પણ વિચારો

Amreli Live

પુસ્તક-ગ્રંથ પડી જવાથી તેને માથે કેમ લગાવવામાં આવે છે? જાણો અહીં

Amreli Live

માં લક્ષ્મીની કૃપાથી આજે આ રાશિઓ વાળાના ચમકશે ભાગ્ય

Amreli Live

ગુપ્ત નવરાત્રી 2020 : ગુપ્ત નવરાત્રીમાં આ દિવસોમાં ખૂબ જ સારા સંયોગ છે, કરો માં દેવીની પૂજા.

Amreli Live

ઘણી બીમારીઓ દૂર રાખવાની સાથે ઇમ્યુનીટી પણ વધારશે આ 2 દેશી અથાણાં, જાણો ઘરે બનાવવાની સરળ રીત

Amreli Live

નાની બહેન પર હુમલો કરવાનો હતો કુતરો, 6 વર્ષના ભાઈએ આવી રીતે બચાવ્યો જીવ, આવ્યા 90 ટાંકા

Amreli Live

35 હજાર ભારતીય સિપાહીઓની પૂર્વી લદ્દાખમાં ભયાનક ઠંડીમાં પણ થશે પોસ્ટિંગ.

Amreli Live

આ રાશિઓ પર રહેશે શનિદેવની કૃપા, જાણો આજે તમને નસીબનો સાથ મળશે કે નહિ

Amreli Live

કેવી છે રાફેલની શક્તિ, જાણો તેનાથી જોડાયેલા કેટલાક મહત્વના સવાલ-જવાબ.

Amreli Live

કોરોના સામે લડવા માટે તૈયાર છે દુનિયાનું સૌથી ઝડપી સુપર કમ્પ્યુટર

Amreli Live

કાર્તિક આર્યને તોડ્યો ચાઇનીઝ મોબાઈલ બ્રાન્ડ OPPO સાથે સંબંધ, આવું કરનાર પહેલા બોલીવુડ સેલિબ્રિટી

Amreli Live

શિવપ્રિય છે બીલીપત્ર, જાણો તોડવા અને ચડાવવાના નિયમ.

Amreli Live

ભારતમાં મળે છે દુનિયાનો સૌથી સસ્તો મોબાઈલ ડેટા અને મલાવીમાં આ છે 1 GB ના અધધ… રૂપિયા

Amreli Live

29 સપ્ટેમ્બર સુધી આ 5 રાશિઓ પર રહશે શનિની ત્રાસી નજર, રાખવી પડશે વિશેષ સાવધાની.

Amreli Live

જોક્સ : એક છોકરી પાણીપુરી ખાઈ રહી હતી, 15-20 પાણીપુરી ખાદ્યા પછી તેણે બોયફ્રેન્ડને પૂછ્યું… ડાર્લિંગ

Amreli Live

શ્રાવણમાં બલરામ અને શ્રીકૃષ્ણનો જન્મ, આ મહિનામાં કરવી જોઈએ બાળ ગોપાળની પૂજા, ભગવાનને અર્પણ કરો આવા વસ્ત્ર

Amreli Live

OTT ની દુનિયામાં બાદશાહ કહેવાય છે આ 7 સ્ટાર, જયારે બોલિવૂડમાં હતા નિષ્ફળ સ્ટાર્સ

Amreli Live

16 વર્ષ પછી આવી દેખાય છે ‘કલ હો ન હો’ની નાની જીયા, હવે ઓળખવી મુશ્કેલ.

Amreli Live