આ વિશેષ ટેક્નોલોજીનો ઉપયોગ કરીને બનાવી એવી ઇલેક્ટ્રિક કાર જેને નથી કરવી પડતી ચાર્જ, જાણો તેના વિષે. દુનિયાભરમાં ઝડપથી ઇલેક્ટ્રિક કારોને અપનાવવામાં આવી રહી છે. આ કારો ઓછા ખર્ચમાં ચલાવી શકાય છે સાથે જ તે પર્યાવરણને કોઈ પ્રકારનું નુકશાન નથી પહોચાડતી, ભારતમાં પણ ઘણી ઇલેક્ટ્રિક કારો રહેલી છે પરંતુ ચાર્જીંગ ઈંફ્રાસ્ટ્રક્ચર ન હોવાને કારણે જ લોકો તેને ખરીદવાથી દુર રહે છે.
તેથી હવે Aptera Motors Corp. નામની કંપનીએ Aptera Paradigm નામની પહેલી સોલર ઇલેક્ટ્રિક કાર તૈયાર કરી છે. જેને ક્યારે પણ ચાર્જ કરવાની જરૂર નહિ પડે. આ કાર સૂર્ય માંથી સીધી ઉર્જા લઈને કામ કરે છે અને તેને વારંવાર ચાર્જ કરવાની જરૂર નથી પડતી. આ કારની ડીઝાઈન કોઈ જેટ ફાઈટર પ્લેન જેવી છે. વિશેષ વાત એ છે કે આટલી ફ્યુચરીસ્ટીક હોવા છતાં પણ આ કારની કિંમત ભારતમાં મળતી કોઈ ફૂલ સાઈઝની એસયુવી જેટલી જ છે.
Aptera Motors કોર્પ Aptera Motors એક અમેરિકી સ્ટાર્ટઅપ કંપની છે, જે સૈન ડીએગો, ફેલીફોર્નીયામાં આવેલી છે. Aptera Paradigm કાર આશરે 3.5 સેકંડમાં શૂન્યથી 100 કીલોમીટર પ્રતિ કલાકની સ્પીડ પડકી લે છે અને તેની વધુમાં વધુ સ્પીડ 177 કિલોમીટર પ્રતિ કલાક થઇ શકે છે. એક વખત ચાર્જ ઉપર તે 1000 માઈલ કે લગભગ 1,600 કિલોમીટર સુધી ચલાવી શકાય છે, જે દુનિયામાં રહેલી કોઈ પણ ઇલેક્ટ્રિક વાહનની સરખામણીમાં ઘણી વધુ રેંજ છે.
Aptera એ હાલમાં જ પોતાની Solar Powered Electric Vehicle માટે પ્રી-ઓર્ડર સેલની શરુઆત કરી હતી જેમાં આ કાર 24 કલાકથી પણ ઓછા સમયમાં સોલ્ડ આઉટ થઇ ગઈ. આ કારની માગ ઝડપથી વધી રહી છે અને તેની પાછળનું કારણ છે જોરદાર રેંજ અને તેની નો ચાર્જીંગ સીસ્ટમ. સન લાઈટને કારણે આ કાર ઉર્જા ગ્રહણ કરે છે અને પછી તેને સ્ટોર કરી શકાય છે અને દિવસ રાતમાં તેનાથી કારને ચલાવવા માટે જરૂરી ઉર્જા મળે છે.
કિંમતની વાત કરીએ તો આ કારને 25,900 ડોલર એટલે કે લગભગ 19 લાખ રૂપિયાની શરુઆતની કિંમત ઉપર ઉતારવામાં આવી છે. જાણકારી મુજબ કંપની આ વર્ષથી Aptera Paradigm નું પ્રોડક્શન શરુ કરી દેશે. આ કારમાં બે લોકોને બેસવા માટે સીટોની વ્યવસ્થા છે અને તે એક થ્રી વ્હીલર કાર છે. તેની ડીઝાઈન ઘણી જ ફયુચરીસ્ટીક છે. જે દેખાવમાં ઘણી જ આકર્ષક લાગે છે. તેની કેબીન પણ ઘણી હાઈટેક છે.
Aptera ની આ કારમાં 25.0 kWh થી લઈને 100.0 kWh સુધીની બેટરી લાગેલી છે. આ ઇલેક્ટ્રિક કાર અલગ અલગ મોડલમાં 134 bhp થી લઈને 201 bhp સુધીના પાવર જેનરેટ કરી શકે છે. જાણકારી મુજબ કંપની તેની પ્રોડક્શન શુર કરશે ત્યાર પછી આ કાર બુક કરી ચુકેલા ગ્રાહકો સુધી આ કાર ડીલીવર કરવામાં આવશે.
આ માહિતી જાગરણ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.
Source: gujaratilekh.com