મકર : વર્ષ 2021નું આ સપ્તાહ મકર રાશિના જાતકો માટે ખુબ જ સારું સાબિત થવાનું છે. આ સપ્તાહ દરમિયાન તમારી ઇનકમમાં સતત વધારો થશે, જેના કારણે તમે તમારા ખર્ચાઓ પર નિયંત્રણ રાખી શકશો તેમજ નાણાંનું પણ મેનેજમેન્ટ કરી શકશો. આ સપ્તાહે તમારું આરોગ્ય પણ સારું રહેશે. પ્રવાસ પર જવા માગતા હો, તો સપ્તાહનો છેલ્લો દિવસ તેના માટે ખુબ સારો રહેશે. તમારા સુખના સાધનોમાં વધારો જોવા મળશે. નોકરિયાત વર્ગના જાતકોની વાત કરીએ, તો તેમણે પોતાના કામના સંબંધમાં આવાગમન કરતા રહેવુ પડશે.
ગૃહસ્થ જીવન વિતાવી રહેલા લોકો માટે આ સપ્તાહ ખુબ જ સારું રહેવાનું છે. તમે પોતાના પરિણિત જીવનનો પુરી રીતે આનંદ માણશો અને જે લોકો પ્રણય જીવન વ્યતિત કરી રહ્યા છે, તેમણે આ અઠવાડિયે પોતાની જાતને સાબિત કરવાની રહેશે, કારણ કે તમારા પ્રિય પાત્રની સાથે તમારો કોઇ વાતે ઝગડો થઇ શકે છે. વિદ્યાર્થી વર્ગના જાતકોની વાત કરીએ, તો તેમના માટે સપ્તાહની શરૂઆત સારી રહેશે.
વૃશ્ચિક : વર્ષ 2021નું આ સપ્તાહ વૃશ્ચિક રાશિના જાતકો માટે સારું રહેવાનું છે. આ સપ્તાહે તમે પોતાની જાત પર ખુબ ધ્યાન આપશો અને સાથે જ પોતાની ઇનકમમાં વધારો કરવા માટે શક્ય એટલા તમામ પ્રયાસો કરશો. તમને તેનો ફાયદો પણ જોવા મળશે અને તમે આર્થિક રૂપે મજબૂત બનશો. તમારું આરોગ્ય પણ મજબૂત રહેશે અને તમને તમારા પ્રયાસોમાં સફળતા મળશે. નોકરિયાત વર્ગના લોકોની વાત કરીએ, તો તેમને કામમાં સારો લાભ મળશે.
વેપારી વર્ગના જાતકો માટે પણ આ સપ્તાહ સારું રહેવાનું છે. તમે પોતાની નીતિઓને વધુ સારી રીતે અમલમાં મુકશો, જેનાથી તમને સફળતા પ્રાપ્ત થશે. તમારા પરિવારનું વાતાવરણ શાંતિપૂર્ણ રહેશે. પ્રણય જીવન જીવી રહેલા લોકોને પોતના પ્રિય પાત્રની સાથે ક્યાંક પ્રવાસ પર જવાની તક પ્રાપ્ત થઇ શકે છે. પરિણિત લોકોનું દાંપત્ય જીવન સારું ચાલશે. પ્રવાસ પર જવા માટે સપ્તાહના અંતિમ દિવસો સારા રહેશે.
કન્યા : વર્ષ 2021નું આ સપ્તાહ કન્યા રાશિના જાતકોને મધ્યમ ફળ પ્રદાન કરનારું સાબિત થશે અને સપ્તાહના મધ્ય સમયગાળા દરમિયાન તમને તમારા જીવનની અંદર અનેક પ્રકારની ચડ-ઉતર જોવા મળશે. આ સપ્તાહે તમારું આરોગ્ય સામાન્ય રહેશે, પરંતું તમારે ઋતુગત સમસ્યાઓ અને બીમારીઓથી દૂર રહેવાનો પ્રયાસ કરવો જોઇએ. આ અઠવાડિયે તમારી ઇનકમમાં સારો એવો વધારો થશે, જેનાથી તમને ઘણો કોન્ફિડન્સ પ્રાપ્ત થશે અને સાથે જ તમે કંઇ નવું કરવા વિશે પણ વિચારણા કરશો.
નોકરિયાત વર્ગના લોકોની વાત કરીએ, તો નોકરી સાથે જોડાયેલા જાતકોને કેટલીક સમસ્યાઓનો સામનો કરવો પડી શખે છે અને તેઓ પોતાની નોકરી બદલવા વિશે વિચારણા કરશે. જે લોકો વેપાર કરે છે, તેમને આ સમય દરમિયાન સારો લાભ મળશે. ખાસ કરીને કન્સલટન્સી, લોખંડના વેપારીઓ તેમજ કમ્યુનિકેશન સાથે જોડાયેલા લોકોને વિશેષ લાભ પ્રાપ્ત થશે અને તેમનો વેપાર ગતિ પકડશે.
કર્ક : કર્ક રાશિના જાતકો માટે આ સપ્તાહ ખુબ જ કારગર સાબિત થવાનું છે. વર્ષ 2021ના આ સપ્તાહ દરમિયાન તમે તમારી વ્યસ્તતાઓને કારણે પોતાના પરિવાર, સમાજ અને મિત્રોને વધારે સમય નહીં આપી શકો. તેનાથી વિપરિત તમે તમારા વ્યવસાયિક જીવનમાં પોતાના સંબંધોનો વિસ્તાર કરનારા છો. જોકે, આ સમય દરમિયાન તમને સલાહ અપાય છે કે તમે જ્યારે પોતાના સિનિયરો સાથે વાત કરો ત્યારે સાવધાની દાખવો.
આ સપ્તાહ દરમિયાન તમારે તમારા પિતા, ઉચ્ચ અધિકારી, સરકારી કર્મચારીઓ સહિતના અન્ય સિનિયરો સાથે વાતચીત કરતી વખતે સંયમ દાખવવો જોઇએ. સપ્તાહના અંતમાં કોઇ ધાર્મિક અથવા તો સામાજિક કાર્યક્રમ દરમિયાન ખર્ચ થવાની સંભાવના જોવા મળી રહી છે. વિદ્યાર્થીઓ માટે આ સપ્તાહ સરેરાશ પરિણામ આપનારું સાબિત થશે. આ સમય દરમિયાન વિદ્યાર્થીઓએ કઠણ પરિશ્રમ માટે તૈયાર રહેવું જોઇએ.
વૃષભ : વર્ષ 2021ના બીજા સપ્તાહે વૃષભ રાશિના જાતકોએ માનસિક તણાવનો સામનો કરવો પડશે, જેના કારણે આ સપ્તાહ તેમના માટે મધ્યમ ફળ પ્રદાન કરનારું રહેશે. તમે તમારા કામોમાં ગૂંચવાયેલા રહેશો અને વિમાસણની સ્થિતિને કાણે તમે કોઇપણ એક કામને સંપૂર્ણ રીતે પૂર્ણ કરવામાં પરેશાનીનો સામનો કરશો. તમારા દાંપત્યજીવનમાં તણાવમાં વધારો થવાની સંભાવના છે.
જોકે, પ્રણય સંબંધોની વાત કરીએ તો, આ સપ્તાહે પ્રેમ સંબંધો માટે સમય અનુકૂળ રહેશે. તમારા સાથીની સાથે સમય વ્યતિત કરવા માટેની તમને પૂરી તક પ્રાપ્ત થશે, જેના કારણે તમારું જીવન ખુશનુમા માર્ગ પર આગળ વધશે. વેપારના સંદર્ભમાં તમારે સતર્ક રહેવું જોઇએ, કારણ કે તમારું કોઇ પોતાનું તમને દગો આપી શકે છે. નોકરિયાત વર્ગના લોકો માટે આ સપ્તાહ ખૂબ જ સારું રહેવાનું છે.
મીન : મીન રાશિના જાતકો, વર્ષ 2021નું આ સપ્તાહ તમારા માટે ખુબ જ સારું રહેવાનું છે. આ સપ્તાહ દરમિયાન તમને તમારા ભાગ્યનો પૂરો સાથ મળશે, જેના જોરે તમારા ઘણાં કામ પાર પડશે. તમને ધનની આવક પણ થશે. તમારી આર્થિક સ્થિતિમાં મજબૂતી આવશે. નોકરિયાત વર્ગના જાતકોના રાશિફળની વાત કરીએ, તો નોકરી કરતા લોકોને પોતાના કામમાં આનંદની પ્રાપ્તી થશે, પરંતુ ટારગેટ પૂર્ણ નહીં કરી શકવાને કારણે શક્ય છે કે તમારી સાથે કામ કરનારા તમારા સાથી કર્મચારીઓ સાથે તમારો ઝઘડો થાય.
તમે વાતચીત કરતી વખતે સાવધાની રાખજો, વેપારી વર્ગના જાતકોની વાત કરીએ, તો તેમના આ માટે આ સપ્તાહ પ્રગતિદાયક રહેશે. તમારા બિઝનેસમાં ગતિ જોવા મળશે. આ સમય દરમિયાન તમારું આરોગ્ય સારું રહેશે અને તમે દરેક પડકારનો સામનો કરવા માટે તૈયાર રહેશો. મિત્રોની સાથે તમે સમય ગાળશો. તમારું પ્રણય જીવન ખુશનુમા રહેશે.
ધનુ : ધન રાશિન જાતકો માટે વર્ષ 2021નું આ અઠવાડિયું મધ્યમ ફળ પ્રદાન કરનારું સાબિત થવાનું છે. આ સપ્તાહની શરૂઆતના સમયમાં તમારા ખર્ચામા વધારો થશે અને તમે સતત ચિંતિત રહેશો, પરંતુ થોડા સમય બાદ તમારી પરિસ્થિતિઓમાં પરિવર્તન આવશે અને સાથે જ તમારી આર્થિક સ્થિતિમાં સુધારો થશે. તમને તમારા વિરોધીઓની કોઇ ચિંતા નહીં રહે, કારણ કે તેઓ ઇચ્છીને પણ તમારું કંઇ અહિત કરી શકશે નહીં. આ સપ્તાહ દરમિયાન તમારા વ્યક્તિત્વમાં આકર્ષણમા વધારો થશે.
લોકો તમારી પાસે આવશે. નોકરિયાત વર્ગના જાતકોની વાત કરીએ, તો તેમને આ સમય દરમિયાન તેમની મહેનતનું સારું ફળ પ્રાપ્ત થશે. તમને સરકારી ક્ષેત્ર તરફથી લાભ મળવાના યોગ પણ બની શકે છે. વેપારી વર્ગની વાત કરીએ, તો તેમના માટે પણ આ સમય સારો રહેવાનો છે. તમારે પોતાના કામને આગળ વધારવા માટે દૂરંદેશી રાખીને કામ લેવું પડશે. તમે આ સપ્તાહ દરમિયાન કોઇ નવો મોબાઇલ અથવા લેપટોપ ખરીદી શકો છો.
સિંહ : સિંહ રાશિના જાતકો, વર્ષ 2021નું આ સપ્તાહ તમારા માટે ખુબ જ ફળદાયક સાબિત થવાનું છે. આ સપ્તાહના પ્રારંભમાં જ તમે ક્યાંક પ્રવાસ પર જઇ શકો છો, જેમાં તમારે કેટલીક સમસ્યાઓનો સામનો કરવો પડશે. આ સમયગાળા દરમિયાન તમારું આરોગ્ય બગડી શકે છે, પરંતું સપ્તાહનો મધ્ય અને અંતિમ તબક્કો તમારા માટે ખુબ જ સારો રહેશે. તમે પરિવાર તરફ ધ્યાન આપશો. જરૂરિયાત માટેના ખર્ચ પણ કરશો. પરિવારમાં પોતિકાપણાની લાગણી જોવા મળશે.
જોકે, પ્રણય જીવન જીવી રહેલા જાતકોએ કેટલીક સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. કોઇ અન્ય વ્યક્તિના હસ્તક્ષેપને કાણે તમારા સંબંધો ખરાબ થાય તેવી સંભાવના જોવા મળી રહી છે. પરિણિત લોકોનું દાંપત્ય જીવન ખુશનુમા રહેશે. તેમને આ સપ્તાહે પ્રેમની પ્રાપ્તી થશે. નોકરિયાત વર્ગના લોકોની વાત કરીએ, તો આ સપ્તાહે નોકરી સાથે જોડાયેલા જાતકોએ પોતાના કામ પર ધ્યાન આપવું પડશે, નહીંતર નોકરી ગુમાવવાનો ખતરો પેદા થઇ શકે છે.
મેષ : મેષ રાશિના જાતકો આ સપ્તાહ આપના માટે મધ્યમ ફળ આપનારું રહેશે. તમે કોઇ વાતે ચિંતામાં અટવાયેલા રહી શકો છો, પરંતુ જેમ-જેમ સમય વિતશે અને તમે આગળ વધશો તેમ-તેમ આપને સફળતા પ્રાપ્ત થશે. પોતાના પ્રણય જીવનને સુંદર બનાવવા માટે તમે કઇ દર્શનીય સ્થળની યાત્રા પર જઇ શકો છો. પોતાના પિતાના આરોગ્યની સારસંભાળ રાખો અને તેમની સાથે થોડો સમય જરૂરથી ગાળો. નોકરિયાત વર્ગના લોકોને તેમની મહેનતનું ફળ પ્રાપ્ત થશે અને પોતાના બોસ પાસેથી પ્રસંશા પ્રાપ્ત કરવામાં સફળ થશો.
વેપારી વર્ગ માટે આ સમય પ્રોફિટ પ્રાપ્ત કરવા માટે એકદમ ઉત્તમ છે. 2021ના બીજા સપ્તાહમાં મેષ રાશીના જાતક એવા વિદ્યાર્થીઓ કોઇ ટૂર પર જઇ શકે છે, જ્યાં તેમને કોઇ મૉન્યૂમેન્ટની જાણકારી પ્રાપ્ત થશે. તમારું આરોગ્ય સારૂ અને સુખદ રહેશે અને તમે જોરદાર વ્યાયામ કરશો, જેનાથી પોતાની તંદુરસ્તી જાળવી રાખવામાં સરળતા રહેશે. આ સપ્તાહે કોઇ લાંબા પ્રવાસે જવાના સારા સંયોગ બનશે.
કુંભ : વર્ષ 2021નું આ સપ્તાહ કુંભ રાશિના જાતકો માટે કેવુ રાશિફળ પ્રદાન કરશે, તે તરફ એક દૃષ્ટિ કરીએ, તો આ અઠવાડિયું તમારા માટે ખુબ જ સારું સાબિત થવાનું છે. આ સપ્તાહ દરમિયાન તમે તમારા કામ પર પૂરુ ધ્યાન આપશો, જેથી કરીને તમારા કામમાં ચાલી આવી રહેલી સમસ્યાઓમાંથી તમને મુક્તિ પ્રાપ્ત થશે. તમે પરિવારની જરૂરિયાતોને સમજીને પારિવારિક જીવનને ખુશહાલ બનાવવા માટેના પ્રયાસ કરશો. તમારા આરોગ્યમાં થોડો સુધારો જોવા મળશે, પરંતુ તેમ છતાં તમે તમારા ખાન-પાન પર ધ્યાન રાખજો, મેદસ્વિતામાં વધારો થઇ શકે છે અને સાથે જ તમને પગમાં ઇજા થવાની પણ આશંકા રહી શકે છે.
આ સમય દરમિયાન તમારી ઇનકમમાં વધારો થશે. સાથે જ તમને મોટા-મોટા લોકો સાથે હળવા મળવાની અને તેમની સાથે ક્યાંક પાર્ટીમાં જવાની તક પ્રાપ્ત થશે. તમારા સંપર્ક સારા બનશે. નોકરિયાત વર્ગના જાતકોની વાત કરીએ, તો નોકરિયાત વર્ગ માટે આ સમય સારો રહેવાનો છે, જે લોકો વેપાર સાથે જોડાયેલા છે, તેમને તેમના વેપારમાં સારી પ્રગતિ જોવા મળશે. તમારી ઇનકમમાં વૃદ્ધિ થશે.
તુલા : વર્ષ 2021નું આ સપ્તાહ તુલા રાશિના જાતકો માટે કેવું ભાગ્યફળ પ્રદાન કરશે તેની તરફ દૃષ્ટિ કરીએ, તો તુલા રાશિના જાતકો આ સપ્તાહ દરમિયાન પોતાની જવાબદારીઓ તરફ વધારે ધ્યાન આપશે અને સાથે પરિવાર પ્રત્યેની પોતાની ફરજોનું પણ પાલન કરશે. આ સપ્તાહ તમારા માટે સામાન્ય ફળ પ્રદાન કરનારું રહેશે. તમારી નોકરીમાં મહેનતના પરિણામો સ્પષ્ટ જોવા મળશે અને તમને ક્યાંક બીજા સ્થળે કામને સંભાળવા માટે મોકલવામાં આવે તેવી સંભાવના છે.
જે લોકો વેપાર કરે છે, તેમના માટે આ સપ્તાહ ઘણું સારું રહેવાનું છે અને તમને તમારી આશા અનુસાર પરિણામની પ્રાપ્તી થશે. તમારા પરિવારનું વાતાવરણ પણ સારું રહેશે અને પરિવારના સભ્યો એકજૂથ થઇને પોતાના જીવનને સમૃદ્ધ બનાવવાની દિશામાં પ્રયાસ કરશે. પરિણિત લોકોનું ગૃહસ્થ જીવન સારું ચાલશે. તમારા જીવનસાથી કોઇ વાતે ઉતાવળ દેખાડી શકે છે, જેનું પરિણામ સારું નહીં રહે. તેવામાં તમારે થોડું ધ્યાન આપવું પડશે. પ્રેમી યુગલોની વાત કરીએ, તો તેમના માટે આ સપ્તાહ સારું રહેવાનુ છે.
મિથુન : મિથુન રાશિના જાતકોને વર્ષ 2021નું બીજું સપ્તાહ કેવું ફળ આપશે, તેની પર નજર કરીએ , આ સપ્તાહ તમારા માટે સામાન્ય ફળ પ્રદાન કરનારું રહેશે. તમારે આ સપ્તાહે માનસિક ચિંતાઓથી દૂર રહેવાનો પ્રયાસ કરવો જોઇએ, કારણ કે તેનાથી તમારું આરોગ્ય પણ સુધરશે અને તમારી સામે આ સમયે આર્થિક પડકારો પણ આવી શકે છે. દાંપત્ય જીવન માટે આ સમય ખુશીઓ ભરેલો રહેશે. જીવનસાથી થોડો ગુસ્સો દેખાડશે, પરંતું તે ગુસ્સા પાછળ તેમનો પ્રેમ છુપાયેલો રહેશે.
જે લોકો કોઇને પ્રેમ કરે છે, તેમણે આ સપ્તાહે થોડું સાવધાન રહેવું પડશે, કારણ કે નાની-અમથી વાતો પર પણ ઝઘડો થવાની સ્થિતિ સર્જાઇ શકે છે. તમારું આરોગ્ય નબળું રહેશે, તેથી તમારે થોડું ધ્યાન આપવું પડશે. નોકરિયાત વર્ગના લોકોએ કામના મામલે ખુબ જ સાવધાની રાખીને ચાલવું પડશે. કેટલાક લોકો તમને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરી શકે છે. જે લોકો વેપાર કરે છે, તેમના માટે આ સમય ખુબ જ સરો રહેશે. પ્રવાસ પર જવા માટે વિકેન્ડનો સમય બેસ્ટ ઓપ્શન રહેશે.
Source: gujaratilekh.com