ઘરમાં માં લક્ષ્મીનો વાસ બનવી રાખવા માટે ધ્યાનમાં રાખો આ વાતો, ક્યારેય થશે નહિ ધનની ઉણપ. કેટલાક મકાનોની રચના અને તેમાં વસતા લોકોની રહેણીકરણી એવી હોય છે કે, જેના કારણે માતા લક્ષ્મી તે મકાનમાં નથી રહેતા. ચાલો આજે તેના વિશે જાણીએ.
ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ જાળવવા માટે શુક્રવારે દેવી લક્ષ્મીની પૂજા કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે, ઘરમાં લક્ષ્મીની વિધિ પૂર્વક પૂજા કરવાથી તે પ્રસન્ન થાય છે, અને વ્યક્તિના ઘરમાં ધનવર્ષા થાય છે. તેનાથી ક્યારેય ઘરમાં પૈસાની તંગી નથી થતી. જોકે કેટલીક વાર ઘરમાં ખૂબ પૂજા પાઠ કર્યા પછી પણ કોઈ બરકત થતી નથી. જો તમે પણ ઇચ્છતા હોવ કે, માતા લક્ષ્મીના આશીર્વાદને લીધે તમારા ઘરમાં ક્યારેય કોઈ આર્થિક સમસ્યા ન આવે, તો શુક્રવારે આ પદ્ધતિથી માતા લક્ષ્મીની પૂજા કરો.
આ પૂજા પદ્ધતિથી માં લક્ષ્મીની કરો પૂજા, તો તમારા ઘરે થશે બરકત :
જો તમારા હાથમાં પૈસા નથી ટકતા અને બધાં પૈસા ખર્ચ થઈ જાય છે, તો તમારે પૂજા ઘરમાં માતા લક્ષ્મીનો એવો ફોટો લગાવવો જોઈએ, જેમાં માં લક્ષ્મી ઉભા હોય અને તેમના હાથમાંથી ધન પડી રહ્યું હોય. માતાના ફોટા સામે ઘી નો દીવો જરૂર પ્રગટાવો, લક્ષ્મી માં ને અત્તર ચઢાવો. અને પછી તે અત્તરનો તમે નિયમિત રૂપે ઉપયોગ કરો.
જો તમારા હાથથી બિનજરૂરી રીતે પૈસા ખર્ચ થાય છે, તો દરરોજ 1 રૂપિયાનો સિક્કો માતાના ચરણોમાં અર્પણ કરો અને મહિનાના અંતે તેને ભેગા કરીને કોઈ ભાગ્યશાળી મહિલાને દાન કરો.
જો તમારે વારંવાર પૈસાની મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે, તો તમારે નીચેની ભૂલો સુધારવી જોઈએ.
જે ઘરમાં પૂજાના દીવડાઓ ફૂંક મારીને ઓલવવામાં આવે છે, ત્યાં માં લક્ષ્મી ટકતા નથી.
તૂટેલી કાંસકીથી વાળને ઓળવા એ ઘરમાં ધન માટે અપશુકન માનવામાં આવે છે.
જો તમે તમારા પગ ધોયા વગર અથવા ભીના પગે રાત્રે સૂઈ જાઓ છો, તો તે ધન માટે અપશુકન છે. આવું ક્યારેય ના કરો.
જો તમારા ઘરમાં રાતના સમયે એઠાં વાસણોનો ઢગલો રહે છે અને તેને સવારે સાફ કરવામાં આવે છે, તો આવા ઘરમાં લક્ષ્મી માતા નથી રહેતા. આ ટેવ સુધારો.
જો તમને નખ ચાવવાની અથવા દાંત કકડાવવાની ટેવ છે, તો તે પણ પૈસા માટે સારું નથી. આવી ટેવ બદલો.
લક્ષ્મી એવા ઘરોમાં રહેતી નથી જ્યાં સૂર્યાસ્ત પછી સાવરણી વડે કચરો વાળવામાં આવે.
જે ઘરોમાં નિયમિત રીતે શંખ વગાડવામાં આવતો ન હોય, અને દેવી-દેવતાઓને અપશબ્દો (ગાળ) બોલવામાં આવે ત્યાં પણ લક્ષ્મી રહેતી નથી.
જે ઘરમાં પૂર્વજોનું શ્રાદ્ધ કરવામાં આવતું નથી ત્યાં લક્ષ્મી ટકતી નથી.
Source: gujaratilekh.com