26 C
Amreli
22/09/2020
bhaskar-news

આવતીકાલે સવારે 6 વાગ્યાથી અમદાવાદ, રાજકોટ અને સુરતમાંથી કર્ફ્યૂ હટાવી લેવામાં આવશેઆવતીકાલે સવારે 6 વાગ્યાથી અમદાવાદ, રાજકોટ અને સુરતમાંથી કર્ફ્યૂ હટાવી લેવામાં આવશે. મહત્વનું છે કે, કોરોનાને કંટ્રોલ કરવા માટે શિવાનંદ ઝાએ કર્ફ્યૂની જાહેરાત કરી હતી. જેનો સમયગાળો કાલે સવારે છ વાગે પૂર્ણ થશે.રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 3000 જેટલા ટેસ્ટ કરવામાં આવ્યા છે, તેમાંથીકોરોનાના 217 પોઝિટિવ કેસ નોંધાયા છે અને 79 દર્દીઓ સાજા થયા છે. જ્યારે 9ના મોત થયા છે. આમ રાજ્યમાં કુલ દર્દી 2624 થયા છે. જેમાં 112ના મોત થયા છે અને 258 દર્દી સાજા થયા છે. નવા 217 કેસમાંઅમદાવાદમાં 151, સુરતમાં 41, વડોદરામાં 7, આણંદમાં 3, બોટાદમાં 2, ભરૂચમાં 5, ખેડામાં 2 કેસ જ્યારેઅરવલ્લી, ભાવનગર, ગાંધીનગર, પંચમહાલ, વલસાડ અને ડાંગમાં એક એક કેસ સામે આવ્યો છે.

કુલ 2,624 દર્દીમાંથી 28 દર્દી વેન્ટીલેટર પર

આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ જણાવ્યું કે, આજે 13 જિલ્લામાં કોરોનાના પોઝિટિવ કેસ સામે આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં 3000 ટેસ્ટ કરવામાં આવ્યા છે અને તેમાંથી 217 કેસ પોઝિટિવ આવ્યા છે. ગુજરાત આંકડાની દ્રષ્ટીએ ક્યાં નંબર પર છે તે મહત્વપૂર્ણ નથી. રાજ્યમાં આજે 150 વેન્ટીલેટર ઉપલબ્ધ થયા. જ્યારે 80 ટકા કેસો હોટસ્પોટ વિસ્તારમાં નોંધાયા છે.કુલ 2,624 દર્દીમાંથી 28 દર્દી વેન્ટીલેટર પર છે જ્યારે2226ની હાલત સ્થિર છે અને258 દર્દી સાજા થઈને ઘરે પાછા ફર્યાં છેઅને 112 દર્દીના મોત થયા છે. અત્યાર સુધીમાં 42,384 ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાંથીકુલ 2,624ના રિપોર્ટ પોઝિટિવ અને 39,760ના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે.
6 ગુનામાં 22 લોકો સામે પાસા હેઠળ કાર્યવાહીઃ રાજ્ય પોલીસ વડા

લોકડાઉન દરમિયાન કોરોના વોરિયર્સ અને પોલીસ પર હુમલા થયા તેમાં પાસા સહિતની કાર્યવાહી કરવામાં આવી છે. રાજ્યમાં આ પ્રકારના 6 ગુનામાં 22 લોકો સામે પાસા હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે. રાજ્યમાં કર્ફ્યૂભંગના 418 ગુના નોઁધાયા છે. જેમાં 438 લોકોની ધરપકડ કરવામાં આવી છે. ડ્રોન સર્વેલન્સ દ્વારા લોકડાઉનનો ભંગ કરનારાઓ સામે ગુનો નોંધી અત્યારસુધી 16 હજાર લોકોની ધરપકડ કરવામાં આવી છે.
23 એપ્રિલે સવારથી અત્યારસુધી બનેલી મહત્વપૂર્ણ ઘટનાઓ
>> કોરોનાગ્રસ્ત દર્દીઓને હોસ્પિટલ પહોંચાડતી 50 જેટલી 108 એમ્બ્યુલન્સને અમદાવાદ સિવિલ ખાતે ડિસઇન્ફેક્ટેડ-સ્ટરિલાઇઝ કરવામાં આવી
>> વડોદરાની સયાજી હોસ્પિટલમાં કોરોનાનો દર્દી આઇસોલેશન વોર્ડમાંથી નીકળીને કેન્ટીનમાં જમવા બેસી ગયો

>> રાજકોટમાં પોલીસ એક્શનમાં આંટાફેરા મારતા લોકો સામે કડક કાર્યવાહી
>> સુરતના ડીંડોલી વિસ્તારમાં કોરોનાનો પોઝિટિવ કેસ આતા તંત્રમાં દોડધામ, તમામ જગ્યાને સેનિટાઇઝ કરવામાં આવી
>> કેન્દ્રીય આરોગ્ય વિભાગની ટીમ રાજકોટમાં, કોરોનાની કામગીરીને લઈને બેઠકમાં સમીક્ષા કરી
>> ગુજરાતમાં પ્રથમ વખત એક સાથે 45 દર્દીઓ કોરોના મુક્ત થયા, વડોદરામાં હોસ્પિટલમાંથી રજા અપાઇ

એક્સપોર્ટનો ઓર્ડર ધરાવતા શહેરી વિસ્તારના ઉદ્યોગો 25મી એપ્રિલથી શરૂ કરવામાં આવશે
એક્સપોર્ટનો ઓર્ડર ધરાવતાહોય તેવા ઉદ્યોગો કે જે શહેરમાં આવતા હોય પરંતુ કન્ટેન્મેન્ટ વિસ્તારની બહાર હોય તેવા ઉદ્યોગોને 25 એપ્રિલથી ચાલુ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે, આ માતે તમામ જિલ્લાના કલેક્ટરને અરજી કરવાની રહેશે, તેમ મુખ્યમંત્રીના સચિવ અશ્વિની કુમારે જણાવ્યું છે.

ટેસ્ટમાં કોઇપણ પ્રકારનો ઘટાડો કરવામાં આવ્યો નથીઃ જયંતિ રવિ
ટેસ્ટમાં કોઇપણ પ્રકારનો ઘટાડો કરવામાં આવ્યો નથી. પહેલા જેટલા ટેસ્ટ કરવામાં આવતા હતા તેટલા જ ટેસ્ટ કરાશે. દરરોજના 3 હજાર ટેસ્ટમાંથી 2500 ટેસ્ટ અલગ-અલગ વિસ્તારમાં કરવામાં આવશે જ્યારે 500 ટેસ્ટ ક્વૉરન્ટીન કરવામાં આવેલા લોકોમાં કરાશે. મૃત્યુ પામનાર 67 દર્દીમાંથી 60 દર્દી બિમારીથી પીડાતા હતા. ડાયાબિટીસ અને ટીબી જેવી ગંભીર બિમારીઓના કારણે રોગપ્રતિકારક શક્તિ ઘટી જાય છે. ગંભીર બિમારી હોય એ લોકોએ વધારે ધ્યાન રાખવું પડશે. વૃદ્ધો અને બાળકો બહાર ન નીકળે તેમ આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ જણાવ્યું છે.

કુલ દર્દી 2624, 112ના મોત અને 258 ડિસ્ચાર્જ

શહેર પોઝિટિવ કેસ મોત ડિસ્ચાર્જ
અમદાવાદ 1652 69 113
વડોદરા 218 11 53
સુરત 456 13 13
રાજકોટ 41 00 12
ભાવનગર 33 05 18
આણંદ 33 02 09
ભરૂચ 29 02 03
ગાંધીનગર 18 02 11
પાટણ 15 01 11
નર્મદા 12 00 00
પંચમહાલ 12 02 00
બનાસકાંઠા 16 00 01
છોટાઉદેપુર 11 00 03
કચ્છ 06 01 01
મહેસાણા 07 00 02
બોટાદ 11 01 00
પોરબંદર 03 00 03
દાહોદ 04 00 00
ખેડા 05 00 01
ગીર-સોમનાથ 03 00 02
જામનગર 01 01 00
મોરબી 01 00 00
સાબરકાંઠા 03 00 02
મહીસાગર 9 00 00
અરવલ્લી 18 01 00
તાપી 01 00 00
વલસાડ 04 01 00
નવસારી 01 00 00
ડાંગ 01 00 00
કુલ 2624 112 258

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


ફાઇલ તસવીર


Corona Gujarat LIVE Corona death toll crossed 100 in gujarat


Corona Gujarat LIVE Corona death toll crossed 100 in gujarat


Corona Gujarat LIVE Corona death toll crossed 100 in gujarat


Corona Gujarat LIVE Corona death toll crossed 100 in gujarat


Corona Gujarat LIVE Corona death toll crossed 100 in gujarat

Related posts

રાજ્યમાં કોરોનાના નવા 228 પોઝિટિવ કેસ, અમદાવાદમાં જ 140, રેપિડ બ્લડ ટેસ્ટની સંખ્યા વધારાશે, કુલ દર્દી 1604

Amreli Live

ગુજરાતમાં મોત સવા સો પાર, 191 નવા કેસ, 15 મોત, 191માંથી 169 કેસ અને 15માંથી 14 મોત અમદાવાદમાં

Amreli Live

2.11 લાખ મોત: આર્જેન્ટિનાએ 1 સપ્ટેમ્બર સુધી કોમર્શિયલ ફ્લાઈટ્સ ઉપર બેન મૂક્યો; સિંગાપોરમાં મહામારી બીજા તબક્કામાં

Amreli Live

SVP હોસ્પિટલમાં કોરોનામાંથી સાજા થયેલા વલય શાહે દર્દીને અપાતી સારવાર અને સગવડોની વિગતો શેર કરી

Amreli Live

17 લાખથી વધારે કેસઃ અમેરિકામાં 20,069 લોકોના મોત, જે દુનિયામાં સૌથી વધારે, ઇટાલીમાં અત્યાર સુધી 100 પાદરીઓએ પણ દમ તોડ્યા

Amreli Live

રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં કર્ફ્યુ ; નવા વિસ્તારોમાં કેસ વધવા ચિંતાજનક સ્થિતિ, રાજ્યમાં કુલ 1021 દર્દી

Amreli Live

રાજ્યમાં 1 દિવસમાં 510 કેસ, અત્યાર સુધી 19119 લોકો સંક્રમિતઃ 1190 દર્દીના મોત, કુલ 13 હજારથી વધુ દર્દીઓ ડિસ્ચાર્જ

Amreli Live

ગુજરાતમાં 230 નવા કેસ, 178 કેસ તો માત્ર અમદાવાદમાંથી આવ્યા, કુલ 3301 કેસ, સરકારે લૉકડાઉનની છૂટ પરત ખેંચી

Amreli Live

રાજ્યમાં આજે 29 નવા દર્દીઓ નોંધાતા કોરોનાના કુલ 175 દર્દી, ત્રણના મોત સાથે મૃત્યુઆંક 15 પર પહોંચ્યો

Amreli Live

આરોગ્ય મંત્રાલયે કહ્યું- દેશમાં કોરોનાના 2902 કેસ, તબલીઘ જમાતના સંક્રમિત લોકોની સંખ્યા 1023 છે

Amreli Live

શિવરાજસિંહ ચૌહાણ કોરોના પોઝિટિવ, સંક્રમિત થયેલા દેશના પ્રથમ મુખ્યમંત્રી

Amreli Live

વડોદરામાં વધુ 17, કચ્છમાં 2 પોઝિટિવ કેસ સાથે રાજ્યમાં 24 કલાકમાં 95 કેસ, રાજ્યમાં કોરોનાના કુલ કોરોનાના 281 દર્દી

Amreli Live

વડોદરામાં પાંચ અને ભાવનગરમાં વધુ બે પોઝિટિવ કેસ, રાજ્યમાં આજે 11 નવા કેસ, અત્યાર સુધીમાં 186 દર્દી નોંધાયા

Amreli Live

જંગલેશ્વરની એક જ શેરીમાં આજે 5 સહિત 24 કલાકમાં 7 અને ભાવનગરમાં વધુ 4 પોઝિટિવ કેસ નોંધાયા

Amreli Live

પોતે કેન્સર પીડિત હોવા છતાં સુરતના લેબ ટેક્નિશિયન કોરોના શંકાસ્પદ દર્દીઓના સેમ્પલ લઈ રહ્યા છે

Amreli Live

અમેરિકામાં સતત ત્રીજા દિવસે 60 હજારથી વધારે કેસ, ફ્રાન્સમાં મૃત્યુઆંક 30 હજારને પાર

Amreli Live

લખ્યું- રાજસ્થાનમાં સરકાર પાડવાના પ્રયત્નો થઇ રહ્યા છે, કેન્દ્રીય મંત્રી ગજેન્દ્રસિંહ, ભાજપ અને અમારી પાર્ટીના અમુક નેતા સામેલ

Amreli Live

ઓરેન્જ, ગ્રીન કે રેડ ઝોનમાં પાન-માવાની દુકાન નહીં ખુલે, રાજકોટમાં પણ કડક લોકડાઉનનું પાલન થશેઃ અશ્વિની કુમાર

Amreli Live

CM રૂપાણીને મળનારા ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ , હોસ્પિટલમાં દાખલ થશે

Amreli Live

દિલ્હીની પરિસ્થિતિ અંગે ચર્ચા કરવા આજે ગૃહમંત્રીએ સર્વપક્ષીય બેઠક બોલાવી

Amreli Live

સુરતમાં HIV પીડિત યુવકે CISFના જવાનના હાથની આંગળીમાં બચકું ભરી લીધું

Amreli Live