31.6 C
Amreli
09/08/2020
કલેક્ટર ઓફિસ

આર્થિક તંગી સામે ઝઝૂમી રહેલા વધુ એક એક્ટરે મુંબઈ છોડ્યું, 1400 કિમી ડ્રાઈવ કરીને ઘરે ગયો

થોડા દિવસ પહેલા જ ટીવી એક્ટર શાર્દૂલ પંડિતે ડિપ્રેશન, કામનો અભાવ અને આર્થિક તંગીના કારણે મુંબઈને અલવિદા કહ્યું હતું. શાર્દૂલ મુંબઈ છોડીને પોતાના પરિવાર પાસે ઈંદોર પહોંચી ગયો છે. ત્યારે વધુ એક ટીવી એક્ટરે માયાનગરી મુંબઈને રામ રામ કહી દીધા છે. ‘હેવાન’, ‘સાથ નિભાના સાથિયા’ અને ‘સિદ્ધિવિનાયક’ જેવી ટીવી સીરિયલોમાં કામ કરી ચૂકેલા એક્ટર કરણ ખંડેલવાલે મુંબઈને અલવિદા કહ્યું છે. આર્થિક તંગીના કારણે કરણ મુંબઈ છોડીને પોતાના હોમટાઉન કેરળ જતો રહ્યો છે. એક્ટર પોતાની કાર ડ્રાઈવ કરીને મુંબઈ પહોંચ્યો હતો.

હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો

મુંબઈમાં પડી રહેલી તકલીફ વિશે વાત કરતાં કરણે કહ્યું, “કોરોના વાયરસના કારણે સૌથી વધુ અસરગ્રસ્ત શહેરોમાં મુંબઈનો સમાવેશ થાય છે. મારા વિસ્તારમાં કોરોના વાયરસના કેસો સતત વધી રહ્યા હતા. હું ખોરાક સહિતની જરૂરી સામગ્રી પણ લાવી શકું તેવી સ્થિતિ નહોતી. સાથે જ અહીંના ખર્ચા પોસાય તેવા પણ નહોતા. હું છેલ્લા ઘણા વર્ષોથી મુંબઈમાં રહું છું પરંતુ હાલમાં જે સ્થિતિ ઊભી થઈ છે તેણે મને આ શહેર છોડવા પર મજબૂર કર્યો. 1400 કિલોમીટર કાર ડ્રાઈવ કરીને હું મારા ઘરે પહોંચ્યો હતો.”

આર્થિક તંગી વિશે વાત કરતાં કરણે જણાવ્યું, “મારો પરિવાર મને આર્થિક રીતે મદદ કરતો હતો. લોકડાઉન થયું તે પહેલા મેં એક વેબ શો માટે શૂટિંગ કર્યું હતું અને તેનું પેમેન્ટ પણ મળી ગયું હતું. જેના કારણે થોડી મદદ મળી રહી. જો કે, આ સિવાય મારા અન્ય પ્રોજેક્ટના રૂપિયા હજુ મળ્યા નથી. હવે હું કોઈ નવા શો સાથે જોડાઉં તો પણ મને પેમેન્ટ મળતા અમુક મહિના લાગશે. એટલે મારી પાસે ઘરે પરત જવા સિવાય કોઈ વિકલ્પ બચ્યો નહોતો.”

ભૂતકાળમાં મલયાલમ ટીવી સીરિયલમાં કામ કરી ચૂકેલા કરણે આગળ કહ્યું, “લોકડાઉન પહેલા હું કશાકનું શૂટિંગ કરતો હતો એ દરમિયાન મને લોઅર બેકમાં ઈજા થઈ હતી. જેના કારણે કેરળ સુધી કાર ચલાવીને જવું મુશ્કેલ થયું હતું. પરંતુ હું ખુશ છું કે સલામત રીતે ઘરે આવી ગયો છું.”


Source: iamgujarat.com

Related posts

ઘોર કળિયુગ! વડોદરામાં મા-બાપે 17 વર્ષની પ્રેગ્નેટ છોકરીને ₹50 હજારમાં વેચી દીધી

Amreli Live

04 જુલાઈ, 2020નું રાશિફળ: જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ

Amreli Live

રાજ્યમાં કોરોનાનું સંક્રમણ વધતાં દિવાળી પછી પણ સ્કૂલો બંધ રહેશે?

Amreli Live

ચીનને વધુ એક મોટો ફટકોઃ કાનપુર અને આગરા મેટ્રો પ્રોજેક્ટ માટે ચાઈનીસ કંપનીનું ટેન્ડર રિજેક્ટ

Amreli Live

આ શહેરમાં જુલાઈના અંત સુધીમાં 2 લાખ સુધી પહોંચી શકે છે કોરોનાના કેસ

Amreli Live

દીપિકા કક્કરે પતિ શોએબના બર્થ ડે પર બનાવી ખાસ કેક, ફેન્સ સાથે કર્યું ‘વર્ચ્યુઅલ સેલિબ્રેશન’

Amreli Live

વિશ્વના ટોપ-10 ધનિકોમાં સામેલ થયા મુકેશ અંબાણી, જાણો કેટલી છે સંપત્તિ

Amreli Live

1 જુલાઈ જન્મદિવસ રાશિફળ: જાણો, આજે જન્મેલા જાતકોનું આગામી વર્ષ કેવું રહેશે

Amreli Live

કોરોનાને અટકાવવા સમગ્ર વડોદરામાં આજથી ડોર ટૂ ડોર સર્વેલન્સની ઝુંબેશ શરૂ

Amreli Live

વર્ષ 2015 પછી પ્રથમ વખત દક્ષિણ ગુજરાત કરતા સૌરાષ્ટ્રમાં વધારે વરસાદ

Amreli Live

22 જુલાઈ જન્મદિવસ રાશિફળ: જાણો કેવું રહેશે આપનું આગામી એક વર્ષ

Amreli Live

નવસારી: આત્મહત્યા કરનાર યુવતીનું અંગદાન, પિતાએ કહ્યું- ‘આ રીતે મારી દીકરી જીવિત રહેશે’

Amreli Live

આજે ગ્રહણ સમયે મનોકામના પ્રમાણે કરો આ ચોપાઈનો જાપ, મળશે પરિણામ

Amreli Live

આ છોકરાએ જૂના ન્યૂઝપેપરમાંથી તૈયાર કર્યું ટ્રેનનું મોડલ

Amreli Live

ઓનલાઈન અભ્યાસ માટે દરેક વિદ્યાર્થી પાસે નહોતા સ્માર્ટફોન, આચાર્યએ લગાવ્યા લાઉડસ્પીકર

Amreli Live

ભારત અને ચીન વચ્ચે વધેલા તણાવથી સુરતને આ રીતે થઈ શકે છે મોટો ફાયદો

Amreli Live

ગુજરાત પોલીસ ખાતાના કોન્સ્ટેબલ પણ હવે ગુનાની તપાસ કરી શકશે

Amreli Live

પૂરના પાણીમાં ફસાયેલા લોકોની મદદ કરવા ધારાસભ્ય કેડ સમા પાણીમાં ઉતર્યા

Amreli Live

ચીન સામે ગુજરાતભરમાં વિરોધ પ્રદર્શન, ચાઈનીઝ પ્રોડક્ટ સળગાવીને વ્યક્ત કર્યો રોષ

Amreli Live

સુરતઃ ‘કોરોના વોરિયર્સ’ પર વધી રહ્યું છે જોખમ, વધુ 10 ડોક્ટર્સ સંક્રમિત

Amreli Live

લારી પર મળતી ચાઈનીઝ મેગી ઘરે જ બનાવી લો, ઈઝી છે રેસિપી

Amreli Live