તમારા આ 4 કામોને લીધે વધી શકે છે ખરાબ શક્તિઓની અસર, જાણો કયા છે તે કામો.
જો કોઈ વ્યક્તિને ખરાબ નજર લાગી જાય છે, તો તે તરત બીમાર થઈ જાય છે, અથવા તેના કામોમાં મુશ્કેલીઓ વધી શકે છે. અમુક કામ એવા છે, જેના લીધે ખરાબ નજર અને ખરાબ શક્તિઓ (નકારાત્મકતા) જલ્દી હાવી થઈ જાય છે. નકારાત્મકતાને કારણે વ્યક્તિએ માનસિક તણાવનો સામનો કરવો પડે છે. તંત્ર શાસ્ત્રમાં અમુક એવા કામ જાવવામાં આવ્યા છે, જે કરવાથી બચવું જોઈએ. નહીં તો ખરાબ નજર લાગી શકે છે. આવો જાણીએ તે આદતો કઈ કઈ છે.
(1) ઘણું વધારે પરફ્યુમ, અત્તર લગાવવું : જે લોકો ઘણું વધારે પરફ્યુમ કે અત્તર લગાવે છે અને સુમસામ જગ્યાઓ પર જાય છે, તેમના પર ખરાબ શક્તિઓની અસર જલ્દી થાય છે. એવા લોકોને ખરાબ નજર જલ્દી લાગી જાય છે.
(2) ગર્ભવતી મહિલાનું સુમસામ જગ્યા પર જવું : જો કોઈ મહિલા ગર્ભવતી છે તો તેણે સુમસામ જગ્યા પર જવાથી બચવું જોઈએ. પોતાના ઇષ્ટદેવનું ધ્યાન કરતા રહેવાથી ખરાબ નજરથી રક્ષણ થઈ શકે છે.
(3) સ્વચ્છતાથી નહિ રહેવું : જો કોઈ વ્યક્તિ સ્વચ્છતાથી નથી રહેતા, રોજ સ્નાન નથી કરતા તો નકારાત્મકતા તેના પર હાવી થઈ શકે છે. ખરાબ નજરથી બચવા માટે રોજ સવારે વહેલા ઉઠી સ્નાન કરી લેવું જોઈએ. સ્વચ્છ વસ્ત્ર પહેરો અને સ્વચ્છતા સાથે રહો.
(4) ઇચ્છાશક્તિ નબળી હોવી : જે લોકો માનસિક રૂપથી નબળા હોય છે, નાની નાની વાતોમાં ડરી જાય છે, હંમેશા નકારાત્મક વિચારતા રહે છે, તે ખરાબ શક્તિઓની પકડમાં જલ્દી આવી જાય છે. એવા લોકોને ખરાબ નજર જલ્દી લાગી જાય છે.
આ માહિતી એશિયનનેટ ન્યુઝ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.
Source: gujaratilekh.com