26 C
Amreli
22/09/2020
કલેક્ટર ઓફિસ

આને કેવાય આત્મનિર્ભર, કામ નહિ મળ્યું તો 28 દિવસમાં બનાવી દીધી જાતે જ આટલી બધી ઈંટો.

બાળકોએ પિતાને કરેલો મકાનનો વાયદો પૂરો કરવા માટે ભણતા બાળકોએ જ 28 દિવસમાં બનાવી દીધી આટલી બધી ઈંટ, જાતે સમજને આપ્યું આત્મનિર્ભરનું ઉદાહરણ.

ભાઈ-બહેનોએ ઈંટની ભઠ્ઠીઓ ઉપર કામ કરતા ગામના પરિચિતો પાસેથી ઇંટ બનાવવાની ટેકનીક શીખી અને ખેતરમાંથી નીકળેલા 17 ક્વિન્ટલ ઘઉંમાંથી થોડા ઘઉં વેચીને ટ્રેક્ટર દ્વારા માટી મંગાવી. દરરોજ 7 થી 8 કલાક મહેનત કરી 28 દિવસમાં તેના ઘર માટે 22 હજાર ઇંટો બનાવીને ભઠ્ઠી તૈયાર કરી.

પિતાને આપ્યું હતું મજુરી કરી ઘર બનાવવાના પૈસા આપવાનું વચન

લોકડાઉનને કારણે ન મળી કમાણી માટે મજુરી

એવું કહેવામાં આવે છે કે જ્યારે કંઈક કરવાની ઉત્કંઠા હોય છે ત્યારે મંજીલ જરૂર મળી આવે છે. આવું જ એક ઉદાહરણ મધ્યપ્રદેશના રતલામ જિલ્લામાં જોવા મળ્યું હતું. જ્યાં બાળકોએ તેમના માતાપિતાને ઘર બનાવી આપવાનું વચન આપ્યું હતું. પરંતુ લોકડાઉનને કારણે તેને ક્યાંય કામ ન મળ્યું.

ત્યાર પછી, પિતાના સ્વપ્નને પરિપૂર્ણ કરવા માટે ભાઈ બહેનોએ મળીને તેમના હાથથી હજારો ઇંટો બનાવી નાખી. આ માટે બાળકોએ પહેલા ઇંટ બનાવતા પણ શીખ્યા. આ રીતે તેમણે ઈંટની ખરીદીમાં ખર્ચ થનારા લગભગ એક લાખ રૂપિયાની રકમની પણ બચત પણ કરી લીધી.

આ કિસ્સો રતલામ જિલ્લાના આદિવાસી અંચલ રાવટીના માજરા દર્જન પાડાનો છે. જ્યાં એક પરિવારમાં ચાર ભાઇ-બહેનોએ લોકડાઉનમાં પોતાનું મકાન બનાવવા માટે 28 દિવસમાં 22 હજાર ઇંટો બનાવી. ભાઈ-બહેન ભણે છે, અને અભ્યાસ કર્યા પછી, તેઓએ માતા-પિતાને રજાના દિવસોમાં મજુરી કરી પૈસા કમાઈને મકાન બનાવી આપવાનું વચન આપ્યું હતું, પરંતુ લોકડાઉનમાં મજુરી ન મળી, તો તેઓએ ઘરે ઇંટો બનાવવાનું કામ કર્યું.

12 મા ધોરણ સુધી ભણેલા પ્રેમચંદ દામા અને આઠમુ ધોરણ પાસ સૂરજ બાલા દામાની દીકરીઓ છાયા (બીએસસી પ્રથમ વર્ષ), વર્ષા (દસમુ), અમીષા (દસમુ) અને પુત્ર વિકાસ (બીએ પ્રથમ વર્ષ) માં છે. તેઓ ત્રણ વર્ષથી પાકું મકાન બનાવવા માટે આગ્રહ રાખી રહ્યા છે.

પ્રેમચંદની સાડા ચાર વીઘા જમીનમાંથી એટલી આવક થતી ન હતી કે ઘરનો ખર્ચ અને બાળકોનો ઉછેર કરવા ઉપરાંત ઘર બનાવવા માટે બચત કરી શકે. ચારે ભાઈ-બહેનોએ દિવાળી ઉપર માતા-પિતાને વચન આપ્યું હતું કે આ વર્ષે તેઓ રજાના દિવસોમાં મકાન બનાવવા માટે શહેરમાં જઈને મજુરી કરશે અને 50 હજાર રૂપિયા લાવી આપશે જેમાંથી તે પાકું મકાન બનાવશે.

કોરોના સંક્રમણમાં લોકડાઉન થવાને લીધે, શાળા-કોલેજના તમામ કામ અટકી પડ્યા. પ્રેમચંદે પીએમ આવાસ યોજના માટે એક વર્ષ પહેલા પંચાયતમાં અરજી કરી હતી, પરંતુ રકમ મંજૂર થઈ ન હતી. બાળપણથી જ શિક્ષક મુકેશ રાઠોડની અભ્યાસમાં સલાહ લેતા ચારે ભાઈ-બહેનોએ તેમને ઘરની સમસ્યા જણાવી હતી. તેઓએ નક્કી કર્યું હતું કે મજુરીને બદલે ઇંટો ઘરે જ બનાવવામાં આવે.

ભાઇ-બહેનોએ ઇંટની ભઠ્ઠી ઉપર કામ કરતા ગામના પરિચિતો પાસેથી ઇંટ બનાવવાની ટેકનીક શીખી અને ખેતરમાંથી નીકળેલા 17 ક્વિન્ટલ ઘઉંમાંથી થોડા ઘઉં વેચીને ટ્રેક્ટર દ્વારા માટી મંગાવી, દરરોજ 7 થી 8 કલાક મહેનત કરી, 28 દિવસમાં, ઘર માટે 22 હજાર ઇંટો તૈયાર કરી અને પોતાનું ઘર બનાવવા માટે જરૂરી ઇંટો બનાવી લીધી.

હવે મકાન માટે બીજી વસ્તુ વરસાદ પછી જ ભેગી કરી શકીશું. વરસાદ પછી, થતા પાકને વેચીને પૈસા મળશે તેમાંથી અન્ય સામગ્રી ખરીદવામાં આવશે અને ત્યારપછી બનશે વિકાસ અને છાયાના સપનાનું ઘર અને પિતાને આપેલુ વચન પણ પૂર્ણ થઇ શકશે.

વિકાસે જણાવ્યું કે અમે મકાન બનાવવાનો સંકલ્પ કર્યો હતો, અમે ઇંટો બનાવવાનું નક્કી કર્યું. તેના માટે ગામમાં જે ઇંટો બનાવતા હતા તેને બોલાવીને કામ શીખ્યા અને પછી સામગ્રી એકત્રિત કરી. ઘરમાં રહેલા ઘઉં વેચ્યા અને માટી લાવ્યા. પછી ઇંટ બનાવવાનું શરૂ કર્યું. અમે એક દિવસમાં 100 થી હજાર ઇંટો બનાવી લેતા હતા. અમે 28 દિવસમાં 22 હજાર ઇંટો બનાવી, જેની કિંમત લગભગ એક લાખ રૂપિયા છે.

ઈંટ બનાવવાની સલાહ આપવા વાળા શિક્ષક મુકેશ રાઠોડ કહે છે કે આ પરિવાર છેલ્લા ઘણા સમયથી પરિચિત છે. આ પરિવારના બાળકોને મેં જ ભણાવ્યા છે. બાળકોના પિતા મને મળતા રહેતા હતા. તેઓએ મને ઘર માટે પૂછ્યું હતું. તેથી મેં તેમને કહ્યું કે લોકડાઉનને કારણે તમે ક્યાંક મજુરી કરવા તો નહિ જઇ શકો. તો એવું કંઈક કરો કે જે સમાજ માટે પ્રેરણારૂપ બને.

મેં તેમને સલાહ આપી કે પહેલા મકાન માટે પહેલા ઈંટ બનાવી લો, પછી માટી નખાવવામાં આવી અને આજે આ કુટુંબના બાળકોએ ફક્ત એક મહિનામાં ઇંટનો સંપૂર્ણ ભઠ્ઠો ઉભો કરી દીધો. બધા બાળકો ખૂબ હોશિયાર છે.

આ માહિતી આજતક અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.


Source: 4masti.com

Related posts

કોરોના: પ્લાઝમાથી સાજા થનારાની સંખ્યા સાવ નગણ્ય, ડોનેટ કરવામાં રસ પણ ઘટ્યો

Amreli Live

આવતીકાલથી ડાકોર મંદિર દર્શનાર્થીઓ માટે બંધ, કોરોનાને પગલે લેવાયો નિર્ણય

Amreli Live

UP-બિહારમાં વારંવાર શા માટે પડી રહી છે વીજળી, એક્સપર્ટે ખોલ્યું રહસ્ય

Amreli Live

એડમ ગિલક્રિસ્ટે આ ભારતીય નર્સનો માન્યો આભાર, રાતોરાત બની ગઈ સ્ટાર

Amreli Live

આ રીતથી ઘરે બનાવો અમદાવાદના માણેક ચોકની ફેમસ ઘૂઘરા સેન્ડવીચ

Amreli Live

મુંબઈનો ખરાબ સમય પૂરો થયો? હવે, 29 દિવસે ડબલ થઈ રહ્યા છે કોરોનાના કેસો

Amreli Live

દોસ્તે જણાવ્યા કરણ જોહરના હાલ, કહ્યું-અંદરથી ખૂબ જ તૂટી ગયો છે અને રડતો રહે છે

Amreli Live

આવી રહ્યું છે નોકિયાનું 43 ઈંચનું ટીવી, જાણો કેટલી હશે કિંમત અને કેવા હશે ફીચર્સ

Amreli Live

અભિનવ કશ્યપે ફરી સલમાન પર લગાવ્યા ગંભીર આરોપ, કહ્યું- ‘બીઈંગ હ્યુમનની ચેરિટી માત્ર દેખાડો’

Amreli Live

સરહદ પર દેશની રક્ષા કરી રહેલા જવાને બરફની કેક કાપીને બર્થ-ડે ઉજવ્યો

Amreli Live

બારડોલીમાં પ્રેમીપંખીડાએ ફાંસો ખાધો: પ્રેમીનું મોત, પ્રેમિકા બચી ગઈ

Amreli Live

અમદાવાદ: પતિએ પત્નીના માથામાં એવો મોબાઈલ માર્યો કે ટાંકા લેવા પડ્યા

Amreli Live

વાયરલ ઓડિયો અંગે ભાજપે રાજસ્થાન સરકારને પૂછ્યા આ 5 સવાલ

Amreli Live

સુરત : એક દિવસમાં 11 ડૉક્ટર્સના કોરોના ટેસ્ટ પોઝિટિવ આવતા ખળભળાટ

Amreli Live

ગુજરાતમાં રાજ્યસભાની 4 બેઠકો માટે આજે ખરાખરીનો જંગ, ભાજપ-કોંગ્રેસે કર્યા જીતના દાવા

Amreli Live

‘અલાદ્દીન’ ફેમ અવનીતે પાસ કરી ધો.12ની પરીક્ષા, કહ્યું- ‘આશા નહોતી આટલા ટકા આવશે’

Amreli Live

ખેડા: રોડ પરના બેરિકેડ્સ હટાવવા અંગે ડાકોરના પૂજારી સામે ફરિયાદ

Amreli Live

‘કુમકુમ ભાગ્ય’માં જોવા મળશે ‘કસૌટી જિંદગી કી 2’ની આ એક્ટ્રેસ

Amreli Live

દિલ્હીમાં ઘૂસ્યા ચાર આતંકીઓ, કારના બોનેટ સુદ્ધાં ખોલી થઈ રહી છે સઘન તપાસ

Amreli Live

કોવિડ-19થી પણ વધુ ઘાતક અને જીવલેણ ‘રહસ્યમયી બીમારી’ની એન્ટ્રી? ચીને કર્યા એલર્ટ

Amreli Live

કોરોનાને અટકાવવા સમગ્ર વડોદરામાં આજથી ડોર ટૂ ડોર સર્વેલન્સની ઝુંબેશ શરૂ

Amreli Live