કોઈ 5 સ્ટાર હોટલથી ઓછો નથી સુરેશ રૈનાનો આ આલીશાન બંગલો, ફોટા જોઈને તમે પણ થઇ જશો ચકિત. ભારતીય ક્રિકેટ ટીમના સૌથી ઉત્તમ ઓલરાઉન્ડર ખેલાડીઓની વાત કરવામાં આવે, તો તેમાં સુરેશ રૈનાનું નામ પણ મુખ્યરૂપથી લેવામાં આવે છે. સુરેશ રૈનાએ જેટલી પણ મેચ રમી છે, તેમાંથી મોટાભાગની મેચોમાં પોતાની પ્રતિભાની છાપ છોડી છે.
તેમણે ન ફક્ત બેટથી પણ બોલથી પણ સામેવાળી ટીમને ખુબ પરેશાન કરી છે. સુરેશ રૈના એક એવા ઓલરાઉન્ડર ખેલાડી રહ્યા છે, જેમની મેદાનમાં હાજરી ભારતીય ટીમનું મનોબળ ઊંચું બનાવી રાખે છે. ફિલ્ડિંગ કરવામાં પણ સુરેશ રૈનાનો જવાબ નથી. ભલે જ સુરેશ રૈના આ સમયે ભારતીય ક્રિકેટ ટિમથી દૂર છે, છતાં પણ સુરેશ રૈનાની લોકપ્રિયતામાં કોઈ પ્રકારનો ઘટાડો નથી થયો. અત્યારે પણ સોશિયલ મીડિયા પર તેમના ફેન્સની સંખ્યા જબરજસ્ત છે, અને તેમની દરેક ગતિવિધિ પર તેમના ફેન્સની નજર રહે છે.
એ વાતમાં કોઈ શંકા નથી કે આટલા વર્ષ ક્રિકેટને આપ્યા પછી સુરેશ રૈના રમત જગતના સૌથી અમીર ખેલાડીઓમાંથી એક છે. સુરેશ રૈનાની પાસે આજે ઘણી સંપત્તિ છે. આટલા વર્ષોની સખત મહેનત પછી તે પોતાના પરિવાર સાથે એક વૈભવી જીવન જીવે છે. સુરેશ રૈના પોતાની રમત માટે તો ઘણા ફેમસ છે જ, પણ તે સિવાય તે પોતાની શાહી લાઇફસ્ટાઇલ માટે પણ ઓળખાય છે. હાલના દિવસોમાં સુરેશ રૈના પોતાના પરિવારને સંપૂર્ણ સમય આપી રહ્યા છે. સુરેશ રૈનાનો શાનદાર બંગલો હંમેશા હેડલાઈનમાં બની રહે છે. આજના આ લેખમાં અમે તમને આ ક્રિકેટરના સુંદર બંગલાની એક ઝલક દેખાડવા જઈ રહ્યા છીએ.
જણાવી દઈએ કે, ટિમ ઇન્ડિયાના આ ચર્ચિત ખેલાડી પાસે એક નહિ પણ ત્રણ ઘર છે. સુરેશ રૈનાનો એક બંગલો દિલ્લી, બીજો લખનઉ તો ત્રીજો ગાઝિયાબાદમાં છે. આજે અમે તમને આ ક્રિકેટરના ગાઝિયાબાદવાળા બાંગ્લા વિષે જણાવવા જઈ રહ્યા છીએ, જે દિલ્લીથી એકદમ નજીક છે. સુરેશ રૈનાનું આ ઘર ગાઝિયાબાદના એક પૉશ વિસ્તારમાં આવેલું છે. દરેક પ્રકારની સુખ-સુવિધાઓથી સજ્જ આ બંગલામાં સુરેશ રૈના પોતાના માતા-પિતા, પત્ની અને બાળકો સાથે રહે છે. સુરેશ રૈનાના આ ઘરની કિંમત જાણીને તમારું મોં ખુલ્લું રહી જશે.
સુરેશ રૈના આ શાનદાર બંગલાની કિંમત 18 થી 20 કરોડ રૂપિયા જણાવવામાં આવી રહી છે. સુરેશ રૈનાના ઘરનો લિવિંગ એરિયા ઘણો મોટો અને સુંદર છે, જ્યાં તે પોતાના પરિવાર સાથે મોટાભાગનો સમય પસાર કરે છે. જેવું કે તમે ફોટામાં જોઈ શકો છો કે, લિવિંગ એરિયામાં સુરેશ રૈનાએ જીતેલી ઘણી બધી ટ્રોફી મુકવામાં આવી છે.
આ ફોટામાં સુરેશ પોતાની પત્ની પ્રિયંકા સાથે પૂજા ઘરમાં બેસેલા દેખાઈ રહ્યા છે. સુરેશે પોતાના ઘરમાં ક્રિકેટ પ્રેક્ટિસ માટે એક ક્રિકેટ ગ્રાઉન્ડ પણ બનાવ્યું છે. એક ફોટામાં સુરેશ પોતાની દીકરી ગ્રાસિયા સાથે ઘરના લિવિંગ રૂમમાં રમતા દેખાઈ રહ્યા છે. સુરેશના ઘરની દીવાલો પર ઘરવાળાના ફોટા સાથે મોટી-મોટી ફ્રેમ લાગેલી છે. સુરેશ રૈનાના ઘરનું ઇન્ટિરિયર ઘણું જ આકર્ષક છે. સુરેશે પ્રિયંકા સાથે લગ્ન કર્યા છે, જે વ્યવસાયે બેંકર છે. આ કપલ બે બાળકોના માતા-પિતા છે. તેમના દીકરાનું નામ રિયો રેના છે. આ વર્ષે માર્ચ મહિનામાં પ્રિયંકા અને સુરેશ બીજીવાર માતાપિતા બન્યા છે.
આ માહિતી ઇન્ડિયા ફીડ્સ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.
Source: gujaratilekh.com