27 C
Amreli
22/09/2020
bhaskar-news

આજે સવારે 10 વાગ્યે વડાપ્રધાન રાષ્ટ્રને સંબોધન કરશે, લોકડાઉન વધારવાની જાહેરાત કરી શકે છે; મોટો સવાલ- શું ટ્રેન-ફ્લાઈટ્સ શરૂ થશે?દેશમાં લાગુ કરવામાં આવેલા લોકડાઉનને મંગળવારે 21 દિવસ પુરા થશે. જેના ભાગ રૂપે વડાપ્રધાન મોદી 14 એપ્રિલે સવારે 10 વાગ્યે દેશને સંબોધશે.વડાપ્રધાનના કાર્યાલયે ટ્વીટ કરીને આ અંગેની માહિતી આપી છે.કોરોના વાઈરસ પર આ તેમનું 26 દિવસમાં દેશના નામે ચોથું સંબોધન છે.

વડાપ્રધાન મોદી આવતી કાલે લોકડાઉન વધારવાની જાહેરાત કરી શકે છે. લોકડાઉનને 30 એપ્રિલ સુધી વધારવામાં આવે તેવી શક્યતાઓ છે. આ પહેલા વડાપ્રધાન મોદીઅ તમામ રાજ્યના મુખ્યમંત્રીઓ સાથે વીડિયો કોન્ફરન્સ દરમિયાન લોકડાઉન વધારવા માટે સહમતી વ્યક્ત કરી હતી.

માનવામાં આવી રહ્યું છે કે તે આ દરમિયાન લોકડાઉન વધારવાની જાહેરાત કરી શકે છે. વડાપ્રધાને શનિવારે મુખ્યમંત્રીઓ સાથે વીડિયો કોન્ફરન્સ કરી હતી. બેઠકના તરત બાદ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ટ્વીટ કર્યું, ‘વડાપ્રધાને લોકડાઉન વધારવાનો યોગ્ય નિર્ણય લીધો છે.’પશ્વિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ પણ એક કલાક બાદ પ્રેસ કોન્ફરન્સ કરીને કહ્યું કે, ‘વડાપ્રધાને 30 એપ્રિલ સુધી લોકડાઉન વધારવાના સૂચન પર ચર્ચા કરી હતી. અમે આ નિર્ણયમાં તેમની સાથે છીએ.’

બેઠકમાં વડાપ્રધાને મુખ્યમંત્રીઓને કહ્યું, ‘હું ચોવીસ કલાક, સાત દિવસ ફોન પર ઉપલબ્ધ છું. કોઈ પણ મુખ્યમંત્રી મને સૂચન આપી શકે છે. જાન હૈ તો જહાન હૈ, જ્યારે મેં રાષ્ટ્રના નામે સંદેશ આપ્યો હતો, તો શરૂઆતમાં તો દરેક નાગરિકનો જીવ બચાવવા માટે લોકડાઉન અને સોશ્યસ ડિસ્ટસીંગના પાલન પર જોર આપ્યું હતું. દેશના મોટાભાગના લોકોએ વાતને સમજી અને લોકડાઉનનું પાલન કર્યુ. હવે ભારતના ભવિષ્ય માટે, સમૃદ્ધ અને સ્વસ્થ ભારત માટે જીવ અને જહાન બન્ને પાસાઓ પર ધ્યાન આપવું જરૂરી છે. જ્યારે દેશનો દરેક વ્યક્તિ જાન અને જહાન પણ બન્નેની ચિંતા કરીને પોતાનું દાયિત્વ નિભાવશે, સરકાર અને પ્રશાસનના દિશા નિર્દેશોનું પાલન કરશે, તો કોરોના વિરુદ્ધ આપણી લડાઈ વધારે મજબૂત બની જશે. ’

5 રાજ્યોમાં 30 એપ્રિલ સુધી લોકડાઉન
પંજાબ, ઓરિસ્સા, મહારાષ્ટ્ર, તેલંગાણા અને બંગાળમાં લોકડાઉન 30 એપ્રિલ સુધી વધારાયું છે.ગત શનિવારે વડાપ્રધાનની મુખ્યમંત્રીઓ સાથે બેઠક થઈ હતી જેમાં 78 કરોડ આબાદી વાળા 13 રાજ્યોની સરકારોએ દેશભરમાં 30 એપ્રિલ સુધી લોકડાઉન વધારવાના સૂચન પર સહમતિ વ્યક્ત કરી હતી.

ઉદ્યોગ મંત્રાલયની ભલામણ- 15 પ્રકારના ઉદ્યોગો અને ફળ શાકભાજી વાળાઓને છૂટ
રવિવારે જ ઉદ્યોગ અને વાણિજ્ય મંત્રાલય તરફથી એક નોટિફિકેશ જાહેર કરાયું છે. જેમાં 15 પ્રકારના ઉદ્યોગો શરૂ કરવા અને ફળ-શાકભાજી વેચવા વાળાઓને લોકડાઉનમાં છૂટ છાટ આપવાની ભલામણ કરવામાં આવી છે.

આની પર પ્રતિબંધ રહેવાના અણસાર
તમામ પ્રકારના સામાજિક, રાજકીય, ધાર્મિક અને સ્પોર્ટ્સ સાથે જોડાયેલી ઈવેન્ટ્સ પર પ્રતિબંધ યથાવત રહી શકે છે. સિનેમા હોલ, મોલ, પાર્ક, પર્યટન સ્થળ, ધર્મસ્થળ, શાળા-કોલેજ પણ હાલ બધ રહેશે.

રેલવેઃ અડધી સીટો પર જ રિઝર્વેશન આપવાનો વિચાર

 • સરકાર ઘણા નક્કી કરેલા રૂટ પર ટ્રેન શરૂ કરી શકે છે. માનવામાં આવી રહ્યું છે કે 30 એપ્રિલ બાદ પણ એકદમ પુરી કેપેસિટી સાથે ટ્રેન શરૂ કરવી અશક્ય હશે. એટલા માટે ધીમે ધીમે તેને શરૂ કરવાની તૈયારી છે.
 • બની શકે છે કે સ્ટેશન પર ટ્રેન આવ્યાના ચાર કલાક પહેલા પહોંચવું ફરજીયાત કરી શકાય
 • ટ્રેનમાં જનરલ કોચ નહીં હોય, બની શકે છે કે ડબ્બા પણ નહીં હોય, માત્ર રિઝર્વેશન હશે તો જ મુસાફરી થઈ શકશે
 • સોશ્યલ ડિસ્ટસિંગનું ધ્યાન રાખીને અડધી સીટો પર રિઝર્વેશન આપવામાં આવી શકે છે
 • કોરોના સંક્રમણના હોટ સ્પોટ પર ટ્રેન રોકાશે નહીં
 • ભીડ ભાડથી બચવા માટે સ્ટેશનો પર સ્ટોપેજનો ટાઈમ બેવડો કરી શકાય છે.
 • દરેક સ્ટેશન પર યાત્રિઓનું થર્મલ સ્ક્રિનીંગ કરી શકાશે.
 • સ્ટેશન પર માત્ર એ લોકો પહોંચી શકશે જેમની પાસે રિઝર્વેશન વાળી ટિકિટ છે.
 • ભીડ રોકવા માટે પ્લેટફોર્મ પર ટિકિટ નહીં વેચવામાં આવે

ફ્લાઈટ્સઃ રિપોર્ટીંગ ટાઈમ 45 મિનિટથી વધારીને 2 કલાક કરવામાં આવે તેવી સંભાવના

 • નેશનલ ફ્લાઈટ્સ પર ઓછી સંખ્યામાં ફ્લાઈટ્સ શરૂ કરવાનો વિચાર છે. ફ્લાઈટ્સ વચ્ચે ઘણું અંતર રાખવામાં આવી શકે છે.
 • ભીડ ભાડથી બચવા માટે રિપોર્ટિંગ ટાઈમ 45 મિનિટથી વધારીને 2 કલાક કરી શકાય છે
 • બની શકે છે કે એરલાઈન્સ કંપનીઓને કહેવામાં આવે કે તે સોશ્યલ ડિસ્ટેસિંગ માટે તમામ ક્લાસમાં વચ્ચેની સીટ ખાલી રાખે.

ઉદ્યોગ મંત્રાલયની ભલામણઃ નક્કી કરાયેલા દેશ માટે ઉડાન શરૂ કરવામાં આવે

કેન્દ્રના ઉદ્યોગ અને વાણિજ્ય મંત્રાલયે રવિવાર રાતે એક નોટિફિકેશન જાહેર કરીને ઘણા સૂચનો આપ્યા છે. સૂચનમાં કહેવામાં આવ્યું છે કે માત્ર ગ્રીન ઝોનમાં લોકલ ટ્રાન્સપોર્ટ ખોલવાની છૂટ આપવામાં આવે પણ રેડ અને ઓરેન્જ ઝોનમાં લોકલ ટ્રાન્સપોર્ટ શરૂ ન કરો. ભારત બહાર જવા માટે સ્પેશ્યલ અને કોમર્શિયલ ફ્લાઈટ્સની જ છૂટ આપવામાં આવે. નક્કી કરેલા દેશ માટે ફ્લાઈટ્સમાં સીમિત છૂટ આપવામાં આવે.

ત્રણ ઝોન બનાવવાનું સૂચન
રેડ ઝોનઃ હોટ સ્પોટવાળા જિલ્લા, ત્યાં પહેલાની જેમ બધું બંધ જ રહે
ઓરેન્જ ઝોનઃ જે જિલ્લામાં નવા દર્દી નથી આવ્યા, જૂના દર્દી એકદમ ઓછા
ગ્રીન ઝોનઃ સંક્રમણ મુક્ત જિલ્લા, ત્યાં વેપારી પ્રવૃત્તિઓ શરૂ કરો
લોકડાઉન જરૂરી શા માટે ?
સરકારના કહ્યાં પ્રમાણે, જો લોકડાઉન ના લાગું કર્યું હોત તો દેશમાં અત્યાર સુધી કોરોના વાઈરસના 8.2 લાખ કેસ સામે આવી ગયા હોત. ભારત કોરોના વાઈરસના ત્રીજા સ્ટેજ એટલે કે કોમ્યુનિટી ટ્રાન્સમિશનમાં પહોંચી ગયો હોત, જેમાં કોરોના ફેલાવાના સોર્સની ભાળ પણ ના મળી હોત અને મોટી સંખ્યામાં લોકો સંક્રમિત થઈ ગયા હોત.

કોરોના પર અત્યાર સુધી મોદીના 3 સંદેશ
પહેલોઃ વડાપ્રધાને 19 માર્ચે દેશને સંબોધ્યો હતો અને જનતા કર્ફ્યૂ લગાવવાની વાત કહી હતી. 22 માર્ચે દેશભરમાં બધું બંધ રહ્યું હતું. સાંજે લોકોને ઘરોની અંદર જ કોરોના ફાઈટર્સ માટે તાલી અને થાળી વગાડીને આભાર વ્યક્ત કર્યો હતો.

બીજોઃ મોદીએ 24 માર્ચે સંબોધિત કર્યા અને કોરોના સંક્રમણને રોકવા માટે 25 માર્ચથી 14 એપ્રિલ સુધી દેશવ્યાપી લોકડાઉનની જાહેરાત કરી હતી. તેમણે કહ્યું હતું કે કોરોનાની ચેઈન તોડવા માટે લોકો ઘરોમાં રહેવાની લક્ષ્મણ રેખાનું પાલન કરે.

ત્રીજુંઃ વડાપ્રધાન મોદએ 3 એપ્રિલે એક વીડિયો મેસેજ જાહેર કર્યો હતો. આ દરમિયાન લોકોને 5 એપ્રિલની રાતે 9 વાગ્યે 9 મિનિટ માટે ઘરોની લાઈટ બંધ કરીને ઘરમાં દીવા, મીણબત્તી અને મોબાઈલની લાઈટ પ્રગટાવી એકજૂથતા બતાડવાની અપીલ કરી હતી.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


Prime Minister Modi will address the country again at 10am tomorrow, may announce a lockdown


Prime Minister Modi will address the country again at 10am tomorrow, may announce a lockdown

Related posts

અત્યાર સુધી 12,760કેસ: દિલ્હીમાં SIનો પરિવાર કોરોના સંક્રમિત, પોલીસ કોલોનીના ત્રણ બ્લોક સીલ કરાયા

Amreli Live

એક્પર્ટ્સે 18 ઉપાયો જણાવ્યા, ઘરમાં ખુલ્લા પગે ચાલવાનું ટાળો અને ઇમ્યૂનિટી વધારો

Amreli Live

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 51 નવા કેસ સાથે કોરોનાના કુલ 519 દર્દી, મૃત્યુઆંક 25એ પહોંચ્યો, આજથી માસ્ક પહેરવું ફરજિયાત

Amreli Live

કોરોના રેંકિંગ અપડેટ 28/03/2020 ને સાંજે 7.45 વાગ્યા સુધીની સ્થિતિ

Amreli Live

રાજ્યમાં 78 નવા કેસ સાથે પોઝિટિવ કેસનો આંકડો 1099, અમદાવાદમાં 3 અને વડોદરામાં એક દર્દીના મોત સાથે મૃત્યુ આંક 42

Amreli Live

રાજકોટમાં 7 દિવસ બાદ આજે જંગલેશ્વરના 41 વર્ષના યુવાનને કોરોના પોઝિટિવ, સંપર્કમાં આવેલા પૂર્વ મેયર સેલ્ફ ક્વોરન્ટીન થયા

Amreli Live

લોકડાઉનમાં 80 લાખ નાગરિકે 30 હજાર કરોડ PFમાંથી ઉપાડ્યાઃ કોંગ્રેસ

Amreli Live

વડોદરામાં લોકલ ટ્રાન્સમિશનથી વધુ 4 કોરોના પોઝિટવ કેસ નોંધાયા, પોઝિટિવ કેસની સંખ્યા 22 ઉપર પહોંચી, તાંદલજામાં સેનેટાઇઝની કામગીરી પૂરજોશમાં

Amreli Live

ભાવનગરમાં વધુ 2 પોઝિટિવ કેસ આવતા આજે કુલ 23 નવા કેસ, 3 દર્દીને ડિસ્ચાર્જ કર્યાં: બોટાદમાં વધુ 3 પોઝિટિવ કેસ આવ્યાં

Amreli Live

શહેરમાં નવા 164 કેસ અને 19 મોત સાથે કુલ 2543 પોઝિટિવ કેસ, 128 દર્દીના મોત

Amreli Live

અમદાવાદનો એકેય વિસ્તાર ગ્રીન ઝોનમાં નહિ,રેડ-ઓરેન્જ ઝોનમાં પણ AMCના છબરડાં, 8થી વધુ કેસ છતાં સાબરમતી વોર્ડ ભૂલાયો

Amreli Live

બિહારમાં 31 જુલાઈ સુધી લોકડાઉન, સતત બીજા દિવસે 1100 કેસ મળ્યા પછી રાજ્ય સરકારે નિર્ણય લીધો

Amreli Live

રામલલાના મુખ્ય પુજારી આઈસોલેટ થયા, PM જે એક કિમી માર્ગ પરથી પસાર થશે તેને સેનિટાઇઝ કરાયો

Amreli Live

કોરોનાના 687 નવા કેસ, ત્રણ દિવસમાં જ 2043 દર્દી નોંધાયા, 18ના મોત સાથે મૃત્યુઆંક 1900ને પાર

Amreli Live

રાજ્યના 33 તાલુકામાં 1થી લઇને 3.7 ઇંચ સુધી વરસાદ, સૌથી વધુ ડાંગના સુબિર અને જામનગરના કાલાવડમાં

Amreli Live

ખરાબ સમયમાં ઈટાલીએ જીવનરક્ષક પીપીઈ કિટ આપી હતી; હવે સ્થિતિ સુધરી તો તે જ ઈટાલીને વેચી રહ્યું છે

Amreli Live

પહેલી વખત મુંબઈમાં અવાજથી કોરોના દર્દીઓની ઓળખ થશે, AI સોફ્ટવેરથી ઘરે બેઠા ટેસ્ટ કરાશે; 30 મિનિટમાં પરિણામ

Amreli Live

દુનિયાની કોરોના સામેની લડતમાં રોબોટ રિયલ હીરો બન્યા, દર્દીની સારવાર, ઘરે જરૂરી વસ્તુઓ પહોંચાડી રહ્યા છે 

Amreli Live

કળીયુગના અંત ને લઈને વિષ્ણુ પુરાણમાં લખવામાં આવી છે આ ૧૦ વાતો, જળ પ્રલય પહેલા આ ૧૦ વસ્તુથી થશે વિનાશ

Amreli Live

રાજકોટમાં 27, ભાવનગરમાં 21, દીવમાં 9 કેસ, અમરેલીમાં પરેશ ધાનાણીના નાના ભાઇ સહિત 10ને કોરોના પોઝિટિવ

Amreli Live

કોરોના રેંકિંગ અપડેટ 29/03/2020 ને સવારે 09.54 વાગ્યા સુધીની સ્થિતિ

Amreli Live