26 C
Amreli
29/10/2020
અજબ ગજબ

આજે આ રાશિના લોકોને નોકરી ધંધા અને વ્‍યવસાયમાં લાભ પ્રાપ્તિ થાય, રાશિ અનુસાર જાણો કેવો રહેશે શુક્રવાર.

વૃષભ : આજે આ૫ની વાણીનો જાદૂ કોઇને અભિભૂત કરીને આ૫ને લાભ અપાવશે. વાણીની સૌમ્‍યતા નવા સંબંધો બાંધવામાં સહાય કરશે. શુભકાર્ય કરવાની પ્રેરણા થાય. વાંચન- લેખન જેવી સાહિત્યિક પ્રવૃત્તિઓમાં અભિરૂચિ વધશે. મહેનતનું અપેક્ષ‍િત ૫રિણામ ન મળવા છતાં આ૫ના કામમાં ખંત અને ચીવટ આ૫ની પ્રગતિ કરશે. વિદ્યાર્થીઓ અભ્‍યાસમાં સારો દેખાવ કરી શકશે. પ્રીયજનની મુલાકાત શક્ય બને. પેટની તકલીફ ૫રેશાન કરે.

કર્ક : તન- મનની તાજગીના અનુભવ સાથે ઘરમાં પણ આનંદનું વાતાવરણ રહેશે. મિત્રો, સ્‍નેહીજનો સાથે મુલાકાત થાય. ભાઇબહેનોથી લાભ, શુભ કાર્યોના આરંભ માટે આજે અનુકૂળ દિવસ હોવાનું ગણેશજી કહે છે. કાર્ય સફળતા અને પ્રીયપાત્રના સહવાસથી આ૫ આનંદિત રહેશો. આર્થિક લાભ અને ભાગ્‍યવૃદ્ઘિની સંભાવનાઓ છે. નાની મુસાફરી થાય. માન- સન્‍માનમાં વૃદ્ઘિ થાય.

વૃશ્ચિક : નોકરી ધંધા અને વ્‍યવસાયમાં લાભ પ્રાપ્તિ થાય. મિત્રો સાથે મુલાકાત, પ્રવાસનું આયોજન કરશો. લગ્‍નોત્‍સુક યુવક- યુવતીઓના લગ્‍ન માટે ઉજળા સંજોગો સર્જાય. પુત્ર તેમજ ૫ત્‍નીથી લાભ થાય તેમજ વડીલો અને વડીલ બંધુ પણ આ૫ના લાભમાં નિર્મ‍િત્ત બનશે. સ્‍નેહીજનો, મિત્રો તરફથી ભેટ સોગાદો મળે. ઉ૫રી અધિકારીઓની મહેરબાની રહે. સાંસારિક જીવનમાં આનંદનો અનુભવ કરશો, એમ ગણેશજી કહે છે.

કન્યા : ગણેશજી કહે છે કે આજના લાભદાયી દિવસે આ૫ની વૈચારિક સમૃદ્ઘિ વધશે. વાક્ચાતુર્ય અને મીઠી વાણીથી આ૫ લાભ પ્રદ સુમેળભર્યા સંબંધો વિકસાવી શકો. ઉત્તમ ભોજન, ભેદ ઉ૫હારો અને સુંદર વસ્‍ત્રોની પ્રાપ્તિ થાય. શરીર તેમજ મનની સ્‍વસ્‍થતા જળવાય. સુખ આનંદની પ્રાપ્તિ, જીવનસાથીની નિકટતા અને પ્રવાસ ૫ર્યટનથી આ૫નો આજનો દિવસ ખુશહાલ રહેશે.

મકર : ગણેશજી કહે છે કે આ૫નો આજનો દિવસ પ્રતિકૂળતાઓ અને સાનુકુળતાઓ મિશ્રિત હશે. બૌદ્ઘિક કાર્યો અને વ્‍યવસાયમાં આ૫ નવી વિચારસરણી અ૫નાવશો તેમજ લેખન સાહિત્‍યને લગતી બાબતોમાં આ૫ની સર્જનશક્તિ વિકસશે. આ૫ની માનસિક ૫રિસ્થિતિ બહુ સારી ન રહે. સંતાનોના પ્રશ્‍નો તમને મુંઝવશે. ખોટા ધનવ્‍યાપથી બચવું. માનસિક અજંપો અનુભવો. નાનકડા પ્રવાસની શક્યતા છે. રાજકીય મુશ્‍કેલીઓ નડે. પ્રતિસ્‍પર્ધીઓ સાથે વાદવિવાદ ટાળવો.

મીન : ગણેશજી કહે છે કે આજના દિવસે આ૫ આ૫ની દૈનિક પ્રવૃત્તિઓમાંથી થોડી હળવાશ મેળવીને બહાર ફરવામાં તેમજ મનોરંજનની પ્રવૃત્તિઓમાં સમય ગાળવાનું ૫સંદ કરશો. કુટુંબીઓ, મિત્રો સાથે પ્રવાસ ૫ર્યટન કે બહાર ભોજન લેવા જવાનું થાય. નાટક, સિનેમા વગેરે મનોરંજન સ્‍થળોની મુલાકાત થાય. આજે આ૫ તન અને મન બંનેથી પ્રફુલ્લિત રહેશો. દાં૫ત્‍યજીવનમાં મધુરતા છવાય. જાહેરજીવનમાં આ૫ની પ્રતિષ્‍ઠા વધશે.

મેષ : લાંબાગાળાનું આર્થિક આયોજન કરવા માટે સાનુકૂળ દિવસ છે. આર્થિક અને વ્‍યાવસાયિક દૃષ્ટિએ લાભદાયક દિવસ હોવાનું ગણેશજી જણાવે છે, તન મનથી સ્‍ફૂર્તિ અને તાજગીનો અનુભવ કરશો. મિત્રો સ્‍વજનો તરફથી ભેટ સોગાદ મળે, તેમની સાથેનો સમય આનંદમાં પસાર થાય. તેમની સાથે કોઇ સમારંભ કે ૫ર્યટનમાં જોડાવાની શક્યતાઓ ઉભી થાય. સદભાવના સાથે કરેલું ૫રો૫કારનું કાર્ય આ૫ને આંતરિક ખુશી આ૫શે.

મિથુન : દ્વિધામાં અટવાતું આ૫નું મન અગત્‍યના નિર્ણયો લેતા અટકાવશે. વિચાર વંટોળથી માનસિક અસ્‍વસ્‍થતા અનુભવશો. વધુ ૫ડતી લાગણીશીલતા આ૫ની મક્કમતાને ઢીલી બનાવશે. પાણી તથા અન્‍ય પ્રવાહી ૫દાર્થોથી કાળજી રાખવી. ૫રિવાર કે જમીન મિલકતને લગતી બાબતો અંગેની ચર્ચા અને પ્રવાસ ટાળવાની ગણેશજી સલાહ આપે છે. શારીરિક અને માનસિક સ્‍વસ્‍થતાનો અભાવ રહે.

સિંહ : ૫રિવારના સભ્‍યો સાથે સુખશાંતિથી દિવસ ૫સાર થાય તેમનો સાથ સહકાર મળે. સ્‍ત્રી મિત્રોની વિશેષ મદદ મેળવી શકશો. દૂર વસતા મિત્રો અને સ્‍નેહીજનો સાથેનો સં૫ર્ક કે સંદેશવ્‍યવહાર આ૫ને લાભદાયી નીવડશે. આ૫ પ્રભાવિત વાક્છટાથી અન્‍ય લોકોનું ધ્‍યાન કેન્‍દ્રીત કરી શકો. આવક કરતાં ખર્ચનું પ્રમાણ વધારે રહે. ઉત્તમ ભોજનની પ્રાપ્તિ થાય. નિર્ધારિત કાર્યોમાં ઓછી સફળતા મળે, એમ ગણેશજી જણાવે છે.

તુલા : સાવધાનીભર્યા આજના દિવસે જરા સરખું પણ અસંયમિત અને અવિચારી વલણ આપને તકલીફમાં મૂકી શકે છે. અકસ્‍માતથી ચેતતા રહેવું. વાણીની શિથિલતા ઉગ્ર બોલાચાલી કરાવે તેવી શક્યતા છે. સગા સંબંધીઓ સાથે અણબનાવ થાય. મનોરંજન કે હરવાફરવા પાછળ નાણાં ખર્ચાય. કામેચ્‍છા પ્રબળ રહે. શારીરિક માનસિક વ્‍યગ્રતા ઓછી કરવા આધ્‍યાત્મિકતા મદદરૂ૫ થાય.

ધનુ : ગણેશજી કહેછે કે આ૫નો આજનો દિવસ શુભ ફળદાયક રહે. આ૫ના ગૃહસ્‍થજીવનમાં આનંદ પ્રાપ્‍ત થશે. દરેક કાર્યમાં સફળતા મળે. ઉ૫રી અધિકારીઓની કૃપાદૃષ્ટિ આ૫ના ૫ર રહે. પિતા અને વડીલ વર્ગ તરફથી લાભ થાય. વ્‍યવસાયના કાર્ય અર્થે પ્રવાસ થાય. ૫દોન્‍નતિ થાય. આર્થિક આયોજનો ખૂબ સારી રીતે પાર પાડી શકો.

કુંભ : ગણેશજી આજે આ૫ને અનૈતિક કૃત્‍યોથી દૂર રહેવાની સલાહ આપે છે. વાણી ૫ર સંયમ રાખવાથી કુટુંબના સભ્‍યો સાથે ખટરાગ નહીં થાય. કોઇપણ વસ્‍તુને સકારાત્‍મક દૃષ્ટિકોણથી જોવી. ખર્ચ વધવાના ૫રિણામે નાણાંભીડ રહે. ગુસ્‍સાની લાગણી ૫ર કાબૂ રાખવો ૫ડશે. આર્થિક તંગી અનુભવશો. શારીરિક અને માનસિક અસ્‍વસ્‍થતા રહે.

રાશિ અને રાશિફળ સંબંધિત વધારે માહિતી માટે ganeshaspeaks ડોટ com ની મુલાકાત લો.


Source: gujaratilekh.com

Related posts

વૃશ્ચિક રાશિ માટે આજનો દિવસ લાભકારી અને શુભફળ આ૫નારો રહેશે, નોકરી વ્‍યવસાયમાં વિશેષ લાભ થાય.

Amreli Live

દુર્ગા માં ની કૃપાથી આજનો દિવસ લાભપ્રદ રહેશે, નોકરીમાં બઢતી મળવાની શક્યતા છે.

Amreli Live

આ રાશિના લોકોને લક્ષ્‍મીજીની કૃપાદૃષ્ટિથી આજે આવક અને વેપાર ધંધામાં વૃદ્ઘિ થશે, વાંચો રાશિફળ.

Amreli Live

82 વર્ષની સાસુને માર મારનાર વહુની ધરપકડ, મારપીટનો વિડીયો થયો હતો વાયરલ.

Amreli Live

સિંહ રાશિના લોકોને આજે દામ્‍પત્‍યજીવનમાં નજીવી બાબતમાં મનદુ:ખ થવાની સંભાવના છે, પણ આ રાશિઓ માટે દિવસ લાભદાયી હશે.

Amreli Live

બિહારના DGP નું મોટું નિવેદન, કહ્યું સુશાંતના પિતા કરે CBI તપાસની માંગણી, અમને બિહાર પોલીસ પર ભરોસો

Amreli Live

ગ્રામીણ વિસ્તાર માટે પ્રસિદ્ધ એસયુવી Tuv 300 BS6 લોન્ચ માટે તૈયાર, કિંમત હોઈ શકે છે આટલી ઓછી.

Amreli Live

ઘરની અશુદ્ધિઓ દૂર કરવા અને એકાગ્રતા વધારવા માટે ધાતુનો પિરામિડ રાખવો જોઈએ, પવિત્રતા વધારવા માટે…

Amreli Live

જાણો એકદમ પરફેક્ટ ફૂલેલી પુરી તળવાની રીત, લોટ બાંધતા સમયે કરો આ એક ખાસ વસ્તુનો ઉપયોગ.

Amreli Live

બજારમાં આવ્યા આ 9 નવા ઇનોવેટિક પ્રોડક્ટ, આપણા જિંદગીને સરળ અને સુરક્ષિત બનાવી શકે છે.

Amreli Live

પૂનમ પાંડેએ કર્યો ખુલાસો – ગોવામાં એ દિવસે શું થયું હતું? પતિથી અલગ થવાનો લીધો નિર્ણય.

Amreli Live

અનિંદ્રા, ઊંઘ ના આવવી તેના ખુબ જ સરળ ઈલાજ એવા 6 રામબાણ પ્રયોગો.

Amreli Live

આ 3 રાશિઓ માટે આજનો દિવસ વધારે સારો નથી, વાહન ચલાવતા કાળજી રાખવી, જાણો તમારું રાશિ ભવિષ્ય.

Amreli Live

ભારતની કૂટનીતિ આગળ 50 દિવસ પછી આવી રીતે ઝૂક્યું ચીન, થયું મજબુર

Amreli Live

વાત કરીએ નેરેટિવ બિલ્ડીંગની, કઈ રીતે ‘કથ્ય’ એટલે કે પ્રપંચ થી ઉભી કરેલી છબી…

Amreli Live

ભારતમાં સૌથી વધારે વેચાય છે ચાઈનીઝ સ્માર્ટફોન, જાણો કઈ છે ભારતીય કંપનીઓ.

Amreli Live

આ છે ભારતની સૌથી સસ્તી ઓટોમેટિક ગાડીઓ, 4.53 લાખની શરૂઆતની કિંમતમાં મળે છે 22 kmpl ની માઈલેજ

Amreli Live

UIDAI એ જાહેર કર્યા નવા PVC આધાર કાર્ડ, જાણો કયા આધારકાર્ડ માન્ય હશે?

Amreli Live

આર્થિક ખોટથી બચવા માટે રસોડામાં હંમેશા ધોઈને રાખો ઓરસિયો વેલણ, આ ટિપ્સ પણ છે કામની.

Amreli Live

પત્ની સાથે પિતાના અનૈતિક સંબંધો જોઈને પુત્રએ કરાવ્યું મુંડન, તર્પણ કરીને જે કર્યું તે…

Amreli Live

ઇન્ટરનેટ સ્પીડનો નવો ધડાકો, તમે 1 સેકંડમાં 1GB ની આટલા લાખ મુવી ડાઉનલોડ કરી શકશો.

Amreli Live