26.8 C
Amreli
19/09/2020
bhaskar-news

આજથી રાજ્યમાં પાલિકાની હદ સિવાયના વિસ્તારમાં ઉદ્યોગો-એકમો ચાલુ થશે, શરતોનું પાલન કરવું જરૂરીરાજ્યમાં મહાનગરપાલિકા, નગરપાલિકાની હદ સિવાયના વિસ્તારમાં ઔદ્યોગિક એકમ 20મીને સોમવારથી ચોક્કસ શરતોને આધિન ચાલુ થઇ શકશે. ઉદ્યોગોના નિયંત્રણ માટે જિલ્લા કક્ષાએ રચાયેલી કમિટી શરતોનો ભંગ થશે તો મંજૂરી રદ કરાશે. શહેરી વિસ્તારમાં ચાલુ બાંધકામ પ્રોજેક્ટનું કામ શરૂ થઇ શકશે, પણ શ્રમિકોને સાઇટ પર જ રહેવાની વ્યવસ્થા કરવી પડશે તેમ મુખ્યમંત્રીના સચિવ અશ્વિની કુમારે જણાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરાયેલી ગાઇડલાઇનમાં સમાવિષ્ટ ઉદ્યગો જ ચાલુ થઇ શકશે. આવશ્યક વસ્તુઓ સિવાયની દુકાનો ચાલુ કરવાની નથી. લોકડાઉન-2 3જી મે સુધી રહેશે, પણ આ પહેલાં ઉદ્યોગોને 20મીથી ચાલુ કરવાની મંજૂરી રાજ્ય સરકારે આપી છે. કેન્દ્ર સરકારની ગાઇડલાઇન પ્રમાણે રાજ્યના આઠ મહાનગરપાલિકા અને 162 નગરપાલિકાની હદ સિવાયના વિસ્તારમાં ઉદ્યોગો ચાલુ થઇ શકશે. આ માટે ઉદ્યોગો પાસે જિલ્લા કક્ષાએ કલેક્ટરના અધ્યક્ષ સ્થાને બનેલી કમિટીની મંજૂરી હોવી ફરજિયાત છે.

કઈ શરતોને આધિન ઉદ્યોગો ચાલુ થશે

  • થર્મલ ગન, માસ્ક, સેનિટાઇઝેશન, સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવાનું રહેશે
  • ઔદ્યોગિક એકમમાં એન્ટ્રી,એક્ઝિટ, લંચ તમામ કર્મચારીઓને એક સાથે નહીં, પણ તબક્કાવાર કરાવવાનું રહેશે.
  • કર્મચારીઓને કામના કલાકો આઠને બદલે 12 કલાક થઈ શકશે, પણ વધારાના કલાકોનું સપ્રમાણ વેતન ચૂકવવાનું રહેશે
  • મહિલા કર્મચારીઓને સાંજે 7થી સવારે 6 કલાક દરમિયાન નોકરી પર બોલાવી શકાશે નહીં
  • કામકાજના 6 કલાક પૂરા થયા પછી કર્મચારીને અડધા કલાકનો બ્રેક આપવાનો રહેશે
  • શ્રમિકોને ફેકટરીમાં જ રહેવાની વ્યવસ્થા કરવી પડશે અથવા ટ્રાન્સપોર્ટેશન આપવું પડશે.

સસ્તા અનાજની દુકાનોના તોલાટ-ક્લાર્કને કોરોનાથી મૃત્યુ થાય તો રૂ. 25 લાખની સહાય

તેમજ રાજ્યમાં સરકાર માન્ય સસ્તા અનાજની 17 હજાર જેટલી દુકાનો પર અનાજ વિતરણની કામગીરી સાથે સંકળાયેલા આવા તોલાટ કે ડેટા એન્ટ્રી-બિલ ક્લાર્ક ઓપરેટરનું ફરજ દરમ્યાન કોરોના સંક્રમણથી અવસાન થાય તો તેના પરિવારજનોને પણ રાજ્ય સરકાર 25 લાખ રૂપિયાની સહાય કરશે.

શ્રમિકોને 12 કલાકની શિફ્ટ કરવાની મંજૂરી, તે મુજબ વેતન ચૂકવવું પડશે
અશ્વિની કુમારે આગળ કહ્યું કે, શ્રમિકોને 12 કલાકની શિફ્ટ કરવાની મંજૂરી આપી છે અને તે મુજબ વેતન ચૂકવવું પડશે. 6 કલાકના અંતે અડધી કલાકનો વિરામ આપવો પડશે. જ્યારે મહિલા શ્રમિકોને રાતની શિફ્ટ કરવા દેવાશે નહીં. મહિલા શ્રમિકોને સાંજે સાતથી સવારે 6 કલાક સુધી શિફ્ટમાં રાખી શકાશે નહીં. આવતીકાલથી સચિવાલયના કર્મચારીઓનું કામ શરૂ થશે પરંતુ કર્મચારીઓને અમદાવાદથી ગાંધીનગર બોલાવાશે નહીં. અન્ન સુરક્ષાધારા હેઠળ 20 એપ્રિલે છોટાઉદેપુર, પંચમહાલ, દાહોદ, સાબરકાંઠા, અરવલ્લી અને મહિસાગર એમ 6 આદિજાતિ જિલ્લાઓથી તે રકમ જમા કરાવવાની શરૂઆત કરાશે.

ખેડૂતો પોતાના તમાકુ ઉત્પાદન વેચી શકે તે માટે પણ વ્યવસ્થા કરાશે

તેમણે જણાવ્યું કે, મુખ્યમંત્રીએ રાજ્યમાં તમાકુ પકવતા ખેડૂતોની મળેલી રજૂઆતોના સંદર્ભમાં કૃષિ વિભાગના અધિક મુખ્ય સચિવ અને સંબંધિત અધિકારીઓને સૂચના આપી છે કે, માર્કેટયાર્ડ-બજાર સમિતિમાં તમાકુ વેચાણ ખરીદ માટે ખેડૂતો પોતાના તમાકુ ઉત્પાદન લઇને આવે તેવી વ્યવસ્થા આગામી ટૂંક જ સમયમાં શરૂ કરી દેવામાં આવશે.

વર્ગ-3 અને 4ના ૩૩ ટકા સ્ટાફને જરૂરિયાત મુજબ ફરજ પર બોલાવવામાં આવશે

અશ્વિની કુમારે આગળ જણાવ્યું કે, 20 એપ્રિલ(સોમવાર)થી રાજ્ય સરકારની કચેરીઓ કાર્યરત કરવાનો મુખ્યમંત્રીએ નિર્ણય કર્યો છે તેમાં વર્ગ-3 અને 4ના ૩૩ ટકા સ્ટાફને જરૂરિયાત મુજબ ફરજ પર બોલાવવામાં આવશે.વર્ગ-1 અને વર્ગ-2 ના અધિકારીઓએ ખાતા-વિભાગ-કચેરીના વડાની સૂચનાઓ મુજબ કચેરીએ આવવાનું રહેશે. તેમણે એમ પણ ઉમેર્યુ કે, લોકડાઉનની સ્થિતીમાં જાહેર પરિવહન ઉપર જે પ્રતિબંધ છે તે સંદર્ભમાં ગાંધીનગર-અમદાવાદ વચ્ચે સચિવાલય પોઇન્ટ બસ સેવા પણ હાલના સંજોગોમાં મોકૂફ રાખવામાં આવી છે.

વાહન ચાલકોને રાહત
લોકડાઉન દરમિયાન કાયદાનો ભંગ કરતા અનેક લોકોના વાહનો પોલીસે જપ્ત કર્યા હતા. આ વાહનો ફરી છોડાવવા માટે દંડ ભરવો પડતો હોય છે. ત્યારે રાજ્ય સરકારે આવા લોકોને પણ રાહત આપી છે. જે લોકો પોતાનું ટૂ-વ્હીલર કે થ્રી-વ્હીલર વાહન છોડાવવા જશે તેણે માત્ર 500 રૂપિયા કમ્પાઉન્ડિંગ ફી તરીકે આપવાના રહેશે. તેનાથી મોટા વાહનોએ 1000 રૂપિયા આપવાના રહેશે. આ સિવાય કોઈ રકમ ભરવાની રહેશે નહીં.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


મુખ્યમંત્રીના સચિવ અશ્વિની કુમારની ફઆઈલ તસવીર

Related posts

કુલ 30,631 કેસ, નાગાલેન્ડ સરકારે પેટ્રોલ પર રૂપિયા 6 અને ડીઝલ પર રૂપિયા 5 કોવિડ-19 સેસ લગાવ્યો

Amreli Live

અમદાવાદમાં વધુ 11 પોલીસકર્મીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા 116 પોલીસ કોરોનાગ્રસ્ત, 17 પોલીસકર્મી ડિસ્ચાર્જ

Amreli Live

4.26 લાખ કેસ, ભાજપના અધ્યક્ષ નડ્ડાએ કહ્યું- જૂનના અંત સુધીમાં પીએમ કેયર ફંડથી દેશમાં 60 હજાર વેન્ટિલેટર ઉપલબ્ધ બનશે

Amreli Live

ગુજરાતમાં મોત સવા સો પાર, 191 નવા કેસ, 15 મોત, 191માંથી 169 કેસ અને 15માંથી 14 મોત અમદાવાદમાં

Amreli Live

મોડી રાત્રે વડોદરામાં એકનું મોત, ભરૂચમાં વધુ 4, મહિસાગરમાં પ્રથમ પોઝિટિવ કેસ, 24 કલાકમાં 172 દર્દી વધ્યાં, કુલ દર્દી 938

Amreli Live

અમેરિકાએ સત્તાવાર રીતે પોતાને WHOથી અલગ કર્યું, બ્રાઝિલના રાષ્ટ્રપતિ કોરોના પોઝિટિવ, દુનિયામાં અત્યાર સુધીમાં 1.18 કરોડ કેસ

Amreli Live

વિશ્વ આરોગ્ય સંસ્થાએ કહ્યું આફ્રિકામાં 83 હજારથી 1.90 લાખ સુધી લોકોના મોત થઈ શકે છે

Amreli Live

સોનિયાએ મોદીને કહ્યું – નાના ઉદ્યોગોને રોજના 30 હજારનું નુકસાન, 1 લાખ કરોડનું રાહત પેકેજ આપો

Amreli Live

વિશ્વમાં 73.18 લાખ કેસ: WHOએ પાકિસ્તાનને લોકડાઉન લગાવવા કહ્યું; પ્રધાનમંત્રી ઈમરાન ખાન પહેલા જ ઈનકાર કરી ચૂક્યા છે

Amreli Live

અત્યાર સુધી 14,384 કેસઃ શુક્રવારે સૌથી વધારે 304 દર્દી સ્વસ્થ થયા;એક દિવસ પહેલા 259 સંક્રમિત સ્વસ્થ થયા હતા

Amreli Live

મિ.રામચંદ્ર ગુહા…, આ રહ્યો ગુજરાતનો ગૌરવવંતો સાંસ્કૃતિક વારસો

Amreli Live

અત્યારસુધી 8 હજાર 63 કેસ: મહારાષ્ટ્રમાં સૌધી વધુ 1666 કેસ, તમિલનાડુ અને દિલ્હીમાં સંક્રમિતોની સંખ્યા 900ને પાર

Amreli Live

રાજ્યમાં કોરોનાના 34 નવા કેસ, અમદાવાદના હોટસ્પોટમાંથી 25 કેસ નોંધાયા, કોરોનાના કુલ દર્દી 572

Amreli Live

અત્યાર સુધીમાં 2.25 લાખ મોતઃ ચીન બાદ બ્રિટને મૃત્યુઆંકમાં સુધારો કર્યો, એક સાથે 4,419 મૃત્યુનો ઉમેરો કર્યો

Amreli Live

અત્યાર સુધી 9373 કેસ- 340મોત; ભોપાલમાં ચોથા IAS અધિકારી સંક્રમિત, આજે 1700 સેમ્પલનો તપાસ રિપોર્ટ આવશે

Amreli Live

રાજ્યમાં 46 નવા કેસ નોંધાયા અને 2ના મોત, કુલ પોઝિટિવ કેસ 308 થયા, અમદાવાદમાં પહેલીવાર ડૉક્ટરનો રિપોર્ટ પોઝિટિવ

Amreli Live

કોરોના અપડેટ 30/03/2020 ને સવારે 10.15 વાગ્યા સુધીની સ્થિતિ

Amreli Live

6.97 લાખ કેસઃ દરરોજ લગભગ 24 હજાર દર્દી વધી રહ્યા છે, આગામી મહિને દરરોજ 1 લાખ કેસ આવી શકે છે

Amreli Live

વડોદરામાં વધુ 18 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા, અત્યાર સુધી 77 પોઝિટિવ કેસ થયા, પથ્થરમારાની ઘટનામાં 11ની ધરપકડ

Amreli Live

ચીનના સૈનિકો હજુ પણ ઘાટીમાં, IAFના લડાકૂ વિમાનોએ અથડામણવાળી જગ્યા પરથી ઉડ્ડાન ભરી

Amreli Live

શહેરમાં MLAના 22 પરિજન સહિત 87 નવા પોઝિટિવ કેસ નોંધાયા, તબીબ સહિત 8 દર્દીના મોત

Amreli Live