25.9 C
Amreli
11/08/2020
bhaskar-news

આજથી ચાર ધામ યાત્રા, પણ માત્ર ઉત્તરાખંડના યાત્રાળુ માટેકોરોના સંક્રમણના કારણે ઉત્તરાખંડની ચાર ધામ યાત્રા સંપૂર્ણપણે સ્થગિત થઇ ગઇ હતી. બદ્રીનાથ, કેદારનાથ, ગંગોત્રી અને યમુનોત્રી ધામની યાત્રા રાજ્ય સરકારે લૉકડાઉન ખૂલ્યા બાદ ધીમે-ધીમે શરૂ કરી હતી અને પ્રથમ તબક્કામાં 30 જૂન સુધી માત્ર જે-તે ધામના ગૃહ જિલ્લાના લોકોને જ દર્શનની મંજૂરી અપાઇ હતી. આજથી બીજા તબક્કામાં આ યાત્રા સમગ્ર ઉત્તરાખંડના યાત્રાળુઓ માટે ખુલ્લી મુકાઇ રહી છે.

જોકે, તે માટે ઉત્તરાખંડ ચાર ધામ દેવસ્થાનમ બોર્ડે કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને કેટલાક નિયમો ઘડ્યા છે. આ વખતે યાત્રાળુઓએ ઓનલાઇન રજિસ્ટ્રેશન કરાવવું પડશે. તે પછી ઓનલાઇન પાસ મળ્યા બાદ જ યાત્રા કરી શકાશે. સાથે જ બદ્રીનાથ-કેદારનાથની વેબસાઇટ પર પણ ઓનલાઇન રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે. ઓનલાઇન મળેલા પાસ સાથે ફોટો આઇડી અને ઉત્તરાખંડના રહેવાસી હોવાનું સર્ટિફિકેટ પણ રાખવું પડશે. કન્ટેઇનમેન્ટ ઝોન અને બફર ઝોનમાં રહેતા લોકોને યાત્રાની મંજૂરી નહીં અપાય.

દરેક ધામમાં શ્રદ્ધાળુઓને એક રાત રોકાવાની જ મંજૂરી મળશે. 10 વર્ષથી ઓછી અને 65 વર્ષથી વધુ વયના લોકોને યાત્રા ન કરવા સલાહ અપાઇ છે. બદ્રીનાથ ધામમાં રોજના 1,200, કેદારનાથમાં 800, ગંગોત્રીમાં 600 અને યમુનોત્રીમાં 400 યાત્રાળુને જ મંજૂરી અપાશે. શ્રદ્ધાળુઓ મંદિરના ગર્ભગૃહમાં નહીં પ્રવેશી શકે. મંદિર પરિસરમાં સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવાનું રહેશે તથા હેન્ડ સેનિટાઇઝિંગ અને માસ્ક ફરજિયાત રહેશે. મંદિરમાં પ્રવેશતાં પહેલાં હાથ-પગ ધોવા ફરજિયાત રહેશે. મંદિર પરિસરમાં બહારથી કોઇ પણ પ્રસાદ-ચઢાવો વગેરે નહીં લઇ જઇ શકાય તેમ જ શ્રદ્ધાળુઓ કોઇ પણ મૂર્તિને સ્પર્શ નહીં કરી શકે.

ચાર ધામ યાત્રા માટે રોડવેઝની બસો દોડશે, ટિકિટ ઓનલાઇન લેવાની રહેશે
ચાર ધામ યાત્રા માટે સરકારે રોડવેઝની 16 બસ દોડાવવા લીલી ઝંડી આપી છે. તેમાંથી 4-4 બસ રોજ હૃષિકેશ અને હરિદ્વારથી ઉપડશે. બાકીની 4-4 બસ ચારેય ધામ માટે અવર-જવર કરશે. બસ ટિકિટ ઓનલાઇન લેવાની રહેશે. દરેક બસમાં 50 ટકા પેસેન્જર જ બેસાડાશે. બસભાડું 67 ટકા વધારે હશે. પેસેન્જર વધશે તો બસો પણ વધારાશે.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


Char Dham Yatra from today, but only for pilgrims from Uttarakhand

Related posts

5 રાજ્યોના મુખ્યમંત્રીઓએ કહ્યુંઃ અર્થતંત્રને પછી ય બેઠું કરી શકાશે, પણ જિંદગી બચાવવા લોકડાઉનની મુદત વધારો

Amreli Live

આ વાત એવા લોકોની જે ઈલાજ અને દવાઓ માટે ભટકી રહ્યા છે, તેમની બીમારી કોરોના કરતા વધારે જીવલેણ છે

Amreli Live

ચીનના પ્રોફેસરે કહ્યું-કોરોના અંગે માહિતી છૂપાવવામાં આવી, તપાસકર્તા આવ્યા તે અગાઉ માર્કેટ સાફ કરી દેવામાં આવ્યુ

Amreli Live

માનસરોવરની યાત્રાની કમાન ચીનના હાથમાં છે, રોડ બનવાથી આપણને માત્ર સગવડતા રહેશે

Amreli Live

યુનિવર્સિટીની સમરસ હોસ્ટેલના ચોથા માળેથી આપઘાતનો પ્રયાસ કરનાર કોરોના પોઝિટિવ દર્દીને રેસ્ક્યુ કરાયો

Amreli Live

ધીરજ-હિંમતથી જંગ જીતી, પુણેમાં એક જ પરિવારના 7 લોકોએ કોરોનાને હરાવ્યો, 12 દિવસે વેન્ટિલેટર હટ્યા

Amreli Live

અત્યાર સુધી 6245 કેસ- કુલ 202 મોત; મહારાષ્ટ્રમાં 162, ગુજરાતમાં 55 નવા કેસ નોંધાયા; ઓરિસ્સાએ 30મી સુધી લોકડાઉન વધાર્યું

Amreli Live

30.76 લાખ કેસ 2.11 લાખ મોત: ચીનમાં મહામારીના બીજા રાઉન્ડના ડરથી જીમ અને સ્વિમિંગપૂલ ફરી બંધ

Amreli Live

‘રામાયણ’-‘મહાભારત’ને કારણે સતત બીજા અઠવાડિયે દૂરદર્શન નંબર વન ચેનલ, વ્યૂઅરશિપમાં 40 કરોડનો વધારો

Amreli Live

રાજ્યમાં 24 કલાકમાં કોરોનાના 364 નવા કેસ, 29ના મોત સાથે મૃત્યુઆંક 566 અને કુલ કેસ 9,268

Amreli Live

1 જૂનથી સમગ્ર દેશમાં 200 સ્પેશિયલ ટ્રેનો પાટા પર દોડશે, એડવાન્સ અને તત્કાલ ક્વોટાની ટિકિટ મળશે

Amreli Live

ગુજરાતમાં શોપિંગ મોલ તો ખુલ્યા, પણ 24 દિવસેય હજી કાગડા ઉડે છે, 50% દુકાનો બંધની બંધ

Amreli Live

2,07,191કેસઃગોવા એરપોર્ટ પર દુબઈથી આવેલા યાત્રીઓનો હોબાળો, ક્વૉરન્ટીન સેન્ટર જવાનો ઈન્કાર કર્યો

Amreli Live

કુલ 3.85 લાખ કેસ:દિલ્હીમાં હોમ ક્વોરન્ટીનને બદલે દર્દીઓ 5 દિવસ ક્વોરન્ટીન સેન્ટરમાં રહેશે, મહારાષ્ટ્રમાં એક દિવસમાં વિક્રમી 3,827 કેસ આવ્યા

Amreli Live

ગુજરાત, મહારાષ્ટ્ર સહિત 10 રાજ્યમાં ઘરે ઘરે સરવે થશે: આરોગ્ય મંત્રાલય 

Amreli Live

સગા બાપ-દીકરા સાથે ઈશ્ક લડાવી ચુકી છે બોલીવુડ ની આ ૫ અભિનેત્રીઓ, હેમાથી લઈને શ્રીદેવીનો સમાવેશ થાય છે આ લીસ્ટમાં

Amreli Live

એક જ દિવસમાં કોરોનાથી સૌથી વધુ 4 મોત સાથે મૃત્યુઆંક 19 થયો, વધુ 6 કેસ સાથે આજે 22 પોઝિટિવ નોંધાયા, કુલ કેસ 285 થયા

Amreli Live

3.81 લાખ કેસઃ દિલ્હીમાં પ્રાઈવેટ હોસ્પિટલમાં કોરોના સારવારના ભાવ ઘટાડાયા, 8થી 10 હજાર રૂપિયામાં આઈસોલેશન બેડ મળશે

Amreli Live

1.79 લાખના મોત: ઓક્સફોર્ડ યુનિવર્સિટીના સંશોધનકર્તા આવતીકાલથી વેક્સીનનો ટેસ્ટ માણસ ઉપર શરૂ કરશે

Amreli Live

સરકાર પાસે હાલ 15 મહિના સુધી વહેંચી શકે એટલું અનાજ છે, બિહારમાં ચૂંટણી પહેલા 5 મહિના સુધી 8.5 કરોડ ગરીબોને ફાયદો મળશે

Amreli Live

સંક્રમિતોનો આંકડો 10 લાખની નજીક,કર્ણાટકના સ્વાસ્થ્ય મંત્રીએ કહ્યું- કોરોનાથી હવે આપણને ભગવાન પણ નહીં બચાવી શકે

Amreli Live