27.6 C
Amreli
25/11/2020
અજબ ગજબ

આજકાલની નવી ફેશન પાછળ ગાંડા થતા લોકોએ ઘરચોળું અને પાનેતર વિષે આ જરૂર જાણવું જોઈએ.

એ વાત તો તમે બધા સારી રીતે જાણો છો કે, આજકાલની ફેશન કેવી છે. સાડીમાં પણ હવે ઘણા પરિવર્તન આવવા લાગ્યા છે. પણ એક ભારતીય સ્ત્રી પર ઘરચોળું અને પાનેતર જેવું શોભે છે, એવી મોર્ડન ફેશનની સાડી નથી શોભતી. આજે આપણે આ આર્ટિકલમાં આપણી જૂના પેઢીના વારસા વિષે જાણીશું. અને આશા છે કે આ વાંચ્યા પછી નવી પેઢી પણ તેનું મહત્વ સમજશે અને તેને અપનાવશે.

સૌથી ખાસ વાત તો એ કે, ઘરચોળું અને પાનેતર ફક્ત એક સાડી નહીં પણ લાગણી છે. જયારે દીકરી મામાના ઘરનું પાનેતર પહેરીને લગ્નના ફેરા ફરે અને પછી સાસરેથી આવેલું ઘરચોળું પહેરી પોતાના નવા સંસારમાં પગલાં પાડે તે ક્ષણ કદી ભુલાય નહિ એવી હોય છે. હેવી સફેદ, લાલ, લીલા રંગના કૉમ્બિનેશનવાળા પાનેતરમાં દુલ્હનના ચહેરાનો નિખાર જ કંઈક જુદો હોય છે. અને સમયની સાથે સાથે પાનેતર અને ઘરચોળું આ બન્ને પારંપરિક વસ્ત્રોમાં ઘણા પરિવર્તન આવ્યા છે. તેની ડિઝાઇનથી લઈને ફૅબ્રિક અને પહેરવાની રીત સુધી બધું જ બદલાઈ ગયું છે.

આવો હવે જાણીએ કે, પાનેતર અને ઘરચોળું એ સાડી હોવા છતાં બંને વચ્ચે કેટલો ભેદ છે? ઘરચોળાની ડિઝાઇન અને પાનેતરની ડિઝાઇનમાં કયા કારણોસર તેમના કલરમાં કોઈ બદલાવ નથી કરાતો?

panetar

(1) પાનેતર : પહેલા આપણે વાત કરીશું પાનેતરની. તો એ તો તમે જાણો જ છો કે, પરણેતરને મામા તરફથી અપાતી સાડી એટલે પાનેતર. મામેરામાં પ્રથમ શ્રેણીની ભેટ ભાણેજને અપાતી સાડી હોય છે. મા + મા = મામા, એટલે બે માં જેટલો સ્નેહ કરતા મામા આ ભેટ પરણનાર ભાણેજને આપે છે, ત્યારે એ પાનેતર સવિશેષ બની જાય છે.

પાનેતરના રંગ વિષે વાત કરીએ તો તેનો રંગ સફેદ હોય છે, અને તેની બોર્ડર પર ઘેરો લાલ રંગ હોય છે. તેને સોનેરી ભરતકામ વડે સુસજ્જ કરવામાં આવેલી હોય છે. તેમાં સફેદ રંગ મુખ્ય હોય છે. આ સફેદ રંગની પાછળ એ ભાવના હોય છે કે, આજ સુધી પિયરમાં રહેતી દીકરી શાંતિ, ધૈર્ય અને સૌમ્યતા સાથે પિયરના નિયમોનું વહન કરીને જીવી છે. તેણે કોઈ પણ મલિન વિચાર કે ખરાબ વર્તન ન કરીને, સફેદ રંગની શોભાની જેમ પિયરની શોભા શુભ્ર રાખી છે.

પાનેતર પર ઘેરા લાલ રંગની બોર્ડર એ વાત સૂચવે છે કે, અત્યાર સુધી લોહીના સંબંધોએ તેને લાડ લડાવ્યા તેના કોડ પુરા કર્યા છે. અને સોનેરી ભરતકામ સૂચવે છે કે, તેની દરેક મનોકામનનાને રંગોળીની જેમ ભાતીગળ રીતે સજાવીને રાખવામાં આવી છે. એટલે પાનેતર એવું સૂચવે છે કે, અમે તારા પિયર (કુટુંબ + મોસાળ) ના સભ્યોએ તને ખૂબ પ્રેમ સહિત પાલવીને રાખી છે. દીકરી હવે તારે આ સ્વેત રંગી ઓઢણીના સ્વેત રંગની જેમ શુદ્ધ પ્રેમ અને અમલીન ભાવના વડે સાસરી શોભાવવી. આ લાલરંગી ઓઢણીની કોરની જેમ નવા સંબંધોને રંગીન રાખવા, તેને ચટકીલા અને ઉન્નતિ તરફ દોરે તેવા રાખવા. દીકરીને આવી ઉચ્ચતર શીખ તો જેમાં બે માં ના ગુણ હોય તેવા મામા જ આપી શકે, આથી પાનેતર મામા લાવે છે.

હવે વાત કરીએ પાનેતરની ડિઝાઇનની. તમે નોંધ્યું હશે કે, પાનેતરને આખેઆખું ભરચક ભરતકામ વડે શોભાવવામાં નથી આવતું. પાનેતરના સફેદ ભાગમાં સોનેરીતાર, લાલ – લીલા રેશમી દોરા, મોતી આભલા અને ટિકી વડે છૂટું છવાયું ભરતકામ કરવામાં આવે છે. જે સૂચવે છે કે દીકરીને તેના પરિવારે લાડ તો કરાવ્યા છે, સાથે સાથે બચતની શીખ પણ આપી છે. પાનેતરના ઘેરા લાલ ભાગમાં ભાતીગળ ભરચક વેલબુટીનું ભરતકામ એ સૂચવે છે કે, દીકરી જે રીતે તું પિયરમાં એકરસ થઈ ભળીને રહી અને આંગણુ દીપાવ્યું, તેમ સાસરીમાં આ લાલ રંગને સફેદ પર ઓળઘોળ કરીને રહેજે. પારકાને પોતાના કરીને રહેજે.

gharchola

(2) ઘરચોળું : હવે આપણે જાણીશું ઘરચોળા વિષે. તે પરણેતરના સાસરેથી આવે છે. ઘરચોળું છાબની સાડીઓમાં મુખ્ય હોય છે. સોનાના ઘરેણાં સાથે મુકાતી સાડી એટલે સુવર્ણસમ! છાબ ભરતી વખતે ઘરના મોભીના હાથમાં શોભતા ઘરચોળામાં સાસરીની આન લપેટાયેલી હોય છે. ઘરચોળાના રંગ વિષે વાત કરીએ તો, ઘેરા લાલ અને લીલા રંગનું અને રેશમી તાંતણે વણાયેલ ઘરચોળું સાસરાની શાખની સંપુર્ણ પ્રતીતિ આપે છે. ઘરચોળાનો લાલ રંગ સૂચવે છે કે, કન્યાએ લાલ રંગ જેવીજ લાલીમાં સાસરીની પ્રતિષ્ઠાને અપનાવવાની છે, અને તેને લીલા રંગ જેવી લીલીછમ કરીને જાળવવાની છે.

હવે ઘરચોળાની ડિઝાઇન વિષે થોડી વાત કરીએ. તેના ઘેરા લાલ રંગના ભાગમાં સંપૂર્ણ સોનેરી કામ કરવામાં આવ્યું હોય છે. તે સૂચવે છે કે, સાસરીની લાલીમાં પથરાતી પ્રતિષ્ઠામાં તેણીએ સુવર્ણની ચમક પોરવવાની છે. ઘરચોળાના લીલા રંગની કોરમાં ફૂલવેલ અને હાથી, પોપટ કે મોરની ભાત ઉપસાવવામાં આવી હોય છે. જે સૂચવે છે કે, તારે કુટુંબના સભ્યોમાં હેતનો ઉમેરો કરવાનો છે, અને હાથીના કદ જેવું મોટું મન રાખીને કોટુંબીક જવાબદારીઓ હોવા છતાં મોર અને પોપટની જેમ સદા ચહેકતું રહેવાનું છે.

સંપૂર્ણરીતે ભરતકામ વડે શણગારેલી આ સાડી સૂચવે છે કે, આવનારી વધુ સાસરીમાં આવતાની સાથે જ સંપૂર્ણ ઘરને આ ભરચક ભાતીગળ કારીગરી કરેલ સોનેરી ભરતકામ જેવું બારીક સુરેખ અને સુરમ્ય બનાવે. તે સંપૂર્ણ ઘરને સજાવેલું રાખે, અને દરેક સંબંધને સજાવીને રાખે.

જો તમને આ આર્ટિકલ પસંદ આવ્યો હોય તો આને લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહિ.


Source: gujaratilekh.com

Related posts

IAF પાયલટે ‘ગુંજન સક્સેના’ દ્વારા જુઠાણું ફેલાવવા માટે કરણ જોહર અને જાન્હવી કપૂર પર લગાવ્યો ગંભીર આરોપ

Amreli Live

આપણા ગામડાઓમાં મળી રહેતા અને લીલાછમ રહેતા આ ઝાડથી પરેશાન છે સાઉથ આફ્રિકાના લોકો, જાણો શા માટે.

Amreli Live

Hyundai i20 2020 Bookings Open : ફક્ત 21,000 રૂપિયામાં કરી શકો છો નવી હુંડાઈ i20 ની બુકીંગ.

Amreli Live

માતાની કૃપાથી આજનો દિવસ આ રાશિઓ માટે લાભકારક નીવડશે, ધન, માન સન્‍માનમાં વૃદ્ઘિ થાય.

Amreli Live

ઋષિઓને તર્પણની સાથે પિતૃપક્ષની શરૂઆત, જાણો પૂજા વિધી અને મહત્વપૂર્ણ તારીખો

Amreli Live

15 વરસની ઉંમરમાં રેપ અને ડ્રગ્સની લત, ઘણા સંધર્ષો પછી સ્ટાર બની આ એક્ટ્રેસ.

Amreli Live

ભોજનના નિયમો : વશિષ્ઠ સ્મૃતિ અને વિષ્ણુ પુરાણ કહે છે કે ખોરાક લેતી વખતે મોં પૂર્વ અથવા ઉત્તર દિશા તરફ હોવું જોઈએ, તેથી ઉંમર વધે છે.

Amreli Live

અમેરિકાની પહેલી હિન્દૂ સાંસદે જણાવ્યું : ખરાબ સમયમાં ગીતાથી મળે છે શાંતિ-શક્તિ

Amreli Live

હીરો એક્સ્ટ્રીમ 200 S નું બીએસ 6 મોડલ લોન્ચ માટે તૈયાર, કંપનીની વેબસાઈટ પર લિસ્ટ થઇ આ બાઈક.

Amreli Live

સૂર્ય દેવે બદલી પોતાની રાશિ, આ 5 રાશિ વાળાને થશે ઘણો ફાયદો.

Amreli Live

જીવનમાં સકારાત્મકતા લાવવા માટે અપનાવો આ વાસ્તુ ટિપ્સ.

Amreli Live

જ્યોતિષનો દાવો : સૂર્યગ્રહણ ઉપર ઝેર વરસાવી શકે છે કોરોના, ઘણા અશુભ સંકેત.

Amreli Live

રોહિતને ખેલ રત્નની જાહેરાત પછી બોક્સર અમિતે કહ્યું – ક્રિકેટર્સથી પણ આગળ 100 દેશો સામે બાથ ભીડનાર ઓલિમ્પિયન હંમેશા….

Amreli Live

ભારતમાં વધી રહ્યા છે કોરોના કેસ, પાકિસ્તાને કઈ રીતે મેળવ્યું નિયંત્રણ?

Amreli Live

તમે આ સરકારી યોજના માટે કેટલા યોગ્ય છો એ આપે છે 2000 રોકડા.

Amreli Live

ડીઝલ કાર ખરીદતા સમયે ફક્ત માઈલેજ જ નહિ, આ વાતોને પણ ધ્યાનમા રાખો.

Amreli Live

હથેળીની પાછળની બાજુથી જાણવામાં આવશે તમારો સ્વભાવ અને તમારું ભવિષ્ય.

Amreli Live

મહેશ ભટ્ટને ટેકો આપવા આવ્યા પ્રકાશ ઝા, બોલ્યા – તેમાં કોઈ શંકા નથી કે આલિયા….

Amreli Live

મહામારી દરમિયાન પરિવારને સ્વસ્થ અને સુરક્ષિત રાખવા માંગો છો, તો ઘણી જરૂરી છે આ 5 ટિપ્સ અપનાવવી

Amreli Live

આ એક્ટ્રેસને કારણે જુહીને લાગ્યો હતો ઘણો મોટો આઘાત, બોલી – પથારીમાં….

Amreli Live

14 વર્ષનો બાળક કરી રહ્યો હતો બિલાડી પાળવાની જીદ્દ, ના પાડી તો ભર્યું આવું ખરાબ પગલું.

Amreli Live