25.3 C
Amreli
13/08/2020
અજબ ગજબ

આખી દુનિયા જો શાકાહારી થઈ જાય તો 2500 લાખ કરોડ સીધો થઈ શકે ફાયદો.

દર વર્ષે 1 અબજથી વધારે લોકો પ્રાણીઓના કારણે બીમાર પડે છે, આખી દુનિયા શકહારી થયા, તો 30 વર્ષમાં 2500 લાખ કરોડનો થશે ફાયદો.

છેલ્લા વીસ વર્ષમાં રોગચાળો

જે પ્રાણીઓ દ્વારા માણસમાં ફેલાયા

સોર્સ (2003) – સીવેટ કેટ

જીકા વાયરસ (2007) – મચ્છર

સવાઈન ફ્લુ (2009) – ભૂંડ

ઇબોલા (2014) ચામાચીડિયા

મર્સ (2015) – ઊંટ

કોરોના વાયરસ (2019) – પેંગોલીન અથવા ચામાચીડિયા

ડબ્લ્યુએચઓ મુજબ, છેલ્લા ત્રણ દાયકામાં મનુષ્યમાં 30 પ્રકારના નવા રોગો આવ્યા છે, જેમાંથી 70% રોગો પ્રાણીઓ માંથી મનુષ્યમાં આવ્યા છે.

ફૂડ એન્ડ એગ્રિકલ્ચર ઓર્ગેનાઇઝેશન મુજબ, વિશ્વમાં 90% થી વધુ માંસ ફેક્ટરી ખેતરમાંથી આવે છે, ત્યાંથી વાયરલ રોગનું ફેલાવાનું જોખમ.

જો બધા માણસો માંસ છોડીને શાકાહારી ખાવાનું શરૂ કરી દે તો 2050 સુધીમાં ગ્રીન હાઉસના વાયુઓના ઉત્સર્જન 70% સુધી ઘટાડો થઇ શકે છે.

આપણે બધા શાકાહારી બની જઈએ તો પણ ખોરાકની અછત રહેશે નહીં, કારણ કે 1 કિલો માંસ માટે પ્રાણીઓને 10 કિલો અનાજ આપવામાં આવે છે.

2003 માં સાર્સ ફેલાયો. 2009 માં મર્સ અને એચ1એન1 સ્વાઇન ફ્લૂ. પછી ઇબોલા પણ પાછો આવ્યો. ઝીકા વાયરસ પણ પાછો આવ્યો. એચઆઈવીએ પણ અત્યાર સુધીની સૌથી મોટી આરોગ્ય સમસ્યા ઉભી કરી છે. હવે કોરોના વાયરસ આવી ગયો. આ એક એવો ખતરનાક રોગ છે, જે છેલ્લા 15-20 વર્ષોમાં સમગ્ર વિશ્વમાં ફેલાયો છે. આ બધા રોગો ફેલાવાનું એક જ માધ્યમ હતું અને તે હતું પ્રાણીઓ.

ડબ્લ્યુએચઓનો અંદાજ છે કે વિશ્વમાં દર વર્ષે 1 અબજથી વધુ લોકો પશુ-સંક્રમિત રોગોથી બીમાર થાય છે. તેમાંના લાખો લોકો તો મરી પણ જાય છે. આ રોગો પ્રાણીઓના માંસ ખાવાથી અથવા પ્રાણીઓને પૂરી રાખવાથી ફેલાય છે. ડબ્લ્યુએચઓ કહે છે કે છેલ્લા ત્રણ દાયકામાં મનુષ્યમાં 30 પ્રકારના નવા રોગો આવ્યા છે અને આમાંથી 7૦% થી વધુ રોગો પ્રાણીઓ દ્વારા મનુષ્યમાં આવ્યા છે.

એટલું જ નહીં, વૈજ્ઞાનિકોએ ચેતવણી પણ આપી છે કે કોરોના વાયરસ એ છેલ્લો રોગચાળો નથી, જેનો આપણે સામનો કરી રહ્યા છીએ. ભવિષ્યમાં આપણે ઘણા રોગચાળાઓનો સામનો કરવો પડશે, તેથી આપણે પ્રાણીઓમાં ફેલાતા રોગોને નજીકથી જોવાની જરૂર છે.

શું માંસાહારી ખોરાક ખાવાથી રોગો ફેલાય છે?

તે વાતના કોઈ નક્કર પુરાવા તો નથી. પરંતુ 2013 માં સંયુક્ત રાષ્ટ્રની સંસ્થા ફૂડ એન્ડ એગ્રિકલ્ચર ઓર્ગેનાઇઝેશનનો એક અહેવાલ બહાર આવ્યો. તેમાં કહેવામાં આવ્યું હતું કે પશુધન આરોગ્ય આપણી વૈશ્વિક આરોગ્ય સાંકળની સૌથી નબળી કડી છે.

અહેવાલ મુજબ, વિશ્વભરમાં માંસનો 90% હિસ્સો ફેક્ટરી ખેતર માંથી આવે છે. આ ખેતરમાં પ્રાણીઓને ઠાંસી ઠાંસીને રાખવામાં આવે છે અને ત્યાં સ્વચ્છતાની પણ કાળજી લેવામાં આવતી નથી. તેના કારણે વાયરલ રોગો ફેલાવાનું જોખમ વધી જાય છે.

જેમ- 2003 માં સાર્સ રોગ ચામાચીડિયા અથવા સિવિટ બિલાડીથી ફેલાયો. 2009 માં, સ્વાઈન ફ્લૂ ભૂંડ માંથી આવ્યો. મર્સ રોગ ઊંટ માંથી આવ્યો. ઇબોલા ચામાચીડિયા માંથી આવ્યો. ઝીકા વાયરસ વાંદરા માંથી મનુષ્યમાં આવ્યો. એચઆયવી જે હજી પણ આરોગ્યનો સૌથી મોટો મુદ્દો છે, તે આફ્રિકાના જંગલી પ્રાણીઓથી ફેલાયો.

કોરોના વિષે પણ માનવામાં આવે છે કે તે ચામાચીડિયા અથવા પેંગોલિન દ્વારા ફેલાયો હશે. જો કે, હજી સુધી તે વાતની સચોટ માહિતી મળી શકી નથી કે તે શેનાથી ફેલાય છે?

પ્રાણીઓ દ્વારા કેવી રીતે ફેલાય છે બીમારીઓ

બેક્ટેરિયા દ્વારા

હવા દ્વારા

પ્રાણીઓના સંપર્કમાં આવવાથી

તેનું માંસ ખાવાથી

પ્રાણીઓથી ફેલાતો ચેપ આપણા માટે શું મહત્વ ધરાવે છે?

ડબ્લ્યુએચઓ અનુસાર, પ્રાણીઓ દ્વારા ફેલાતા ચેપને શોધવું ખૂબ મુશ્કેલ હોય છે. આવી સ્થિતિમાં, આ ચેપ ટૂંકા સમયમાં જ વધુ દેશો અને વધુ લોકોમાં ફેલાઈ જાય છે. આવા વાયરસને કારણે લોકોના મૃત્યુ પણ વધુ થાય છે. જો કે, આવું એટલા માટે પણ થાય છે કારણ કે આવા વાયરસ અથવા ચેપનો સામનો કરવાની કોઈ તૈયારી નથી હોતી. તેની કોઈ અસરકારક સારવાર પણ મળી શકતી નથી અને ન તો કોઈ રસી બની શકી છે.

આજકાલ દુનિયા એકબીજા સાથે જોડાયેલી છે. આને લીધે, જો કોઈ એક દેશમાં કોઈ પ્રાણીમાંથી કોઈ ચેપ ફેલાય છે, તો તેને બીજા દેશમાં ફેલાવાની સંભાવના પણ વધી જાય છે. તે આપણા માટે એટલા માટે પણ તે મહત્વ ધરાવે છે કારણ કે તે બિનજરૂરી મૃત્યુનું કારણ પણ બને છે.

આ બધા સિવાય દુનિયાને આર્થિક નુકસાન પણ વેઠવું પડે છે. કારણ કે આવા વાયરસ ફેલાવવાથી ફક્ત વ્યવસાય જ નહીં પરંતુ પર્યટન ઉદ્યોગને પણ અસર થાય છે.

ઉદાહરણ તરીકે 2003 માં જયારે સાર્સ રોગનો ફેલાવો થયો હતો ત્યારે વિશ્વની અર્થવ્યવસ્થાને 50 અબજ ડોલર (આજના હિસાબે 3.80 લાખ કરોડ રૂપિયા) નું નુકસાન વેઠવું પડ્યું હતું. તેનું બીજું ઉદાહરણ એ પણ છે કે જ્યારે વર્ષ 2016 માં કેન્યામાં આરવીએફ (રીફ્ટ વેલી ફિવર) ફેલાયો હતો, ત્યારે ત્યાંના દરેક પરિવારને 500 ડોલર (આજના હિસાબે 38 હજાર રૂપિયા) ખર્ચ વેઠવો પડ્યો હતો.

તો શું શાકાહારી બનવાથી રોગોથી બચી શકાય છે?

કોરોના વાયરસ રોગચાળો ફાટી નીકળ્યા બાદ ડબ્લ્યુએચઓએ પ્રાણીઓની બજારમાં જવા અને પ્રાણીઓ સાથે સીધો સંપર્ક ટાળવાની સૂચનાઓ બહાર પાડી હતી. ત્યાર પછી પ્રાણીઓ ઉપર કામ કરતી પેટા નામની સંસ્થાએ પણ એક બ્લોગ દ્વારા સીધી રીતે તો કહ્યું ન હતું, પરંતુ એટલું જરૂર કહ્યું હતું કે શાકાહાર અપનાવવાથી ન માત્ર તંદુરસ્ત રહી શકાય છે પણ રોગોથી પણ બચી શકાય છે.

પ્રાણીઓનું માંસ ખાવાથી શું શું નુકશાન થાય છે?

પર્યાવરણ : ખાવામાં લેવામાં આવતા પ્રાણીઓ માંથી વર્ષનું 15-20 % મીથેન ગેસ નીકળે છે.

ખાદ્ય વસ્તુની અછત : 1 કિલો માંસ માટે પ્રાણીઓને 10 કિલો અનાજ ખવરાવવું પડે છે.

ફિશિંગ : 50 વર્ષમાં માછલીઓની 90% વસ્તીનો નાશ. 17 માંથી 13 જાતીનો નાશ થવાથી.

પાણી : 1 કિલો માંસ માટે 20,940 લીટર પાણીની જરૂર. નોનવેજ ખોરાકથી રોજ 15,160 લીટર પાણીની જરૂર પડે.

જમીન : ફેક્ટરી બનાવવા માટે ઝાડ કાપે છે. તેથી ધરતી ઉપર રણ વધી રહ્યા છે.

શું થાય જો દરેક શાકાહારી બની જાય તો?

2016 માં નેશનલ એકેડેમી ઓફ સાયન્સનો અભ્યાસ બહાર આવ્યો હતો. તેમાં કહેવામાં આવ્યું હતું કે જો વિશ્વની સમગ્ર વસ્તી માંસ છોડી ને માત્ર શાકાહારી ખાવાનું શરૂ કરી દે તો 2050 સુધીમાં ગ્રીન હાઉસ વાયુઓના ઉત્સર્જનમાં 70% સુધીનો ઘટાડો થઈ શકે છે.

વિશ્વમાં અંદાજિત 12 અબજ એકર જમીનનો ઉપયોગ ખેતી અને તેની સાથે જોડાયેલા કામ માટે કરવામાં આવે છે. તેમાંથી પણ 68% જમીન પ્રાણીઓના ઉપયોગ માટે થાય છે. જો દરેક લોકો શાકાહારી બની જાય તો 80% જમીન પ્રાણીઓ માટે ઉપયોગમાં લઇ શકાશે.

તેનાથી કાર્બન ડાયોકસાઈડનું પ્રમાણ ઓછું થશે અને હવામાનમાં થતા પરિવર્તનનો સામનો કરવામાં મદદ મળશે. બાકી રહેલી 20% જમીનનો ઉપયોગ ખેતી માટે થઇ શકશે. જ્યારે, હાલમાં જેટલી જમીન ઉપર ખેતી થાય છે તેના ત્રીજા ભાગ ઉપર પ્રાણીઓ માટે ઘાસચારો ઉગાડવામાં આવે છે.

શાકાહારી બનીએ તો શું ફાયદો થશે?

દર વર્ષે થતા મૃત્યુની સંખ્યામાં 6 થી 10 ટકાનો ઘટાડો આવી શકે છે.

ગ્રીન હાઉસના ઉત્સર્જનમાં 70 ટકા સુધીનો ઘટાડો આવી શકે છે.

31 ટ્રીલીયમ ડોલર (25000 લાખ કરોડ રૂપિયા) નો ફાયદો થઇ શકે છે.

તો પણ એક સવાલ, શાકાહારી બનીશું તો ખાવા માટે આપણી પાસે અનાજ હશે?

તો તેનો જવાબ છે “હા”. પેટા કહે છે કે ખોરાક માટે પ્રાણીઓનો ઉછેર કરવો વધુ નુકસાનકારક છે કારણ કે પ્રાણીઓ મોટા પ્રમાણમાં અનાજ ખાય છે અને તેના બદલામાં તેની પાસેથી ખુબ જ ઓછા પ્રમાણમાં માંસ, ડેરી ઉત્પાદનો અથવા ઇંડા મળે છે. વૈજ્ઞાનિકો માને છે કે કોઈ પ્રાણીમાંથી એક કિલો માંસ લેવા માટે, તેને 10 કિલો અનાજ ખવડાવવું જોઈએ.

વિશ્વભરમાં એકલા ઢોર જ 8.70 અબજ લોકોની કેલરીની જરૂરિયાત જેટલો ખોરાક ખાય છે, જે પૃથ્વી ઉપર રહેલા માનવ વસ્તી કરતા ઘણું વધારે છે.

વર્લ્ડવોચ ઇન્સ્ટિટ્યૂટ મુજબ, આપણે એવી દુનિયામાં જીવીએ છીએ, જ્યાં દર 6 માંથી 1 વ્યક્તિ રોજ ભૂખ્યા રહે છે. એવું એટલા માટે પણ છે કારણ કે માંસના ઉત્પાદનમાં અનાજનો દુરુપયોગ થાય છે. તેથી જો કોઈ વ્યક્તિ સીધું અનાજ ખાય તો તેનો યોગ્ય રીતે ઉપયોગ થાય છે.

વૈજ્ઞાનિકોએ તાજેતરમાં ચેતવણી પણ આપી છે કે, આપણે આગામી સમયમાં અનાજની તીવ્ર અછતનો સામનો કરવો પડી શકે છે, કારણ કે મોટાભાગનું અનાજ લોકો કરતાં પ્રાણીઓને ખવરાવવામાં આવી રહ્યું છે.

આ માહિતી દૈનિક ભાસ્કર અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.


Source: gujaratilekh.com

Related posts

સાઢા ત્રણ લાખમાં કર્યા લગ્ન, અને પાંચ લાખના ઘરેણાં લઈને ભાગી ગઈ કન્યા

Amreli Live

અજબ ગજબ ક્રાઇમ : યુવકને ગાંજો ના મળ્યો તો, એક વાટકામાં પાણી લઈને ગળી ગયો ચપ્પુ, ડોક્ટર ચકિત

Amreli Live

શુભ સંયોગ સાથે થઇ રહી છે આ અઠવાડિયાની શરૂઆત, જાણો કઈ કઈ રાશિઓને થશે ફાયદો.

Amreli Live

અખ્તરે જણાવ્યું : અલ્લાહએ જો અધિકાર આપ્યો તો ઘાસ ખાઈ ને જીવીશ, પરંતુ પાકિસ્તાની સેનાનું બજેટ જરૂર વધારીશ

Amreli Live

એક બહુ જ હોંશિયાર છોકરાએ સહપરિવાર આત્મહત્યા કરી, પણ ગરબડ ક્યાં થઈ કે આવું પગલું ભરવું પડ્યું?

Amreli Live

ફટાફટ પેટની ચરબી ઓગાળવી છે તો અજમાવો આ ખાસ પ્રયોગ, 15 દિવસમાં ચરબી ઓગળવાનું શરૂ થઈ જશે

Amreli Live

ચીની લડાઈમાં ઘાયલ સૈનિકનો સંપૂર્ણ વૃતાંત, ‘અમે 200 હતા તે 1000, 5 કલાક ચાલ્યો સંઘર્ષ

Amreli Live

ઘરે લાવો ચાંદીનો હાથી, ધનલાભની ઈચ્છા થઇ જશે પૂર્ણ, કરિયરમાં મળશે સફળતા, જાણો યોગ્ય રીત.

Amreli Live

આમળાની આડઅસર : આમળા કોઈ વરદાનથી ઓછા નથી, છતાં તેનાથી આ 5 ગેરફાયદા થઈ શકે છે.

Amreli Live

ચીની લડાઈમાં ઘાયલ સૈનિકનો સંપૂર્ણ વૃતાંત, ‘અમે 200 હતા તે 1000, 5 કલાક ચાલ્યો સંઘર્ષ

Amreli Live

આ પણ તાજમહેલ… કર્ણાટકના શ્રીનિવાસ ગુપ્તાએ બનાવી સ્વર્ગીય પત્નીનું મીણનું પૂતળું.

Amreli Live

ચીનના જ શસ્ત્રોનો હવે થઇ રહ્યો છે તેમના વિરુદ્ધ ઉપયોગ, પોતાની જ જાળમાં ખરાબ રીતે ફસાયો ડ્રેગન

Amreli Live

વૃશ્ચિક રાશિના લોકો માટે આજે કાર્યસફળતા, આર્થિક લાભ અને ભાગ્‍યવૃદ્ઘિના યોગ છે, જાણો અન્ય રાશિનો કેવો રહેશે દિવસ

Amreli Live

રાશિ અનુસાર જાણો કેવો રહેશે શ્રાવણનો પહેલો દિવસ, કોને થશે લાભ, કોના ખુલશે ભાગ્ય.

Amreli Live

વૃશ્ચિક રાશિ માટે આજનો દિવસ લાભકારી અને શુભફળ આ૫નારો રહેશે, નોકરી વ્‍યવસાયમાં વિશેષ લાભ થાય.

Amreli Live

આ કારણોને લીધે દેશમાં આ 5 શહેર બની રહ્યા છે કોરોનાના ચેપના મોટા કેન્દ્ર, અહીં છે 50 ટકા કેસ

Amreli Live

ચિકનગુનિયાથી બચવા માટે આ 4 વસ્તુઓ દરરોજ જરૂર ખાવો

Amreli Live

અમેરિકાની પહેલી હિન્દૂ સાંસદે જણાવ્યું : ખરાબ સમયમાં ગીતાથી મળે છે શાંતિ-શક્તિ

Amreli Live

મહેસાણાવાળાને પર્યાવરણ માટે કાંઈક કરવાની મળી તક, આ જગ્યાએથી મફત અથવા સામાન્ય દરે મળી રહેશે વૃક્ષો

Amreli Live

પોતાના મોબાઈલ અને લેપટોપને વધારે સુરક્ષિત રાખવા માટે અપનાવો આ 4 રીત.

Amreli Live

શુક્રવારે લક્ષ્મી માતા રહેશે આ 6 રાશિઓ પર મહેરબાન, આવકમાં વૃદ્ઘિ થાય, કાર્યમાં સફળતા તથા યશ મળે.

Amreli Live