27.6 C
Amreli
25/11/2020
મસ્તીની મોજ

આખી દુનિયામાં પ્રસિદ્ધ છે માં કાળીનું દક્ષિણેશ્વર મંદિર, જાણો તેના ગુપ્ત રહસ્ય.

દક્ષિણેશ્વર મંદિરમાં માં કાળીના દર્શનથી થાય છે દરેક મનોકામના પુરી, જાણો તેની સાથે જોડાયેલી ધાર્મિક માન્યતા. દક્ષિણેશ્વર મંદિર કોલકતાના સૌથી મુખ્ય મંદિરોમાંથી એક છે. આ મંદિર કાળી માતાને સમર્પિત છે અને 51 શક્તિપીઠોમાંથી એક છે. આ મંદિરની મુખ્ય દેવી ભવતારીણી છે, જેને કાળી માતાનું રૂપ માનવામાં આવે છે. દક્ષિણેશ્વર કાલી મંદિર હુગલી નદીના કાંઠા ઉપર આવેલું છે.

માન્યતા છે કે આ સ્થાન ઉપર માતા સતીના ડાબા પગની આંગળીઓ પડી હતી. કથા મુજબ દેવી સતીના પિતા દક્ષ પ્રજાપતિએ હરિદ્વારમાં ‘બૃહસ્પતી સર્વ’ નામના યજ્ઞનું આયોજન કર્યું હતું. આ યજ્ઞમાં તમામ દેવી દેવતાઓને આમંત્રિત કર્યા હતા. પરંતુ દક્ષ પ્રજાપતિએ તેમની દીકરી સતી અને તેમના પતિ ભગવાન શિવને યજ્ઞમાં ન બોલાવ્યા. સતીને લાગ્યું કે કદાચ તેના પિતા તેમને આમંત્રણ આપવાનું ભૂલી ગયા છે. શિવજીએ સતીને યજ્ઞમાં જવાની ના પાડી પરંતુ તે માન્યા નહિ. સતી આમંત્રણ વગર જ યજ્ઞમાં સામેલ થવા જતા રહ્યા.

યજ્ઞમાં જઈને સતીએ પોતાના પિતા દક્ષ પ્રજાપતિને કહ્યું કે, પિતાજી કદાચ તમે અમને બોલાવવાનું ભૂલી ગયા હતા. એટલા માટે હું પોતે આવી ગઈ. તમે મહેરબાની કરીને શિવજીને પણ યજ્ઞમાં બોલાવી લો. સતીની એ વાત સાંભળતા જ દક્ષ પ્રજાપતિએ ભગવાન શિવનું અપમાન કરવાનું શરુ કરી દીધું. જેના કારણે સતીને ગુસ્સો આવી ગયો, અને સતીએ યજ્ઞમાં કુદીને પોતાના પ્રાણનું બલીદાન આપી દીધું.

ભગવાન શંકરને જયારે એ વાતની જાણ થઇ તો તે ત્યાં આવી પહોંચ્યા અને યજ્ઞકુંડમાંથી સતીના પાર્થિવ દેહને કાઢીને દિવ્ય નૃત્ય કરવા લાગ્યા. ત્યારે ભગવાન વિષ્ણુએ સુદર્શન ચક્રનો ઉપયોગ કરી માતા સતીના શરીરને ઘણા ભાગોમાં કાપી નાખ્યું. પુરાણો મુજબ જ્યાં જ્યાં માતા સતીના અંગના ટુકડા પડ્યા હતા, તે સ્થાન ઉપર શક્તિપીઠ બની ગયા છે. દક્ષિણેશ્વર મંદિરમાં માતા સતીના જમણા પગની ચાર આંગળીઓ પડી હતી, અને આ મંદિરને માં કાળીનું દિવ્ય ધામ પણ કહેવામાં આવે છે.

ખુબ જ સુંદર રીતે બનાવવામાં આવ્યું છે મંદિર : આ મંદિરને ભવ્ય રીતે બનાવવામાં આવ્યું છે અને આ બે માળનું મંદિર છે. જેમાં નવ ગુંબજ બનેલા છે. આ ગુંબજ ઉપર રહેલા લગભગ 100 ફૂટ ઊંચા મંદિરના ગર્ભગૃહમાં માં કાળીની મૂર્તિ રાખવામાં આવી છે. મંદિરને બનાવવા સાથે જોડાયેલી કથા મુજબ આ મંદિરને વર્ષ 1855 માં જાન બજારની રાણી રસમણીએ બનાવરાવ્યું હતું. ત્યાર પછી ઘણા વર્ષો પછી આ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું. દક્ષિણેશ્વર કાળી મંદિરમાં આવીને માં ના દર્શન કરવાથી દરેક મનોકામના પૂરી થઇ જાય છે.

દર વર્ષે લાખોની સંખ્યામાં લોકો આ મંદિરમાં આવે છે. નવરાત્રી દરમિયાન અહિયાં ઘણી ભીડ જોવા મળે છે. આ મંદિર તાંત્રિકો માટે ઘણું મહત્વનું તીર્થ સ્થળ છે. અહિયાં ઘણા તાંત્રિકો આવીને પૂજા કરે છે. માન્યતા છે કે, આ મંદિરમાં આવીને માં ની સાચા મનથી પૂજા કરવાથી માં તમારું રક્ષણ કરે છે, તમને દુઃખોથી બચાવે છે. આ મંદિરમાં નવરાત્રી દરમિયાન વિશેષ કાર્યક્રમોનું આયોજન પણ કરવામાં આવે છે. એટલું જ નહિ કોઈ નેતા જયારે પણ કોલકતા આવે છે, તો આ મંદિરના જઈને માં ની પૂજા જરૂર કરે છે.

આ માહિતી ઇન્ડિયા ફીડ્સ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.


Source: 4masti.com

Related posts

એક યુવકની વેબ સિરીઝ જોવાની આદતે બચાવ્યા 75 લોકોના જીવન.

Amreli Live

દૂધડેરી ઉપર 7000 રૂપિયા એક લિટરના ભાવે મળશે ગધેડીનું દૂધ, દૂધના ફાયદા છે અઢળક.

Amreli Live

પાણીનો બગાડ કરશો તો હવે ખેર નથી, આટલા વર્ષની સજાને આટલો થશે દંડ.

Amreli Live

22 સપ્ટેમ્બરની રાતે 18 વર્ષ પછી રાહુ વૃષભમાં અને કેતુ વૃશ્ચિકમાં કરશે પ્રવેશ, આ રીતે 12 રાશિઓ પર થશે તેની અસર.

Amreli Live

આજે આ 7 રાશિઓ માટે મોટો દિવસ છે, આર્થિક રીતે મજબૂત બન્યા રહેશો.

Amreli Live

6 ઓગસ્ટ છે કજરી ત્રીજ, જાણો પૂજાના શુભ મુહૂર્ત અને મહત્વ

Amreli Live

વાંદરાએ દેખાડી પોતાની પ્રતિભા, વિડીયો જોઈને લોકો આપી રહ્યા છે શાબાશી

Amreli Live

ગુરુવારે બની રહ્યો છે શિવ યોગ, આ 6 રાશિઓ માટે છે શુભ.

Amreli Live

જો તમારા ઘરમાં પણ છે આ વસ્તુઓ તો દિવાળી પહેલા કરી દો બહાર, નહિતર ગુસ્સે થઇ જશે માં લક્ષ્મી

Amreli Live

સિદ્ધિ યોગના કારણે આ રાશિઓને થશે વિશેષ ફાયદો, આ રાશિઓ થઇ જાઓ સાવધાન.

Amreli Live

બબીતાજીના પતિ ‘અય્યર’ અસલ જીવનમાં છે કુંવારા, તનુજ મહાશબ્દેએ જણાવ્યું ક્યારે કરશે લગ્ન.

Amreli Live

શ્રાવણમાં ભગવાન શિવની સાથે કરો બાલ કૃષ્ણની પૂજા, મળશે આ લાભ

Amreli Live

દિવાળીના દિવસે મંગળ થઇ રહયા છે માર્ગી, આ પરિવર્તનના 6 રાશિઓ માટે બનશે લાભકારી

Amreli Live

શ્રાવણમાં બલરામ અને શ્રીકૃષ્ણનો જન્મ, આ મહિનામાં કરવી જોઈએ બાળ ગોપાળની પૂજા, ભગવાનને અર્પણ કરો આવા વસ્ત્ર

Amreli Live

એવો કયો દુકાનદાર છે, જે તમારી વસ્તુ પણ લે છે અને પૈસા પણ? કેન્ડિડેટ વિચાર્યા વિના આપી દીધો સાચો જવાબ.

Amreli Live

કોરોના યોદ્ધા કોરોનાને કારણે નહીં પણ માસ્કને કારણે શિકાર બની રહ્યા છે, તમે પણ રાખો આ 3 વાતનું ધ્યાન.

Amreli Live

તારક મહેતા શો ના ‘બાબુજી’ને ઓડિશન વિના મળ્યો હતો રોલ, જાણો કેટલી લે છે ફીસ.

Amreli Live

‘ભાભી જી ઘર પર હૈ’ જોવા વાળા આ સમાચાર વાંચીને ખુશ થઇ જશે, જાણો શું ખાસ છે?

Amreli Live

તે મંદિર જ્યાં થાય છે દેવીની એક આંખની પૂજા, પુરી થાય છે મનોકામનાઓ, વાંચો વિસ્તારથી

Amreli Live

પિતૃઓની મોક્ષની પ્રાપ્તિ માટે જરૂરી છે ઇન્દિરા એકાદશી વ્રત, જાણો તારીખ, શુભ મુહૂર્ત અને પૂજા વિધિ

Amreli Live

સમુદ્ર કિનારે હોટ અવતારમાં દેખાઈ મિથુન ચક્રવર્તીની વહુ, જુઓ સુંદર ફોટા.

Amreli Live