26.4 C
Amreli
23/09/2020
કલેક્ટર ઓફિસ

અ’વાદ: 100થી વધુ જૂનિયર ડૉક્ટરો કોરોનાથી સંક્રમિત, સુરક્ષાના અપૂરતા સાધનો હોવાની રાવ

અમદાવાદ: કોવિડ-19 સામેની લડાઈમાં ડૉક્ટરો અસલી ફ્રંટલાઈન વોરિયર્સ છે અને તેમના પર જ આ મહામારીનું સૌથી વધુ દબાણ છે. ગુરુવારે ડૉક્ટરોના ગ્રુપમાં એક અનામી યાદી ફરતી થઈ જેમાં સરકારી હોસ્પિટલોના 100થી વધુ જૂનિયર (રેસિડેન્ટ અને ઈન્ટર્ન્સ) ડૉક્ટરો સંક્રમિત થયા હોવાનો ઉલ્લેખ હતો. મતલબ કે, સરકારી હોસ્પિટલોના કુલ સંક્રમિત થયેલા ડૉક્ટરોના 73% જૂનિયર તબીબો છે.

હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો

ફરતી થયેલી યાદી મુજબ, સિવિલ હોસ્પિટલમાંથી 62 જૂનિયર ડૉક્ટરો, GCRIના 22, એલ.જી. હોસ્પિટલના 11, NHL/SVP હોસ્પિટલના 16, સોલા સિવિલ હોસ્પિટલના 5 અને યુએન મહેતા હાર્ટ ઈન્સ્ટીટ્યૂટ તેમજ IKDRCના એક-એક ડૉક્ટરોનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. સિનિયર ડૉક્ટરોની સરખામણીમાં જૂનિયર ડૉક્ટરો કોરોનાનો વધુ ભોગ બન્યા છે. અત્યાર સુધીમાં કુલ 116 જૂનિયર ડૉક્ટરો સંક્રમિત થયા છે, જ્યારે 38 સિનિયર ડૉક્ટરો/ફેકલ્ટીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તો પાંચ ડૉક્ટરોની ચોક્કસ સ્થિતિની જાણ નથી. યાદી મુજબ, શહેરની ખાનગી હોસ્પિટલોના પણ 38 ડૉક્ટરોનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

સરકારી હોસ્પિટલોના કોવિડ વોર્ડમાં જૂનિયર ડૉક્ટરો જ ફરજ બજાવે છે, આવા દાવા વિવિધ પ્લેફોર્મ્સ પર થતા રહ્યા છે. ત્યારે સંક્રમિત જૂનિયર ડૉક્ટરોનો આંકડો આ દાવા પર વિશ્વાસ બેસે તેવો છે. અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં કુલ 75 તબીબોમાંથી માત્ર 10 સિનિયર ડૉક્ટરો છે. 9 મેના રોજ AIIMSના ડાયરેક્ટર ડૉ. રણદીપ ગુલેરિયાની સિવિલ હોસ્પિટલની મુલાકાત બાદ એક રેસિડેન્ટ ડૉક્ટરનો પત્ર વાયરલ થયો હતો. જેમાં ‘ઉચ્ચ સત્તાધારીઓની પીછેહઠ’ અને ‘રેસિડેન્ટ્સ તરફ ઉચ્ચ સત્તાધારીઓનું ઉદાસીન વલણ’ આ બે મુદ્દાઓ પર ભાર મૂકવામાં આવ્યો હતો.

ફરિયાદની યાદીમાં ઉલ્લેખ છે કે, ઈન્સ્ટીટ્યૂટ (કોવિડ-19 હોસ્પિટલ)ની મોટાભાગની ફેકલ્ટી તેમની મિનિમમ ડ્યૂટી બજાવતા નથી, જેના કારણે દર્દીઓનો મૃત્યુદર વધારે છે. “કોવિડ પોઝિટિવ રેસિડેન્ટ ડૉક્ટરોને હાઈ ગ્રેડ તાવ હોવા છતાં તેમને કલાકો સુધી રઝળતા મૂકી રખાયા હતા. રેસિડેન્ટ ડૉક્ટરોની સારવાર અંગે મેનેજમેન્ટની અનિર્ણાયકતા અને પૂર્વ તૈયારીના અભાવના લીધે આ સ્થિતિ પેદા થઈ હતી.”

સિવિલ હોસ્પિટલના એક રેસિડેન્ટ તબીબે અનામી પત્ર લખીને ડૉક્ટરોની પીડા વર્ણવી હતી. પત્રમાં ઉલ્લેખ હતો કે, ડૉક્ટરોને PPE કિટ, N-95 માસ્ક અને વ્યવસ્થિત ગ્લવ્ઝ આપવામાં આવતા નથી. આ પત્રને ગુજરાત હાઈકોર્ટે ધ્યાને લીધો હતો. પત્ર મુજબ, “સિવિલ હોસ્પિટલમાં જો આ જ સ્થિતિ રહી તો અહીં કામ કરતા ડૉક્ટરો કોવિડ-19ના સુપરસ્પ્રેડર્સ બની જશે. હોસ્પિટલમાં કામ કરતા 700 જેટલા રેસિડેન્ટ ડૉક્ટરોમાંથી 10%નો પણ કોવિડ-19નો ટેસ્ટ થયો નથી. આ ડૉક્ટરો એક કોમન હોસ્ટલમાં રહે છે અને સાથે કામ કરતાં હોવા છતાં તેમનો ટેસ્ટ થયો નથી.”

મેડિસિટીના OSD ડૉ. એમ.એમ. પ્રભાકર આ મુદ્દે જવાબ આપવા માટે હાજર નહોતા. સિનિયર અધિકારીઓએ જણાવ્યું કે, આ ડૉક્ટરોની ફરિયાદોનો નિવેડો લાવવા માટે તેમની સાથે વિવિધ મીટિંગો કરવામાં આવી રહી છે. એક અધિકારીએ જણાવ્યું, “સિનિયર પ્રાઈવેટ ડૉક્ટરોની એક કમિટીની પણ રચના કરાઈ છે, જેથી ફરિયાદનો દરેક મુદ્દો આવરી લેવાય.”


Source: iamgujarat.com

Related posts

2 જુલાઈ જન્મદિવસ રાશિફળ: મહિલાઓ માટે સુખદ સમય, દાંપત્ય જીવનમાં વધશે પ્રેમ

Amreli Live

સુશાંત સિંહ રાજપૂતની છેલ્લી ફિલ્મ ‘દિલ બેચારા’ રિલીઝ ડેટ જાહેર કરાઈ

Amreli Live

પુષ્કળ પ્રમાણમાં નર્મદા ડેમમાં આવ્યા નવા નીર, ડેમની સપાટી 127.46 મીટર પહોંચી

Amreli Live

નવા 14000 કરતા વધારે કેસ સાથે ભારતમાં કોરોના સંક્રમિતોનો કુલ આંક 4 લાખ નજીક પહોંચ્યો

Amreli Live

સાસરીમાં ટોઈલેટ ન હોવાને કારણે પિયર પાછી જતી રહી નવવધુઓ

Amreli Live

માતાના મોતથી બાળકો ડિપ્રેશનમાં સરી પડ્યાં, ત્રણે ભાઈ-બહેને કરી આત્મહત્યા

Amreli Live

આતંકવાદીઓનું નવું સરનામું ઉત્તર કાશ્મીર, એક્શન

Amreli Live

ખૂબ જ લાગણીશીલ હતો સુશાંત, વૃદ્ધાશ્રમનો આ વિડીયો જોઈ નહીં રોકી શકો આંસુ

Amreli Live

કોરોના પ્રાણીમાંથી માણસમાં કઈ રીતે આવ્યો? વૈજ્ઞાનિકોને મળી મહત્વની કડી

Amreli Live

આખરે ચીન નમ્યું, ગલવાન વિસ્તારમાં 1-2 કિમી પાછળ હટ્યું

Amreli Live

આનંદ મહિન્દ્રા આ અંગ્રેજી શબ્દ પર પ્રતિબંધ મૂકવા માંગે છે, લોકોએ કહ્યું – હા, એકદમ.

Amreli Live

જ્યારે આ એક્ટ્રેસને સાડી પહેરી કમર બતાવવી ભારે પડી હતી, યૂઝર્સે કરી ગંદી કમેન્ટ્સ

Amreli Live

અનલોક 1: જાણો, સીએમ રૂપાણીએ કઈ 15 મોટી જાહેરાતો કરી?

Amreli Live

19 જુલાઈ જન્મદિવસ રાશિફળ: આ યંત્રની પૂજા કરવાથી જીવનમાં આવશે સુખ-શાંતિ

Amreli Live

અમરેલી: દુષ્કર્મના આરોપમાં ગઢડા સ્વામિનારાયણ મંદિરના બે સાધુ સહિત 3ની ધરપકડ

Amreli Live

પ્રતિબંધિત વિસ્તારમાં સીનિયર અધિકારીઓ વૃક્ષો કપાવી રહ્યા હતા, વનરક્ષકે ‘ધોળા દિવસે તારા’ બતાવી દીધા

Amreli Live

કોરોના વાયરસથી પીડાતા દેશોમાં ભારત 9મા નંબરે પહોચ્યું, કુલ કેસ 1.6 લાખને પાર

Amreli Live

ભૂકંપથી ધ્રુજ્યા દિલ્હી-NCR, ઘરમાંથી ભાગ્યા લોકો

Amreli Live

ઘરના તમામ સભ્યો માટે બનાવો ખૂબ જ હેલ્ધી એવા પમ્પકિન-આલમંડ કબાબ

Amreli Live

દુબઈમાં ફસાયેલા 175 ગુજરાતીઓ પ્રાઈવેટ ફ્લાઈટની વ્યવસ્થા કરીને અમદાવાદ પહોંચ્યા

Amreli Live

196.2 મીમી સાથે 12 વર્ષ બાદ જૂન મહિનામાં સીઝનનો સૌથી સારો વરસાદ નોંધાયો

Amreli Live