26.8 C
Amreli
05/08/2020
કલેક્ટર ઓફિસ

અ’વાદ: સેન્ટ્રલ ઝોનમાં કોરોનાના કેસ 79% ઘટ્યા, પશ્ચિમના વિસ્તારોમાં 61%નો ઉછાળો

અમદાવાદ: મે મહિનાના પ્રથમ અઠવાડિયા સુધી સેન્ટ્રલ ઝોન કે જેમાં જમાલપુર, શાહપુર, દરિયાપુર, રખિયાલ અને ખાડિયા જેવા ગીચ વસ્તી ધરાવતા વિસ્તારો આવેલા છે, તે અમદાવાદમાં કોરોના વાયરસનું એપિસેન્ટર હતું. શહેરના કુલ કોરોના કેસમાંથી 74 ટકા કેસ આ વિસ્તારમાં નોંધાયેલા હતા. ત્યારે હવે સ્થિતિ બદલાઈ છે. મે મહિનાની સરખામણીમાં જૂનમાં આ વિસ્તારોમાં કોરોનાના કેસ 79% ઘટ્યા છે.

હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો

વિરોધાભાસ જુઓ કે જ્યાં અગાઉ ઓછા કેસ હતા તે નોર્થ વેસ્ટ ઝોન જેમાં બોડકદેવ, થલતેજ, ઘાટલોડિયા અને ગોતાનો સમાવેશ થાય છે ત્યાં કોરોનાના કેસમાં 61%નો ઉછાળો આવ્યો છે. જ્યારે જોધપુર, વેજલપુર, મક્તમપુરા અને સરખેજ વિસ્તાર જ્યાં આવેલા છે તે સાઉથ વેસ્ટ ઝોનમાં કોરોનાના કેસ 17 ટકા વધ્યા છે. 55 દિવસ પહેલા આ વિસ્તારોમાં ભાગ્યે જ કોરોનાના કેસ જોવા મળતા હતા.

શુક્રવારે આ માહિતી કેંદ્રની ટીમના જોઈન્ટ હેલ્થ સેક્રેટરી લવ અગ્રવાલને આપવામાં આવી હતી. લવ અગ્રવાલે થલતેજ, શાહીબાગની વિશ્વકર્મા સોસાયટી અને ગોતાની કેટલીક સોસાયટીઓ જેમને માઈક્રો-કન્ટેઈનમેન્ટ ઝોન તરીકે જાહેર કરાઈ છે તેની મુલાકાત લીધી હતી. બોડકદેવમાં આવેલું સેટેલાઈટ સેન્ટર જેને થોડા દિવસ પહેલા જ માઈક્રો-કન્ટેઈનમેન્ટ ઝોન જાહેર કરાયું છે, તેને 20 જૂનના બદલે અગાઉ 26 મેથી 2 જૂનની વચ્ચે 12 કેસ નોંધાયા ત્યારે જ માઈક્રો-કન્ટેઈનમેન્ટ ઝોન તરીકે જાહેર કરવાનું હતું તેમ લવ અગ્રવાલે સૂચવ્યું હતું.

લવ અગ્રવાલ સહિતની કેંદ્રની ટીમે માઈક્રો-કન્ટેઈનમેન્ટ ઝોનની મુલાકાત લીધી હતી

થોડા દિવસ પહેલા સેટેલાઈટ સેન્ટરના રહેવાસીઓએ મ્યુનિસિપલ કમિશનરને પત્ર લખીને જણાવ્યું હતું કે, તેમની સોસાયટીને માઈક્રો-કન્ટેઈનમેન્ટ ઝોનના લિસ્ટમાંથી કાઢી નાખવામાં આવે કારણકે તે કોરોના મુક્ત થઈ છે. અગાઉ સચિન ટાવર અને ગેલેક્સી એપાર્ટમેન્ટને પણ માઈક્રો-કન્ટેઈનમેન્ટ ઝોનની યાદીમાં સામેલ કરાયા ત્યારે ત્યાંના રહીશોએ પણ AMCને પત્ર લખ્યો હતો.

રામદેવનગર, પ્રેરણાતીર્થ અને ગોતા વિસ્તારમાં આવેલી ઘણી પોશ સોસાયટીઓમાં 10થી વધુ કેસ હોવા છતાં તેમને માઈક્રો-કન્ટેઈનમેન્ટ ઝોન તરીકે જાહેર નહોતી કરાઈ. તાવની દવા આપતી ‘ધનવંતરી’ વાન ગોતા વિસ્તારમાં ઊભી હતી તેને જોઈને લવ અગ્રવાલ અટક્યા હતા. તેમણે કહ્યું કે, આ વાન નોન-કન્ટેઈનમેન્ટ વિસ્તારોમાં નહીં કન્ટેઈનમેન્ટ ઝોન બહાર ઊભી રાખવી જોઈએ.

કેંદ્રની ટીમે શાહપુર વિસ્તારની મુલાકાત લીધી હતી અને ત્યાં કેટલાક પોલીસકર્મીઓ સાથે વાત કરી હતી. AMCના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું, “કોવિડને નિયંત્રિત કરવા કેવી કામગીરી ચાલે છે તેનો તાગ મેળવવા લવ અગ્રવાલે SVP અને વીએસ હોસ્પિટલ, એક ખાનગી હોસ્પિટલની પણ મુલાકાત લીધી હતી.”


Source: iamgujarat.com

Related posts

ચીન ઘેરાયું, ભારતે દુનિયાને કહ્યું- ‘ચાલો કોરોના વાયરસનું મૂળ શોધીએ’

Amreli Live

વડોદરાઃ સરહદ પરના સૈનિકો માટે 12,000 રાખડીઓ મોકલશે આ પ્રિન્સિપાલ

Amreli Live

અમરનાથ યાત્રાની તૈયારીઓ પૂરી, સાડી પહેરવા પર રોક

Amreli Live

લોકડાઉનમાં બેરોજગાર થયો અમદાવાદી યુવાન, ઓનલાઈન નોકરી શોધવાનું ભારે પડ્યું

Amreli Live

જિયો પ્લેટફોર્મ્સમાં સાઉદીનું પબ્લિક ઇન્વેસ્ટમેન્ટ ફંડ કરશે રૂ. 11,367 કરોડનું રોકાણ

Amreli Live

અંડકોષમાં ગાંઠ થઈ ગઈ છે, શું મને સેક્સ કરવામાં મુશ્કેલી થશે?

Amreli Live

ગોધરાના પ્રોફેસરે ઉગાડ્યો છે 46 ફૂટ ઊંચો ગુલાબનો છોડ, ‘અમૂલ્ય ખજાના’ માટે વીમાની કરી માગ

Amreli Live

ઘરેથી કામ કરતી વખતે રશ્મિ દેસાઈએ કર્યો જબરો જુગાડ, હસીને લોટપોટ થયા ફેન્સ

Amreli Live

જિયોને મળ્યો 13મો રોકાણકાર, 730 કરોડ રૂપિયાનું રોકાણ કરશે આ કંપની

Amreli Live

સુશાંતે શૂટ કરેલી છેલ્લી ફિલ્મ ‘દિલ બેચારા’ની આ વાત તમે નહીં જાણતા હોવ

Amreli Live

રાજ્યમાં 15 અને 16 જુલાઈ દરમિયાન ભારેથી અતિભારે વરસાદની આગાહી

Amreli Live

20 જુલાઈ, 2020નું રાશિફળ : જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ

Amreli Live

05 જુલાઈ, 2020નું રાશિફળ: જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ

Amreli Live

સુશાંત સિંહની યાદમાં 3400 પરિવારને જમાડશે આ એક્ટ્રેસ, કહ્યું ‘તને ખૂબ મિસ કરીશું’

Amreli Live

અમદાવાદ સહિત રાજ્યની 6 મહાનગરપાલિકાઓનો વિસ્તાર વધ્યો

Amreli Live

જુનાગઢ ઓનર કિલિંગઃ ભાઈએ જ સગી બહેન-બનેવીને કુહાડીના ઘા ઝીંકીને મોતને ઘાટ ઉતાર્યા!

Amreli Live

LRD ભરતી વિવાદ: મહિલા ઉમેદવારોએ ફરીથી આંદોલનની ચીમકી ઉચ્ચારી

Amreli Live

10 જુલાઈ જન્મદિવસ રાશિફળ: વિદ્યાર્થીઓને થોડી મહેનતથી જ સારું પરિણામ મળશે

Amreli Live

16 જુલાઈથી સૂર્ય અને શનિનો સમસપ્તક યોગ, આ 5 રાશિઓએ રહેવું પડશે સાવધાન

Amreli Live

ફરી લોકડાઉન તરફ વધી રહ્યો છે દેશ? આ શહેરો આપી રહ્યા છે સંકેત

Amreli Live

RBIનું એક ફરમાન અને ઉદય કોટકને લાગશે ‘સૌથી મોટો’ ઝટકો

Amreli Live