25.4 C
Amreli
14/08/2020
કલેક્ટર ઓફિસ

અ’વાદઃ મહિનાઓથી મુલાકાત ન થતા એકતરફી પ્રેમમાં પાગલ યુવક યુવતીના ઘર સુધી પહોંચી ગયો પછી…

કોરોના વાયરસના કારણે લાગુ કરાયેલા લોકડાઉન વખતે લોકોના ઘરથી બહાર નીકળવા પર પ્રતિબંધ હતો. એવામાં પ્રેમીઓ માટે એકબીજાથી દૂર રહેવું ખૂબ મુશ્કેલ બન્યું હોય તેમ લાગી રહ્યું છે. આવો જ એક કિસ્સો શહેરના વેજલપુરમાં સામે આવ્યો છે. જેમાં એકતરફી પ્રેમ પાગલ યુવક મહિનાઓ સુધી છોકરીને ન મળી શકતા તેના ઘર સુધી પહોંચી ગયો હતો. જ્યાં તેણે પોતાના પ્રેમનો એકરાર કર્યો અને જો તેને યુવતી સાથે મુલાકાત નહીં કરવા દેવાય તો હાથની નસ કાપવાની ધમકી આપી દીધી.

હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો:

આ યુવતીને કોરોનાનું સંક્રમણ લાગ્યું છે. જ્યારે તેનો પરિવાર પણ હોમ ક્વોરન્ટાઈનમાં છે. તેમણે છોકરાને ઘણો સમજાવવાનો પ્રયાસ કર્યો પરંતુ યુવક ન માન્યો આખરે યુવતીની માતાએ મદદ માટે પોલીસને ફોન કરીને બોલાવવી પડી.

ઘટનાની જાણકારી મુજબ, બહેરામપુરામાં રહેતા છોકરીના મોટા ભાઈ રામ નટુભાઈએ રખિયાલના આરોપી યુવક નયન મકવાણા વિરુદ્ધ વેજલપુર પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. રામની માતા અને 21 વર્ષની નાની બહેન વેજલપુરના શ્રીનંદનગર વિભાગ-3માં રહે છે.

આંબાવાડીમાં પ્રાઈવેટ કંપનીમાં સેલ્સ એક્ઝિક્યુટિવ તરીકે નોકરી કરતા રામને મંગળવારે બપોરે તેની માતાએ ફોન કરીને તરત જ ઘર પર આવવા કહ્યું. માતાએ તેને કહ્યું કે, નયન બપોરે 1 વાગ્યે તેમના ઘરના દરવાજે આવ્યો છે.

રામે પોલીસને જણાવ્યું કે, ‘જ્યારે દરવાજો ખોલ્યો તો નયને મારી નાની બહેન ક્યાં છે તેમ પૂછ્યું હતું. તે તેને મળવાનો આગ્રહ કરવા લાગ્યો. જ્યારે મારી માતાએ તેને કહ્યું કે, મારી બહેન ક્વોરન્ટાઈનમાં છે તો તે ગુસ્સે થઈ ગયો. તેણે કહ્યું કે તે મારી બહેન સાથે લગ્ન કરવા માગે છે અને તેની સાથે વાત નહીં થવા પર હાથની નસ કાપવાની ધમકી આપી. જ્યારે મારી માતાએ પોલીસને ફોન કર્યો તો તે ત્યાંથી જતો રહ્યો.’

વેજલપુર ઈન્સ્પેક્ટર એલ.ડી ઓડેદરાએ કહ્યું, યુવતીના ભાઈ મુજબ, આ એકતરફી પ્રેમનો કિસ્સો છે. ફરિયાદીની બહેન અને આરોપી બંને સાથે કોલેજમાં અભ્યાસ કરે છે, અને આમ તેઓ એકબીજાને ઓળખે છે. અમે સ્થળ પર અને આજુબાજુના વિસ્તારના સીસીટીવી ફૂટેજ ચેક કરી રહ્યા છીએ. અમે આ મામલા પાછળની વધારે માહિતી મેળવવા માટે પ્રયાસ કરી રહ્યા છીએ.


Source: iamgujarat.com

Related posts

નદી કિનારે રેતીમાં થઈ રહ્યું હતું ખોદકામ, અચાનક જ મળી આવ્યું ભવ્ય મંદિર

Amreli Live

કોરોનાઃ મુંબઈથી દૂર પોતાના ગામમાં ખેતી કામ કરી રહ્યો છે આ એક્ટર, શેર કર્યો વિડીયો

Amreli Live

MPના રાજ્યપાલ લાલજી ટંડનનું નિધન થયું તે આ જાણીતા ટીવી સ્ટારના છે દાદા

Amreli Live

Monsoon Special: બાફેલી મકાઈમાંથી આ રીતે બનાવો ચટપટા કબાબ

Amreli Live

બિગ બી અને અભિષેક બાદ ઐશ્વર્યા અને આરાધ્યા બચ્ચન પણ કોરોના પોઝિટિવ

Amreli Live

પેન્ડિંગ કેસ બાબતે પેટલાદના MLAના નામે ફોન આવતા હાઈકોર્ટના જજ ધૂંઆપૂંઆ

Amreli Live

RBIના ગવર્નર પદેથી રાજીનામુ આપનારા ઉર્જિત પટેલને સોંપાઈ નવી જવાબદારી

Amreli Live

કોરોના બેકાબુ: અમદાવાદમાં નવા નોંધાયેલા 153માંથી 86 કેસ માત્ર પશ્ચિમ ભાગના

Amreli Live

આ રીતથી ઘરે બનાવો અમદાવાદના માણેક ચોકની ફેમસ ઘૂઘરા સેન્ડવીચ

Amreli Live

‘પવિત્ર રિશ્તા’માં ‘ભિખારી’નો રોલ પ્લે કરનાર એક્ટરને સુશાંતે આપી હતી આ સલાહ, આજે તે…

Amreli Live

હવે તો ભગવાન પણ કોંગ્રેસની સાથે નહીં : જેપી નડ્ડા

Amreli Live

Royal Enfieldએ લોન્ચ કર્યું અફલાતુન ડિઝાઈનવાળું કસ્ટમ મેડ બાઈક Kamala

Amreli Live

લોકડાઉનના ભંગમાં મુસ્લિમો સામે જ કાર્યવાહી કેમ? HCનો હૈદરાબાદ પોલીસને સવાલ

Amreli Live

અ’વાદ: સેન્ટ્રલ ઝોનમાં કોરોનાના કેસ 79% ઘટ્યા, પશ્ચિમના વિસ્તારોમાં 61%નો ઉછાળો

Amreli Live

14 જુલાઈ, 2020નું રાશિફળ: જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ

Amreli Live

જે છોકરીને શહીદ કર્નલ સંતોષ બાબુની દીકરી ગણાવાઈ રહી છે તેની હકીકત જાણો

Amreli Live

દ્વારકાઃ કેવી રીતે BJP નેતા પબુભા માણેક મોરારી બાપુને મારવા માટે દોડ્યા!

Amreli Live

રાંચી ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયન ટીમના થયા હતા આવા હાલ, પૂજારાએ ખોલી પોલ

Amreli Live

વિડીયો: શું તમે સાપને ચમચીમાંથી પાણી પીતા જોયો છે?

Amreli Live

દેશના આ ત્રણ શહેરોમાં હવે રોજેરોજ રોકેટ ગતિએ ઉછળી રહ્યા છે કોરોનાના કેસ

Amreli Live

20/04/2020 થી અમરેલી ગ્રામ્ય કક્ષાએ, અને અમરેલી શહેરી વિસ્તારમાં શું શું થઇ શકશે ,

Amreli Live