31.2 C
Amreli
24/09/2020
કલેક્ટર ઓફિસ

અ’વાદઃ ગુરુવારે છેલ્લા એક સપ્તાહમાં સૌથી ઓછા કેસ, મૃત્યુઆંક પણ 13 દિવસમાં સૌથી ઓછો

અમદાવાદઃ કોરોના મહામારી સામે ઝઝૂમી રહેલા અમદાવાદ માટે ગુરુવાર એક આશાનું કિરણ લઈને આવ્યો હતો. દરરોજ સતત વધતા રહેતા કોરોના કેસની વચ્ચે ગઈકાલનો ગુરુવાર અમદાવાદમાં છેલ્લા એક સપ્તાહના સૌથી ઓછા કોરોના પોઝિટિવ કેસનો આંકડો લઈને આવ્યો હતો. જ્યારે કોરોનાથી મૃત્યુ પામનાર દર્દીઓના આંકડા બાબતે પણ ગુરુવાર છેલ્લા 13 દિવસમાં સૌથી આછો આંકડો સામે આવ્યો હતો.

હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો:

ગુરુવારે સાંજે 5 વાગ્યે જાહેર થયેલા છેલ્લા 24 કલાકના આંકડા મુજબ અમદાવાદમાં ગુરવારે નવા 247 કેસ અને 16 મૃત્યુ નોંધાયા હતા. આ પહેલાનો સૌથી ઓછો આંક નવા કેસ મામલે 21 મેનો હતો જ્યારે ચોવિસ કલાકમાં 233 કેસ નોંધાયા હતા તો મૃત્યુ મામલે 15મેના રોજ 24 કલાકમાં 14 મૃત્યુ નોંધાયા હતા. જોકે ગુરુવારે નોંધાયેલા નવા કેસની સાથે જિલ્લાના કુલ કેસની સંખ્યા હાલ 11,344 પહોંચી છે અને મૃત્યુઆંક 780 પહોંચ્યો છે.

અમદાવાદ જિલ્લો કોરોના પોઝિટિવ કેસની દ્રષ્ટીએ દેશમાં મુંબઈ, દિલ્હી અને ચેન્નઈ બાદ ચોથા નંબરે આવે છે જ્યારે મૃત્યુઆંકની દ્રષ્ટીએ મુંબઈ બાદ બીજા નંબર પર આવે છે. સમગ્ર ગુજરાતની વાત કરવામાં આવે તો ગુરુવારે સાંજે 5 વાગ્યા સુધીમાં નોંધાયેલા નવા 367 કોરોના પોઝિટિવ કેસ સાથે રાજ્યનો કુલ આંકડો 15,575 પહોંચી ગયો છે.

આ નવા નોંધાયેલા કેસો પૈકી 247 કેસ અમદાવાદ, 44 સુરત, 33 વડોદરા, 8 મહિસાગર અને રાજકોટ તેમજ કચ્છમાં 7-7 કેસ નોંધાયા છે. આ સાથે જ રાજ્યમાં 10 એવા જિલ્લા છે જ્યાં કોરોનાના 100થી વધુ કેસ જોવા મળે છે. તેમજ ગુરવારે રાજ્યમાં નોંધાયેલા કુલ 22 મૃત્યુ સાથે રાજ્યનો કોરોના મૃત્યુઆંક 960 પાર થઈ ગયો છે. આ 22 મૃતકો પૈકી 16 અમદાવાદ, 3 વડોદરા અને કચ્છ, પાટણ અને સુરેન્દ્રનગરમાં એમ ત્રણેય જગ્યાએ 1-1 મૃત્યુ નોંધાયા હતા.

ગુજરાતના આરોગ્ય વિભાગના અધિકારીઓએ કહ્યું કે આ સાથે ગુરુવારે રાજ્યભરમાં કોરોનાને હરાવીને સ્વસ્થ થયેલા 454 દર્દીઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. જે સાથે રાજ્યમાં કુલ સ્વસ્થ થયેલા દર્દીઓની સંખ્યા 8003 પહોંચી છે. આ 454 દર્દીઓ પૈકી 381 દર્દીઓ અમદાવાદ, 21 સુરત અને 12 કચ્છમાંથી છે. આ સતત બીજો દિવસ છે જ્યારે રાજ્યમાં નવા મળેલા કેસ કરતા સ્વસ્થ થયેલા દર્દીઓની સંખ્યા વધારે છે.

જ્યારે કોરોના ટેસ્ટની વાત કરવામાં આવે તો છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 4185 ટેસ્ટ કરવામં આવ્યા છે. જે સાથે રાજ્યમાં કુલ ટેસ્ટની સંખ્યા 1.98 લાખ થઈ ગઈ છે. રાજ્યમાં અત્યાર સુધીમાં નોંધાયેલા કુલ કોરોના પોઝિટિવ કેસ પૈકી હાલ એક્ટિવ કેસ 6611 છે જ્યારે સ્વસ્થ થયેલા દર્દીઓ 8003 છે. જેથી એક્ટિવ કેસની ટકાવારી ઘટીને 42.5 ટકા થઈ ગઈ છે. જ્યારે સ્વસ્થ થયેલા દર્દીઓની ટકાવારી વધીને 51.4 ટકા થઈ ગઈ છે. જ્યારે રાજ્યમાં મૃત્યુઆંકની ટકાવારી 6.1 પર જ સ્થિર છે.

Video: દિલ્હીઃ ખેડૂતે પોતાને ત્યાં કામ કરતા 10 શ્રમિકોને પોતાના ખર્ચે ફ્લાઈટથી વતન મોકલ્યા
 


Source: iamgujarat.com

Related posts

ટ્વિસ્ટ સાથે થશે ‘યે રિશ્તા…’ની શરૂઆત, ડબલ રોલમાં જોવા મળશે ‘નાયરા’

Amreli Live

ચાઈનીઝ એપ્સ પર પ્રતિબંધ કેમ મૂકાયો, હવે યૂઝર્સ શું કરશે?

Amreli Live

વડોદરામાંથી આવ્યા સારા સમાચાર, પ્લાઝ્મા થેરાપી દ્વારા દર્દીએ કોરોનાને હરાવ્યો

Amreli Live

‘હેલ્લારો’ની વધુ એક સફળતા, કાન્સના આ ફેસ્ટિવલ માટે થઈ પસંદગી

Amreli Live

કોરોના, પર્યાવરણ, વિકાસ… UNમાં પીએમ મોદીએ કરી આ મહત્વની વાતો

Amreli Live

એક્ટ્રેસ રેખાના સ્ટાફનો કોરોના રિપોર્ટ પોઝિટિવ, BMCએ સીલ કર્યો બંગલો

Amreli Live

જાણો, કયા બે કારણોથી ભારતીય ક્રિકેટ માટે ખાસ છે 25 જૂનનો દિવસ

Amreli Live

આરોગ્ય મંત્રી કુમાર કાનાણીના પુત્રનો મહિલા પોલીસકર્મી સાથેની માથાકૂટનો વિડીયો સામે આવ્યો

Amreli Live

An appeal to everyone to strictly follow the lockdown… do not panic there are…

Amreli Live

જો આટલી ભૂલ કરી તો નોકરી નહીં હોય ત્યારે પેટ ભરીને પસ્તાવું પડશે

Amreli Live

લોન્ચ થયાના થોડા દિવસોમાં જ ‘કોરોના કવચ’ પોલિસીને મળ્યો સારો પ્રતિસાદ

Amreli Live

કોરોના વાયરસ: WHOએ બંધ કર્યું હાઈડ્રોક્સીક્લોરોક્વીનનું પરીક્ષણ

Amreli Live

ભારત-ચીન સીમા વિવાદઃ દેશની સુરક્ષા પર 72%થી વધુ લોકોને PM મોદી પર વિશ્વાસ

Amreli Live

સુરત : એક દિવસમાં 11 ડૉક્ટર્સના કોરોના ટેસ્ટ પોઝિટિવ આવતા ખળભળાટ

Amreli Live

ભારતીય ઓડિયન્સ પર ભડકી સુપરકાર રેસરમાંથી પોર્ન સ્ટાર બનેલી રેની ગ્રેસી

Amreli Live

સુશાંતના નિધન બાદ રિયાને મળી રેપ અને મર્ડરની ધમકી, ભડકેલી એક્ટ્રેસે કહ્યું…

Amreli Live

ઈસ્લામિક ઢબે થયા હતાં ઈન્દિરા ગાંધીનાં અંતિમ સંસ્કાર? જાણો વાયરલ ફોટોનું સત્ય

Amreli Live

ગુજરાતમાંથી રાજ્યસભાની ચાર બેઠકો પર ચૂંટાયેલા સાંસદોને તમે કેટલા ઓળખો છો?

Amreli Live

સુરતમાં કોરોનાના 205 અને અમદાવાદમાં 152 કેસ નોંધાયા

Amreli Live

ફાધર્સ ડેઃ તમામ બલિદાનો આપી બાળકને એકલા હાથે ઉછેરનારા આ ‘હીરો્ઝ’ને સલામ

Amreli Live

પાંડવ એકાદશી કથા વાંચો, ભીમસેન મહિનાની 2 એકાદશી શા માટે કરી શકતો ના હતો.

Amreli Live