26.8 C
Amreli
05/08/2020
કલેક્ટર ઓફિસ

અ’વાદઃ કોરોનાથી પીડાઈ રહેલા દર્દીઓની પરિવારની જેમ સેવા-ચાકરી કરે છે આ બે નર્સ

પાર્થ શાસ્ત્રી, અમદાવાદઃ શહેરમાં કોવિડ-19ના કેસ દિવસેને દિવસે વધી રહ્યા છે. લોકોમાં પણ આ વાયરસને લઈને જબરદસ્ત ભય જોવા મળી રહ્યો છે. ઘરની વૃદ્ધ વ્યક્તિ જ્યારે બીમાર પડે કે તરત જ પરિવાર તેમને હોસ્પિટલ લઈ જાય, તેમનું પૂરતું ધ્યાન રાખે, તેમને જે ખાવું હોય તે બનાવી આપે અને તેમની પૂરતી સેવા-ચાકરી કરે પરંતુ કોરોનામાં આ શક્ય નથી. ત્યારે બે નર્સ એવી છે જેઓ વૃદ્ધ દર્દીઓનું પરિવારની જેમ ધ્યાન રાખે છે.

હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો:

Bcomના ફાઈનલ યરની 20 વર્ષીય વિદ્યાર્થિની અને નર્સિંગમાં કરિયર બનાવવા માગતી રિંકુ ચાવડા, કોરોનાના દરેક દર્દીઓ સાથે પ્રેમથી વાતો કરે છે. આટલું જ નહીં જેઓ પોતાના પરિવાર સાથે સંપર્ક કરી શકતા નથી તેમની તો ઘરના સભ્યની જેમ સેવા-ચાકરી કરે છે અને પૂરતું ધ્યાન રાખે છે. રિંકુ સિવિલ હોસ્પિટલના કોવિડ-19 વોર્ડમાં કામ કરે છે અને તે દરેક દર્દીને તેમના નામથી ઓળખે છે.

‘જ્યારે લોકોને અન્ય બીમારી થાય છે, તો તેમનો પરિવાર તેમની સાથે હોય છે. દર્દી માટે પરિવારના સભ્યો ઘરેથી જ ભોજન અને અન્ય જરૂરી વસ્તુઓ લાવી શકે છે. પરંતુ કોવિડ વોર્ડમાં આમ શક્ય નથી’, તેમ રિંકુએ કહ્યું. તેણે ઈન્ડિયન રેડ ક્રોસ સોસાયટી (IRCS)માંથી પેશન્ટ કેરની ટ્રેનિંગ લીધી છે.

ઈન્ડિયન રેડ ક્રોસ સોસાયટીમાંથી ટ્રેનિંગ લેનારી અને નર્સ બનવા માગતી અન્ય એક ત્રિશા ગુરુંગ પણ આવું જ કામ કરી રહી છે. એક જ વિંગમાં રાખવામાં આવેલા 12 દર્દીઓની નિયમિત રીતે સંભાળ રાખવી તે તેનું રૂટિન બની ગયું છે. ‘હું મહિલા દર્દીઓને વાળ ઓળુ આપું છું અને તેમને માથામાં મસાજ પણ કરી આપુ છું. આ સિવાય તેમને સ્પોન્જ બાથ પણ આપ્યા છે’, તેમ તેણે કહ્યું.

‘મને ખાતરી છે કે મારી જેમ, કોઈ પણ પોઝિટિવ દર્દીઓનો આટલો વધારો અને તણાવપૂર્ણ ભર્યા આ બે મહિનાને કોઈ ભૂલી શકશે નહીં. પરંતુ હવે બધુ અંડર કંટ્રોલ છે’, તેમ ત્રિશાએ વધુમાં જણાવ્યું.

શું તમારા માતા-પિતાને કોવિડ-19ને લઈને ચિંતા નથી થતી? તેમ પૂછતાં રિંકુએ કહ્યું કે, ‘કોને ન થાય? પરંતુ તેમને ખબર છે કે મારે આમા કરિયર બનાવવું છે અને તેઓ માત્ર મને મારું ધ્યાન રાખવાનું કહે છે’. તો ત્રિશાએ કહ્યું કે, ‘મારો પરિવાર જાણ છે કે, હું આ વાયરસને ખતમ કરવા માટેની લડાઈ લડી રહેલા ફ્રંટ વોરિયર્સમાંથી એક છું’.


Source: iamgujarat.com

Related posts

WHOએ હવે માન્યું કે હવા દ્વારા પણ ફેલાઈ શકે છે કોરોના

Amreli Live

હોમ ક્વોરન્ટીન દરમિયાન વકરી શકે કોરોના, આવા લક્ષણો દેખાય તો હોસ્પિટલમાં દાખલ થઈ જવું

Amreli Live

લૉકડાઉન પછી રમાયેલી પ્રથમ ટેસ્ટમાં વેસ્ટ ઈન્ડીઝે ઈંગ્લેન્ડને 4 વિકેટે હરાવ્યું

Amreli Live

અમદાવાદમાં કોરોના વાયરસના નવા 235 કેસ, કુલ દર્દીઓનો આંકડો 19,386 પર પહોંચ્યો

Amreli Live

17 જૂન જન્મદિવસ રાશિફળ: પાંચ શનિવાર કરો આ ઉપાય, ઘરમાં રહેશે સુખ-શાંતિ

Amreli Live

ચીનની મદદથી ભારતને ફસાવવા ઈચ્છતું હતું પાકિસ્તાન, અમેરિકાએ પ્લાન ફેલ કરી દીધો

Amreli Live

સુરતમાં હીરા ઉદ્યોગ અંગે મહત્વનો નિર્ણય, કોરોનાના 3 કેસ નોંધાયા તો યુનિટ બંધ કરાશે

Amreli Live

અ’વાદઃ વ્યાજખોરના ત્રાસથી કંટાળેલા વેપારીએ 12મા માળેથી કૂદીને કર્યો આપઘાત

Amreli Live

વિકાસ દુબે પર રાખવામાં આવેલું 5 લાખનું ઈનામ કોને મળશે, પોલીસ સામે અનેક દાવેદાર

Amreli Live

અમેરિકા અને બ્રિટને લગાવ્યો આરોપ, રશિયા ચોરી રહ્યું છે કોરોના વેક્સીન રિસર્ચ

Amreli Live

અમદાવાદઃ ડ્યુટી પર કોરોનાનું સંક્રમણ લાગતા AMCએ 45 કર્મીઓને 6.4 લાખનું વળતર આપ્યું

Amreli Live

લોકડાઉનમાં બેરોજગાર થયો અમદાવાદી યુવાન, ઓનલાઈન નોકરી શોધવાનું ભારે પડ્યું

Amreli Live

રિયા ચક્રવર્તીને આવી રહી છે સુશાંતની યાદ, કહ્યું ‘તું એક એવો વ્યક્તિ હતો જેણે મને…’

Amreli Live

જાધવ પર પાકની ચાલ, ભારતની સીધી ચેતવણી

Amreli Live

રાજ્યમાં કોરોનાનું સંક્રમણ વધતાં દિવાળી પછી પણ સ્કૂલો બંધ રહેશે?

Amreli Live

UP: કાનપુરના બાળ સંરક્ષણ ગૃહમાં 57 છોકરીઓ કોરોના પોઝિટિવ, 7 પ્રેગ્નેટ

Amreli Live

નાઈટ કર્ફ્યૂ છતાં ગૌતમ ગંભીરના પિતાની SUV કાર ઘરની બહારથી ચોરાઈ ગઈ

Amreli Live

બોપલમાંથી કચરાના ડુંગર વર્ષના અંત સુધીમાં થઈ જશે ગાયબ

Amreli Live

શાઓમીએ ફરી આપ્યો ઝટકો, આ મહિને બીજી વાર મોંઘા થયા Redmiના પૉપ્યુલર સ્માર્ટફોન્સ

Amreli Live

હવે 11 આંકડાનો થઈ જશે તમારો મોબાઈલ નંબર!

Amreli Live

આપણી સરહદમાં નથી ઘૂસ્યું ચીન, જવાનોએ તેમને બરાબરનો પાઠ ભણાવ્યોઃ વડાપ્રધાન મોદી

Amreli Live