26.4 C
Amreli
19/09/2020
bhaskar-news

અમેરિકામાં 24 કલાકમાં 1150 લોકોના જીવ ગયા, ન્યૂયોર્કમાં શટડાઉન 15 સુધી લંબાવાયું; ચીનમાં પહેલીવાર એકપણ મોત નહીં



વિશ્વભરમાં કોરોનાના કુલ કેસ 13.47 લાખ થઈ ગયા છે. અત્યાર સુધીમાં 74 હજાર 702 લોકોએ જીવ ગુમાવ્યાછે. 2.79 લાખ લોકોને સારવાર બાદ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. અમેરિકામાં ચિંતાજનક રીતે પોઝિટિવ કેસની સંખ્યા વધી રહી છે. અત્યાર સુધીમાં અહીં ત્રણ લાખ 67 હજાર 385 કેસ નોંધાય છે અને 10 હજાર 876 લોકોએ જીવ ગુમાવ્યો છે. અમેરિકામાં 24 કલાકમાં 1150 લોકોના જીવ ગયા છે, ન્યૂયોર્કમાં શટડાઉન 15 સુધી લંબાવાયું છે. ચીનમાં પહેલીવાર એકપણ મોત થયું નથી.

ન્યૂયોર્કના હરલિમ હોસ્પિટલ સેન્ટર બહાર સુરક્ષાના સાધનોની માંગ કરી રહેલા પ્રદર્શનકારીઓ

જ્યારે સ્પેનની વાત કરીએ તો અહીં 1 લાખ 36 હજાર 675 કેસ છે અને 13 હજાર 341 લોકોએ જીવ ગુમાવ્યો છે. જ્યારે ઈટાલીમાં 1.33 લાખ કેસ છે અને 16 હજાર 523 લોકોએ જીવ ગુમાવ્યો છે. જર્મનીમાં એક લાખ 3 હજાર 375 કેસ અને મૃત્યુઆંક 1800 છે. જ્યારે ફ્રાન્સમાં પણ એક લાખ પોઝિટિવ કેસ થવા આવ્યા છે અને મૃત્યુઆંક 8911 થયો છે.

બ્રિટનના વિદેશ મંત્રી ડોમિનિકે પ્રધાનમંત્રીના કામકાજને સંભાવ્યું

બ્રિટનનાવિદેશ મંત્રી ડોમિનિક રોબ. હાલ તેઓ પ્રધાનમંત્રીનો કાર્યભાળ સંભાળી રહ્યા છે.

બ્રિટનના PM બોરિસ જોનસનની તબીયત બગવડતા તેમને આઈસીયુમાં ખસેડવામાં આવ્યા છે. તેમની ગેરહાજરીમાં તેમનો કાર્યભાર વિદેશ મંત્રી ડોમિનિક રોબ સંભાળી રહ્યા છે. એક ઈન્ટર્વ્યુમાં ડોમિનિકે કહ્યું કે કોરોના સામે સરકારની લડાઈ ચાલું રહેશે. બોરિસ જોનસન ઝડપથી સાજા થાય તેવી વિશ્વના નેતાએ શુભકામના પાઠવી છે. બ્રિટનમાં સોમવારે 3802 નવા કેસ અને 439 મોત નોંધાયા છે. બ્રિટનમાં 51 હજાર 608 કેસ નોંધાયા છે અને 5373 લોકોએ જીવ ગુમાવ્યો છે.

ફ્રાન્સ: પેરિસની હોસ્પિટલમાં આઈસીયુમાં દાખલ કોરોનાના દર્દી. દેશમાં અત્યાર સુધીમાં 9 હજાર લોકોના મોત થયા છે.

ધર્મના આધારે કોરોનાના દર્દીઓને અલગ ન કરો: WHO

વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)એ ધર્મ કે જાતિના આધારે કોરોનાના દર્દીઓને અલગ ન કરવાની ભલામણ કરી છે. WHOના માઈકલ રેયાનએ કહ્યું કે કોઈ વ્યક્તિ કોરોના સંક્રમિત થઈ જાય છે તો તેમાં તેની કોઈ ભૂલ નથી. કોરોનાના દર્દીઓનું ધર્મ કે જાતિના આધારે વિભાજન ન કરવું જોઈએ. એક ભારતીય પત્રકાર દ્વારા દિલ્હીના મરકજથી કોરોના ફેલાયા અંગેના પ્રશ્નના જવાબમાં તેઓએ આ વાત કહી હતી.WHO ઈસ્લામ અને અન્ય ધર્મના નેતાઓ સાથે સંપર્કમાં છે અને ધાર્મિક આયોજનો ટાળવા માટે તેઓ સાથે ચર્ચા કરી રહ્યું છે.

આ તસવીર ચીનની રાજધાની બેઈજિંગી છે. ચીનમાં સોમવારે કોરોનાથી એકપણ મોત થયું નથી.

આ સ્ટોરીમાં વિશ્વભરના દેશોની વિગતો અને ફોટા ઉમેરવામાં આવી રહ્યા છે.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


લંડનની સેન્ટ થોમસ હોસ્પિટલમાં બ્રિટનના પ્રધાનમંત્રી બોરિસ જોનસનની સારવાર ચાલી રહી છે.

Related posts

દુનિયાની કોરોના સામેની લડતમાં રોબોટ રિયલ હીરો બન્યા, દર્દીની સારવાર, ઘરે જરૂરી વસ્તુઓ પહોંચાડી રહ્યા છે 

Amreli Live

અત્યાર સુધીમાં 1.93 લાખ મોતઃ અમેરિકામાં 12 દિવસમાં મોતનો આંકડો ડબલ થયો, પાકિસ્તાનમાં ISI સંક્રમિતોની શોધખોળ કરશે

Amreli Live

રાજકોટની જ્યોતિ CNCએ 10 દિવસમાં ધમણ-1 નામનું વેન્ટિલેટર બનાવ્યું, CM રૂપાણીએ કરી જાહેરાત

Amreli Live

અત્યાર સુધી 75 હજારના મોત, ઇટલીમાં 94 ડોક્ટર અને 26 નર્સના મોત, UNએ અધિકારીઓને બિનજરૂરી ખર્ચો અને ભરતી રોકવા કહ્યું

Amreli Live

રાજકોટના જંગલેશ્વરમાં વધુ બે મહિલાને કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યો, સંખ્યા 39 થઇ

Amreli Live

સરકાર એલર્ટઃ ઇમરાન ખેડાવાલાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા CM વિજય રૂપાણીએ તમામ બેઠકો મુલતવી રાખી

Amreli Live

સ્વસ્થ દેખાતા લોકો વાઈરસ ફેલાવવા માટે જવાબદાર હોઈ શકે છે, નિષ્ણાતો યુવાનોને ટ્રાન્સમિશનનું મુખ્ય કારણ માને છે

Amreli Live

અત્યારસુધી 33 લાખ સંક્રમિત, લુફ્થંસા એરવેઝના 10 હજાર કર્મચારીઓને હટાવી શકે છે, રાયનએરે કહ્યું- 3 હજાર વર્કર્સની છટણી કરીશું

Amreli Live

જાહેર રસ્તા પર મોઢે માસ્ક કે રૂમાલ-દુપટ્ટો નહીં બાંધ્યો હોય તો 5 હજારનો દંડ, દંડ નહી ભરો તો જેલ

Amreli Live

3.95 લાખ કેસઃછેલ્લા 24 કલાકમાં રેકોર્ડ 14721 સંક્રમિત વધ્યા,દિલ્હીમાં દર્દીઓની સંખ્યા 50 હજારને પાર

Amreli Live

અત્યારસુધી 35 લાખ સંક્રમિત: બ્રિટનમાં 24 કલાકમાં 315 લોકોના મોત થયા, અહીં એક જૂનથી પ્રાઇમરી સ્કૂલ ખોલવામાં આવી શકે છે

Amreli Live

5 રાજ્યોના મુખ્યમંત્રીઓએ કહ્યુંઃ અર્થતંત્રને પછી ય બેઠું કરી શકાશે, પણ જિંદગી બચાવવા લોકડાઉનની મુદત વધારો

Amreli Live

રાજ્યમાં 12 કલાકમાં 7ના મોત, નવા 176 કેસ , 143 એકલા અમદાવાદમાં, ભાવનગરમાં વધુ 3 કેસ, રાજ્યમાં કુલ 1275 દર્દી

Amreli Live

વિશ્વભરમાં 13.56 લાખ કેસ, 75 હજાર 762 મોત, સ્પેનમાં એક દિવસમાં 743ના મોત; જાપાનના સાત વિસ્તારમાં એક મહિના માટે ઈમરજન્સી લાગુ

Amreli Live

અત્યાર સુધી 2.14 લાખ મોત: ફ્રાંસના પ્રધાનમંત્રીએ કહ્યું-લોકડાઉન ચાલુ રાખી શકાય તેમ નથી,અર્થતંત્ર ખતમ થઈ જવાનું જોખમ છે

Amreli Live

24 કલાકમાં રેકોર્ડ 54 હજારથી વધુ દર્દી વધ્યા, 37 હજાર લોકો સ્વસ્થ થયા, 783એ જીવ ગુમાવ્યો, દેશમાં 16.39 લાખ કેસ

Amreli Live

79 દિવસે મહાકાલ મંદિરના દ્વાર ખુલ્યા, ગર્ભગૃહમાં પ્રવેશ અને ભસ્મારતીના દર્શન શ્રાવણમાં થઇ શકશે કે નહીં તે નક્કી નથી

Amreli Live

કોરોનાની મહામારી વચ્ચે વડોદરામાં છેલ્લા 7 દિવસમાં એકપણ પોઝિટિવ કેસ નહીં, 2 દર્દી સાજા થયા

Amreli Live

સાઉદીમાં બીમારી કે ટ્રાવેલ હિસ્ટ્રી છુપાવવા બદલ રૂ. 1 કરોડ સુધીનો દંડ, રશિયામાં ક્વૉરન્ટિન તોડનારને 7 વર્ષની કેદ

Amreli Live

દેશમાં સંક્રમણથી મૃત્યુ પામનારનો આંકડો 900 પારઃ મહારાષ્ટ્રમાં એક દિવસમાં રેકોર્ડ 27 અને ગુજરાતમાં 11 દર્દીના મોત

Amreli Live

રાજ્યના સૌથી નાની ઉંમરના કોરોના પેશન્ટનું મોત, જામનગરના 14 મહિનાના બાળકે દમ તોડ્યો

Amreli Live