25.5 C
Amreli
19/09/2020
કલેક્ટર ઓફિસ

અમેરિકામાં હિંસા અટકવાનું નામ નથી લેતી, પ્રદર્શનકારીઓ બેકાબૂ 25 શહેરોમાં તોડફોડ-આગજની

અમેરિકામાં તોફાન

અમેરિકાના 25થી વધુ શહેરોમાં ભીષણ પ્રદર્શન, હંગામો અને હિંસા થઈ રહી છે. અશ્વેત અમેરિકનની પોલીસ દ્વારા ગોળી મારીને હત્યા બાદથી જ દેશમાં શરું થયેલા પ્રદર્શનોએ તોફાનનું સ્વરુપ ધારણ કરી લીધું છે. લોકોએ પોલીસની ગાડીઓ અને બિલ્ડિંગ્સને આગ લગાવી દીધી છે. દુકાનોમાંથી સામાન લૂટી લીધો છે. નેશવિલેમાં કોર્ટની ઐતિહાસિક બિલ્ડિંગને આગના હવાલે કરી દીધી છે. આ દરમિયાન ઓછામાં ઓછા 2 લોકોના મોત નીપજ્યા છે. પ્રદર્શનમાં સામેલ શહેરોમાં અમેરિકાના મુખ્ય નગરો ન્યુયોર્ક, લોસ એન્જલસ, કેલિફોર્નિયા અને વોશિંગ્ટન છે. મિન્નેસોટા અને જોર્જિયામાં ઇમર્જન્સીની જાહેરાત કરવામાં આવી છે.

હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો:

શ્વેત-અશ્વેત વિવાદ ચરમસીમાએ

સોમવારે પોલીસ કસ્ટડીમાં એક અશ્વેત નાગરિક જોર્જ ફ્લોયડના મોત બાદ તેને ન્યાય અપાવવા માટે શરું થયેલા પ્રદર્શન વચ્ચે અમેરિકામાં શ્વેત દ્વારા અશ્વેત પર કરવામાં આવતા અત્યાચારનો મુદ્દો ફરી વિવાદનું કારણ બનીને સામે આવ્યો છે.

અમેરિકાના 25 શહેરોમાં તોફાન

શનિવાર અમેરિકામાં પ્રદર્શનનો પાંચમો દિવસ હતો. વોશિંગ્ટન પોસ્ટના અહેવાલ મુજબ 25 શહેરોમાં આ તોફાન અને પ્રદર્શનના કારણે કર્ફ્યુ લગાવાયો છે. જોકે કર્ફ્યુ છતા આ પ્રદર્શન ખત્મ થવાનું નામ નથી લઈ રહ્યા. પ્રભાવિત રાજ્યોમાં મિન્નેસોટા, જોર્જિયા, ઓહિયો, કોલોરાડો, વિસ્કોન્સિન, કેન્ટકી, ઉટાહ, ટેક્સાસ સામેલ છે.

અશ્વેત નાગરિક જોર્જ ફ્લોયડની મોત બાદ ભડકી હિંસા

હકીકતમાં અશ્વેત નાગરિક જોર્જ ફ્લોયડની મોતની પહેલાનો એક વીડિયો પણ સામે આવ્યો હતો. જેમાં દેખાતું હતું કે જોર્જ જમીન પર પડેલો છે અને એક શ્વેત પોલીસકર્મી તેની ગર્દન પણ ગોંઠણ દબાવીને બેઠો છે. આ દરમિયાન જોર્જ કહેતો હતો કે તેને શ્વાસ લેવામાં તકલીફ થાય છે.

પોલીસ દ્વારા દમનથી હિંસા વધુ ભડકી

હવે અમેરિકામાં એ સવાલ ઉઠી રહ્યો છે કે અમેરિકામાં વર્ષોથી અશ્વેત લોકો પર થઈ રહ્યા અત્યાચારને કાયમ માટે જડમૂળમાંથી ઉખાડી નાખવા માટે આખી સિસ્ટમને બદલવાની જરુરિયાત છે. પ્રદર્શનકારીઓની માગણી છે કે જોર્જ ફ્લોયડની ધરપકડ કરનાર પોલીસકર્મીઓ પર હત્યાનો કેસ ચલાવવામાં આવે.

નેશનલ ગાર્ડને સ્થિતિ સંભાળવા ઉતારાયા

જુદા જુદા શહેરોમાં પોલીસ પ્રદર્શનને જ્યારે કાબૂમાં ન લઈ શકી ત્યારે વ્હાઈટ હાઉસ દ્વારા નેશનલ ગાર્ડને આ શહેરોમાં ઉતારવામાં આવ્યા છે. ન્યુયોર્કમાં એક પોલીસ કારને પણ પ્રદર્શનકારીઓ દ્વારા આગને હવાલે કરી દેવામાં આવી હતી. તો એક વીડિયોમાં પોલીસ પણ પ્રદર્શનકારીઓ પર હિંસક થતી જોવા મળતી હતી.


Source: iamgujarat.com

Related posts

જૂન મહિનામાં દેશમાં 4 લાખથી વધારે કોરોના કેસ નોંધાયા, 12,000 લોકોએ જીવ ગુમાવ્યો

Amreli Live

ચીનથી આવી ગયેલા માલસામાનને કસ્ટમમાં રોકી રાખવાથી નુકસાન ભારતને જ છેઃ નીતિન ગડકરી

Amreli Live

જમાલપુર સ્મશાનગૃહમાં અસ્થિ કૌભાંડ? અસ્થિઓ માટે લેવામાં આવી રહી છે લાંચ!

Amreli Live

કોરોના: ઘરે રહીને ભણતાં બાળકો માટે જરૂરી છે સંતુલિત આહાર, ડાયટિશન ઋજુતા દિવેકરે આપી ટિપ્સ

Amreli Live

લાંબા સમય પછી બહાર જોવા મળી મલાઈકા, ડોગીને લઈ નીકળી ફરવા

Amreli Live

17 જુલાઈ જન્મદિવસ રાશિફળ: ફેબ્રુઆરી-માર્ચ 2021માં પૂરા થશે મહત્વના રચનાત્મક કાર્યો

Amreli Live

પોતાનો સ્ત્રી વેશમાં ફોટો ફરતો થતાં હાર્દિકે ભાજપને આડે હાથે લીધો

Amreli Live

લોકડાઉનમાં દીકરાએ માતાને ઘરમાંથી કાઢી મૂકી, મદદે આવ્યો સોનુ સૂદ

Amreli Live

ગુજરાતી એક્ટર પ્રતિક ગાંધી સહિત પરિવારના ત્રણ સભ્યો કોરોના સંક્રમિત

Amreli Live

સુશાંતની આત્મહત્યા અને ટ્વિટર પ્રોફાઈલ તસવીર વચ્ચે છે કંઈક આવો સંબંધ!

Amreli Live

નકલી ટોસિલિઝુમેબ દવાનું કૌભાંડ: પકડાયેલો આરોપી ગયા વર્ષે બન્યો હતો ‘મિસ્ટર અમદાવાદ’

Amreli Live

રાજ્યમાં 25મી જૂનથી કોલેજોમાં પરીક્ષા શરૂ કરવાના સરકારના નિર્ણયનો થઈ શકે વિરોધ

Amreli Live

ડિપ્રેશનમાં હોવાનું કહી આ એક્ટ્રેસે FB પર આપી આત્મહત્યાની ધમકી

Amreli Live

સપ્ટેમ્બર સુધીમાં ફી ભરવાની સરકારની જાહેરાતથી વાલીઓ નાખુશ!, રાહતની આશા ઠગારી નીવડી

Amreli Live

સ્મીમેરની કોવિડ હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓ પાણી વચ્ચે સારવાર લેવા મજબૂર બન્યા!

Amreli Live

ભૂખ્યા વ્યક્તિએ રેસ્ટોરન્ટમાંથી ચોર્યું ભોજન, માલિકે કહ્યું – ભૂખ માટે પોલીસ કેસ ના કરાય

Amreli Live

જાડી સારા કેવી રીતે બની પાતળી પદમણી, ફોટા જોઈને ચોક્કી જશો.

Amreli Live

ભારતમાં વધતા જઈ રહ્યા છે કોરોનાના કેસ, આંકડો 5 લાખને પાર

Amreli Live

સુરત સિવિલ હોસ્પિટલના હેડ નર્સનું કોરોનાથી મૃત્યુ, MICUમાં હતા દાખલ

Amreli Live

IPLના ઈતિહાસમાં સૌથી વધારે કેચ પકડનારો ખેલાડી કોણ છે?

Amreli Live

વડોદરા, ભરૂચ અને સુરતથી આવતી-જતી એસટી બસ સેવા ફરીથી શરૂ થઈ

Amreli Live