25.8 C
Amreli
06/08/2020
અજબ ગજબ

અમેરિકામાં દર મિનિટે એકનું મૃત્યુ થઈ રહ્યું છે, ભયભીત બ્રિટેન, બ્રાઝીલમાં બગડી પરિસ્થિતિ

કોરોનાના કારણે બ્રિટેન ભયભીત, બ્રાઝિલની સ્થતિ બગડવાની સાથે અમેરિકામાં દર મિનિટે એકની મૃત્યુ

અમેરિકામાં દર મિનિટે થઈ રહ્યું છે એક મૃત્યુ, બ્રિટન ગભરાયું, બ્રાઝીલમાં બગડી સ્થિતિ

અમેરિકામાં કોરોના મહામારીની સ્થિતિ સતત ભયાનક થતી જઈ રહી છે. આ દેશમાં હવે દર મિનિટે કોરોનાથી પીડિત એક વ્યક્તિનું મૃત્યુ થઈ રહ્યું છે. તેનાથી મરવા વાળાની સંખ્યા દોઢ લાખને પાર પહોંચી ગઈ છે. અત્યાર સુધીમાં 45 લાખથી વધારે લોકો આ ઘાતક વાયરસની ઝપેટમાં આવીને સંક્રમિત થઈ ચુક્યા છે. અમેરિકાના 50 પ્રદેશોમાંથી લગભગ 40 માં મહામારી વધવાથી નવા કેસ ઝડપથી સામે આવી રહ્યા છે.

એક દિવસમાં 1,461 ના મૃત્યુ :

સમાચાર એજન્સી રાયટરના ડેટા અનુસાર, અમેરિકામાં બુધવારે 1,461 પીડિતોના જીવ ગયા. આ પહેલા 27 મે ના રોજ એક દિવસમાં 1,484 રોગીઓએ દમ તોડ્યો હતો. જયારે સમાચાર એજન્સી પીટીઆઈએ જૉન્સ હૉપકિંસ યુનિવર્સીટી અનુસાર જણાવ્યું કે, અમેરિકામાં બુધવાર સુધીમાં 1,50,676 પીડિતોના મૃત્યુ થયા. આ દેશમાં કોરોનાથી પહેલું મૃત્યુ 29 ફેબ્રુઆરીએ થયું હતું. ત્યારથી 54 દિવસ પછી એટલે કે 23 એપ્રિલે મૃતકોની સંખ્યા 50 હજાર થઈ હતી. આ આંકડા 27 મે ના રોજ 1 લાખને પાર પહોંચ્યા હતા.

63 દિવસમાં વધુ 50 હજાર મૃત્યુ :

ત્યારબાદ 63 દિવસમાં બીજા 50 હજાર દર્દીઓના મૃત્યુથી મરવાવાળાની સંખ્યા વધીને દોઢ લાખને પાર પહોંચી ગઈ. અમેરિકામાં આ મહિને કેલિફોર્નિયા, ફ્લોરિડા અને ટેક્સાસ વિસ્તારોમાં મહામારીના નવા કેંદ્ર બનવાથી સંક્રમણમાં ઉછાળો આવ્યો છે. આ ત્રણેય વિસ્તારોમાં સંક્રમિત લોકોની સંખ્યા 4 લાખને પાર પહોંચી ગઈ છે. આ દરમિયાન હાર્વર્ડ ગ્લોબલ હેલ્થ ઇન્સ્ટિટ્યૂટના ભારતવંશી દિગ્દર્શક ડો. આશીષ ઝા એ અમેરિકા કોરોના મહામારી પર અંકુશ લગાવવામાં નિષ્ફ્ળ થઈ ગયા છે. તે દુઃખદ છે.

બ્રાઝીલમાં એક દિવસમાં મળ્યા રેકોર્ડ 69 હજાર નવા કેસ :

બ્રાઝીલમાં કોરોના મહામારીને કારણે સ્થિતિ ગંભીર થતી જઈ રહી છે. સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું કે, બુધવારે દેશમાં એક દિવસમાં રેકોર્ડ 69,074 નવા કેસ મળી આવ્યા. તેનાથી સંક્રમિત લોકોની સંખ્યા વધીને 25 લાખ 50 હજારથી વધારે થઈ ગઈ છે. જયારે આ સમયગાળામાં 1,595 પીડિતોના મૃત્યુથી મરવાવાળાનો આંકડો 90 હજારથી વધારે થઈ ગયો છે. મહામારી વચ્ચે સરકારે જાહેરાત કરી કે, દેશમાં વિદેશી યાત્રીઓના આવવા પર પ્રતિબંધ દૂર કરવામાં આવશે. આ લેટિન અમેરિકી દેશમાં આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ પર માર્ચથી પ્રતિબંધ લગાવી દીધો છે.

બીજીવારની મહામારીના ભયથી ગભરાયું બ્રિટન :

યૂરોપ પર કોરોના મહામારીના બીજા રાઉન્ડના સંકટથી બ્રિટન ગભરાઈ ગયું છે. સંક્રમણથી ચિંતિત બ્રિટિશ અધિકારીઓએ સ્પેનથી આવતા લોકો માટે 14 દિવસનું કોરેન્ટાઇન ફરીથી ફરજીયાત કરી દેવામાં આવ્યું છે. સ્વાસ્થ્ય મંત્રી મૈટ હૈનકૉકે કહ્યું કે, બીજા દેશો માટે પણ આવું કરી શકાય છે. બ્રિટેનમાં અત્યાર સુધી 3 લાખથી વધારે સંક્રમિત મળી આવ્યા છે. 45 હજારથી વધારે મૃત્યુ થયા છે. જોકે આ દેશમાં હવે સંક્ર્મણના દરમાં ઘટાડો જોવા મળી રહ્યો છે.

ચીનમાં મળ્યા 100 થી વધારે કેસ :

ચીનમાં ફરીથી કોરોના વાયરસનો ભય વધતો જઈ રહ્યો છે. આ દેશમાં સતત બીજા દિવસે 100 થી વધારે નવા કેસ મળી આવ્યા. રાષ્ટ્રીય સ્વાસ્થ્ય આયોગે ગુરુવારે જણાવ્યું કે, દેશમાં 105 નવા સંક્રમિત મળી આવ્યા. એક દિવસ પહેલા 102 કેસ મળ્યા હતા. તેમાંથી મોટાભાગના કેસ ઉઇગર મુસ્લિમ બહુમતવાળા શિનજિયાંગ પ્રદેશમાં મળી આવ્યા છે.

એક નજર આ દેશો પર :

ઓસ્ટ્રેલિયા : વિક્ટોરિયામાં સંક્રમણ વધવા પર દરેક પ્રદેશમાં માસ્ક પહેરવું જરૂરી કરી દેવામાં આવ્યું છે. વિક્ટોરિયામાં એક દિવસમાં 723 નવા કેસ મળ્યા છે.

પોલેન્ડ : એક દિવસમાં રેકોર્ડ 615 નવા કેસ મળવાથી બીજા દેશોમાંથી પોતાના ઘરે આવી રહેલા લોકો માટે કોરેન્ટાઇન જરૂરી કરવાની તૈયારી છે.

દક્ષિણ આફ્રિકા : આ આફ્રિકી દેશમાં કોરોના સંક્રમિત લોકોની સંખ્યા 4,71,000 થઈ ગઈ છે. અહીં લગભગ 7,500 લોકોના મૃત્યુ થયા છે.

વિયતનામ : સંક્ર્મણ વધવા પર આ દેશની સરકારે કોરોનાના પ્રસાર પર અંકુશ લગાવવા માટે ગુરુવારે ફરીથી સખ્ત પ્રતિબંધ લગાવી દીધા છે.

પાકિસ્તાન : 1,114 નવા કેસ મળી આવવાથી સંક્રમિત લોકોની સંખ્યા 2,77,000 થી વધારે થઈ ગઈ છે. લગભગ 6,000 લોકોના જીવ ગયા છે.

આ માહિતી જાગરણ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.


Source: gujaratilekh.com

Related posts

ચીનનો બહિષ્કાર અભિયાન, કૈટે તૈયાર કરી 500 વસ્તુઓની આ યાદી

Amreli Live

કોવિડ-19ને વર્લ્ડ હેલ્થ ઈમરજેંસી જાહેર કર્યાને થયા 6 મહિના પુરા, આજે 1.71 કરોડથી વધારે લોકો સંક્રમિત.

Amreli Live

શનિદેવની કૃપાથી નવા કાર્યના શ્રી ગણેશ કરવા માટે ખૂબ અનુકૂળ દિવસ છે. ભાગ્‍યવૃદ્ઘિ અને ધનલાભની શક્યતાઓ છે.

Amreli Live

ચિકનગુનિયાથી બચવા માટે આ 4 વસ્તુઓ દરરોજ જરૂર ખાવો

Amreli Live

આ 5 રાશિઓના ભાગ્યમાં આવશે ઝોરદાર સુધારો, સૂર્યદેવ દેખાડશે સફળતાનો માર્ગ, મળશે ખુશીઓ

Amreli Live

પ્રેગ્નેન્ટ પત્નીને થયો કોરોના તો પતિ “હું નથી ઓળખતો” કહીને ભાગી ગયો, હવે પત્ની આવી રીતે પાઠ ભણાવશે.

Amreli Live

સૂર્યદેવની કૃપાથી કર્ક રાશિના લોકોને આજે કાર્યમાં સફળતા અને યશ મળે, ૫તિ૫ત્‍ની વચ્‍ચેનો સંબંધ ગાઢ બને.

Amreli Live

નબળી ઇમ્યુનીટી વાળા ડાયટમાં સમાવેશ કરો આ 5 વસ્તુઓ, FSSAI ની સલાહ.

Amreli Live

મગ અને મસૂરની દાળ મિક્સ કરીને ખાવાથી પેટ રહેશે હંમેશા સ્વસ્થ, મળશે આ લાભ

Amreli Live

આ 5 રાશિ માટે દિવસ રહેશે અત્યંત શુભ, નોકરી ધંધામાં પણ લાભના સમાચાર મળે.

Amreli Live

બંધ ઘરોમાં કેવી રીતે ફેલાય છે કોરોના તેનું થયું સંશોધન, મકાનોને હોટસ્પોર્ટ બનાવી શકે છે સંક્રમિત ડ્રોપલેટ્સ

Amreli Live

ઉભેલી કારમાં બોસ કરતો હતો પત્ની સાથે રોમાન્સ, પતિએ વચ્ચે દખલ આપી તો કરી દીધો આટલો મોટો કાંડ

Amreli Live

જાણો કોણ છે બલુચિસ્તાન લિબરેશન આર્મી, જેણે પાકિસ્તાની સરકારના નાકમાં આંગળી કરી.

Amreli Live

જેટલા વધારે લોકો પહેરશે માસ્ક તેટલો જ ઓછો થશે સંક્રમણોનો ભય

Amreli Live

કોરોનાથી યુદ્ધ જીતીને ઘરે આવ્યા 103 વર્ષના વૃદ્ધ દર્દી

Amreli Live

300 રૂપિયા રોજ માટે મજૂરી કરી રહ્યો છે રેસર, ગોલ્ડ મેડલથી ભરાયેલું છે ઘર

Amreli Live

શુક્લ યોગની સાથે જેષ્ઠા નક્ષત્ર, મહાલક્ષ્મી ખોલી દેશે આ 4 રાશિઓના ભાગ્યના બધા બંધ દરવાજા.

Amreli Live

મારી જેમ તમે પણ કરી શકો છો 7 દિવસમાં 5 કિલો સુધી વજન ઓછું, ફોલો કરો GM ડાયટ પ્લાન.

Amreli Live

જાણો શું હોય છે Cytokine Storm, કોરોના વાયરસ સાથે શું છે એનો સંબંધ.

Amreli Live

હોમ લોનથી છો પરેશાન, જલ્દી છુટકારો મેળવવા માટે અપનાવો આ 4 વિકલ્પ

Amreli Live

ગરુડ પુરાણ પ્રમાણે આ 10 લોકોના ઘરે ક્યારે પણ ખાવું નહિ ભોજન, બરબાદ થઈ જશે જીવન.

Amreli Live