27.8 C
Amreli
18/09/2020
bhaskar-news

અમેરિકામાં છેલ્લા 24 કલાકમાં 2502 લોકોના મોત, અહીં 61 હજારથી વધારે લોકોએ જીવ ગુમાવ્યાવિશ્વભરમાં કોરોના મહામારીના 32 લાખ 20 હજાર 268 કેસ નોંધાયા છે. અત્યાર સુધીમાં 2 લાખ 28 હજાર 224 લોકોએ જીવ ગુમાવ્યા છે. જ્યારે 10 લાખથી વધારે લોકોને સારવાર પછી રજા અપાઈ છે.

અમેરિકામાં 61હજારથી વધુ લોકોના મોત
અમેરિકામાં છેલ્લા 24 કલાકમાં 2502 લોકોના મોત થયા છે. કોરોના મહામારીમાં અમેરિકામાં સૌથી વધારે મોત થયા છે. અહીં 61 હજાર 669 લોકોએ જીવ ગુમાવ્યા છે અને કુલ કેસ 10.64 લાખ નોંધાયા છે. ન્યૂયોર્કમાં ત્રણ લાખ કેસ નોંધાયા છે અને 22 હજારથી વધારે લોકોના મોત થયા છે. ન્યૂજર્સીમાં એક લાખથી વધારે કેસ નોંધાયા છે અને છ હજારથી વધારે લોકોના મોત થયા છે. અમેરિકામાં કુલ 61.40 લાખ લોકોના ટેસ્ટ કરાયા છે. એક લાખ 47 હજાર 411 લોકોને સારવાર પછી રજા અપાઈ છે. ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યુ છે કે આવતા સપ્તાહથી અમેરિકામાં ઘરેલુ ઉડાન શરુ કરાશે.

નેશનલ ઈસ્ટીટ્યુટ ઓફ હેલ્થ (એનઆઈએચ)ની શરૂઆતની તપાસમાં રેમડેસિવિર ડ્રગની ટ્રાયલનું પોઝિટિવ રિઝલ્ટ આવ્યું છે. તેનાથી પ્લાસીબો દવા અપાઈ રહેલા દર્દીઓની તુલનામાં 31 ટકા વધારે દર્દીઓ સાજા થયા છે. આ રિસર્ચ મુજબ રેમડેસિવિર આપવામાં આવેલા 8 ટકા દર્દીને બચાવી શકાયા નથી. પ્લેસીબો અપાઈ તેમાંથી 11 ટકા દર્દીઓને બચાવી શકાયા નથી. ડોક્ટરના કહેવા મુજબ રેમડિસિવિર સંક્રમણની સારવારમાં કેટલું ઉપયોગી છે તે હજું કહી ન શકાય.

70 લાખ મહિલાઓએ ઈચ્છા ન હોવા છતા ગર્ભ ધારણ કરવા પડી શકે છે
સંયુક્ત રાષ્ટ્રે કહ્યું હતું કે 6 મહિના સુધી લોકડાઉન રહ્યું તો 70 લાખ મહિલાઓને ઈચ્છા ન હોવા છતા ગર્ભવતી બનવું પડશે.લોકડાઉનની સ્થિતિમાં 114 ઓછી અને મધ્યમ આવકવાળા દેશોમાં 4.7 કરોડથી વધારે મહિલાઓ ગર્ભ નિરોધકનો ઉપયોગ નહીં કરી શકે.

ન્યૂયોર્કના મેનહટ્ટન સ્થિત ઈમ્પાયર સ્ટેટ બિલ્ડિંગને મહામારી સામે લડી રહેલા સ્વાસ્થ્ય કર્મચારીઓના માનમાં શણગારવામાં આવ્યું હતું.

ઈટાલીમાં મૃત્યુઆંક 28 હજાર નજીક
ઈટાલીમાં છેલ્લા 24 કલાકમાં 323 લોકોના મોત થયા છે અને એક હજારથી વધારે નવા કેસ નોંધાયા છે. ઈટાલીમાં અત્યાર સુધીમાં કુલ 2 લાખ 3 હજાર 591 નોંધાયા છે જ્યારે 27 હજાર 682 લોકોના મોત થયા છે. અહીં 71 હજાર 252 લોકોને સારવાર પછી રજા અપાઈ છે. અહીં 19.11 લાખ લોકોના ટેસ્ટ કરાયા છે.

વેટિકન શહેરમાં ફોર સ્ટાર હોટલને ડિસઈન્ફેક્ટ કરતા સફાઈ કર્મચારી.

કોરોના મહામારીને લઈનેકેનેડાની પાર્લામેન્ટે વિદ્યાર્થીઓ માટે 6.5 બિલિયન ડોલરના પેકેજની મંજૂરી આપી છે. કેનેડામાં 51 હજાર 597 કેસ નોંધાયા છે અને 2 હજાર 996 લોકોએ જીવ ગુમાવ્યા છે.

ચીનમાં ચાર નવા કેસ નોંધાયા
ચીનમાં છેલ્લા 24 કલાકમાં ચાર નવા કેસ નોંધાયા છે અને એકપણ મોત નોંધાયું નથી. તમામ કેસ શાંઘાઈમાં નોંધાયા છે. ચીનમાં કોરોનાના 82 હજાર 862 કેસ નોંધાયા છે જ્યારે 4633 લોકોના મોત થયા છે.

તુર્કીમાં મૃત્યુઆંક 3 હજારને પાર
તુર્કીમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 2936 કેસ નોંધાયા છે અને 89 લોકોએ જીવ ગુમાવ્યા છે.આ સાથેજ મૃત્યુઆંક 3081 થયો છે અને કુલ કેસ 1 લાખ 17 હજાર 589 થયા છે. તુર્કીએ ઘરેલુ અને આંતરરાષ્ટ્રીય ઉડાનો 28 મે સુધી બંધ કરી દીધી છે. અહીં સંક્રમણનો પ્રથમ કેસ 11 માર્ચના રોજ સામે આવ્યો હતો.

આજે કયા દેશમાં કોરોનાની શું સ્થિતિ છે તે જોઈએ

દેશ કેસ

મોત

અમેરિકા 10,64,572 61,669
સ્પેન 236,899 24,275
ઈટાલી 203,591 27,682
ફ્રાન્સ 166,420 24,087
બ્રિટન 165,221 26,097
જર્મની 161,539 6,467
તુર્કી 117,589 3,081
રશિયા 99,399 972
ઈરાન 93,657 5,957
ચીન 82,862 4,633
બ્રાઝીલ 79,685 5,513
કેનેડા 51,597 2,996
બેલ્જિયમ 47,859 7,501
નેધરલેન્ડ 38,802 4,711
પેરુ 33,931 943
ઈન્ડિયા 33,062 1,079
સ્વિત્ઝરલેન્ડ 29,407 1,716
પોર્ટુગલ 24,505 973
સાઉદી અરેબિયા 21,402 157
સ્વીડન 20,302 2,462
આયર્લેન્ડ 20,253 1,190
મેક્સિકો 17,799 1,732
ઈઝરાયલ 15,834 215
સિંગાપોર 15,641 14
બ્રાઝીલના માનૌસમાં કોરોના મહામારીમાં મોતને ભેટનાર લોકોને દફનાવવામાં આવી રહ્યા છે.
આર્જેન્ટિનામાં લોકડાઉન દરમિયાન ફૂડ પેકેટ માટે લાઈનમાં ઉભેલા લોકો નજરે પડે છે.

અમેરિકા: વોશિંગ્ટનના મેડીકલ સેન્ટર પર ટેસ્ટ કરતા પહેલા વ્યક્તિ સાથે વાત કરી રહેલ સ્વાસ્થ્ય કર્મચારી.

સ્ટોરીમાં તમામ દેશની વિગતો અને તસવીરો ઉમેરવામાં આવી રહી છે

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


ઉદ્યોગ જગતની હસ્તીઓ સાથે વાતચીત કરતા અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ.


ન્યૂયોર્કના બ્રુકલિનમાં એન્ડ્ર્યુ ટી ક્લેકલી ફ્યુનરલ હોમ પાસે ઊભેલા પોલીસકર્મચારીઓ. આ રાજ્યમાં ત્રણ લાખથી વધારે સંક્રમિત છે.

Related posts

કોરોના વાઈરસના આજે વધુ 10 કેસ નોંધાયા, પોઝિટિવ કેસની સંખ્યા વધીને 207 ઉપર પહોંચી

Amreli Live

4.11 લાખ કેસઃછેલ્લા 24 કલાકમાં રેકોર્ડ 15898 દર્દી વધ્યા, દિલ્હીમાં 3 દિવસમાં 9 હજારથી વધારે પોઝિટિવ કેસ

Amreli Live

લોકડાઉનમાં 80 લાખ નાગરિકે 30 હજાર કરોડ PFમાંથી ઉપાડ્યાઃ કોંગ્રેસ

Amreli Live

લોકડાઉન પહેલા નવા કેસનો એવરેજ ગ્રોથ રેટ 35% હતો, ત્યારપછી ઘટીને 15% પહોંચ્યો; આ દરમિયાન એવરેજ 58 દર્દીઓ ઠીક થયા

Amreli Live

અત્યાર સુધીમાં 34,754 કેસઃમૃત્યુઆંક 1148;મહારાષ્ટ્રમાં દર્દીની સંખ્યા 10 હજારને પાર, દિલ્હીમાં સીઆરપીએફના 6 જવાન સંક્રમિત

Amreli Live

જીટીયુના વિદ્યાર્થીઓનો ઓનલાઇન ડેટા લીક થવા મામલે સાયબર ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાઇ

Amreli Live

32.20 લાખ કેસ, 10 લાખને સારવાર પછી રજા અપાઈ; અમેરિકામાં સૌથી વધારે 1.47 લાખને રજા અપાઈ

Amreli Live

અત્યાર સુધી 20,486 કેસ- 660 મોતઃ જમ્મુ-કાશ્મીરના DGPએ કહ્યું-પાકિસ્તાન કોરોના ફેલાવવા સંક્રમિતોને મોકલી રહ્યું છે

Amreli Live

લૉકડાઉનના બે મહિનામાં 20 કંપનીઓની માર્કેટકેપ 7.6 લાખ કરોડ વધી, તેમાં પણ અડધી ફક્ત રિલાયન્સની

Amreli Live

કુલ કેસ 3.06 લાખઃસતત ત્રીજા દિવસે 11 હજારથી વધારે કેસ વધ્યા, દિલ્હીમાં 24 કલાકમાં વિક્રમી 2,123 પોઝિટિવ કેસ

Amreli Live

રાજકોટમાં ટેસ્ટની સાથે દર્દીની સંખ્યા પણ વધી, 300 સેમ્પલમાંથી 56 લોકો કોરોના પોઝિટિવઃ કુલ કેસ 1073, મૃત્યુઆંક 52 પર પહોંચ્યો

Amreli Live

અત્યાર સુધીમાં 2 લાખ મોતઃ બ્રિટિશ વડાપ્રધાન બોરિસ જોન્સન સાજા થયા બાદ ઓફિસ પહોંચ્યા, 24 કલાકમાં બ્રિટનમાં 413 અને ઇટાલીમાં 260 લોકોના મોત

Amreli Live

શ્રાવણ મહિનાના પ્રથમ દિવસે જ સોમનાથ દાદાના ભક્તોને પોલીસે માર્યા, મંદિરમાં વ્યવસ્થાનો અભાવ

Amreli Live

ડાયમંડ ઉદ્યોગ ફરી સાવચેતી સાથે શરૂ કરાશે, ટેક્સટાઈલ માર્કેટ બંધ નહીં કરાય

Amreli Live

7.18 લાખ કેસઃ દેશમાં કોરોનાથી મૃત્યુ પામનારનો કુલ આંક 20 હજારને પાર, મહારાષ્ટ્રમાંથી વધુ 5,368 કેસ આવ્યા

Amreli Live

મોદીની ટકોરથી ગુજરાતે એકાએક ટેસ્ટ વધાર્યા, છતાં અન્ય રાજ્યો કરતાં હજી ઓછા, ગુજરાત કરતાં આસામમાં કેસ ઓછા-ટેસ્ટિંગ બમણું

Amreli Live

સુશાંતના સાંજે વિલે પાર્લેના પવનહંસ સ્મશાનમાં અંતિમ સંસ્કાર, પિતા મુંબઈ આવ્યા

Amreli Live

વધુ બે પોઝિટિવ કેસ નોંધાતા આંકડો 18 પર પહોંચ્યો, બે કોરોના શંકાસ્પદના મોત, એકનો રિપોર્ટ પેન્ડિંગ

Amreli Live

150 લોકોના રેપિડ ટેસ્ટ કરાયા, તમામ નેગેટિવ: 86 સેમ્પલના રિપોર્ટ પેન્ડિંગ

Amreli Live

37,262 કેસ, મૃત્યુઆંક-1,223: મહારાષ્ટ્રથી 347 મજૂરોને લઈને સ્પેશ્યલ ટ્રેન ભોપાલ પહોંચી,પંજાબમાં ફસાયેલા 271 બ્રિટિશ નાગરિક લંડન માટે રવાના

Amreli Live

UAEમાં IPL રમાશે, ટુર્નામેન્ટના ચેરમેન બૃજેશ પટેલે કહ્યું- સરકાર પાસે મંજૂરી માંગી, ત્યારબાદ પ્લાન તૈયાર થશે

Amreli Live