26.4 C
Amreli
19/09/2020
bhaskar-news

અમેરિકાના સ્વાસ્થ્ય વિભાગે લોકોને કહ્યું-માસ્ક જરૂર પહેરો; ટ્રમ્પે કહ્યું-હું તો નહીં પહેરું, હું તો રાષ્ટ્રપતિ, તાનાશાહોમાં સામેલ છું, મારા માટે આ યોગ્ય નથીઅમેરિકામાં અત્યાર સુધીમાં કોરોનાના 2.77 લાખ કેસ નોંધાયા છે અને 7400થી વધારે લોકોએ જીવ ગુમાવ્યો છે. આ બધાની વચ્ચે અહીં માસ્ક પહેરવા અને ન પહેરવા અંગે ચર્ચા છેડાઈ છે. અમેરિકાના સ્વાસ્થ્ય વિભાગના સેન્ટર ફોર ડિસિસ કંટ્રોલ(સીડીસી)એ લોકોને કહ્યું કે ઘરની બહાર નીકળતી વેળાએ માસ્ક જરૂર પહેરો. પરંતુ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે તેઓ માસ્ક નહીં પહેરે. ટ્રમ્પે વ્હાઈટ હાઉસમાં કોરોના વાઈરસ અંગે પૂછાયેલા પ્રશ્નના જવાબમાં કહ્યું હતું કે માસ્કને લઈને સીડીસીએ માત્ર સૂચન કર્યું છે. આ દરેક માટે સ્વૈચ્છિક છે. તમે આવું કરી પણ શકો છો અને ન પણ કરી શકો. હું આવું નહીં કરું. આ સારું રહેશે. હું રાષ્ટ્રપતિઓ, પ્રધાનમંત્રીઓ, તાનાશાહો, રાજાઓ અને રાણીઓને મળતો આવું છું. આવામાં માસ્ક પહેરવું મને યોગ્ય લાગતું નથી. માસ્ક પહેરવાના સૂચનને હું નહીં માનું.

ન્યૂયોર્કના રસ્તા પર વ્યક્તિ પેપર વાંચી રહી છે. અહીં બહાર નિકળવા ઉપર પ્રતિબંધ નથી.

માસ્કને લઈને ઘણા દિવસોથી અમેરિકામાં ચર્ચા યથાવત
અમેરિકામાં લોકોમાં છેલ્લા ઘણા દિવસોથી ચર્ચા ચાલી રહી છે કે માસ્ક પહેરવું જરૂરી છે કે નથી. સીડીસીના અધિકારીઓ સતત ટ્રમ્પને કહી રહ્યા છે કે તેઓ લોકોને આ અંગે સલાહ આપે. ટ્રમ્પ જે લોકો સ્વસ્થ છે તેઓ જાહેર સ્થળોએ સંક્રમણથી બચવા માટે જરૂરી સંભાળ રાખે એવી વાત કરે તેવું સીડીસી ઈચ્છે છે. જોકે હાલ ટ્રમ્પે અમેરિકાના લોકોને આવી કોઈ અપીલ કરી નથી. તેઓએ કહ્યું કે જે લોકો સીડીસીના સૂચનનું પાલન કરવા ઈચ્છે છે તેઓ કપડાંમાંથી બનેલા માસ્કને પહેરે. તેઓએ લોકોને મેડિકલ કે સર્જિકલ ગ્રેડ માસ્ક ન પહેરવાનું કહ્યું.

ટ્રમ્પે હજુ સુધી લોકોને ઘરમાં રહેવાની પણ અપીલ નથી કરી
અમેરિકામાં સંક્રમણની સંખ્યા 2.77 લાખથી વધારે થવા છતા તેમણે લોકોને ઘરમાં રહેવાનું નથી કહ્યું. નેશનલ ઈસ્ટિટ્યૂટ ઓફ એલર્જી એન્ડ ઈનફેક્શિયસ ડિસિસના ડાયરેક્ટર ડો એસ એન્થની એસ ફોસીએ ટ્રમ્પને દેશભરમાં સ્ટે એટ હોમ (ઘરમાં રહો)નો આદેશ કરવાનું કહ્યું. પરંતુ, ટ્રમ્પે આ સૂચનને પણ માન્યું નથી. ટ્રમ્પે કહ્યું કે તેઓ આ નિર્ણયને રાજ્યના ગવર્નર ઉપર છોડે છે. જો ગવર્નર ઈચ્છે તો તેમના રાજ્યમાં આ આદેશ લાગુ કરી શકે છે.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


The US Department of Health tells people – Wear a mask need; Trump said – I will not wear, I am involved in President, dictatorship, this is not good for me

Related posts

અત્યારસુધી 37 હજાર 257 કેસ : એક દિવસમાં રેકોર્ડ 2300થી વધુ દર્દી વધ્યા, મહારાષ્ટ્રમાં 1008 અને ગુજરાતમાં 326 નવા કેસ નોંધાયા

Amreli Live

જ્યોતિરાદિત્ય સિંધિયા અને તેમની માતા કોરોના પોઝિટિવ, બન્ને હોસ્પિટલમાં દાખલ

Amreli Live

ઉનાના ખજુદ્રામાં ગાજવીજ સાથે 1 કલાકમાં 3 ઈંચ, રાજુલામાં 1 કલાકમાં 2 ઈંચ, ભાવનગર અને વેરાવળમાં ધોધમાર વરસાદ

Amreli Live

શહેરમાં વધુ એક કોરોનાનો 21 વર્ષીય પુરુષનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો, કુલ પોઝિટિવ કેસનો આંકડો 46 થયો

Amreli Live

6.47 લાખ કેસઃ એક દિવસમાં વિક્રમજનક 22 હજારથી વધુ દર્દી વધ્યા,તમિલનાડુમાં કેસની સંખ્યા એક લાખને પાર

Amreli Live

કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાને સરકારી બંગલો ખાલી કરવા નોટિસ મળી, 1લી ઓગસ્ટ સુધીની મુદત અપાઈ

Amreli Live

અત્યાર સુધી 3112 કેસઃ એક દિવસમાં સૌથી વધારે 563 દર્દી વધ્યા, મહારાષ્ટ્રમાં સંક્રમિતોનો આંકડો 500ની આસપાસ

Amreli Live

5.85 લાખ કેસઃ છેલ્લા 24 કલાકમાં 18256 દર્દી વધ્યા અને 12 હજારથી વધુ સાજા થયા, ગોવામાં ભાજપ ધારાસભ્ય કોરોના પોઝિટિવ

Amreli Live

30% દર્દીમાં એક પણ લક્ષણ દેખાયા ન હતા; મોટાભાગના દેશમાં મહામારી ફેલાવા માટે આ કારણ જવાબદાર છે

Amreli Live

રાહુલ ગાંધી સાથેની ચર્ચામાં RBIના પૂર્વ ગવર્નર રાજને કહ્યું- ગરીબોની મદદ માટે સરકારના 65 હજાર કરોડ ખર્ચાશે

Amreli Live

આઠ મુખ્ય ઉદ્યોગનું ઉત્પાદન માર્ચમાં 6.5 ટકા ઘટ્યું, કોલસા સિવાય અન્ય તમામ સેક્ટરમાં ઉત્પાદન ગગડ્યું

Amreli Live

વધુ ચાર પોઝિટિવ કેસ નોંધાતા આજે 26 નવા કેસ, આંક 89 થયો, શહેરના પાંચ વિસ્તારમાં 22મી સુધી કર્ફ્યુ જાહેર

Amreli Live

ગુજરાત, મહારાષ્ટ્ર સહિત 10 રાજ્યમાં ઘરે ઘરે સરવે થશે: આરોગ્ય મંત્રાલય 

Amreli Live

છેલ્લા 24 કલાકમાં કોરોના પોઝિટિવના 256 કેસ સાથે આંકડો 3 હજારને પાર, 6ના મોત નિપજ્યા અને 17 લોકોને ડિસ્ચાર્જ કરાયા

Amreli Live

વડાપ્રધાન મોદીએ રિશી કપૂરના નિધન પર દુઃખ વ્યક્ત કરતા કહ્યું- તેઓ ટેલેન્ટનું પાવરહાઉસ હતા

Amreli Live

રાજકોટમાં આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ કોરોના મામલે અધિકારીઓ સાથે બેઠક કરી, સંક્રમણ રોકવા એક્શન પ્લાન બનાવી કામ કરવા સૂચના આપી

Amreli Live

ચીની રેપિડ ટેસ્ટ કિટથી ખોટા પરિણામ આવતા પ્રતિબંધ, ભારતને મોકલેલી 5 લાખ કિટ પર સવાલ

Amreli Live

કોરોના વાઈરસના આજે વધુ 10 કેસ નોંધાયા, પોઝિટિવ કેસની સંખ્યા વધીને 207 ઉપર પહોંચી

Amreli Live

વધુ 12 કેસ નોંધાતા આંકડો 576, 17 રિકવર થતા રજા અપાઈ, એક પોઝિટિવ દર્દી સિવિલમાંથી ભાગી ગયો

Amreli Live

રાજ્યમાં અત્યારસુધીમાં કુલ કેસમાંથી 80 ટકા અમદાવાદના હતા, ગઈકાલે 60 ટકા થયા

Amreli Live

અત્યાર સુધી 2 હજાર 542 કેસ, વર્લ્ડ બેંકે ભારત માટે રૂ. 7600 કરોડના ઇમર્જન્સી ફંડને મંજૂરી આપી, સ્ક્રિનિંગ અને આઇસોલેશન વોર્ડ બનાવવા મદદ મળશે

Amreli Live